બગસરા તાલુકાના નાના એવા સમઢીયાળા ગામ ના ખેડૂત પુત્રોનું કાગવડ ખાતે સમસ્ત ડોબરિયા પરિવાર ગુજરાત તેમજ ખોડલઘામ દ્વારા જે ખેડૂતો પુત્રો એ ડિજિટલ સ્વરૂપ ખેતી આગળ વધે એ હેતૂ થી પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કરેલ અને ખૂબ જ સારી સફળતા મેળવી
આ એપ્લિકેશન બનાવનાર બંને ખેડૂત પુત્રો પિયુષ રમેશભાઈ ડોબરીયા અને ભાર્ગવ ભાવેશભાઈ ડોબરીયા નૂ માં ખોડલના ધામમાં સન્માન પત્ર આપી અભિનંદન આપ્યા
આ પ્રસંગે પરીવાર નાઅગ્રણી ચંદુ ભાઈ ,હરેશ ભાઈ ,જેનીલભાઈ મુકેશભાઈરોનકભાઈ તેમજ ડોબરીયા પરિવાર ગૂજરાત ના અગ્રણીઓ હાજર રહ્યા હતા
તેમજ ખોડલધામ કમિટી અને ઘણા બધા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ એપ્લિકેશનથી ખેડૂતો એક ડિજિટલ ક્રાંતિ ની શરૂઆત કરશે ખેડૂતનો કોઠાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરની અંદર જઈ ડાઉનલોડ કરી શકાશે।
Are you new to blogging, and do you want step-by-step guidance on how to publish and grow your blog? Learn more about our new Blogging for Beginners course and get 50% off through December 10th.
WordPress.com is excited to announce our newest offering: a course just for beginning bloggers where you’ll learn everything you need to know about blogging from the most trusted experts in the industry. We have helped millions of blogs get up and running, we know what works, and we want you to to know everything we know. This course provides all the fundamental skills and inspiration you need to get your blog started, an interactive community forum, and content updated annually.
પેટા- કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલાના હસ્તે એપ્લિકેશનનું લોન્ચિંગ થયું પેટા – હવે ખેડૂતોને દલાલીમાંથી મુક્તિ મળશે અને પાકના ભાવ ખેડૂતો નક્કી કરી શકશે બગસરા, તા 16
વર્તમાન સમય ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો છે. ખાસ કરીને છેલ્લા દોઢ દાયકામાં જેમ જેમ ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો તેની સાથે તમામ વસ્તુ ડિજિટલ બની છે. સરકારે પણ ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનો વડે ક્રાંતિ આણી છે. ત્યારે હવે ખેતી અને ખેડૂતો પણ એકવીસમી સદીના બદલતા પ્રવાહમાં ભળે અને આગળ વધી શકે તે માટેમા પ્રયાસો શરુ થઇ ગયા છે. આ પ્રયાસના ભાગરુપે જ બગસરા તાલુકાના નાના એવા સમઢિયાળા ગામના બે ખેડૂત પુત્રો, ભાર્ગવ ભાવેશભાઇ ડોબરિયા અને પિયુષ રમેશભાઇ ડોબરિયાએ એપ્લિકેશન બનાવી છે. ‘ખેડૂત નો કોઠાર’ નામની આ એપ્લિકેશન વડે ખેડૂતોને એક ડિજિટલ પ્લેટફોર્મ પુરુ પાડવાનો પ્રયાસ કર્યો છે. આ બંને યુવાનોનું સ્વપ્ન છે કે ખેતીપ્રધાન દેશનો ખેડૂત જે વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલો છે, તે ડિજિટલ બને. જેનાથી તેમની થોડી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની દલાલી ના ચૂકવવી પડે અને પોતાની વસ્તુની કિંમત પોતે જ નક્કી કરે એવા સારા ઉદ્દેયથી આ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
ગટ તા. 13 ઓક્ટોબરના રોજ કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલાના વરદ્ હસ્તે આ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ ડોબરિયા પરિવારના કૂળદેવીના આંગણમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પરષોત્તમ રુપાલાએ જણાવ્યું કે આ એપ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે જેવી કાકડિયા, અશ્વિનભાઇ સાવલિયા, બગસરાના આગેવાનો તેમજ ખેડૂત ભાઇઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ એપ્લિકેશનની મદદથી ખેડૂતો પોતાની ખેતપેદાશ, ખેતી સાથે જાડાયેલા સાધનો અને ઓજારો તેમજ પશુઓની લે-વેચ કરી શકશે. અનાજ, કઠોળ, શાકભાજી, ઘી, ટ્રેક્ટર, સાંતી, બળદ, ગાય, ભેંસ વગેરે તમામ વસ્તુઓની લે વેચ થઇ શકશે. જેમની પાસે આ વસ્તુઓ હશે તેઓ આ એપમાં ભાવ અને વિગત સાથે પોસ્ટ કરશે. તો જેમને આ વસ્તુની જરુર હોય તેઓ એપમાં આ વસ્તુઓને જાઇને વેચનારનો સંપર્ક કરશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકાશે.
17 સપ્ટેમ્બર 2020ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે વડાપ્રધાન હંમેશા 70 વર્ષની ચર્ચા કરતા હોય છે કે 70 વર્ષમાં બીજી સરકારોએ શુ કર્યું ? પરંતુ છેલ્લા 70 વર્ષમાં અન્ય સરકાર ન કરી શકી તે સરકારે માત્ર 7 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં મોદી સરકારે કરી બતાવ્યું.
નરેન્દ્ર મોદીએ દેશમાં સતા કઇ રીતે મેળવી અને કઈ રીતે પોતે કામગીરી કરી રહ્યા છે તે સૌ કોઈ જાણે છે. છેલ્લા 7 વર્ષમાં એટલે કે મોદી શાસનમાં સૌ કોઈને શિસ્તમાં એટલે કે લાઈનમાં ઉભા રહેતા શીખડાવી દીધું છે. મોદી સરકારે 2014માં સતા મેળવી દેશભરમાં પ્રથમ નિર્ણય કર્યો કે 2014નાં રોજ પ્રધાનમંત્રીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું હતું. અને દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં ફોટો પડાવવા માટે લાઈનોમાં લોકોને ઉભા રાખી દીધા. હજુ 7 વર્ષના સમયગાળામાં ગુજરાત મોડેલ સ્વચ્છ થઈ શક્યું નથી.
ત્યાર બાદ 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાન મંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો અને નોટબંધી જાહેર કરી જેથી દેશની જનતા બેંકોની લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બની. 50 દિવસનો સમય માંગનારા વડાપ્રધાને દેશની જનતાને સમય ન આપ્યો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂત, વેપારીઓ, મહિલાઓ તમામને હેરાન-પરેશાન કરી નાખ્યા,
ત્યાર બાદ 1 જુલાઈ 2017ના રોજ દેશમાં GST લાગુ કર્યો અને વેપારી વર્ગને લાઈનમાં ઉભો રાખી દીધો. તેમજ GST લાગુ કર્યા બાદ વેપારીઓ કંગાળ બન્યા અને બેરોજગારીના દરોમાં પણ ઐતિહાસિક વધારો થયો. વેપારીઓ અને યુવાનો નિરાશામાં ડૂબ્યા, અને ઠેર ઠેર વેપારીઓનો માલ અટકી જતા વેપારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો…
મોદી સરકારના રાજમાં બેરોજદારી દર વધતા ઠેર ઠેર યુવાન પુરુષો અને મહિલાઓએ રોજગારી મેળવવા માટે ઠેર ઠેર નાના એવા ભરતીના આકડાઓમાં પણ લાંબી લાંબી લાઈનો લગાડી હતી. ત્યારે છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી પણ મોદી સરકારના રાજમાં દેખાઈ છે… 2017-18માં સાડા ત્રણ ગણાથી વધીને 17.4 ટકા સુધી બેરોજગારી પહોંચી ગઈ હતી. વર્ષ 2018માં દેશમાં 1.1 કરોડ લોકોએ પોતાની નોકરી ગૂમાવી દીધી હતી. અને ભારતમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજદારી દર પણ નોંધાયો હતો…
વર્ષ 2020માં મોદી સરકારે દેશના નાગરિકોના હિતમાં લોકડાઉન જાહેર કર્યું અને લોકોને શાકભાજી અને કારીયાણું લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રાખી દીધા . તેમજ ભારતભરના વ્યસનોએ પણ પોતાની વ્યસનની પ્યાસને બુજાવવા માટે ઠેર ઠેર લાંબી લાઈનોમાં ઉભા રાખી દીધા હતા. અને લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન આપવા માટે પણ સસ્તા અનાજની દુકાનદારો બહાર લાઈનો લગાડી દીધી હતી….
અને અંતે છેલ્લે લોકડાઉન પૂર્ણ થયું અને અનલોક જાહેર કરાતાની સાથે જ કોરોનાનો રાફડો ફાટ્યો, કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી. લોકોને લાઈનો લાગતા યોગ્ય સારવાર ન મળતા અનેક લોકો મોતને ભેટ્યા હતા. કોરોનાને કારણે અનેક લોકોના મોત થતા સ્મશાન ખાતે પણ લાઈનો લાગી છે અને મર્યા પછી પણ લાઈનો પૂર્ણ થતી નથી. ત્યારે એક બાજુ દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનને કઇ રીતે શુભેચ્છા પાઠવી શકું ? અને જો વડાપ્રધાન જન્મદિવસની શુભેચ્છાની આશા રાખી રહ્યા હોય અને તેમના પ્રશંસકો શુભેચ્છા પાઠવે તો તેનાથી વધારે શરમની વાત બીજી કોઈ હોઈ ન શકે….. ત્યારે હવે લોકોના મૃત્યુની પણ લાઈનો લાગી છે ત્યારે આગામી સમયમાં અન્ય લાઈનો ન લગાડે તેવી જ જન્મદિવસ નિમિત્તે આશા રાખીએ.
હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના પાકને નુકશાની ગયેલ છે. તો તેનુ વળતર આપવામાં આવે. આ વર્ષે ધ્રોલ તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના લીધે ખેડુતોના પાર્કનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયેલ છે.
હાલ વાત કરવામાં આવેતો કપાસના ઉભા પાકને વધુ વરસાદના કારણે વરસાદી પાણી લાગી જતા સાવ બળીગયો છે. ત્યારે જે ખેતરોમાં મગફળીનુ વાવેતર થયુ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયેલા રહેવાથી મગફળીને પાણી લાગી જવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે
ધ્રોલ તાલુકામાં આજ દિવસ સુધી નુકશાની સર્વેની કામગીરી ખુબજ ધીમી ચાલી રહી છે અને જયા સર્વે થાય છે. ત્યાપણ ખેડતોને કયાકને કયાક નિયમોની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. અને જે ખેતરમાં નુકશાની હોવા છતા સર્વે કરવામાં આવતો નથી અને સરકારના લાભો થી ખેડૂતો વંચિત રહી જાય તેવી સ્થિતિ છે. ધ્રોલ તાલુકામાં ગયા વર્ષે પણ ભારતીય એક્ષા વીમા કંપનીઓ દ્વારા ૨૫ % પાક વિમો આપવા દરેક ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સરપંચો પાસે થી ૨૫ % નું વળતર સ્વીકારી લેવા સમતી પત્ર લખાવી લેવામાં આવ્યા હતા. જે વિમો પણ આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી.
ખેડૂતો છેલ્લા છ મહીના કરતા પણ વધુ સમય થી કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે . આવી લોકડાઉનની કપરી પરીસ્થિતિ માંથી જયારે ખેડુતો પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જો ખેડુતો ને ગત વર્ષ ની જેમ દરેક ખેડતો ને આર્થિક મદદ કરવામાં આવે તો ખેડૂતોને તેની આજીવીકા પસાર કરવામાં રાહત મળે. ગત વર્ષની જેમ દરેક ખેડતોને હેકટર દીઠ એક ફિકસ રકમ નક્કી કરીને આપવામાં આવી હતી. તેવીજ રીતે આ વર્ષે પણ વળતર આપવામાં આવે.
ભારતભરમાં કોરોના વાઇરસ બેકાબુ બન્યો છે.લોકો ભયના નીચે જીવી રહ્યા છે. દેશભરમાં અત્યાર સુધી 33 લાખ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે તો 60,000 કરતા વધારે લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 90 હજાર સુધી પોઝીટીવ કેસ પહોંચી જવા પામ્યા છે. જયારે 3,000 જેટલા લોકોના મોત થયા છે.
જ્યારે 26 ઓગસ્ટને બુધવારના એક જ દિવસના રોજ દેશમાં 60,592 પોઝિટિવ કેસ તો 980 લોકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. ગુજરાતમાં એક જ દિવસમાં 1197 પોઝીટીવ કેસ તો 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
જ્યારે સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટમાં બુધવારના રોજ 23 લોકોના મોત થયા છે તેમ મીડિયાએ ચલાવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે રાજકોટ અને આસપાસના જિલ્લાના થઈ 20 મોત જાહેર કર્યા હતા. એટલે કે રાજકોટમાં 20 મોત અને ગુજરાતમાં 17 મોત ? આ પહેલા પણ અનેક વખત પોઝીટીવ કેસ જાહેર ન કરવા બાબતે તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે પણ નેતાઓએ અને અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું…..
રાજકોટમાં કોરોનાને કારણે 20 મોત જાહેર થયા જ્યારે ગુજરાતમાં 17 મોત જાહેર કરાતા વડાપ્રધાનના હોમ ટાઉન ગુજરાતમાં મોતના આંકડા છુપાવવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું મુખ્યમંત્રીનું હોમ ટાઉન રાજકોટ એ ગુજરાતમાં નથી આવતું ? અને શા માટે તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે લોકોનો ભોગ લઇને આંકડાઓ છુપાવી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે હવે આ સંવેદનશીલ સરકારની વાતો કરી ‘રૂપાણી’ સરકાર સાચા આંકડા જાહેર કરશે કે પછી આંકડાઓની માયાજાળ વધુ ગૂંથશે…. ??? તે આગામી સમયમાં જોવું રહ્યું….
ધ્રોલ નગરપાલિકાનો ચાર્જ નવ નિયુક્ત પ્રમુખ જયશ્રીબેન મનસુખભાઈ પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકી દ્વારા સંભાળવામાં આવેલ આને કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડીને નવ નિયુક્તિ પ્રમુખને વધાવવામાં આવ્યા હતા. ધ્રોલ બીજેપીના શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી દ્વારા નગરપાલિકાના પગથિયે નમન કરીને પછી અંદર પગ મુકવામાં આવેલ અને ત્યાંર બાદ ધ્રોલ નગરપાલિકાના વિકાસના કામોને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની આખી ટિમ દ્વારા ચીફ ઓફિસરની મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા સૌ પ્રથમ ચીફ ઓફિસરને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનવાનું જણાવેલ અને નગરપાલિકામાં વિકાસના કામોને વેગ આપી લોકોને આપેલા વચનો તાત્કાલિક પુરા કરવા આવે.
ધ્રોલ પ્રજા જનોની સુખાકારી માંટે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા ગટર પાણી અને સફાઈ ને પ્રાધાન્ય આપવું અને સ્ટ્રીટ લાઈટો તેમજ કેમેરા જિયા બંધ હોય તે તાત્કાલિક ચાલુ કરવા જણાવેલ નગરપાલિકા ના દરેક વોર્ડ માં વોર્ડના સભ્યોને સાથે રાખી દર અઠવાડિયે એક એક વોર્ડ ની મુલાકાત લઈ તિયાના રેહવાસીઓ સાથે સંકલન કરી બને તેટલા પ્રોબ્લેમનું સમાધાન સ્થળ પરજ કરવું
આ મીટિંગ માં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા.રાજભા જાડેજા. શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી.ઈરફાન ટકી.ગોવિંદભાઈ દલસાનિયા, અરવિંદભાઈ પરમાર, મનસુખભાઇ પરમાર, અશરફભાઈ તુષારભાઈ ભલોડિયા. સંજયસિંહ વસરામભાઈ વરુ. વલ્લભભાઈ, લક્ષમણ ભાઈ, રમેશભાઈ જાકાસણીયા હિતેશ ભોજાણી .રાજેન્દ્રસિંહ સોલંકી, હિરેન કોટેચા, ચંદ્રકાન્ત ભાઈ. સમીરભાઈ શુક્લ તેમજ પાર્ટીના અનેક નાના મોટા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા
આ વરસાદનો રાઉન્ડ મોટાભાગના વિસ્તારોને આવરી લેશે : ૨૪મી ઓગષ્ટ સુધીમાં અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારોમાં હળવા – મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ ખાબકશે : અમુક વિસ્તારોમાં તો ૨૦૦ મી.મી.ને પણ વટાવી જાય : અશોકભાઈ પટેલ
બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બન્યુ જેની અસરથી સાર્વત્રીક હળવાથી મધ્યમ વરસશે ૨૨મીથી સ્પીડ પકડશે હવામાન ખાતુ
રાજકોટઃ તા.૧૯, બંગાળની ખાડીમાં બેક ટુ બેક બની રહેલ સીસ્ટમ્સની અસરથી આ આખુ અઠવાડીયું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. સાર્વત્રીક હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. હવામાન ખાતાએ જણાવ્યુ છે કે આજે બંગાળની ખાડીમાં વધુ એક સીસ્ટમ્સ બની રહી છે. ૨૪ કલાકમાં વધુ મજબુત બનશે. જેની અસરથી આ સપ્તાહમાં વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવશે. હળવાથી મધ્યમ તો વરસશે જ પરંતુ દરિયાકાંઠાના બે થી ત્રણ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
દરમિયાન રાજકોટ શહેરમાં ગઇકાલે પણ વરસાદી માહોલ જોવા મળેલ. બપોર સુધી હળવા ભારે ઝાપટાનો દોર જારી રહયો હતો જયારે બપોર બાદ એકરસ બન્યો હતો. એકધારો વરસાદ લગભગ ત્રણેક કલાક સુધી ચાલુ રહયો હતો. રાજકોટ શહેરમાં ગઇકાલે ૪૦.૬ મી.મી. (બે ઇંચથી થોડો ઓછો) જયારે મોસમનો કુલ ૭૮૮.૪ મી.મી. (૩૧.૫ ઇંચ) પાણી પડી ગયું છે.
હવામાન ખાતામાં સિઝનનો ૩૧.૫ ઇંચ હવામાન ખાતામાં નોંધાયેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં ગઇકાલે ૪૦.૬ મી.મી. (બે ઇંચથી થોડો ઓછો) પાણી પડયું. જયારે મોસમનો કુલ ૭૮૮.૪ મી.મી. (૩૧.૫ ઇંચ) વરસી ગયો