કોરોનાના કહેરથી દેશમાં મરતા લોકો વચ્ચે પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામના પાઠવી કેવી રીતે ??

17 સપ્ટેમ્બર 2020ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે વડાપ્રધાન હંમેશા 70 વર્ષની ચર્ચા કરતા હોય છે કે 70 વર્ષમાં બીજી સરકારોએ શુ કર્યું ? પરંતુ છેલ્લા 70 વર્ષમાં અન્ય સરકાર ન કરી શકી તે સરકારે માત્ર 7 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં મોદી સરકારે કરી બતાવ્યું.

નરેન્દ્ર મોદીએ દેશમાં સતા કઇ રીતે મેળવી અને કઈ રીતે પોતે કામગીરી કરી રહ્યા છે તે સૌ કોઈ જાણે છે. છેલ્લા 7 વર્ષમાં એટલે કે મોદી શાસનમાં સૌ કોઈને શિસ્તમાં એટલે કે લાઈનમાં ઉભા રહેતા શીખડાવી દીધું છે. મોદી સરકારે 2014માં સતા મેળવી દેશભરમાં પ્રથમ નિર્ણય કર્યો કે 2014નાં રોજ પ્રધાનમંત્રીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું હતું. અને દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં ફોટો પડાવવા માટે લાઈનોમાં લોકોને ઉભા રાખી દીધા. હજુ 7 વર્ષના સમયગાળામાં ગુજરાત મોડેલ સ્વચ્છ થઈ શક્યું નથી.

ત્યાર બાદ 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાન મંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો અને નોટબંધી જાહેર કરી જેથી દેશની જનતા બેંકોની લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બની. 50 દિવસનો સમય માંગનારા વડાપ્રધાને દેશની જનતાને સમય ન આપ્યો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂત, વેપારીઓ, મહિલાઓ તમામને હેરાન-પરેશાન કરી નાખ્યા,

ત્યાર બાદ 1 જુલાઈ 2017ના રોજ દેશમાં GST લાગુ કર્યો અને વેપારી વર્ગને લાઈનમાં ઉભો રાખી દીધો. તેમજ GST લાગુ કર્યા બાદ વેપારીઓ કંગાળ બન્યા અને બેરોજગારીના દરોમાં પણ ઐતિહાસિક વધારો થયો. વેપારીઓ અને યુવાનો નિરાશામાં ડૂબ્યા, અને ઠેર ઠેર વેપારીઓનો માલ અટકી જતા વેપારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો…

મોદી સરકારના રાજમાં બેરોજદારી દર વધતા ઠેર ઠેર યુવાન પુરુષો અને મહિલાઓએ રોજગારી મેળવવા માટે ઠેર ઠેર નાના એવા ભરતીના આકડાઓમાં પણ લાંબી લાંબી લાઈનો લગાડી હતી. ત્યારે છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી પણ મોદી સરકારના રાજમાં દેખાઈ છે… 2017-18માં સાડા ત્રણ ગણાથી વધીને 17.4 ટકા સુધી બેરોજગારી પહોંચી ગઈ હતી. વર્ષ 2018માં દેશમાં 1.1 કરોડ લોકોએ પોતાની નોકરી ગૂમાવી દીધી હતી. અને ભારતમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજદારી દર પણ નોંધાયો હતો…

વર્ષ 2020માં મોદી સરકારે દેશના નાગરિકોના હિતમાં લોકડાઉન જાહેર કર્યું અને લોકોને શાકભાજી અને કારીયાણું લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રાખી દીધા . તેમજ ભારતભરના વ્યસનોએ પણ પોતાની વ્યસનની પ્યાસને બુજાવવા માટે ઠેર ઠેર લાંબી લાઈનોમાં ઉભા રાખી દીધા હતા. અને લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન આપવા માટે પણ સસ્તા અનાજની દુકાનદારો બહાર લાઈનો લગાડી દીધી હતી….

અને અંતે છેલ્લે લોકડાઉન પૂર્ણ થયું અને અનલોક જાહેર કરાતાની સાથે જ કોરોનાનો રાફડો ફાટ્યો, કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી. લોકોને લાઈનો લાગતા યોગ્ય સારવાર ન મળતા અનેક લોકો મોતને ભેટ્યા હતા. કોરોનાને કારણે અનેક લોકોના મોત થતા સ્મશાન ખાતે પણ લાઈનો લાગી છે અને મર્યા પછી પણ લાઈનો પૂર્ણ થતી નથી. ત્યારે એક બાજુ દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનને કઇ રીતે શુભેચ્છા પાઠવી શકું ? અને જો વડાપ્રધાન જન્મદિવસની શુભેચ્છાની આશા રાખી રહ્યા હોય અને તેમના પ્રશંસકો શુભેચ્છા પાઠવે તો તેનાથી વધારે શરમની વાત બીજી કોઈ હોઈ ન શકે….. ત્યારે હવે લોકોના મૃત્યુની પણ લાઈનો લાગી છે ત્યારે આગામી સમયમાં અન્ય લાઈનો ન લગાડે તેવી જ જન્મદિવસ નિમિત્તે આશા રાખીએ.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં જાણો સ્વચ્છતા વિશે

ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં સ્વચ્છતા વિશે ઘણા ઉપદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતી પણ એક કહેવત છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સામાન્ય રીતે સ્વચ્છતાની શરૂઆત આપણા શરીરથી શરૂ કરવી જોઇએ શુદ્ધ જળથી નિત્ય સ્નાનકરીને ધોયેલા અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ શરીરની સ્વચ્છતા પછી આપણે ઘરની સ્વચ્છતા કરવી જોઈએ ઘરમાં દરેક રૂમની સફાઇ કર્યા પછી ઘરનું આંગણુ સ્વચ્છ કરીએ ત્યાર પછી ઘરના આગળ રસ્તાનો જેટલો ભાગ થતો હોય તેટલી પણ જવાબદારીઆપણી જ છે. એ જવાબદારી નિભાવશે શું તો સમગ્ર ગામ તથા શહેરના તમામ માર્ગો સ્વચ્છ રહેવા લાગશે ઘરની આગળ રસ્તાને સાફ કરીને રંગોળી પૂરવાની ભારતીય ઋષિએ એક અજોળ પરંપરા આપી છે.

રંગોળી પૂરવાની પરંપરાને ધાર્મિક વિધિમાં ગણવામાં આવી છે. જેથી લોકો તેનો સહજતાથી પાલન કરતા રહે અને તેમાં ધાર્મિક વિધિની સાથે સ્વચ્છતાનો પણ ઉદેશ ગણવામાં આવે છે. પોતાનુ આંગણુ અને નિત્ય માર્ગ અને સ્વચ્છ રાખ્યા પછી ગામની બહાર ના કે ગામની ભાગોળે આવેલા તળાવ નદી ચેકડેમ તથા બાગ બગીચા અને વન ઉપવન ને પણ સ્વચ્છ રાખવા જોઈએ તેને કેવી રીતે સાફ સ્વચ્છ રાખશો તેનો ઉપાય ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના અતિ સરળ રીત બતાવેલી છે શિક્ષાપત્રીના 32 મા શ્રલોકોમાં ભગવાન સ્વામિનારાયણ મનુષ્યમાત્રને ઉપદેશ અને આદેશ કર્યો છે.

લોક અને શાસ્ત્ર એવા સ્થાનક કે જીણ દેવાલય તથા નદી તળાવ ના આરા માર્ગે તથા વાવેલું ખેતર વૃક્ષની છાયા તથા ફૂલવડી બગીચા આદિત્ય સ્થાનક તેમને વિશે મળ-મૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં લોકની શુદ્ધ એટલે જાહેર જગ્યા બાગ બગીચા વગેરે અને શાસ્ત્રની એટલે ધાર્મિક સ્થાનો શિક્ષાપત્રીનો આદેશ ધાર્મિક વિધિની સાથે સામાજિક ઉદેશ વધારે છે આ નિયમો માત્ર ધાર્મિક લોકો જ માટે હોય છે એવું નથી મનુષ્યમાત્રને ખૂબ જ ઉપયોગી છે તેમજ સમાજ અને રાષ્ટ્રના હિતમાં છે શિક્ષાપત્રી ધાર્મિક ગ્રંથ છે પરંતુ તેની આજ્ઞાઓ તમામ લોકોને પાળવા જેવી છે સ્વચ્છતાની આજ્ઞાનું પાલન કરવામાં આવે તો આપણા ઘરથી લઈને સંપૂર્ણ દેશ સ્વચ્છતા આપણા દેશની પ્રવર્તમાન સરકાર દ્વારા સ્વચ્છતા વિશે અભિયાન ચલાવવામાં આવે છે તેમાં દેશના તમામ નાગરિકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવે છે તેના કારણે ઘણા લોકોમાં જાગૃતતા પણ આવી છે પરિણામે ઘણા ગામો અને નગરોમાં સ્વચ્છતા દેખાય છે

આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રી જે સ્વચ્છતા ની આજ્ઞા કરી તે આજે અતિ આવશ્યક બની ગઈ છે હિન્દુ ધર્મની આ વિશેષતાને શરીરને અને ગામને અને દેશને સ્વચ્છ બનાવવા માટે પવિત્ર અને સ્વચ્છ રાખવા માટે ધાર્મિક શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે તેને ધાર્મિક વિધિ વિધાન ગણીને દરેકને આજ્ઞા પણ કરવામાં આવે છે ધર્મ અને રાજકારણ જુદુ છે પરંતુ બંને નો ઉદ્દેશ ધાર્મિક ગ્રંથોનો ઉદ્દેશ અને દેશના બંધારણ નો ઉદ્દેશ સમાજના અને દેશના હિત કારક હોય છે સ્વયં થી લઈને દેશને સ્વચ્છ રાખવાના વિષયમાં ધાર્મિક ગ્રંથ અને દેશના કાયદાઓ બંને પરસ્પર એકબીજાના પુરક છે એક સિક્કાની બે બાજુઓ છે બે આંખો અને બે હાથની સમાન છે મનુષ્ય માત્ર દેશના સર્વાંગી વિકાસ માટે સારું આચરણ શીખવા માટે દેશનું બંધારણ અને ધર્મનો બંધારણનું પાલન કરતો થાય તો દેશનો સર્વાંગી વિકાસ ખૂબ જ ઝડપી થાય એટલે જ ધાર્મિક શાસ્ત્રોની ખુબજ ઉપયોગિતા છે.

આ સ્વચ્છતાની પ્રેરણા આપનાર આપણા દેશનાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ઉદ્દેશ એવો છે નક્કી કરેલા સ્થાને જ દેહક્રિયાઓ કરવી ગમે ત્યાં ન કરવી આવી જ આજ્ઞ ના પરમ કૃપાળુ પરમાત્મા સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં ૨૦૦ વર્ષ પહેલાં કરી ગયા છે અને આવી ગંદકી ન ફેલાય તેને માટે પણ દેશનો કાયદો અને ધાર્મિક શાસ્ત્રોના પાડે છે તેથી દેશનું બંધારણ અને ધાર્મિક ગ્રંથ ની આજ્ઞાઓનું સ્વચ્છ નું પૂર્ણ પાલન કરીએ એ જ આપણી માટે સૌથી મોટી રાષ્ટ્ર સેવા બનશે ધારાશાસ્ત્રી દેવ સ્વામીના સાદર પ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ

દિવાળી એટલે મિલન, ‘મિલન એટલે ગામડા અને શહેરનું મિલન’

દિવાળી આવતાની સાથે જ શહેરમાં રહેતા લોકો પોતાના ગામડે જતા હોય છે. આખુ વર્ષ પોતાના કામ કાજમા વ્યસ્ત રહેતા લોકો પોતાના ગામડે જઇ શકતા નથી. પરંતુ જેવી દિવાળી આવે એટલે પોતાનો પરિવાર યાદ આવે છે અને લોકો ગામડે જતા હોય છે.

ગામડાના લોકો આખુ વર્ષે  કામ અર્થે બહાર રહેતા હોય છે. પરંતુ દિવાળીમાં પોતાના માતા-પિતા તેમજ દાદા-દાદી અને પરિવાર સાથે રહેવાનો સમય મળતો હોય છે. ત્યારે દિવાળી ઉપર પોતાના બાળકો માટે ફટાકડાની ખરીદી કરે છે. ત્યારે પોતાના બાળપણમાં દાદાએ આપેલો રૂપિયો અને તેમાંથી ખરીદી કરેલા ચાંદલીયાંની યાદ આવે છે તેની સાથે સાથે ગામનુ પાધર, ગામના મંદિરની આરતી, ગામના મોલવીની બાંગ, ગામની નદીમાં મારેલા ધુબાકા અને ગામની છોકરી સાથ થયેલો પહેલો પ્રેમની યાદ રોમે-રોમમાં તાજી થઈ જાય છે.

માણસ પોતાના બાળપણને યાદ કરીને વિચારે છે કે શહેર તો કમાવા માટે સારું લાગે પણ રહેવાની મજા તો નાના ગામળામાં જ આવે. અને સાથો સાથ બાળપણમાં પોતાના મિત્રો સાથે કરેલા કાંડની વાગોળવાની મજા જે  પોતાને જ ખબર હોય છે.

હવે, આપણી આ પરંપરામાં નવો વણાંક આવ્યો છે તહેવારોની રજા માણવા લોકો બહાર ફરવા માટે નીકળી જાય છે. જેનાથી ગામડે રાહ જોતા આપણા પરિવારજનો અને ખાસ કરીને આપણા વડીલો રાહ જોતા જ રહી જાય છે. બાળપણમાં ગામડે જવાની રાહ જોતાંની હવે ગામડું રાહ જોવે છે કે તે શહેરમાંથી ક્યારે આવે છે. બાળપણમાં ગામડે જવા માટે રો-ક્કડ કરતા એ પોતાના બાળકોને ગામની સંસ્કૃતિના બતાવાને બદલે બહારની સંસ્કૃતિ બતાવીને નવો ચીલો ચિત્રી રહ્યા છે.

કોઈને સલાહ-સૂચન આપતા પહેલા આ ખાસ વાંચો

આજના આ ઝડપી યુગમાં પોતાના મગજ પર કાબૂ રાખવો અત્યાંત આવશ્યક છે. આપણા જીવનમાં ઘણીવખત આપણે બીજાને સલાહ-સૂચન આપીએ છીએ. જેની સામેની વ્યક્તતને જરા પણ જરૂર હોતી નથી. આવી વખતે સૌથી વધુ નુકશાન સલાહ આપનારના પોતાના સમય અને શક્તિનુ થાય છે .તો કહેવાનો અર્થ એ થાય કે હાંમેશા કઈ પણ બોલતા પહેલા વિચાર કરવો જોઇએ. ક્યારેક એવુ બને કે બોલ્યા હોય કાંઈક અને સમજાઇ કઇક .. જ્યારે આપણે કોઈને કાંઇપણ સલાહ આપીએ છીએ ત્યારે સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિને સમજીને આગળ વધવુ જોઈએ. આપણા કહેલા એક-એક સૂચનની સચોટ અસર સામેવાળા પર થવી જોઈએ. સૌથી અગત્યતા એ હોવી જોઈએ કે, તે તેના જીવનમાં ઉતારે અને ઉપયોગી બને.

આપણી સલાહ સારી કરતા સાચી હોવી જોઇએ. આજનો માનવી નાની – નાની વાતમાં ગુથસે થઇ જાય છે. જેના પરીણામો બહુ મોટા આવેછે અનેકારણ વગરની નકારાત્મતતા જન્મે છે. જે સમય જતા માણસમા હતાશા રૂપે પરીણમે છે.આવા સમયે સમજુ વ્યક્તિની સલાહ જ તેને આ હતાશામાથી બહાર લઈ આવે છે અને સકારાત્મતતા તરફ ધકેલે છે. જેને યુવાનો પોઝીટીવિટી કહે છે. તો મિત્રો જો તમે એક સલાહકાર છો તો સારા નહી પણ સાચા સલાહકાર બનો અને જે પણ લોકો તમારુ કહયુ માને છે એને સાચો માર્ગ બતાવો.. આટલા સાથે મારા શબ્દોને વિરામ આપુ છુ, અને આશા રાખુ છુ કે, મારો આ લેખ તમને ઉપયોગી થશે.. તો આપણે ફરી મળીશુ શબ્દોની સંગાથે ત્યાં સુધી આપ સહુ ખુશ રહો , તંદુરસ્ત રહો.

જાગૃતી અજય ચાચાપરા