ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના પાકને નુકશાની ગયેલ છે. તો તેનુ વળતર આપવામાં આવે. આ વર્ષે ધ્રોલ તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના લીધે ખેડુતોના પાર્કનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયેલ છે.

હાલ વાત કરવામાં આવેતો કપાસના ઉભા પાકને વધુ વરસાદના કારણે વરસાદી પાણી લાગી જતા સાવ બળીગયો છે. ત્યારે જે ખેતરોમાં મગફળીનુ વાવેતર થયુ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયેલા રહેવાથી મગફળીને પાણી લાગી જવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે

ધ્રોલ તાલુકામાં આજ દિવસ સુધી નુકશાની સર્વેની કામગીરી ખુબજ ધીમી ચાલી રહી છે અને જયા સર્વે થાય છે. ત્યાપણ ખેડતોને કયાકને કયાક નિયમોની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. અને જે ખેતરમાં નુકશાની હોવા છતા સર્વે કરવામાં આવતો નથી અને સરકારના લાભો થી ખેડૂતો વંચિત રહી જાય તેવી સ્થિતિ છે. ધ્રોલ તાલુકામાં ગયા વર્ષે પણ ભારતીય એક્ષા વીમા કંપનીઓ દ્વારા ૨૫ % પાક વિમો આપવા દરેક ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સરપંચો પાસે થી ૨૫ % નું વળતર સ્વીકારી લેવા સમતી પત્ર લખાવી લેવામાં આવ્યા હતા. જે વિમો પણ આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી.

ખેડૂતો છેલ્લા છ મહીના કરતા પણ વધુ સમય થી કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે . આવી લોકડાઉનની કપરી પરીસ્થિતિ માંથી જયારે ખેડુતો પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જો ખેડુતો ને ગત વર્ષ ની જેમ દરેક ખેડતો ને આર્થિક મદદ કરવામાં આવે તો ખેડૂતોને તેની આજીવીકા પસાર કરવામાં રાહત મળે. ગત વર્ષની જેમ દરેક ખેડતોને હેકટર દીઠ એક ફિકસ રકમ નક્કી કરીને આપવામાં આવી હતી. તેવીજ રીતે આ વર્ષે પણ વળતર આપવામાં આવે.

અશોક પટેલે કહ્યુ, વધુ એક વરસાદનો સારો રાઉન્ડ : શનિ-રવિ વધુ સંભાવના

બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ્સ બની રહી છે :

આ વરસાદનો રાઉન્ડ મોટાભાગના વિસ્તારોને આવરી લેશે : ૨૪મી ઓગષ્ટ સુધીમાં અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારોમાં હળવા – મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ ખાબકશે : અમુક વિસ્તારોમાં તો ૨૦૦ મી.મી.ને પણ વટાવી જાય : અશોકભાઈ પટેલ

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે.

નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની ખાતે રહેતા એક પુરૂષને અને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આપતા ફરી કોરોનાએ જામનગર તંત્રની ચિંતામાં વઘારો કર્યો છે.

જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણના કારમે અમુક વિસ્તારોમાં ફરી લોકડાઉનની સ્થિતિ લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ અમલી કરવામાં આવી રહી છે. તેમજ જામનગર વહિવટ તંત્ર દ્વારા લોકોના કામ સીવાઈ બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં લોકો કોરોના સામેની લડાઇમાં બેજવાબદારી સાથેનું વર્તન કરતા પણ નજરે પડે છે.

હાલ પણ દેશ – દુનિયામાં કોરોનાનો જપેટમાં છે. કોરોનાને સહેલાઈ થી લઈ શકાઈ તેમ નથી. પોતાની અને પાતાના પરીવારના સ્વાસ્થ્યની રક્ષા કાળજી લઇને રાખો, કોરોના માર્ગદર્શીકાનુ પાલન કરો અને કોરોનાને માત આપો આજ રસ્તો છે કોરોના સામેની લડાઇ જીતવાનો

RBIએ કરી મહત્વની જાહેરાત: લોન સસ્તી કરવા માટે રેપો રેટ 0.40% ઘટાડ્યો

RBIના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી. જેમાં તેને રેપો રેટમાં 0.40 %નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે રેપો રેટ 4.40 %થી ઘટીને 4 % થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 %થી ઘટાડીને 3.35 % કરવામાં આવ્યો છે. લોનના હપ્તા ચૂકવવાનો સમય વધુ 3 મહિના લંબાવવામાં આવ્યો છે. ઓગસ્ટ સુધી આ ફાયદો મળતો રહેશે. મોનિટરી પોલીસી કમિટીના 6માંથી 5 સભ્યોએ રેપો રેટ ઘટાડવાના પક્ષમાં વોટ કર્યો હતો.

PMI 11 વર્ષના નીચલ સ્તરે

કોરોનાવાઈરસના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. એપ્રિલમાં ગ્લોબલ મેન્યુફેકચરિંગ PMI ઘટીને 11 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડબલ્યુટીઓના જણાવ્યા મુજબ, વિશ્વમાં કારોબાર આ વર્ષે 13-32 ટકા સુધી ઘટી શકે છે. બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઈન્ડસ્ટ્રીવાળા ટોપ-6 રાજ્યોના મોટા ભાગના વિસ્તારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. આ રાજ્યોની ઈન્ડસ્ટ્રીઓનું આર્થિક ગતિવિધિઓમાં 60 ટકા કન્ટ્રીબ્યુશન હોય છે.

કોરોનાની અસરને જોતા 2020-21ના પ્રથમ છ મહિનામાં GDP ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન છે. બીજા છ મહિનામાં કેટલીક તેજી આવી શકે છે.

સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સની અછત

સૌરાષ્ટ્રના કોરોના શંકાસ્પદ દર્દીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે દર્દીઓને લેવા-મૂકવા માટે એમ્બુલન્સની જરૂર પડે છે
પરંતું સિવિલ હોસ્પિટલ પાસે હાલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી
સિવિલ હોસ્પીટલમાં એક વર્ષ પહેલા દસ ઇમરજન્સી વાહન હતા જેમાંથી આઠ એમ્બ્યુલસ તરીકે અને બે શબવાહિની તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી પરંતુ છેલ્લા એક વર્ષથી કરતાં વધારે સમયથી આઠ એમ્બ્યુલન્સ નોનયુઝ એટલે કે કંન્ડમ જાહેર થયેલ છે

જેથી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે માત્ર એક એમ્બ્યુલન્સ વાન અને એક શબવાહિનીથી કામ ચલાવવું પડે છે જેથી સૌરાષ્ટ્રભરના critical condition વાળા એટલે કે ઇમરજન્સીવાળા દર્દીઓ માટે ભારે હાડમારી વેઠવી પડે છે.
આશરે એકાદ વર્ષ પહેલા આર.ડી.ડી.એ ૮ એમ્બ્યુલન્સ વાનને કંન્ડમ જાહેર કરી છે. એટલે કે તેનો ઉપયોગ ન કરી શકાય
એમ્બ્યુલન્સ ન હોવાથી ખાનગી એમ્બ્યુલન્સના મોંઘા ભાડા ભરીને આવવા-જવાનો ઉપયોગ કરવો પડે છે.

ગંભીર બીમારીના દર્દીઓ જેવા કે કેન્સર,હાર્ટના દર્દીઓ,નાના બાળકો, કિડનીના દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે પણ આ એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે જ્યારે ઘણી વખત આ એમ્બ્યુલન્સ અમદાવાદ ગઈ હોય અને પાછળથી ઇમરજન્સી કેશ આવે ત્યારે પેસેન્ટ અને તેના સગા વાહલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે તંત્ર જાગે અને કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સ વસાવે તે ખૂબ જરૂરી બને છે.

કોરોનાની મહામારીમાં ગુજરાતે કર્યો આ પ્રથમ વાર પ્રયોગ

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે ગાંધીનગર મુખ્ય મંત્રી નિવાસસ્થાને થી રાજ્યના જિલ્લા મથકો એ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થી કેબિનેટ બેઠક યોજી હતી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા અને મુખ્ય સચિવ પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજા હિતના નિર્ણયો અને પ્રજા લક્ષી કામગીરીમાં રૂકાવટનો આવે તેવા ઉદારભાવ થી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટનો આ પ્રયોગ દેશભરમાં પ્રથમ વાર ગુજરાતે કર્યો છે. ત્યારે આ પ્રયોગ દેશભરમાં ઉપયોગી બનશે.

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે.

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ દાખલ થયા છે. ગત રોજ ગુજરાતમાં કુલ 7 પોઝિટિવ કેસો હતા. ત્યારે આજ ફરી 4 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરત અને રાજકોટમાં એક એક કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 13માંથી 12 વિદેશથી પરત આવેલા નાગરિકો છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાના સકંજામાં આવી ગયા છે. આ સાથે તમામ પોઝિટીવ કેસના દર્દીના સંપર્કમાં આવનારા કુલ 41 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. બીજી બાજુ ગુજરાતમાં હજુ 34 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં ચેપને ફેલાવો અટકાવવા 144ની કલમ લાગુ કરાઈ છે

“હમ હોંગે કામયાબ” કાર્યક્રમનાં શ્રીગણેશ, ધ્રોલમાં કોરોના સે ડરોના લોકજાગૃતિ અભિયાન

  • લોક વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલનું એક લોકઉપયોગી કદમ
  • કોરોના સે ડરોના લોકજાગૃતિ અભિયાન  અંતર્ગત

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા લોકોને કોરોના વિશે સાચી માહિતી મળે તે માટે કોરોના સે ડરોના લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ. જેમાં કોરોના વાઈરસ સામે કેવી પ્રકારના તકેદારીનાં પગલા લેવા તેમજ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગ અને આયુર્વેદિક શાસ્ત્રમાં રહેલ ઉપાયોનો ઉપયોગ કરીને કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવી શકાય છે. તે માટેની માહિતી આપવામાં આવી હતી.

કોરોના વાઇરસ સામે ક્યાં પ્રકારની તકેદારી લેવી?

ધ્રોલનાં તાલુકાના 42 ગામનાં આંગણવાડીની મહિલાઓનેકોરોના સે ડરોનાં લોકજાગૃતિ અભિયાન અંતર્ગત ‘હમ હોંગે કામયાબ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કોરોના વાઇરસની માહીતી, કોરોના વાઇરસ  સામે સ્થાનિક કક્ષાએ ક્યાં પ્રકારની તકેદારી લેવી તે અંગેની પ્રાયોગિક માહિતી કેન્દ્રનાં ડો.સંજય પંડ્યા દ્વારા આપવામાં આવી હતી. કોરોના વાઇરસ સામે રોગ પ્રતિકારકશક્તિનું મહત્વ ખુબ જ છે તો આ શક્તિ વધારવા ક્યાં-ક્યા પ્રકારના યોગ કરવા તેની વિષદ છણાવટ કરવામાં આવી.

આ ઉપરાંત આયુર્વેદિક શાસ્ત્રમાં રહેલી ઔષધીનો ઉકાળો કઈ રીતે ઉપયોગી બની શકે અને તેને કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપવામાં આવી. કાર્યક્રમ અતીલોક્પયોગી છે. માટે રસ ધરાવનાર આમજનતા-શાળા-કોલેજ-મંડળ-કોલોની-ટાઉનશીપ-ગામ આ કાર્યક્રમનો લાભ પોતાના વિસ્તારમાં આપવા વિજ્ઞાનકેન્દ્ર (૯૪૯૯૫૬૪૪૮૧), ડો.સંજય પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦)નો સંપર્ક કરી શકો છો. તેવો અનુરોધ સંસ્થાના ચેરમેનશ્રી હરસુખભાઈ મહેતાએ કરેલ છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોકરીઓમાં અનામત જગ્યાઓ માટે કરવામાં આવેલા પરિપત્ર રદ્દ કરવા માંગ

યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા રાજ્યપાલ ને પત્ર લખી રજૂઆત કરી


રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ધણા સમયથી એસસી એસટી ઓબીસી સમાજની બહેનો આંદોલન કરી રહી છે ત્યારે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના રાજ્યપાલ ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એસસી. એસટી. ઓબીસી સમાજની બહેનો દિકરીઓ રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવા બાબતે ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.૦૧/૦૮/૨૦૧૯ નાં ઠરાવ ક્રમાંક:સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.ર. ને રદ્દ કરવા માટે છેલ્લા ધણા દિવસોથી ઉપવાસ આંદોલન પર બેઠી છે

ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકાર ને અમારી રજૂઆત છે કે આ ઠરાવ અંગે પૂનઃ સમીક્ષા કરવામાં આવે કારણ કે રાજ્યના ગરીબ અને સામાન્ય પરિવારોની દિકરીઓ વર્ષોથી મહેનત કરી નોકરી મેળવવા માટે મહેનત કરતી હોય છે ત્યારે રાજ્ય સરકારના એક ઠરાવ થી તેમની જિંદગી રફેદફે થઈ જાય છે અને નોકરી થી વંચિત રહી જાય. ત્યારે ગરીબ અને સામાન્ય પરિવારોની દિકરીઓના અરમાનો તૂટી થતાં હોય છે ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા ભરતીમાં મહિલાઓ માટે અનામત અંગે નો પરિપત્ર રદ્દ કરવામાં આવે છે.

દીકરીઓને યોગ્ય ન્યાય આપવામાં આવે અને ગુજરાતની અસ્મિતા જળવાય અને દીકરીઓને પણ જો ઉપવાસ કરવા પડતા હોય ત્યારે તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય માટે ઉપવાસનો વહેલી તકે અંત આવે એ માટે યોગ્ય કરવા અને રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે પુનઃ સમીક્ષા કરવામાં આવે અને પરિપત્ર રદ્દ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તથા એસસી એસટી ઓબીસી સમાજની દીકરીઓને રાજ્ય સરકારની નોકરીઓની ભર્તીમાં બંધારણીય હક્કો મુજબ યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી અમારી સરકારશ્રી પાસે માગણી છે

આ બાબતે સરકાર શ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારે કાયદાકીય લડાઈ લડવાની ફરજ પડશે તેની ચિમકી આપી હતી સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરી ગરીબ અને સામાન્ય પરિવારોની દિકરીઓને ન્યાય આપે છે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે