અશોક પટેલે કહ્યુ, વધુ એક વરસાદનો સારો રાઉન્ડ : શનિ-રવિ વધુ સંભાવના

બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ્સ બની રહી છે :

આ વરસાદનો રાઉન્ડ મોટાભાગના વિસ્તારોને આવરી લેશે : ૨૪મી ઓગષ્ટ સુધીમાં અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારોમાં હળવા – મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ ખાબકશે : અમુક વિસ્તારોમાં તો ૨૦૦ મી.મી.ને પણ વટાવી જાય : અશોકભાઈ પટેલ

બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર, સૌરાષ્ટ્રમાં આખુ સપ્તાહ વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બન્યુ જેની અસરથી સાર્વત્રીક હળવાથી મધ્યમ વરસશે ૨૨મીથી સ્પીડ પકડશે હવામાન ખાતુ

રાજકોટઃ તા.૧૯, બંગાળની ખાડીમાં બેક ટુ બેક બની રહેલ સીસ્ટમ્સની અસરથી આ આખુ અઠવાડીયું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. સાર્વત્રીક હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
હવામાન ખાતાએ જણાવ્યુ છે કે આજે બંગાળની ખાડીમાં વધુ એક સીસ્ટમ્સ બની રહી છે. ૨૪ કલાકમાં વધુ મજબુત બનશે. જેની અસરથી આ સપ્તાહમાં વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવશે. હળવાથી મધ્યમ તો વરસશે જ પરંતુ દરિયાકાંઠાના બે થી ત્રણ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઇકાલે પણ વરસાદી માહોલ જોવા મળેલ. બપોર સુધી હળવા ભારે ઝાપટાનો દોર જારી રહયો હતો જયારે બપોર બાદ એકરસ બન્યો હતો. એકધારો વરસાદ લગભગ ત્રણેક કલાક સુધી ચાલુ રહયો હતો. રાજકોટ શહેરમાં ગઇકાલે ૪૦.૬ મી.મી. (બે ઇંચથી થોડો ઓછો) જયારે મોસમનો કુલ ૭૮૮.૪ મી.મી. (૩૧.૫ ઇંચ) પાણી પડી ગયું છે.

હવામાન ખાતામાં સિઝનનો ૩૧.૫ ઇંચ
હવામાન ખાતામાં નોંધાયેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં ગઇકાલે ૪૦.૬ મી.મી. (બે ઇંચથી થોડો ઓછો) પાણી પડયું. જયારે મોસમનો કુલ ૭૮૮.૪ મી.મી. (૩૧.૫ ઇંચ) વરસી ગયો

ફલડ કંટ્રોલ રૂમમાં મોસમનો ૨૭ ઇંચ
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલ રૂમમાં ગઇકાલે સેન્ટ્રલ ઝોનમાં અઢી ઇંચ, વેસ્ટઝોનમાં ૧ ઇંચ અને ઇસ્ટઝોનમાં પોણો ઇંચ જયારે મોસમનો કુલ ૨૭ ઇંચ નોંધાયો છે.
રાજકોટ શહેરમાં ગઇકાલે મ્યુ. કોર્પો.ના ફલડકંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોનમાં અઢી ઇંચ, વેસ્ટ ઝોનમાં ૧ અને ઇસ્ટમાં પોણો ઇંચ જયારે હવામાન ખાતામાં ૪૦.૬ મી.મી. પાણી પડયુ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાત પર આવી રહ્યુ છે આ સંકટ

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં છે. આ સમયે રાજ્યમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 27થી 31મે સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વંટોળની સ્થિતી રહેશે. તેમજ 1જૂન થી 7 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. ત્યારે 7 જૂને દરિયો તોફાની બનવાની શક્યતા છે. તેમજ 13થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે.  

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણવ્યા અનુસાર 27થી 31મે વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. તો ઉ.ગુજરાત, કચ્છના કેટલાક ભાગમાં વંટોળ આવશે. આ વાવાઝોડું 25થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે

હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ભારતમાં એક બાજુ કોરોનાનો કહેર છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે બે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે.

એક બાજુ કોરોનાએ માજામુકી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કર છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધરો થયો છે.

ગુજરાતમાં થંડસ્ટ્રોમના કારણે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર સહિત કચ્છમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે ભૂજમાં આજરોજ સવારથી ભુજમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે.

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો માટે માઠા સમાચાર

હાલ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હાલ માહિતી મુજબ જામનગર અને પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.


ખેડૂતોને હાલ ઉભા પાકને વરસાદને કારણે ખુબજ મોટુ નુકસાન થઈ શકે છે. જેમાં ઘઉં, ચણા જીરુ અને રાહડો વગેરે પાકોને નુકસાન થવાની ભીતિ છે.

રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં વધુ એક ‘મહા વાવાઝોડું’ સક્રિય, ગુજરાતમાં ફરી પડશે વરસાદ

ક્યાર વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં મહા વાવાઝોડુ સક્રિય થયું છે. જગતનાં તાત માટે ચિંતાનાં વાદળ ઘેરાવવા લાગ્યા છે.

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ બન્યું છે. ત્યારે અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યાં છે. આ ક્યાર વાવાઝોડું હજી તો નબળું પડી રહ્યું છે. ત્યાં બીજુ મહા વવાાઝોડું સક્રિય થયું છે. લક્ષ્યદ્રીપ પાસે મહા વાવાઝોડું તૈયાર થયું છે. આ વાવાઝોડું તિરુવનનંતપુરમથી 450 કિમી દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યનાં પૂર્વ દક્ષિણનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.

જોકે, મહા વાવઝોડુ આગામી 6 કલાકમાં વધુ મજબુત બનશે અને 6 કલાકે 15 કિલોમીટરનુ અંતર કાપી રહ્યુ છે. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુકાંય રહ્યા છે. જોકે ઉતર-ઉતર પશ્ચિમ તરફ આગ વધી રહ્યુ છે એટલે ગુજરાતના દરિયા કિનારાથી દૂર રહેશે. તેમ છતાં પણ ગુજરાતનાં વાતાવરણને અસર કરશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં બે વાવઝોડા સક્રિય છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે. બંદરો પર બે નંબરનુ સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.

આ વાવાઝોડું 6 કલાકમાં સિવિયર બની જશે. 80થી 90 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

અરબી સમુદ્રમાં એક પછી એક લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે. જે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યુ છે. જોકે, આ સિસ્ટમો ક્લાઇમેટ ચેન્જને કારણે સતત બની રહી છે. જેના કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડા બની જગતનાં તાત માટે ચિંતા લાવી રહ્યુ છે. ક્યાર વાવઝોડાનાં કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડુતોના તૈયાર પાકને નુકસાન થયુ. ત્યારે હવે મહા વાવઝોડાના કારણે પણ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

મહત્વપૂર્ણ છે કે ક્યાર વાવઝોડાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા પાકને મોટુ નુસકાન થયુ છે.ત્યારે હજી પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે અને કમોસમી વરસાદની આગાહી પણ યથાવત છે.ત્યારે આણંદ,વડોદરા,નર્મદા,સુરત,વલસાડ,નવસારી,ભરૂચ,દમણ,દાદરાનગર હવેલી,ગીર સોમનાથ,ભાવનગર,અમરેલી જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

કમોસમી વરસાદનું સંકટ યથાવત, સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે 1 નવેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે. તેમજ અમદાવાદના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે હાલમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો પરંતુ અસર જોવા મળશે.

ખેડૂતો શિયાળુ પાક લેવામાં વ્યસ્ત થયો ત્યાંજ ફરી કુદરત રૂઠી અને કેર વર્તાવ્યો અને જગતનો તાત ફરી લાચાર થઈ ગયો અને પાકને નુકશાન તરફ જોવાનો વારો આવ્યો જોકે વડોદરાના છાનીમાં ખેતી કરતા ધરતીનપુત્ર અમિત પટેલે અફસોસ સાથે જણાવ્યું હતું કે તેમનો વિસ્તાર શહેર માં સમાવિષ્ટ થતાં સરકાર સહાય આપતી નથી જેથી સહાય નથી મલી રહી અને કુદરત નો માર પણ સહન કરવો પડી રહ્યો છે

રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ

મંગળવારે રાજ્યના 46 તાલુકાઓમાં બપોર બાદ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના નંદોડમાં અઢી ઇંચ, ટંકારામાં બે ઇંચ,મોરબી,વાગરા,જેતપુર અને ,વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે ગુરુડેશ્વર અને જલાલપોરમાં દોઢ ઇંચ લાલપુર, કપરાડા, ગણદેવી, નવસારી અને પડધરીમાં એક ઇંચ, જામજોધપુર, શિનોર,વડિયા ઓલપાડ, કરજણ , જોડિયા, ભરૂચ, જબુસર, માંડલ, તિલકવાડા અને સાબિરમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે.

20 તાલુકાઓમાં ઝરમર વરસાદ
આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે વેલમાર્ક લો-પ્રેશર 24 કલાકમાં ડિપ ડિપ્રેશન બની જશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડશે : હવામાન વિભાગ