ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના પાકને નુકશાની ગયેલ છે. તો તેનુ વળતર આપવામાં આવે. આ વર્ષે ધ્રોલ તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના લીધે ખેડુતોના પાર્કનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયેલ છે.

હાલ વાત કરવામાં આવેતો કપાસના ઉભા પાકને વધુ વરસાદના કારણે વરસાદી પાણી લાગી જતા સાવ બળીગયો છે. ત્યારે જે ખેતરોમાં મગફળીનુ વાવેતર થયુ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયેલા રહેવાથી મગફળીને પાણી લાગી જવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે

ધ્રોલ તાલુકામાં આજ દિવસ સુધી નુકશાની સર્વેની કામગીરી ખુબજ ધીમી ચાલી રહી છે અને જયા સર્વે થાય છે. ત્યાપણ ખેડતોને કયાકને કયાક નિયમોની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. અને જે ખેતરમાં નુકશાની હોવા છતા સર્વે કરવામાં આવતો નથી અને સરકારના લાભો થી ખેડૂતો વંચિત રહી જાય તેવી સ્થિતિ છે. ધ્રોલ તાલુકામાં ગયા વર્ષે પણ ભારતીય એક્ષા વીમા કંપનીઓ દ્વારા ૨૫ % પાક વિમો આપવા દરેક ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સરપંચો પાસે થી ૨૫ % નું વળતર સ્વીકારી લેવા સમતી પત્ર લખાવી લેવામાં આવ્યા હતા. જે વિમો પણ આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી.

ખેડૂતો છેલ્લા છ મહીના કરતા પણ વધુ સમય થી કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે . આવી લોકડાઉનની કપરી પરીસ્થિતિ માંથી જયારે ખેડુતો પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જો ખેડુતો ને ગત વર્ષ ની જેમ દરેક ખેડતો ને આર્થિક મદદ કરવામાં આવે તો ખેડૂતોને તેની આજીવીકા પસાર કરવામાં રાહત મળે. ગત વર્ષની જેમ દરેક ખેડતોને હેકટર દીઠ એક ફિકસ રકમ નક્કી કરીને આપવામાં આવી હતી. તેવીજ રીતે આ વર્ષે પણ વળતર આપવામાં આવે.

ખેડૂતોને 33 ટકાથી વધુ પાક નુકસાન ધરાવતા 125 તાલુકાની યાદી જાહેર

ગુજરાત સરકારે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે રાજ્યના બધાજ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં ઉપર મુજબ આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને 33 ટકા અને તેથી વધુ પાક નુકસાન ધરાવતા તાલુકાઓની યાદી જાહેર કરી છે.

3795 કરોડની ખેડુતોને સહાય, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તયાર પાકને થયેલ નુકશાન પર રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વાર પ્રથમ પેકેજ 700 કરોડનુ જાહેર કર્યુ હતુ. ત્ચારે આજ રોજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, 4 લાખ 70 હજાર ખાતેદારોને હેક્ટેર દીઠ 6800 રૂપિયાનીજાહેરાત કરી છે. આ પેકેજનો લાભ 81 તાલુકા ના 18369 ગામોના 56 લાખ 36 હજાર ખેડૂતોને થશે. 

તેમજ જ્યાં એક ઇંચ કરતા ઓછો વરસાદ થયો છે. તેવા તાલુકામાં ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. તે સિવાય જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.