અશોક પટેલે કહ્યુ, વધુ એક વરસાદનો સારો રાઉન્ડ : શનિ-રવિ વધુ સંભાવના

બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ્સ બની રહી છે :

આ વરસાદનો રાઉન્ડ મોટાભાગના વિસ્તારોને આવરી લેશે : ૨૪મી ઓગષ્ટ સુધીમાં અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારોમાં હળવા – મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ ખાબકશે : અમુક વિસ્તારોમાં તો ૨૦૦ મી.મી.ને પણ વટાવી જાય : અશોકભાઈ પટેલ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાત પર આવી રહ્યુ છે આ સંકટ

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં છે. આ સમયે રાજ્યમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 27થી 31મે સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વંટોળની સ્થિતી રહેશે. તેમજ 1જૂન થી 7 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. ત્યારે 7 જૂને દરિયો તોફાની બનવાની શક્યતા છે. તેમજ 13થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે.  

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણવ્યા અનુસાર 27થી 31મે વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. તો ઉ.ગુજરાત, કચ્છના કેટલાક ભાગમાં વંટોળ આવશે. આ વાવાઝોડું 25થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે

હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ભારતમાં એક બાજુ કોરોનાનો કહેર છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે બે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે.

એક બાજુ કોરોનાએ માજામુકી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કર છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધરો થયો છે.

ગુજરાતમાં થંડસ્ટ્રોમના કારણે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર સહિત કચ્છમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે ભૂજમાં આજરોજ સવારથી ભુજમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે.

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો માટે માઠા સમાચાર

હાલ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હાલ માહિતી મુજબ જામનગર અને પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.


ખેડૂતોને હાલ ઉભા પાકને વરસાદને કારણે ખુબજ મોટુ નુકસાન થઈ શકે છે. જેમાં ઘઉં, ચણા જીરુ અને રાહડો વગેરે પાકોને નુકસાન થવાની ભીતિ છે.

રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ઠંડીએ થોડા દિવસના વિરામ બાદ ફરીએક વાર ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારે હવે ફેબ્રુઆરીમાં પણ લોકોને ઠંડીથી રાહત નહીં મળે તેવા સમાચાર હવામાન વિભગે જણવ્યા છે. હવામાન વિભાગે જણવ્યુ છેકે, લોકોએ ફેબ્રુઆરીમાં પણ આકરી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગે આગામી પ્રમાણે, 24 કલાકમાં કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહીતમાં ઠંડીનો ચમકારો રહે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કચ્છ સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. પવનની ઝડપના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.

પવનની ગતિ 13 કિમી પ્રતિ કલાક રહેતા ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી 3-4 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી હતી.

2019ની અંતિમ રાત, આજે પણ ઠંડીનું જોર યથાવત

ગુજરાત માટે 2019નું વર્ષ કુદરતી અતિરેક વાળુ રહ્યું. જેમાં વર્ષ દરમિયાન ગરમી, વરસાદ, માવઠા, વાવાઝોડાનો અતિરેક રહ્યો એ જ રીતે હાલ ઠંડી પણ જોર બતાવી રહી છે.

સૌરાષ્ટ્રના શહેરમાં પાછલા અઠવાડિયાથી ઠંડીએ ચડ ઉતરિયા તાવની જેમ આવન-જાવન શરૂ કરી છે. પાછલા 2 દિવસથી શહેરનું લઘુતમ તાપમાન એક ડીઝીટમાં નોંધાતા લોકો “કડાકે કી ઠંડ”નો અનુભવ કરી રહ્યા છે. લોકોમાં થતી એક ચર્ચા મુજબ આટલી ઠંડી માટે સૂર્ય ગ્રહણ જવાબદાર હોય શકે છે. જો કે હવામાન શાસ્ત્રીઓના કહેવાનુસાર ઉત્તર ભારત તરફથી આવતા પવનો આટલી ઠંડી માટે જવાબદાર છે. નોંધનીય છે કે વર્ષો પછી ઉત્તર ભારતના મેદાની સહિત તમામ વિસ્તારોમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. દિલ્હી પણ 2 ડીગ્રી ઠંડીએ ઠુંઠવાઈ ગયું છે. ત્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહના અંત સુધી ઠંડીનું જોર યથાવત રહેશે.

ત્યારે ગુજરતમાં 5.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 11.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 9 ડિગ્રી તાપમાન નોંધાવુ છે.

હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે  રાજ્યના તમામ વિસ્તારોમાં લઘુતમ તાપમાન હજુ નીચું આવશે. કોલ્ડવેવની અસર કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, ગાંધીનગર અને અમરેલીમાં જોવા મળશે સંભાવના છે. ત્યારે બીજી તરફ ગાંઘીનગરમાં પણ શિયાળાનો રંગ જામ્યો છે. અહીં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયુ હતું. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 6 ડિગ્રી નોંધાયુ હતું. 

મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે સક્રીય થયેલા સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે હજુ ગુજરાતમાં એક-બે દિવસ માટે ઠંડી થોડી ઓછી પડી હતી. જો કે હવે આ સર્ક્યુલેશન મંદ પડતા ગુજરાતમાં ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

આગાહી/ મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે, ભારે વરસાદની શક્યતા

વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું ‘મહા’ વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતમાં બદલાય ગયું છે. જે હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. વધુમાં જણાવ્યુ છે કે, પહેલાં અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા અને ઓમાન તરફ ગયેલા ‘ક્યાર’ વાવાઝોડાના રસ્તે જ ‘મહા’ આગળ વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

‘મહા’ વાવાઝોડું લક્ષદ્વીપના ટાપુઓ પાસેથી ઉત્પન્ન થયું હતું. જેના કારણે લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ક્યારના કારણે ગુજરાતમાં ચોમાસા બાદ પણ કમોસમી વરસાદ પડ્યો હતો. હવે મહા વાવાઝોડું પણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે વરસાદ લાવશે.

ક્યાર વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. હવે મહાને કારણે ફરી ગુજરાત પર વરસાદનો ખતરો છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જયંતા સરકારના જણાવ્યા અનુસાર 6 નવેમ્બરથી 7માં આ વાવાઝોડું ગુજરાત તરફ નજીક આવી શકે છે. તેમજ મહા વાવાઝોડું વેરાવળ પાસે દક્ષિણ-પશ્ચિમ તરફ આ વાવાઝોડું આવશે. જેથી ગુજરાતના દરિયાકિનારે પવનની ઝડપ વધી જશે.

મહા વાવાઝોડાના કારણે ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે કારણ કે હાલ ચોમાસાના પાકની સિઝન ચાલી રહી છે. જેમાં મગફળી, કપાસ, કઠોળ, ડાંગર જેવા પાકોને વરસાદને કારણે ભારે નુકસાન થશે.

અરબી સમુદ્રમાં વધુ એક ‘મહા વાવાઝોડું’ સક્રિય, ગુજરાતમાં ફરી પડશે વરસાદ

ક્યાર વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં મહા વાવાઝોડુ સક્રિય થયું છે. જગતનાં તાત માટે ચિંતાનાં વાદળ ઘેરાવવા લાગ્યા છે.

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ બન્યું છે. ત્યારે અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યાં છે. આ ક્યાર વાવાઝોડું હજી તો નબળું પડી રહ્યું છે. ત્યાં બીજુ મહા વવાાઝોડું સક્રિય થયું છે. લક્ષ્યદ્રીપ પાસે મહા વાવાઝોડું તૈયાર થયું છે. આ વાવાઝોડું તિરુવનનંતપુરમથી 450 કિમી દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યનાં પૂર્વ દક્ષિણનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.

જોકે, મહા વાવઝોડુ આગામી 6 કલાકમાં વધુ મજબુત બનશે અને 6 કલાકે 15 કિલોમીટરનુ અંતર કાપી રહ્યુ છે. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુકાંય રહ્યા છે. જોકે ઉતર-ઉતર પશ્ચિમ તરફ આગ વધી રહ્યુ છે એટલે ગુજરાતના દરિયા કિનારાથી દૂર રહેશે. તેમ છતાં પણ ગુજરાતનાં વાતાવરણને અસર કરશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં બે વાવઝોડા સક્રિય છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે. બંદરો પર બે નંબરનુ સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.

આ વાવાઝોડું 6 કલાકમાં સિવિયર બની જશે. 80થી 90 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

અરબી સમુદ્રમાં એક પછી એક લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે. જે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યુ છે. જોકે, આ સિસ્ટમો ક્લાઇમેટ ચેન્જને કારણે સતત બની રહી છે. જેના કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડા બની જગતનાં તાત માટે ચિંતા લાવી રહ્યુ છે. ક્યાર વાવઝોડાનાં કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડુતોના તૈયાર પાકને નુકસાન થયુ. ત્યારે હવે મહા વાવઝોડાના કારણે પણ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

મહત્વપૂર્ણ છે કે ક્યાર વાવઝોડાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા પાકને મોટુ નુસકાન થયુ છે.ત્યારે હજી પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે અને કમોસમી વરસાદની આગાહી પણ યથાવત છે.ત્યારે આણંદ,વડોદરા,નર્મદા,સુરત,વલસાડ,નવસારી,ભરૂચ,દમણ,દાદરાનગર હવેલી,ગીર સોમનાથ,ભાવનગર,અમરેલી જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

કમોસમી વરસાદનું સંકટ યથાવત, સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે 1 નવેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે. તેમજ અમદાવાદના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે હાલમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો પરંતુ અસર જોવા મળશે.

ખેડૂતો શિયાળુ પાક લેવામાં વ્યસ્ત થયો ત્યાંજ ફરી કુદરત રૂઠી અને કેર વર્તાવ્યો અને જગતનો તાત ફરી લાચાર થઈ ગયો અને પાકને નુકશાન તરફ જોવાનો વારો આવ્યો જોકે વડોદરાના છાનીમાં ખેતી કરતા ધરતીનપુત્ર અમિત પટેલે અફસોસ સાથે જણાવ્યું હતું કે તેમનો વિસ્તાર શહેર માં સમાવિષ્ટ થતાં સરકાર સહાય આપતી નથી જેથી સહાય નથી મલી રહી અને કુદરત નો માર પણ સહન કરવો પડી રહ્યો છે