હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર, હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા લાંબા સમય થી ટીમ બહાર છે. તેનુ કારણ તેમની પીઠના નીચલા ભાગમાં રહેલી ઈજા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ મુશ્કેલીના કારણે તેને લાંબા સમય માટે ટીમથી બહાર રહેવું પડે શકે છે. જે ઈન્ડિય ટીમ અને હાર્દિક પંડ્યા માટે એક મોટો ઝટકો છે. હાલ એક સારા સમચાર એ આવ્યા છેકે, લંડનમાં હાર્દિક પંડ્યાની સફળ સર્જરી થઈ છે. સર્જરી બાદ હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીરો શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા હાર્દિક પંડ્યાએ જણાવ્યું છેકે, સર્જરી સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગઈ છે. તમારા બધાની દુઆઓ માટે તમારો આભાર. હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ.

તમને જણાવ્યે કે બાંગ્લાદેશ સામે રમાવનારી ટી-૨૦ સીરીઝમાં હાર્દિક પંડ્યા જોવા મળશે નહીં

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં કર્યો ઘટાડો, હોમ અને વાહન લોન થશે સસ્તી

હાલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.જેના કારણે અનુમાન લગાવામાં આવી રહ્યુ છે કે, કાર લોન અને હોમ લોનમાં ફાયદો થશે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25નો ઘટાડો કર્યા છે. ત્યારે 5.40 ટકાથી ઘટીને 5.15 ટકા પર આવી ગયો છે.

રેપો રેટ એટલે શું?

બેન્કોએ પોતાના રોજિંદા કામકાજ માટે રિઝર્વ બેન્ક પાસેથી મોટી રકમ લેતી હોય છે. જેની મર્યાદા એક દિવસની હોય છે. આ રકમ પર જે વ્યાજ બેન્કે આપવુ પડે છે તેને રેપો રેટ કહે છે.

ચાલુ વર્ષે પાંચમી વખત

ચાલુ વર્ષે પાંચમી વખત રિઝર્વ બેન્કે રેપો રેટમાં કરેલા ફેરફારના કારણે અત્યાર સુધીમાં રેપો રેટમાં 110 પોઈન્ટનો ઘટાડો ધટાડો કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરે ત્યારે

જ્યારે રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડે છે ત્યારે અર્થ એવો થાય છે કે, બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી જે રકમ લેછે તેના પર તેનુ વ્યાજ ખટે છે. તેનો ફાયદો બેન્કો ગ્રાહકોને તેમની લોનના વ્યાજ દર ઘટાડીને આપે છે.આમ ગ્રાહકોની ઘરની કે વાહનોની લોન સસ્તી થાય છે

હાલ ભારતનો જીડીપી રેટ 6.1 ટકા રહેશે. અગાઉ બેન્કે જીડીપી ગ્રોથ રેટ 6.9 ટકા રહેવાનુ અનુમાન કર્યુ હતુ.

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમની ભાળ મળી, ઓર્બિટરે તસવીરો લીધી; સંપર્ક કરવાના પ્રયાસ ચાલુઃસિવન


હવે આગળ શું?
જે ઓર્બિટર લેન્ડરથી અલગ થયું હતું , તે હજુ પણ ચંદ્રની સપાટીથી 119 કિમીથી 127 કિમીની ઊંચાઈ પર ફરી રહ્યું છે. 2,379 કિલોનું વજન ધરાવતા ઓર્બિટર સાથે 8 પેલોડ છે અને જે 7 વર્ષ સુધી કામ કરશે. એટલે કે લેન્ડર અને રોવરની સ્થિતી અંગે ભાળ નહીં મળે તો પણ મિશન ચાલુ રહેશે… 8 પેલોડના અલગ અલગ કામ હશે

  • ચંદ્રની સપાટીનો નકશો તૈયાર કરવો. જેનાથી ચંદ્રના અસ્તિત્વ અને તેના વિકાસ અંગેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી શકાય
  • મેગ્નેશિયમ, એલ્યુમીનિયમ, સિલિકોન, કેલ્શિયમ, ટાઈટેનિયમ, આર્યન અને સોડિયમની હાજરીની જાણકારી મળી શકે
  • સૂર્યના કિરણોમાં રહેલા સોલર રેડિએશનની તીવ્રતાને માપવી
  • ચંદ્રની સપાટીની હાઈ રિઝોલ્યુશન તસવીરો લેવી
  • સપાટી પર ખાડા ટેકરાની જાણકારી મેળવવી જેથી લેન્ડરનું સોફ્ટ લેન્ડીંગ થઈ શકે
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીની હાજરી અને ખનીજો અંગે જાણકારી મેળવવી
  • ધ્રુવીય વિસ્તારમાં ખાડામાં બરફના રૂપમાં જમા થયેલા પાણી અંગે માહિતી મેળવવી
  • ચંદ્રની બહારનું વાતાવરણ સ્કેન કરવું

અત્યાર સુધી 109 મૂન મિશનમાં 61% સફળઃનાસા
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યું કે, છેલ્લા છ દાયકામાં ચંદ્ર પર મોકલવામાં આવેલા 61 ટકા મિશન જ સફળ થઈ શક્યા છે. 1958થી માંડી અત્યાર સુધી 109 મિશન ચંદ્ર પર મોકલવામાં આવ્યા છે, જેમાં ફક્ત 60 મિશન જ સફળ થઈ શક્યા હતા. રોવરની લેન્ડીંગમાં 46 મિશનને જ સફળતા મળી શકી છે અને સેમ્પલ મોકલવાની આખી પ્રક્રિયામાં સફળતા ફક્ત 21 મિશનને જ મળી છે. જ્યારે 2 આંશિકને સફળતા મળી હતી. લૂનર મિશનમાં પહેલી સફળતા રશિયાને 4 જાન્યુઆરી 1959માં મળી હતી.
PM નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે જાણો વધુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસ માં નર્મદાના સાનિધ્યમાં ઉજવ્યો હતો, ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે તમને જણાવ્યે કે, 2 ઓક્ટોમ્બરના અમદાવાદમાં સંભવિત પ્રવાસે આવી શકે છે. ગાંધીજીની 150 મી જન્મ જયતી નિમિતે અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. હાલમાં અમદાવાદના મેયર બીજલ પટેલ સહિત ગાંધી આશ્રમના સંબધિત અધિકારીઓ રાજભવનમાં બેઠક મળી હતી.

સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં ભારતનો 7 વિકેટથી વિજય


ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં એક ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. દીપક ચહરની 22 રનમાં બે વિકેટ બાદ કેપ્ટન કોહલીના 72 રનની ઈનિંગને સહારે જીતવા માટેના 150ના ટાર્ગેટ સામે ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટે 151 રન ફટકારતાં ત્રણ ટી-20ની શ્રેણીમાં 1-0થી આગળ છે. હવે શ્રેણીની ત્રીજી અને આખરી ટી-20 રવિવારે રમાશે.

જીતવા માટેના 150ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતને 12 રને રોહિત શર્માની વિકેટ ગુમાવવી પડી હતી. જોકે ધવન અને કોહલીની જોડીએ 61 રનની ભાગીદારી કરતાં ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. ધવન 40 રને શમ્સીનો શિકાર બન્યો હતો. આ પછી પંત પણ 4 રને આઉટ થયો હતો. જોકે કોહલીએ એક છેડો જાળવી રાખતાં ટી-20માં 22મી અડધી સદી ફટકારી હતી.

ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ સાઉથ આફ્રિકાને બેટીંગમાં ઉતાર્યું હતુ. આર. હેન્ડ્રિક્સની વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ ડી કૉક અને બાવુમાની જોડીએ બીજી વિકેટમાં 45 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી. તેમજ ડી કૉકે 37 બોલમાં 8 ચોગ્ગા સાથે ૫૨ રન ફટકાર્યા હતા. જ્યારે બાવુમાં 49 રને દીપર ચહરનો બીજો શિકાર બન્યો હતો. ભારતીય બોલરોએ આખરી ઓવરોમાં જબરજસ્ત કમબૅક કરતાં સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે 149 રન સુધી સિમિત રાખ્યું હતુબોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાને મહારાષ્ટ્ર પોલિસે આપી 7 વર્ષની સજાની ધમકી

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરની હાલમાં જ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર રિલીઝ થયુ હતુ. આ ફિલ્મના એક ડાયલોગ ખુબજ ચર્ચામાં આવ્યો છે. આ ડાયલૉગમાં પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તરને કહે છે કે, ‘એક વાર આયેશા સાજી થઈ જાય પછી સાથે મળીને બેંક લૂંટીશુ.’


એટલા મહારાષ્ટ્ર પોલિસે મજાક મજાકમાં પ્રિયંકા ચોપડાને ધમકી આપી દીધી છે, ‘જો તમે આવુ કરશો તો આઈપીસીની કલમ 393 હેઠળ 7 વર્ષની જેલની સજા મળશે.’ ત્યારબાદ પ્રિયંકા ચોપડાએ પણ મહારાષ્ટ્ર પોલિસને ટ્વીટ કરીને લખ્યુ કે, ‘ઉપ્સ અમે રંગો હાથો પકડાઈ ગયા, હવે પ્લાન બીને એક્ટીવેટ કરવાનો સમય આવી ગયો છે.

હાટ પીપળીયા ગામ માં વિરાજતા ભગવાન નૃસિંહ સાથે થયું કઈક એવું જેને જોઈને તમે દંગ રહી જશો

મધ્યપ્રદેશ ના દેવાસ જિલ્લા ના હાટપિપ્પળિયા ગામ મા સદીઓ પુરાણું ભગવાન વિષ્ણુ ના ચતુર્થ અવતાર એવા નૃસિંહ ભગવાન નુ મંદિર છે.. જ્યાં જલજીલણી એકાદશી એ દર વરસે નૃસિંહજી ની પહાડી પથ્થર માંથી બનેલ આડાસાત કિલો ની પાષાણ ની પ્રતિમા ને સ્થાનિક “ભમોરી નદી ” મા સ્નાન અર્થે લઈ જવાય છે. પંડિતજી શાસ્ત્રોકત પુજા વિધી કરાવી સાડાસાત કિલો ની નક્કર પાષાણ પ્રતિમા ને નદી મા વહેતી કરે છે પણ ડુબતી નથી અને પાણી ના ઘસમસતા પ્રવાહ ની વિરૂધ્ધ દિશા મા સીધી પંડિતજી પાસે પાછી આવેછે.. આ દ્રશ્ય જોવા દર વરસે દેશભર માંથી હજારો સનાતનીઓ આવેછે.. તમે પણ જુઓ આ.. ૐ વિષ્ણવૈ નમઃ 🚩🚩👇🏻👇🏻

ભગવાન છે કે નહી…?? ❔❔⁉ એ જાણવુ હોય તો આ વિડિયો જુઓ…..CLICK HEAR.

youtube video Refrance By :

Published on Sep 14, 2016

 

પાંચમા ધોરણના “નવોદય”ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

“નવોદય”ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી 5માં ધોરણની “જવાહર નવોદય”ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જે બાળક 5માં ધોરણમાં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે.
આ પરીક્ષા આપવાનો લાભ એ છે કે આ પરીક્ષામાં જે બાળક પાસ થાય છે તે બાળકનો ભણવાનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે.
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા-2019ના ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/09/2019 છે. આ પરીક્ષા તારીખ 11/01/2020ના દિવસે લેવાનાર છે. આ માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે.

• નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ.
• વિદ્યાર્થીનો પાસપોર્ટ ફોટો.
• વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી અને
• આધારકાર્ડ

આ માહિતી લોકોને ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે. ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે

આજે બનાવો મોરૈયા અને શિંગોડાના લોટના ઢોસા

સામગ્રી

1 કપ મોરૈયો, અડધી ચમચી સિંધાલૂણ, અડધો કપ શિંગોડાનો લોટ, 3થી 4 ચમચી ઘી, 1 લીલું મરચું ઝીણું સમારેલું

રીત

ઢોસા બનાવવા માટે મોરૈયાને 2 કલાક પાણીમાં પલાળી રાખો. પછી મોરૈયાના મિશ્રણમાં થોડું પાણી મિક્સ કરી વાટો. મોરૈયાના મિશ્રણમાં શિંગોડાનો લોટ ઉમેરી થોડું પાણી ઉમેરી ખીરું બનાવો. આ ખીરામાં સિંધાલૂણ અને ઝીણું સમારેલું લીલું મરચું મિક્સ કરો. ઢોસાનું ખીરું 20 મિનિટ માટે ઢાંકીને રાખી દો. પછી તવા પર થોડું ઘી લગાવીને એક ચમચો ખીરું મૂકી હળવા હાથે તવા પર ગોળ આકારમાં ફેલાવો. ઢોસો એક તરફથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બીજી સાઇડ ફેરવીને અડધી મિનિટ સેકાવા દો. પછી તેને ફોલ્ડ કરીને નારિયેળની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.