ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કર્યો સફાયો: મેન્ડેટનો અનાદર કરનાર 38 હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ.
હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે.

નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની ખાતે રહેતા એક પુરૂષને અને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આપતા ફરી કોરોનાએ જામનગર તંત્રની ચિંતામાં વઘારો કર્યો છે.

જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણના કારમે અમુક વિસ્તારોમાં ફરી લોકડાઉનની સ્થિતિ લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ અમલી કરવામાં આવી રહી છે. તેમજ જામનગર વહિવટ તંત્ર દ્વારા લોકોના કામ સીવાઈ બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં લોકો કોરોના સામેની લડાઇમાં બેજવાબદારી સાથેનું વર્તન કરતા પણ નજરે પડે છે.

હાલ પણ દેશ – દુનિયામાં કોરોનાનો જપેટમાં છે. કોરોનાને સહેલાઈ થી લઈ શકાઈ તેમ નથી. પોતાની અને પાતાના પરીવારના સ્વાસ્થ્યની રક્ષા કાળજી લઇને રાખો, કોરોના માર્ગદર્શીકાનુ પાલન કરો અને કોરોનાને માત આપો આજ રસ્તો છે કોરોના સામેની લડાઇ જીતવાનો

રાજ્યમાં કોરોનાની કામગીરીને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારની કરી ટીકા, ગરીબ લોકોની જિંદગીની કાઈ કિંમત નથી?

રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લાગાવી છે. હાઈકોર્ટે નિરીક્ષણ કરતા રાજ્ય સરકારને કહ્યુ છે કે, ગુજરતની સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો વિષય છે.

વધુમાં ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, સરકારે તમામ સુવિધાઓ યુદ્ધને ધોરણે પૂરી પાડવી પડશે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર સામે કડક અસંતોષ રજૂ કર્યો એની પાછળ એક રેસિડેન્ટ ડૉકટરે લખેલો પત્ર પણ કારણ ગણાવવામાં આવ્યો છે.

ત્યારે કોરોનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટિશન પછી ગુજરાત સરકારે આ અંગે લીધેલા પગલાંની તાત્કાલિક જાણ કરવા માટે સમય માગ્યો હતો. તેમજ ગુજરાત સરકાર વતી સરકારી વકિલ મનીષા શાહે કોર્ટને કહ્યું હતું કે, અમદાવાદમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને છઠ્ઠી મેથી યુદ્ધના ધોરણે પગલાં લીધા છે.

તેમાં સરકારે કુલ 42 હૉસ્પિટલમાં 50 બેડ ટકા કોરોના માટે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા સરકારે 23 હૉસ્પિટલ સાથે જે એમઓયુ કર્યા હતાં તેને એક્સ્ટેન્ડ કર્યા છે. ચારના એમઓયુ બાકી છે અને આઠ હોસ્પિટલ એવી છે કે જેને સરકાર સાથે એમઓયુ કરવામાં રસ નથી.

આ વાત જાણીને ગુજરાત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઇ…

વાત જાણે એમ છે કે, હાલમાં કોરોના માહામારી અંગે સરકાર કોરોના વોરિયર્સ માટે ઘણી બધી સેવાઓ માટેની જાણ કરતી હોય છે. ત્યારે હમણાં થોડા સમય પહેલાજ કોરોના વોરિયર્સ માટે સરકારે વર્ગ ૩ ના કર્મચારી માટે રૂ ૧૫૦૦૦/- વધુ પગાર આપવાની વાત કરી છે ત્યારે તેમાં પોલીસ કર્મચારીને બાકાત રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ માટે ppe કીટ અને માસ્ક માટે રૂ ૧૦ કરોડનું બજેટ ફાળવવાની વાત કરી છે

હાલમાં ચાલુ દરેક પોલીસ સ્ટેશન દીઠ સરેરાશ ૧૦૦ કર્મચારી માટે સવારે તથા સાંજે જમવાની વ્યવસ્થા માટે દરોજના રૂ ૧૫ થી ૨૦ હજારનો ખર્ચ ગણવામાં આવે છે. લોકડાઉનના ૫૨ દિવસ થઈ ગયા હોવાથી અત્યાર સુધી પોલીસ સ્ટેશન દીઠ રૂ ૧૦ લાખનો ખર્ચ થયા હોવાનું જણાવે છે.

ત્યારે મહત્વની વાત એ છે કે, ખરે ખર જ્યારે આ બાબતની જાણ પોલીસ કર્મચારીઓને ન્યુઝ દ્વારા થાય છે ત્યારે પોલીસ ખુદ સ્તબ્ધ થઈ ને અંદરો અંદર પોલીસ બેડામાં ચર્ચા જામી છે કે, અત્યાર સુધી સરકારે માસ્ક નથી આપ્યા ત્યારે જમવાનું શું આપવાની ???

આ છે હકીકત

સરકાર ફક્ત મોટી મોટી જાહેરાતો કરે છે. પરંતુ ખરે ખર અત્યાર સુધીમાં કોઈ પોલીસ કર્મચારીને નતો જમવાનું મળ્યું છે કે નતો આ બાબતની કોઈને જાણ કરી છે ત્યારે આ બાબતે શું પોલીસના અધિકારીઓ જ પોતાના કર્મચારીની કાળજી લીધી નથી કે પછી સરકારની જાહેરાતો ફક્ત જાહેરાત માટે છે. ખરેખર કોરોના મહામારીમાં પ્રાથમિક ધોરણે પોલીસ ડિપાર્ટમેન્ટના નાના કર્મચારી ઓજ સીધા લોકોના સંપર્કમાં આવતા હોય છે. જેથી તેઓને જ સૌથી પહેલા કોરોના થવાનો ભય છે.

ત્યારે તેમને જ આમ નારાજ કરવામાં આવશે તો કોરોના મહામારીમાં કોરોના સામે દેશને લડવું ખૂબ મુશ્કેલ પડશે તે વાત તો સ્પષ્ટ છે ત્યારે હવે ppe કીટ , માસ્ક અને જમવાનું ખરેખર પોલીસના નાના કર્મચારીઓને ક્યારે મળે છે તે જોવું રહ્યું

કોરોના/ગુજરાત સરકારની તૈયારીઓ પર સવાલ, દેશમાં બીજા ક્રમે ગુજરાત

રાજ્યના આરોગ્ય વિભાગે જ્યારથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારી છે ત્યારથી રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે કોરોનાએ ગુજરાત મોડેલની હવા કાઢી નાંખી છે. કારણકે ગુજરાતમાં કેસની જે રીતે સંખ્યા વધી રહ્યી છે. તેને જોતા ગુજરાત સરકારની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. તેમજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને ઊઘાડું પડી દીધું છે.

હાલ ગુજરાતમાં મૃત્યુઆંક 100ને પાર પોંહચ્યો છે. ત્યારે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 2559 પર પહોંચી ચૂકી છે. હાલ દેશમાં કોરોનાના કેસમાં ગુજરાત બીજા નંબરે આવીને ઊભું છે.

ગત સાંજે આરોગ્યવિભાગના અગ્રસચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ બાદ રાજ્ય કોરોના પોઝિટવના નવા 152 કેસ નોંધાયા અને વધુ 2 લોકોના મોત થયા છે. નવા 152 કેસ નોંધાતા કુલ દર્દીઓ ની સંખ્યા 2559 પર પહોંચી ગઈ છે જ્યારે 2 વધુ લોકના મોતને કારણે કુલ મૃત્યુ 105 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં 94 કેસ નોંધાયા છે જ્યારે સુરત 30 કેસ, વડોદરા 14, આણંદ 3, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

આજે 152 નવા કેસ ગુજરાતમાં કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે કેસનો કુલ આંકડો 2559 પર પહોંચ્યો છે. દેશમાં મહારાષ્ટ્રના 5649 કેસ બાદ બીજા નંબરે છે. જ્યારે મોતના આંકડામાં પણ ગુજરાતે બીજો ક્રમ જાળવી ગુજરાત સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગની તૈયારીઓની પોલ ખોલી નાંખી છે.

ક્રમરાજ્યકેસમોત
1મહારાષ્ટ્ર5649269
2ગુજરાત2559105
3દિલ્હી224848

કોરોનાની મહામારીમાં ગુજરાતે કર્યો આ પ્રથમ વાર પ્રયોગ

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે ગાંધીનગર મુખ્ય મંત્રી નિવાસસ્થાને થી રાજ્યના જિલ્લા મથકો એ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થી કેબિનેટ બેઠક યોજી હતી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા અને મુખ્ય સચિવ પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજા હિતના નિર્ણયો અને પ્રજા લક્ષી કામગીરીમાં રૂકાવટનો આવે તેવા ઉદારભાવ થી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટનો આ પ્રયોગ દેશભરમાં પ્રથમ વાર ગુજરાતે કર્યો છે. ત્યારે આ પ્રયોગ દેશભરમાં ઉપયોગી બનશે.

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે.

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ દાખલ થયા છે. ગત રોજ ગુજરાતમાં કુલ 7 પોઝિટિવ કેસો હતા. ત્યારે આજ ફરી 4 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરત અને રાજકોટમાં એક એક કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 13માંથી 12 વિદેશથી પરત આવેલા નાગરિકો છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાના સકંજામાં આવી ગયા છે. આ સાથે તમામ પોઝિટીવ કેસના દર્દીના સંપર્કમાં આવનારા કુલ 41 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. બીજી બાજુ ગુજરાતમાં હજુ 34 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં ચેપને ફેલાવો અટકાવવા 144ની કલમ લાગુ કરાઈ છે

પાટીદારો પર ચાલતા કેસો પાછા ખેંચો:રાઘવજી પટેલ

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પાટીદાર અનામત આંદોલન સમયેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં અનામત આંદોલન સમયે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તેમજ જામનગર ખાતે નોંધાયેલા પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે

જ્યારે રાજ્ય સરકારે તમામ કેસ પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી હજી સુધી પણ આ કેશો પાછા ખેંચાયા નથી આ તમામ કેસો તાત્કાલિક પાછા ખેંચવા માટે ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહ સત્તાના રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા ને રૂબરૂ મળીને આ કેસો તાત્કાલિક પાછા ખેંચવા માટે માંગ કરી છે


મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને તાત્કાલિક આ પ્રશ્ને જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્યો સરકાર સામે આવતા આશ્ચર્ય ધટના બની છે. આ પહેલા રેશમા પટેલે પણ આરીતે સરકાર સામે અનેક રજૂઆત કરી હતી. ત્યારે ફરી પાટીદાર નેતા રાઘવજી પટેલ પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને અપીલ કરી છે

હવે ગુજરાતમાં પણ બનશે ફલાઇંગ કાર, કાર કંપની PAL-V અને રાજ્ય સરકાર વચ્ચે થયા MOU

દેશના મેન્યૂફેકચરીંગ હબ અને ઓટો હબ બનેલા ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક નવું પ્રકરણ નેધરલેન્ડની PAL-V ફલાઇંગ કાર ઉપાદનનો મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ રાજ્યમાં શરૂ થવાથી આલેખાવાનું છે. આ અંગેના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

PAL-Vને ગુજરાતમાં પોતાનો ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવા હેતુસરની ભારત સરકાર પાસેથી લેવાની થતી જરૂરી પરવાનગીઓ મેળવવામાં રાજ્ય સરકાર તેમને મદદરૂપ થશે. ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ લોજિસ્ટીકસ અને પોર્ટ ફેસેલીટીઝ વિકસ્યા છે તે સંદર્ભમાં પોતાની ફલાઇંગ કાર ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ રાજ્યમાં શરૂ કરવા PAL-V એ ગુજરાત પર પસંદગી ઉતારી છે.