“ખેડૂતનો કોઠાર “એપ્લિકેશન બનાવનાર ખેડૂત પુત્રૌ નું ખોડલધામ ખાતે સન્માન કરાયું.

બગસરા તાલુકાના નાના એવા સમઢીયાળા ગામ ના ખેડૂત પુત્રોનું કાગવડ ખાતે સમસ્ત ડોબરિયા પરિવાર ગુજરાત તેમજ ખોડલઘામ દ્વારા જે ખેડૂતો પુત્રો એ ડિજિટલ સ્વરૂપ ખેતી આગળ વધે એ હેતૂ થી પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કરેલ અને ખૂબ જ સારી સફળતા મેળવી

આ એપ્લિકેશન બનાવનાર બંને ખેડૂત પુત્રો પિયુષ રમેશભાઈ ડોબરીયા અને ભાર્ગવ ભાવેશભાઈ ડોબરીયા નૂ માં ખોડલના ધામમાં સન્માન પત્ર આપી અભિનંદન આપ્યા

આ પ્રસંગે પરીવાર નાઅગ્રણી ચંદુ ભાઈ ,હરેશ ભાઈ ,જેનીલભાઈ મુકેશભાઈરોનકભાઈ તેમજ ડોબરીયા પરિવાર ગૂજરાત ના અગ્રણીઓ હાજર રહ્યા હતા

તેમજ ખોડલધામ કમિટી અને ઘણા બધા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ એપ્લિકેશનથી ખેડૂતો એક ડિજિટલ ક્રાંતિ ની શરૂઆત કરશે ખેડૂતનો કોઠાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરની અંદર જઈ ડાઉનલોડ કરી શકાશે।

સોનું ખરીદવાનું છે તો જાણી લો આ મહત્વની વાતને, આ રીતે કસ્ટમર ઘરેણાં ટ્રાય કરી શકશે

લોકડાઉનને કારણે લગભગ બે મહિના બાદ શહેરમાં વિવિધ ઉદ્યોગ અને માર્કેટની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ જ્વેલરી શો રૂમ અને સ્ટોર્સ પણ ખોલવામાં આવ્યા છે. કોરોનાથી સ્ટાફ અને કસ્ટમર દરેક સુરક્ષિત રહે તે માટે જ્વેલરી શો રૂમમાં સ્ટાફ અને ક્લાયન્ટ દરેક માટે સેનિટાઈઝેશન પ્રોસેસ રખાઈ છે. જેમાં શો રૂમની એન્ટ્રેન્સ પર જ કસ્ટમર અને સ્ટાફ મેમ્બર્સને થર્મલ ગનથી ટેમ્પ્રેચર માપીને એન્ટ્રી અપાશે. આ સિવાય ગ્રાહક જ્વેલરીની ટ્રાયલ લીધા પછી ખરીદી કરે છે તે કલ્ચર હવે બદલાશે. હવે ક્લાયન્ટને ફક્ત બંગડી અને વીંટીની ટ્રાયલ મળશે અને તેના પણ નિયમ બનાવાયા છે.

અપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત

સવારે 9થી ૩ રખાશે સમય અને કાયમી કસ્ટમરને પહેલા અપોઈન્ટમેન્ટ અપાશે
એન્ટ્રન્સ ગેટ પર જ સ્ટાફ અને કસ્ટમર દરેકનું ટેમ્પરેચર ચેક થયા પછી જ એન્ટ્રી
હવે કસ્ટમરને માત્ર વીંટી અને બંગડીની ટ્રાયલ મળશે
જ્વેલરી ખરીદવા માટે એક પરિવારના બેથી ત્રણ જ સભ્યો આવી શકશે
માત્ર ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી જ બતાવાશે.
સ્ટાફ મેમ્બર્સ જ જ્વેલરી ટ્રાય કરીને બતાવશે અને કસ્ટમર ફાઈનલ કરીને જ ટ્રાય કરી શકશે.
વિઝિટર્સને યુઝ એન્ડ થ્રો પાણીની બોટલ અપાશે
જ્વેલરી ખરીદવા પરિવારનાં સભ્યોમાંથી 2-3 લોકો આવી શકશે.
દરેક ટ્રાન્સેક્શન બાદ કેશ કાઉન્ટર સેનિટાઈઝ કરાશે.
ગ્રાહકનાં ગયા પછી ખુરશી-ટેબલ સેનિટાઈઝ થશે.
ઓનલાઈન પેમેન્ટ પર ભાર મુકાશે

જ્વેલરી સેનિટાઈઝ કરાશે

કેટલાક જ્વેલર્સ યુવી બોક્સની મદદથી જ્વેલરી સેનિટાઈઝ કરશે. ટૂંક સમયમાં સ્પેશિયલ લિક્વિડ અને સાફ કરવા મટિરીયલ પણ લાવવામાં આવશે.

જાણો શું કર્યું પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ એકસાથે મળીને

કોરોના ની મહામારીમાં પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગામના સરપંચો ગામના આગેવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આપ સૌને દૂધ શાકભાજી વગેરે તકલીફ પડે છે કે કેમ તે બાબતે જણાવો તથા કોરોન્ટાઇન કરેલા વ્યક્તિઓ પોતાના ઘરમાં બેસે છે કે કેમ લોક ડાઉનની અમલવારી થાય છે કે કેમ તે બાબતે ગામના સરપંચો આગેવાનો સાથે વાતચિત કરેલ તથા તલાટી કમ મંત્રીઓ સરપંચો તમામ પદાધિકારીઓ વગેરે આ લોક ડાઉનની પરિસ્થિતિમાં સતત કામ કરી રહ્યા છે

આજરોજ પડધરી ગામ માં સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી, પડધરી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ કે એ જાડેજા સાહેબ તથા તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા પડધરીના અલગ-અલગ વિસ્તારમાં કલમ 144 ના જાહેરનામા મુજબ જનતા ને માહિતગાર કરાવેલ કે બિનજરૂરી કામ સિવાય ઘર બહાર નીકળવું નહીં ઘરની બહાર ટોરા કરી બેસવું નહીં પડધરી વિસ્તારના રહેવાસીઓને પડધરીમાં અનાજ કરિયાણું દૂધ વગેરે લેવા માટે મોટરસાયકલ લઈને ના આવવુ.

પડધરી મા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા જે એમ રાઠોડ જે 31 3 2020 ના રોજ રીટાયર્ડ થઈ ચૂક્યા હોવા છતાં આ કરોનાની મહામારીમાં સતત નોકરી ઉપર આવી અને એક દેશદાઝ બતાવી હતી તે બદલ તાલુકા વિકાસ અધિકારીએ તેમની કામગીરી ની પ્રશંસા કરી લીધી હતી

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

ધ્રોલ નગરપાલિકા દ્વારા 71માં પ્રજાસત્તાક પર્વની કરી ઉજવણી

71માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધ્રોલ નગર પાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોડ નંબર બેમાં વાડી શાળા નંબર તન ખાતે ઘ્વજવંદન કરવામાં આવ્યુ. આ પ્રસંગે ધ્રોલ નગરપાલિકા ઉપપ્રમુખ જયસીબેન પરમાર તેમજ નગર પાલિકા પ્રમુખ નરેન્દ્ર સીહ ચુડાસમા તથા ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ મગનભાઈ ભોજાણી, રણછોડભાઈ પરમાર, મનસુખભાઇ પરમાર, તુષારભાઈ અને ચીફ ઓફિસર હાજર રહ્યા હતા. તેમજ વાળી શાળા નં ત્રણના આચાર્ય, શિક્ષકો અને સ્કૂલના વીદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ભારતના 71મા પ્રજાસત્તાક દિવસના અવસરે આજે રાજપથ પર આયોજિત થનારા સમારોહમાં દેશની વધતી સૈન્ય શક્તિ, બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસો અને સામાજિક-આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન થશે. ભારતના ગણતંત્રના રૂપમાં સ્થાપિત થવાની વર્ષગાંઠ પર આયોજિત 90 મિનિટના સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયેર બોલસોનારો મુખ્ય અતિથિ હશે.

દેશભરમાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની વચ્ચે, સર્ચ એન્જિન ગૂગલે પણ ખાસ રીતે ડૂડલ્સ બનાવીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. ગૂગલે ડૂડલ દ્વારા ભારતની સંસ્કૃતિને દર્શાવતું રંગીન ડૂડલ બનાવ્યું છે, જેમાં તેણે તાજમહેલથી લઈને ઇન્ડિયા ગેટ સુધીનાં દરેક વસ્તુને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, આ ડૂડલમાં, રાષ્ટ્રીય પક્ષી, ભારતનાં સાંસ્કૃતિક રંગો, કળા, ટેક્સટાઇલને રસપ્રદ રીતે બતાવેલ છે.

આજે આખુ હિન્દુસ્તાન 71મું પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈ અસમ સુધી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. 71મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાષ્ટ્રીય પર્વ ઉજવાશે. તો નાયબ મુખ્યમંત્રી ડભોઈમાં પ્રજાસત્તાક દિવસ ઉજવશે.

પોરબંદરમાં મધ દરિયે યુવાનો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગાન બાદ સલામી આપીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરનાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા ઘણાં વર્ષોથી મધદરિયે જઇ અને ધ્વજવંજન કરવામાં આવે છે

મનપા દ્વારા થતી સફાઈ પર “કચરા ઢોળ” સ્થાનિકોની દિનચર્યાનો એક ભાગ

રાજકોટ : “રાજકોટ રાઈટ નાઉ” દ્વારા આજે ત્રીજા દિવસે “એવરી ડે વન વોર્ડ” અંતર્ગત વોર્ડ નંબર 3માં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરાયું હતું. જ્યાં અમુક વિસ્તારોને બાદ કરતાં ચોક્કસ સ્થળો પર કચરો નાંખવાના કાયમી ન્યુસન્સ પોઇન્ટ જોવા મળ્યા હતા.

વોર્ડ નંબર ત્રણમાં થોડા વિસ્તારોને બાદ કરતા ઠેર ઠેર સ્થાનિકો દ્વારા કચરો-એંઠવાડ ફેંકવા માટેના ન્યુસન્સ પોઇન્ટ સ્વેચ્છાએ નિભાવવામાં આવતા જોવા મળ્યા હતા. સવારે ટીપર વેનના રાઉન્ડ બાદ દિવસ દરમ્યાન ઘરમાં એકઠો થતો કચરો આવા ન્યુસન્સ પોઇન્ટ પર થોડા-થોડા સમયે ઠલવાતો રહેતો જોવા મળ્યો હતો. ખાસ કરીને બપોરે રસોઈના સમય બાદ વધતો એંઠવાડ મહિલાઓ દ્વારા આવા પોઇન્ટ પર નાંખતો હોવાનું જોવા મળ્યું હતું. આવો કચરો બીજા દિવસે સવાર સુધી કચરો ઉપાડવાનું વાહન ન આવે ત્યાં સુધી જે-તે જગ્યાઓ પર પડ્યો રહે તે સ્વાભાવિક છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિકો આ માટે મનપાને દોષ આપતા જોવા મળ્યા હતા. જો સ્થાનિકો દ્વારા દિવસ દરમ્યાન એકઠો થતો ભીનો-સૂકો કચરો બીજા દિવસ સુધી વ્યવસ્થિત એકઠો કરી રાખવામાં આવે તો કચરા માટેના ન્યુસન્સ પોઇન્ટ આપોઆપ દૂર થઈ જાય.

ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટમાં સિટી બસ અને બી.આર.ટી.એસ. મહિલાઓ માટે FREE

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની એક સંયુક્તમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે. તે જ રીતે આગામી ભાઈબીજ નિમિતે તા.29/10/2019ને મંગળવાર રોજ રાજકોટ મહાનાગપાલિકા દ્વારા સંચાલીત સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવામાં તમામ મહિલાઓને આવન જાવન માટે વિનામુલ્યે મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હાટ પીપળીયા ગામ માં વિરાજતા ભગવાન નૃસિંહ સાથે થયું કઈક એવું જેને જોઈને તમે દંગ રહી જશો

મધ્યપ્રદેશ ના દેવાસ જિલ્લા ના હાટપિપ્પળિયા ગામ મા સદીઓ પુરાણું ભગવાન વિષ્ણુ ના ચતુર્થ અવતાર એવા નૃસિંહ ભગવાન નુ મંદિર છે.. જ્યાં જલજીલણી એકાદશી એ દર વરસે નૃસિંહજી ની પહાડી પથ્થર માંથી બનેલ આડાસાત કિલો ની પાષાણ ની પ્રતિમા ને સ્થાનિક “ભમોરી નદી ” મા સ્નાન અર્થે લઈ જવાય છે. પંડિતજી શાસ્ત્રોકત પુજા વિધી કરાવી સાડાસાત કિલો ની નક્કર પાષાણ પ્રતિમા ને નદી મા વહેતી કરે છે પણ ડુબતી નથી અને પાણી ના ઘસમસતા પ્રવાહ ની વિરૂધ્ધ દિશા મા સીધી પંડિતજી પાસે પાછી આવેછે.. આ દ્રશ્ય જોવા દર વરસે દેશભર માંથી હજારો સનાતનીઓ આવેછે.. તમે પણ જુઓ આ.. ૐ વિષ્ણવૈ નમઃ 🚩🚩👇🏻👇🏻

ભગવાન છે કે નહી…?? ❔❔⁉ એ જાણવુ હોય તો આ વિડિયો જુઓ…..CLICK HEAR.

youtube video Refrance By :

Published on Sep 14, 2016