બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં ‘વાલા દવલા’ની રાજનીતિ

ધ્રોલ નગરપાલિકામાં બીજેપીનું શાસન છે. ત્યારે માહિતી મળ્યાં અનુસાર એટલી હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે કે રાજનીતિ શબ્દને પણ કલંકિત કરે છે. ઘટના જોડિયાના નાકા પાસે આવેલ એક શેરીમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવતું તેવુ સ્થાનિકોનું કહેવું છે.

ધ્રોલમાં છેલ્લા અઠી વર્ષ કરતા વધુ સમયથી શેરીમાં બ્લૉક નાખવાના કામ ચાલે છે પરંતુ આ શેરીમાં કામ કરવામાં આવતું નથી. આ શેરીના આજુબાજુના તમામ વિસ્તારમાં બ્લૉક નાખવામાં આવ્યા છે. પરંતુ આ શેરીમાં એક પણ પ્રકારનું કામ કરવામાં અવ્યું નથી.

RTI  કરી જવાબ ન મળ્યો

શેરીમાં બ્લોકનું કામ ન થતા શેરીના લોકો દ્વારા RTI કરવામાં આવી. પરંતુ RTIમાં પણ કોઈ જવાબ આપવામાં આવીયો. ત્યારે સ્થાનિક લોકો નગરપાલિકાએ લેખિત અરજી આપવા માટે નગરપાલિકા પૉહોંચ્યાં હતા. ત્યારે ચીફ ઓફીસરને પોતાની શેરીમાં બ્લોકનું કામ અત્યાર સુધી કેમ નથી કારવમાં  આવ્યું. તેવુ પૂછતા ચીફ ઓફીસરે જણાવ્યું કે, મત આપતા પેલા વિચાર કરો જે તમારું કામ કરે અનેજ મત આપો. તમારા વોર્ડના ચૂંટાયેલા શભ્યોએ અત્યાર સુધી તમારી શેરીમાં બ્લોક નાખવાનું કામ પાસ કર્યું ન હતું. એટલા માટે તમારી શેરીમાં બ્લોકનું કામ નથી કરવામાં આવ્યું. હાલ તમારી શેરીમાં બ્લૉક નાખવાનું કામ પાસ થાયને રાજકોટ મોકલેલ છે ત્યાંથી કેટલા ટાઈમાં પાસ થાયને આવે તે નો કહી સકાય. 6મહિના પણ થાય અને વર્ષ પણ થાય અમારા હાથમાં કાય નથી.

સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, ગત ધ્રોલ નાગરપાલિકાની ચૂંટણીમાં આ શેરીમાંથી એક વ્યક્તિએ અપક્ષમાંથી ઉમેદવારી કારી હતી એટલા માટે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા આ શેરીના કોઈ પણ પ્રકારના કામ પાસ કરવામાં આવતા નથી.

શું અપક્ષમાંથી ઉમેદવારી કરવી ગુનો છે? તમારા વિસ્તારમાંથી કોઈ અપક્ષમાંથી ઉમેદવારી કરે અને હારીજાય તો તમારા વિસ્તારનો ચૂંટાએલો ઉમેદવાર તમારૂ કામ ન કરે?

લોકોનું કહેવું છે કે, જે વિસ્તારમાથી ચૂંટાયેલા ઉમેદવારોને મત મળ્યા છે. તેજ વિસ્તારમાં કામ કરવામાં આવે છે. તો બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં અને વાલા દવલાની રાજનીતિ કહી શકાય.

આ પહેલા ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસનુ શાસન હતું. ત્યારે પણ ધ્રોલના ઘણાખરા વિસ્તારોમાં બ્લોક નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે પણ આ શેરીને બાકાત રાખવામાં આવી હતું.  

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે.

નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની ખાતે રહેતા એક પુરૂષને અને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આપતા ફરી કોરોનાએ જામનગર તંત્રની ચિંતામાં વઘારો કર્યો છે.

જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણના કારમે અમુક વિસ્તારોમાં ફરી લોકડાઉનની સ્થિતિ લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ અમલી કરવામાં આવી રહી છે. તેમજ જામનગર વહિવટ તંત્ર દ્વારા લોકોના કામ સીવાઈ બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં લોકો કોરોના સામેની લડાઇમાં બેજવાબદારી સાથેનું વર્તન કરતા પણ નજરે પડે છે.

હાલ પણ દેશ – દુનિયામાં કોરોનાનો જપેટમાં છે. કોરોનાને સહેલાઈ થી લઈ શકાઈ તેમ નથી. પોતાની અને પાતાના પરીવારના સ્વાસ્થ્યની રક્ષા કાળજી લઇને રાખો, કોરોના માર્ગદર્શીકાનુ પાલન કરો અને કોરોનાને માત આપો આજ રસ્તો છે કોરોના સામેની લડાઇ જીતવાનો

ખેડૂત પુત્રએ મારી બાજી, 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

ગત રોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયુ. જેમાં મોટા મહાનગરોને પાછળ છોડી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા આવ્યું છે. તેમજ સમગ્ર ગુજરાતનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં 80.88 ટકા પરિણામ સાથે બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે.

ધ્રોલમાં આવેલ બી.એમ. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીદ્યાર્થી દિપકુમાર શૈલેષભાઇ હિન્સુએ A1 ગ્રેડ સાથે 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા છે. તેમની સાથેની વાતચીત જણાવ્યુ હતુ કે, હું દરરોજ 10 થી 12 કલાક ઘેર રહીને જ અભ્યાસ કરતો હતો. અન્ય પ્રવૃતિમાં માઇન્ડ ફ્રેશ કરવા ન્યુજ પેપર અને બુકસનું વાંચન કરતો હતો.

વધુમાં જણાવ્યુ હતું કે, તેમના માતાપિતા અને સ્કુલનાં શિક્ષકગણને પોતાનાં પ્રેરણાસ્ત્રોત છે. શિક્ષકોનાં ઉતમ માર્ગદર્શનથી તેમણે આટલા સારા માર્કસ મેળવી શકાયા છે. ભવિષ્યમાં તેમણે ડોકટર થવાની ઇચ્છા વ્યકત કરી હતી.

મુળ જોડીયા તાલુકાનાં લીંબુડા ગામનાં શૈલેષભાઇ હિન્સુ અને માતા રશીલાબેન સામાન્ય ખેડૂત પરિવારનાં એકના એક પુત્ર દિપનાં પુત્રનાં અભ્યાસ અર્થે ધ્રોલ સ્થાયી થયેલા તેમનાં પુત્રની ઝળહળતી સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

પોલીસે ગણતરીની કલાકોમાં જ ખોવાયેલી બાળકીઓને તેના માતા-પિતાને શોપી

દેશભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે પોલીસ કર્મીઓ 24 કલાક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેની સાથે સાથે આમ જનતામાં બનતા બનાવોનું પણ નિરાકરણ લાવી રહ્યા છે. તેવીજ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સામે આવી છે. આજે બપોરે 01:30 વાગ્યે રઝવી સોસાયટીમાંથી બે બાળકીઓ ગુમ થયાની ફરિયાદ બાળકીના માતા-પિતા એ ધ્રોલ પોલીસ સ્ટેશને કરી હતી.

અગમ્ય કારણો સર કોઈ અવાવરૂ જગ્યાએ ગુમ થતા બાળકીઓના માતા-પિતા તેમજ પાડોશમાં રેહેતા લોકો દ્વારા બાળકીઓની શોધખોળ કરી હતી. પરંતુ તેમ છતા બાળકીઓ ન મળતા પોલીસને જાણ કરી હતી. ગુમ થયેલ બાળકીઓ ચાવડા સાઈના સરફરાઝ ઉ. વર્ષ- 6 અને મોહુર માઈનુર રઝાખભાઈ ઉ.વર્ષ-5.

ત્યારે ધ્રોલ પી.એસ.આઇ કાંટલીયા  તથા પો.સ્ટાફ રણજીતસિંહ જાડેજા, નિલેશભાઈ ભીમાણી, હર્ષદભાઈ ડોળીયા અને મહિપતસિંહ સોલંકી એ આ ફરિયાદને ગંભીરતાથી લઇ માત્ર 01:30 કલાકની જહેમત ઉઠાવી બંને બાળકીઓને શોધી અને તેના માતા-પિતાને સુપરત કરી હતી. આ કામગીરી જોઈ બાળકીઓના માતા-પિતાએ ધ્રોલ પોલીસ સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરી નજીક બાઈક સવાર દ્વારા સ્ટંટ કરતા કરતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બેના મોત

સુત્રો ને હવાલે થી જાણવા મળ્યું છે કે રાજકોટ જામનગર હાઇવે ઉપર હોળીના દિવસે બાઈક સવારો દ્વારા બાઈક ઉપર સ્ટંટ કરતા નો વીડિયો થયો વાઇરલ આ વિડીયો પડધરી નજીકનો હોય તેવુ જાણવા મળી રહ્યું છે.

ત્યારે બાઇક ઉપર સુતા સુતા સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. સ્ટંટ કરતી વખતે બે બાઈક એક બીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

પાટીદારો પર ચાલતા કેસો પાછા ખેંચો:રાઘવજી પટેલ

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પાટીદાર અનામત આંદોલન સમયેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં અનામત આંદોલન સમયે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તેમજ જામનગર ખાતે નોંધાયેલા પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે

જ્યારે રાજ્ય સરકારે તમામ કેસ પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી હજી સુધી પણ આ કેશો પાછા ખેંચાયા નથી આ તમામ કેસો તાત્કાલિક પાછા ખેંચવા માટે ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહ સત્તાના રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા ને રૂબરૂ મળીને આ કેસો તાત્કાલિક પાછા ખેંચવા માટે માંગ કરી છે


મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને તાત્કાલિક આ પ્રશ્ને જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્યો સરકાર સામે આવતા આશ્ચર્ય ધટના બની છે. આ પહેલા રેશમા પટેલે પણ આરીતે સરકાર સામે અનેક રજૂઆત કરી હતી. ત્યારે ફરી પાટીદાર નેતા રાઘવજી પટેલ પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને અપીલ કરી છે

પાંચ હજારથી વધુ રકમનો બાકી રહેતો મિલકત વેરો તાત્કાલિક ભરી દેવા ધ્રોલ નગરપાલિકાની તાકીદ

  • વેરો ભરવામાં નિષ્ફળ રહેનારની મિલકતો કરાશે સીલ

ધ્રોલ , તા 4 : ધ્રોલ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોક્કસ મુદત સુધીમાં જો વેરો ભરવામાં નહીં આવે તો મિલકતો સીલ કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે.

ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ મિલકત ધારકો કે, જેનો 5 હજાર રૂપિયાથી વધુ રકમનો વેરો બાકી છે તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રોલ નગરપાલિકા દ્વારા મિલકતોનો વેરો વસૂલ કરવામાં આવશે એટલુ જ નહીં પરંતુ જે આસામીઓ વેરો ભરવાનો ઇન્કાર કરશે તેની મિલકતને સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધ્રોલ નગરપાલિકા દ્વારા વેરો ભરવા માટે પત્રિકાઓ તેમજ માઇક દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં વેરાનો ધારેલ ટાર્ગેટ સિદ્ધ ન થતા આખરે ધ્રોલ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ રસ્તા પર ઉતરી હતી. જો કે ત્યાર બાદ નગરજનો દ્વારા વેરો ભરવાને લઈને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

હાલ સ્થળ ઉપર વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. બાકી રહેલા લેણદારોની તમામ મિલકતોને સીલ મારવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે. ધ્રોલ નગરપાલિકાની 14 સભ્યોની ટીમ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં ફરી રહી છે અને તેનું સારું પરિણામ નગરપાલિકાને મળી રહ્યું છે.

ધ્રોલ નગરપાલિકા દ્વારા 71માં પ્રજાસત્તાક પર્વની કરી ઉજવણી

71માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધ્રોલ નગર પાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોડ નંબર બેમાં વાડી શાળા નંબર તન ખાતે ઘ્વજવંદન કરવામાં આવ્યુ. આ પ્રસંગે ધ્રોલ નગરપાલિકા ઉપપ્રમુખ જયસીબેન પરમાર તેમજ નગર પાલિકા પ્રમુખ નરેન્દ્ર સીહ ચુડાસમા તથા ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ મગનભાઈ ભોજાણી, રણછોડભાઈ પરમાર, મનસુખભાઇ પરમાર, તુષારભાઈ અને ચીફ ઓફિસર હાજર રહ્યા હતા. તેમજ વાળી શાળા નં ત્રણના આચાર્ય, શિક્ષકો અને સ્કૂલના વીદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ભારતના 71મા પ્રજાસત્તાક દિવસના અવસરે આજે રાજપથ પર આયોજિત થનારા સમારોહમાં દેશની વધતી સૈન્ય શક્તિ, બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસો અને સામાજિક-આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન થશે. ભારતના ગણતંત્રના રૂપમાં સ્થાપિત થવાની વર્ષગાંઠ પર આયોજિત 90 મિનિટના સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયેર બોલસોનારો મુખ્ય અતિથિ હશે.

દેશભરમાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની વચ્ચે, સર્ચ એન્જિન ગૂગલે પણ ખાસ રીતે ડૂડલ્સ બનાવીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. ગૂગલે ડૂડલ દ્વારા ભારતની સંસ્કૃતિને દર્શાવતું રંગીન ડૂડલ બનાવ્યું છે, જેમાં તેણે તાજમહેલથી લઈને ઇન્ડિયા ગેટ સુધીનાં દરેક વસ્તુને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, આ ડૂડલમાં, રાષ્ટ્રીય પક્ષી, ભારતનાં સાંસ્કૃતિક રંગો, કળા, ટેક્સટાઇલને રસપ્રદ રીતે બતાવેલ છે.

આજે આખુ હિન્દુસ્તાન 71મું પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈ અસમ સુધી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. 71મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાષ્ટ્રીય પર્વ ઉજવાશે. તો નાયબ મુખ્યમંત્રી ડભોઈમાં પ્રજાસત્તાક દિવસ ઉજવશે.

પોરબંદરમાં મધ દરિયે યુવાનો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગાન બાદ સલામી આપીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરનાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા ઘણાં વર્ષોથી મધદરિયે જઇ અને ધ્વજવંજન કરવામાં આવે છે

ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નવલભાઇ મુંગરાની નિમણૂક બાદ સ્નેહમિલનનુ કર્યુ આયોજન

ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નવલભાઇ મુંગરાની નિમણૂક થવા બદલ ભાજપના હોદેદારો અને કાર્યકરોના સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું

ધ્રોલ ભાજપ તાલુકા પ્રમુખ નવલભાઇ મુંગરા દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ ભીળ જોવા મળી હતી. ત્યારે આ પ્રસંગે જામનગર સાંસદ પૂનમબેન માડમ, જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ જામનગર અને રાજકોટના જીલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

ધ્રોલ તાલુકાના ગામડાઓના તમામ સરપંચો પણ હાજર રહ્યા હતા ત્યારે આ સમયેબહોળી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી આ પ્રસંગમાં પૂનમબેન માડમની હાજરી હોવાને કારણે સ્થાનિકો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી હતી.