ભારત આવવું અમારા માટે ગર્વની વાત: ડોનાલ્ડ ટ્રમ્પ,આ જાણો ભાષણની મુખ્ય વાતો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત “નમસ્તે” કહીને કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે ભારત આવવું અમારા માટે ગર્વની વાત છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર ખેડીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિન્દુસ્તાનનું મિત્ર છે અને તેનું સન્માન કરે છે.

ટ્રમ્પે કહ્યું કે, પાંચ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, આજે હિન્દુસ્તાન અમારું સ્વાગત કરી રહ્યું છે, જે અમારા માટે ખુશીની વાત છે. આજે અમે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. આજથી અમારા માટે ભારત મહત્વનું મિત્ર હશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તેમણે ખૂબ મહેનત કરી છે. તેમણે પિતાના ચાની દુકાન પર કામ કર્યું છે. પીએમ મોદીને આજે દરેક વ્યક્તિ પ્રેમ કરે છે, પરંતુ તેઓ ખૂબ આકરા (ટફ) છે. આજે પીએમ મોદી હિન્દુસ્તાનના સૌથી પ્રમુખ નેતા છે. ગત ચૂટંણીમાં 60 કરોડથી વધારે લોકોએ પીએમ મોદીને વોટ આપ્યો હતો અને સૌથી મોટી ચૂંટણી જીત મેળવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોટેરા ખાતે તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો સંબોધન કર્યું હતું. આ પ્રસંગે યુએસ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ભારતને પ્રેમ અને આદર કરે છે અને ભવિષ્યમાં પણ ભારતના લોકોનો આદર કરતું રહેશે. મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા તેમણે સાબરમતી

આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે પીએમ મોદી ખૂબ આકરા (ટફ) પણ છે. સાથે જ તેમણે મોદી પિતાની ચાની કેબિન પર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભાષણ દરમિયાન પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી હતી. ટ્રમ્પ બોલ્યા કે, ભારત-અમેરિકા આજે દોસ્તી સાથે સાથે બિઝનેસ ક્ષેત્રમાં પણ આગળ રહ્યા છે. મેં અને મેલાનિયાએ આજે મહાત્મા ગાંધી આશ્રામની મુલાકાત કરી હતી. જ્યાં ગાંધીજીએ મીઠાનું આંદોલન શરૂ કર્યું હતું. આજે અમે તાજમહેલ જઈશું.

ટ્રમ્પે કહ્યુ કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વીપક્ષીય વાતચીત કરીશ. જેમાં અનેક ડીલ્સ પર વાતચીત થશે. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ભારતને બહુ ઝડપથી હથિયાર અને મિસાઇલ આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે. ઇસ્લામિક આતંકવાદ સામે અમેરિક લડત લડી રહ્યું છે.

વધુમાં જણવ્યુ કે, આપણા દેશો ઇસ્લામિક આતંકવાદનો શિકાર બની રહ્યા છે. અમેરિકાએ કામ કરતા ISISનો ખાત્મ બોલાવ્યો છે અને અલ બગદાદીને ઠાર કર્યો છે. અમે આતંકવાદ સામે કડક પગલાં લઈ રહ્યા છીએ.

ભારતમાં હોળી, દિવાળી જેવા તહેવારોનો ઉલ્લેખ કર્યો. સાથે જણાવ્યું કે, ભારતમાં આજે હિન્દુ, જૈન, મુસ્લિમ, શિખ, સહિત તમામ ધર્મના લોકો રહે છે. અહીં ડઝનો ભાષા બોલાય છે છતાં અહીંના લોકો એક શક્તિની જેમ રહે છે. અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે.

અમેરિકામાં રહેતા અનેક બિઝનેસમેનો ગુજરાતથી આવે છે. આ પ્રસંગે તેમણે અમેરિકાના વિકાસમાં યોગદાન આપવા માટે તમામ લોકોનો આભાર માન્યો હતો. વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા અને ભારતમાં ઘણા સમાનતા છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે 2000થી વધારે ફિલ્મો બને છે, જે બોલિવૂડ છે. આખા દુનિયામાં તેમનું સ્વાગત કરવામાં આવે છે. સાથે જ પ્રમુખ ટ્રમ્પે ડીડીએલજે ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યુ કે, ભારતે દુનિયાને સચિન અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ આપ્યા છે.

પીએમ મોદી ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ દેશનું ગૌરવ છે. જેઓ અસંભવને સંભવ બનાવે છે. આ દરમિયાન ટ્રમ્પે ભારત સરકારની ઉજ્જવલા યોજના, ઇન્ટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘર ઘર વીજળી જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

આજે બનાવો બાજરાનો રોટલો, જાણો રીત

ગુજરતમાં બાજરાનો રોટલો ખુબ લોકપ્રિય છે. આપણા ગામડામાં આજે પણ બાજરાના રોટલા વારૂમાં ખાવામાં આવે છે. પરંતુ શેહરોમાં બાજરાના રોટલા નહીવત જોવા મળે છે. તેનુ કારણ શેહરોમાં રહેતી ખુહ ઓછી મહિલાઓને બાજરાનો રોટલો બનાવતા આવડે છે. બાજરીનો રોટલો બનાવવા માટે ફોલા હાથે વચ્ચે દબાવીને ગોળ આકાર આપવામાં આવે છે. પરંતુ આ રોટલો બનાવવો ખૂબ મુશ્કેલ છે.

સામગ્રી

3 કપ – બાજરાનો લોટ, 3-4 કપ – પાણી, ચપટી – મીઠું, 2 ચમચી – ઘી

બનાવવાની રીત

પહેલા બાજરાના લોટમાં મીઠું, પાણી ઉમેરી લોટને મિક્સ કરો.ત્યાર બાદ બાંધી લેવો. ત્યાર બાદ લોટને મસળવો અને હાથથી રોટલા ટીપવા અથવા પાટલા પર ગોળ આકારમાં થાબળો. ત્યાર બાદ તાવળીમાં શેકો. બરાબર રોટલો શેકાય જાય એટલે રોટલાને ડીશમાં ઉતારી તેમાં ધી ચોપળો તો તયાર છે બાજરાનો રોટલો

ખેડૂતોને 33 ટકાથી વધુ પાક નુકસાન ધરાવતા 125 તાલુકાની યાદી જાહેર

ગુજરાત સરકારે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે રાજ્યના બધાજ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં ઉપર મુજબ આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને 33 ટકા અને તેથી વધુ પાક નુકસાન ધરાવતા તાલુકાઓની યાદી જાહેર કરી છે.

હવે શિયાળામાં આ રીતે કરો તમારી ત્વચાનુ રક્ષાણ

આપણે બધા લોકોને શિયાળાની સીઝન ખુબ પ્રીય હોય છે. જેમા પરસેવાથી ચિંતા નહીં અને જે મેકઅપ કરવો હોય તે થાય. પરંતુ ડ્રાય સ્કિન હોય તેને ફેસવૉશ કર્યા બાદ હંમેશાં ફેસ પર કોઈ ક્રીમબેઝ્ડ મૉઇસ્ચરાઇઝર જરૂર લગાડવું. લોશન્સ અવૉઇડ કરવા, કારણ કે એ વૉટરબેઝ્ડ હોય છે જેમાંથી પૂરતું મૉઇશ્ચર સ્કિનને મળતું નથી અને સ્કિન નિસ્તેજ દેખાય છે.

તેમજ જ્યારે જ્યારે મોઢું ધોવાનુ હોય ત્યારે બહુ ગરમ કે બહુ જ ઠંડા પાણીથી મોઢું ન કરવો. મિડીયમ પાણીનો જ ઉપયોગ કરવો. તમને જણાવી દઈએ કે, ઠંડીથી બચવા માટે આપણે ગરમ પાણીથી ચહેરો ધોઈએ છીએ પરંતુ ખરેખર ચહેરા પરનું કુદરતી તેલ ધોવાઈ જતું હોય છે. નાહાતી વખતે બને ત્યા સુધી સાબુનો ઉપયોગ ન કરવો. તેના કરતાં માઇલ્ડ બૉડીવૉશ કે કોઈ પણ ઉબટનના ઉપયોગથી સ્કિન સૉફ્ટ રહે છે.

શિયાળામાં આપણે પાણી ઓછું પીએ છીએ. પરંતુ તરસ ન લાગે છતાં 10થી 12 ગ્લાસ પાણી પીએ તો સ્કિનમાં રહેલો ભેજ જળવાઈ રહે અને સ્કિન ગ્લોઇંગ રહે છે.

PM મોદીએ રાજ્યસભામાં કહ્યુ, બાબાસાહેબના કારણે દેશને ઘણું બધું પ્રાપ્ત થયું

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ રાજ્યસભાનું 250મું સત્ર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યસભા ભારતની વિકાસ યાત્રાનું ચિહ્ન છે. ગૃહે બદલાયેલી સ્થિતિમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો. વધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ એક વાર કહ્યુ હતું કે, રાજ્યસભા સેકન્ડ હાઉસ છે, પરંતુ તેને સેકન્ડરી હાઉસ ન સમજવું જોઈએ. અમે તેને આત્મસાત કરવું જોઈએ કે સંસદને સેકન્ડ હાઉસ ક્યારેય સેકન્ડરી હાઉસ ન હોઈ શકે. રાજ્યસભાના 250મા સત્રમાં સામેલ થવું મારું સૌભાગ્ય છે. સંસદ ભારતની વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે.

PM મોદીએ વધુમાં કહ્યુ કે, આ ગૃહના સ્થાયિત્વ અને વિવિધતા ખાસ છે. સ્થાયિત્વ એટલા માટે મહત્વપૂર્ણ છે કે લોકસભા તો ભંથ થતી રહે છે પરંતુ રાજ્યસભા ક્યારેય ભંગ નથી થતી. વિવિધતા એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અહીં રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રાથમિકતા છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરતા પીએમ મોદીએ કહ્યુ કે, રાજ્યસભાના બે ફાયદા છે અહીં વૈજ્ઞાનિક, કલાકાર અને ખેલાડી જેવા તમામ વ્યક્તિ આવે છે જે લોકતાંત્રિક રીતે ચૂંટાતા નથી. બાબા સાહેબ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેઓ લોકસભા માટે ચૂંટાઈ ન શક્યા પરંતુ રાજ્યસભા પહોંચ્યા. બાબાસાહેબ આંબેડકરના કારણે દેશને ઘણું બધું પ્રાપ્ત થયું.

આજે બનાવો ઢોકળીનું શાક

સામગ્રીઃ 1 કપ ચણાનો લોટ, 4 ચમચી તેલ, 2 ચમચી મીઠું, 3 કપ જાડી છાશ, 1 કપ પાણી, 1 ચમચી હળદર, 2 ચમચી વાટેલા લીલા મરચા, 5 નંગ લસણની ગ્રેવી, 1 ચમચી લાલ મરચું, 1 કપ છાશ, 1 ચમચી લાલ મરચું, 1 ટેબલસ્પૂન તેલ, 1 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરૂ

રીત

પ્રથમ ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં છાશમાં એક કપ પાણી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમા લસણ,લીલા મરચા ઉમેરી મિક્સ કરી છાશ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર મિક્સ કરવું. એક બાઉલમાં બેસન અને એક કપ પાણી ઉમેરી મિશ્રણ બનાવી લો. તે છાશમાં ઉમેરી મિક્સ કરો .સતત હલાવતા રહેવું જેથી ગાંઠ ના પડે. બાદમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક તેલ લગાડેલી પ્લેટમાં આ ખીચું પાથરી બરાબર દબાવી દેવું. ઠંડુ થાય તે પછી ટુકડા કરી લો. હવે પેનમાં, છાશ અને પાણી અને મીઠું ઉમેરવા. એક બાઉલમાં કાશ્મીરી મરચું અને પાણી નાખી પેસ્ટ બનાવવી. એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ, જીરું, હળદર,મરચાની પેસ્ટ અને હિંગ નાખવી. રાઈ જીરું તતડી જાય પછી છાશ ઉમેરવી. તે ઉકળે પછી ઢોકળીના ટુકડા નાખવા. 3-4 ઢોકળીનો ભુકો કરી નાખવો અને તેને બરાબર મિક્સ કરી લેવું તે બાદ તેને ઢાંકીને દસ બાર મિનિટ ધીમા તાપે સીઝવા દો. તો તૈયાર છે ઢોકળીનુ શાક

આવી રીતે બાંધો રોટલીનો લોટ, રોટલી બનશે સોફ્ટ

રોટલી બનાવવી કોઈ મુશ્કેલા કામ નહી પણ રોટલીને નરમ બનાવવા કોશિશ જરૂર કરતા હોય છે. હકીકતમાં લોટ બાંધવાની ટ્રીક હોય છે.

આ રીતે બાંધો લોટ

2 કપ લોટ લો અને તેટલી જ માત્રામાં પાણી ઉમેરો. ઘણી લોકો લોટમાં એક સાથે પાણી ઉમેરીને લોટ બાંધે છે. જે યોગ્ય નથી. સોફ્ટ રોટલીઓ માટે હમેશા લોટમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાઓ અને થોડી -થોડી માત્રામા લોટ બાંધતા જાઓ. પાણી નાખતા અને લોટ એક્ત્ર કરતા જવું. જેનાથી લોટ બંધવા લાગશે અને પાણીની માત્રા ઓછી થઈ જશે. આ રીતે લોટ બાંધવામાં માત્ર 5 મિનિટનો સમય લાગશે. એક વાર લોટ બાંધ્યા પછી તેને ફેલાવીને આંગળીથી પ્રેસ કરીને થોડું પાણી છાંટવું. આ લોટને એક બીજી થાળી કે પ્લેટથી ઢાંકીને 5 મિનિટ માટે મૂકો. તો નરમ રોટલી બનાવવા માટે લોટ તૈયાર છે. 

જો લોટને ફ્રીજમાં રાખો છોતો તેને સૌથી એયરટાઈટ ડિબ્બામાં નાખો અને ઉપરથી 1/4 ચમચી તેલ લગાવી દો. આવું કરવાથી લોટ ફ્રેશ રહેશે.

આજે બનાવો મિની ભાખરવડી

સામગ્રી:

૨૫૦ ગ્રામ મેંદાનો લોટ, બે ચમચી ઘી મોણ માટે, તળવા માટે તેલ, ૧૦૦ ગ્રામ સેવ, ૫૦ ગ્રામ તલ, લાલમરચું, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો, વરિયાળી, આમચૂર અને દળેલી ખાંડ

રીત:

લોટમાં મોણ નાખી લોટ બાંધવો. હવે સેવને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી ભૂકો કરવો. તલને શેકીને અધકચરા ખાંડવા. વરિયાળી ખાંડી લેવી. હવે તેમાં બાકીનો બધો જ મસાલો ઉમેરો.

હવે લોટમાંથી થોડો લોટ લઈ મોટી રોટલી જેવું વણી ઉપર તૈયાર મસાલો નાખી હાથેથી મસાલાને દબાવી દેવો. પછી તેનો રોલ વાળવો. રોલ ટાઇટ વાળવો આવી રીતે બધા રોલ વાળી પછી તેના પીસ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળવા. તળતી વખતે બધા પીસને હલકા દબાવીને તળવા જેથી રોલ જો કદાચ ઢીલો વળાયો હોય તો ટાઈટ થઈ જાય અને મસાલો બહાર ન આવે. તો તયાર છે મિની ભાખરવડી

આજે દેશવ્યાપી બેંક હડતાલ, ગુજરાતના બેંક કર્મચારી જોડાશે બેંક હડતાલમાં

દેશભરમાં સરકારની વિરૂધ બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 5000 જેટલા બેંક કર્મચારીઓ બેંક હડતાલમાં જોડાશે. સરકાર દ્વારા બેંકોના એકત્રિકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે. દિવાળીના તહેવાર સમયે બેંક હડતાલથી આર્થિક સાયકલને નુકશાન થશે. બેંક કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, સરકાર વિલીનીકરણનો નિર્ણય પાછો ખેંચે