“ખેડૂતનો કોઠાર “એપ્લિકેશન બનાવનાર ખેડૂત પુત્રૌ નું ખોડલધામ ખાતે સન્માન કરાયું.

બગસરા તાલુકાના નાના એવા સમઢીયાળા ગામ ના ખેડૂત પુત્રોનું કાગવડ ખાતે સમસ્ત ડોબરિયા પરિવાર ગુજરાત તેમજ ખોડલઘામ દ્વારા જે ખેડૂતો પુત્રો એ ડિજિટલ સ્વરૂપ ખેતી આગળ વધે એ હેતૂ થી પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કરેલ અને ખૂબ જ સારી સફળતા મેળવી

આ એપ્લિકેશન બનાવનાર બંને ખેડૂત પુત્રો પિયુષ રમેશભાઈ ડોબરીયા અને ભાર્ગવ ભાવેશભાઈ ડોબરીયા નૂ માં ખોડલના ધામમાં સન્માન પત્ર આપી અભિનંદન આપ્યા

આ પ્રસંગે પરીવાર નાઅગ્રણી ચંદુ ભાઈ ,હરેશ ભાઈ ,જેનીલભાઈ મુકેશભાઈરોનકભાઈ તેમજ ડોબરીયા પરિવાર ગૂજરાત ના અગ્રણીઓ હાજર રહ્યા હતા

તેમજ ખોડલધામ કમિટી અને ઘણા બધા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ એપ્લિકેશનથી ખેડૂતો એક ડિજિટલ ક્રાંતિ ની શરૂઆત કરશે ખેડૂતનો કોઠાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરની અંદર જઈ ડાઉનલોડ કરી શકાશે।

જગતના તાતને ડિજિટલ બનાવી તેની સમસ્યા દૂર કરવાના ઉદ્દેશ્યથીબગસરાના નાના એવા સમઢિયાળા ગામના બે ખેડૂત પુત્રોએ ‘ખેડૂતનો કોઠાર’ એપ બનાવી

પેટા- કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલાના હસ્તે એપ્લિકેશનનું લોન્ચિંગ થયું
પેટા – હવે ખેડૂતોને દલાલીમાંથી મુક્તિ મળશે અને પાકના ભાવ ખેડૂતો નક્કી કરી શકશે
બગસરા, તા 16


વર્તમાન સમય ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો છે. ખાસ કરીને છેલ્લા દોઢ દાયકામાં જેમ જેમ ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો તેની સાથે તમામ વસ્તુ ડિજિટલ બની છે. સરકારે પણ ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનો વડે ક્રાંતિ આણી છે. ત્યારે હવે ખેતી અને ખેડૂતો પણ એકવીસમી સદીના બદલતા પ્રવાહમાં ભળે અને આગળ વધી શકે તે માટેમા પ્રયાસો શરુ થઇ ગયા છે.
આ પ્રયાસના ભાગરુપે જ બગસરા તાલુકાના નાના એવા સમઢિયાળા ગામના બે ખેડૂત પુત્રો, ભાર્ગવ ભાવેશભાઇ ડોબરિયા અને પિયુષ રમેશભાઇ ડોબરિયાએ એપ્લિકેશન બનાવી છે. ‘ખેડૂત નો કોઠાર’ નામની આ એપ્લિકેશન વડે ખેડૂતોને એક ડિજિટલ પ્લેટફોર્મ પુરુ પાડવાનો પ્રયાસ કર્યો છે. આ બંને યુવાનોનું સ્વપ્ન છે કે ખેતીપ્રધાન દેશનો ખેડૂત જે વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલો છે, તે ડિજિટલ બને. જેનાથી તેમની થોડી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની દલાલી ના ચૂકવવી પડે અને પોતાની વસ્તુની કિંમત પોતે જ નક્કી કરે એવા સારા ઉદ્દેયથી આ એપ્લિકેશન બનાવવામાં આવી છે.


ગટ તા. 13 ઓક્ટોબરના રોજ કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલાના વરદ્ હસ્તે આ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ ડોબરિયા પરિવારના કૂળદેવીના આંગણમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પરષોત્તમ રુપાલાએ જણાવ્યું કે આ એપ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે જેવી કાકડિયા, અશ્વિનભાઇ સાવલિયા, બગસરાના આગેવાનો તેમજ ખેડૂત ભાઇઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ એપ્લિકેશનની મદદથી ખેડૂતો પોતાની ખેતપેદાશ, ખેતી સાથે જાડાયેલા સાધનો અને ઓજારો તેમજ પશુઓની લે-વેચ કરી શકશે. અનાજ, કઠોળ, શાકભાજી, ઘી, ટ્રેક્ટર, સાંતી, બળદ, ગાય, ભેંસ વગેરે તમામ વસ્તુઓની લે વેચ થઇ શકશે. જેમની પાસે આ વસ્તુઓ હશે તેઓ આ એપમાં ભાવ અને વિગત સાથે પોસ્ટ કરશે. તો જેમને આ વસ્તુની જરુર હોય તેઓ એપમાં આ વસ્તુઓને જાઇને વેચનારનો સંપર્ક કરશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકાશે.

જાણો શું કર્યું પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ એકસાથે મળીને

કોરોના ની મહામારીમાં પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગામના સરપંચો ગામના આગેવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આપ સૌને દૂધ શાકભાજી વગેરે તકલીફ પડે છે કે કેમ તે બાબતે જણાવો તથા કોરોન્ટાઇન કરેલા વ્યક્તિઓ પોતાના ઘરમાં બેસે છે કે કેમ લોક ડાઉનની અમલવારી થાય છે કે કેમ તે બાબતે ગામના સરપંચો આગેવાનો સાથે વાતચિત કરેલ તથા તલાટી કમ મંત્રીઓ સરપંચો તમામ પદાધિકારીઓ વગેરે આ લોક ડાઉનની પરિસ્થિતિમાં સતત કામ કરી રહ્યા છે

આજરોજ પડધરી ગામ માં સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી, પડધરી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ કે એ જાડેજા સાહેબ તથા તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા પડધરીના અલગ-અલગ વિસ્તારમાં કલમ 144 ના જાહેરનામા મુજબ જનતા ને માહિતગાર કરાવેલ કે બિનજરૂરી કામ સિવાય ઘર બહાર નીકળવું નહીં ઘરની બહાર ટોરા કરી બેસવું નહીં પડધરી વિસ્તારના રહેવાસીઓને પડધરીમાં અનાજ કરિયાણું દૂધ વગેરે લેવા માટે મોટરસાયકલ લઈને ના આવવુ.

પડધરી મા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા જે એમ રાઠોડ જે 31 3 2020 ના રોજ રીટાયર્ડ થઈ ચૂક્યા હોવા છતાં આ કરોનાની મહામારીમાં સતત નોકરી ઉપર આવી અને એક દેશદાઝ બતાવી હતી તે બદલ તાલુકા વિકાસ અધિકારીએ તેમની કામગીરી ની પ્રશંસા કરી લીધી હતી

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

જાણો રાજકોટ કલેકટરે પ્રેસ મિટિંગમાં શું કહ્યું?

  • બેન્ક એકાઉન્ટ ખોલીને ચેકથી જ દાતાઓ પાસે થી ફંડ લીધેલ હતું
  • જાહેરાત પેટે મીડિયા ને પૈસા આપેલ હતા..8 વ્યક્તિ ને ૫૦- ૫૦ હજાર આપેલ છે
  • ચેક થી આપેલ છે માટે તમામ વાત ક્લિયર છે માટે ભ્રસ્ટાચારની વાત જ નથી

પેપર ને કહેલ કે અમારી લિમિટ ૫૦ હજારની છે આપના અખબારની જાહેરાતના ભાવ જાણાવો એમ કહ્યું હતું

બધા ને ૫૦-૫૦ હજાર જ આપેલ છે ..તમામ વ્યક્તિઓને જણાવેલ કે તમારી સંસ્થાના નામ પર ચેક આપીએ ..પરંતુ એ પત્રકારે પોતાના નામ ના જ ચેક આપવા જણાવેલ અને તે ઓથોરાઇઝ વ્યક્તિ હતા માટે જ તેમના નામથી પર્સનલ ચેક આપેલ..

મીડિયાને જે દિશામાં સમાચાર બતાવવા હોઈ એ હું કાઈ કહી નહિ શકું પણ આમા કાઈ ખોટું નથી થયું.. ચેક થી પેમેન્ટ અમે લીધા છે અને ચેક થી જ પેમેન્ટ આપેલ છે

લોકો પાસેથી પૈસા પડાવવાની કોઈ વાત જ નથી લોકો તથા સંસ્થા સાથે મિટિંગ કરીને જ ફંડ એકત્રિત કરેલ છે ..

પત્રકારોએ સામેથી અમોને કહ્યું હતું જાહેરાત માટે

જેને જેને સામેથી જાહેરાતની ઈચ્છા વ્યક્ત કરેલ હતી એ તમામ 8 અખબારોના પત્રકારોને અમોએ જાહેરાત આપેલ હતી

એક જ વાત હું જણાવીશ કે એક પણ રૃપિયાનું આમાં ખોટું નથી થયું ..આક્ષેપ કરવાનું સહેલું છે પણ આપ વિચારોકે ચેક પેમેન્ટમાં કઈ ખોટું નથી થયું

ધ્રોલમાં સંવિધાન બચાવો મંચ દ્વારા CAAના સમર્થનમાં રેલી યોજાઈ

  • સરકાર પાસે અરાજકતા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમનો કાયદો પસાર કરવામાં આવ્યો છે તે અનુસંધાને આ કાયદાનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતાં દેશદ્રોહીઓ સામે કડક કાર્યવાહી  અને આ કાયદાના સત્વરે અમલ કરી લાખો શરણાર્થીઓના હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઈસાઈ બંધુઓને ભારતીય નાગરિકતા અને સ્વાભિમાન પૂર્વક જીવનના તેમના અધિકારનું રક્ષણ કરવા માટે જે કાયદો ઘડ્યો છે તેના સમર્થનમાં  ધ્રોલ તાલુકામાં સવિધાન બચાવો મંચ દ્વારા ધ્રોલ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ધ્રોલ ગાંધી ચોકથી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી.  આ રેલીમાં એક હજારથી પણ વધારે લોકો જોડાયા હતા.

આ સમગ્ર કાર્યક્રમ સવિધાન મંચ ના આગેવાનો દ્વારા યોજવામાં આવ્યો હતો. ધ્રોલ પી.એસ.આઇ વી.કે.ગઢવી સાહેબ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

દેશના અનેક વિસ્તારમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. જયારે દેશના ઘણા એવા વિસ્તારો પણ છે જયાઁ આ કાયદાના સમર્થનમાં પણ લોકો રેલીઓ યોજી રહ્યા છે. તાજેતરમાં જામનગરના ધ્રોલ ખાતે સંવીધાન બચાવો મંચ દ્વારા આ કાયદાના સમર્થનમાં રેલી યોજી હતી. અને સાથો સાથ આ કાયદા અંગે ત્યજી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

સંવિધાન મેચ દ્વારા સરકાર પાસે માંગ પણ કરાઇ હતી કે નાગરીકતા સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કાયદાનો સત્વરે અમલ કરી લાખો શરણાર્થીઓને ભારતની નાગરીકતા આપી તેમના સ્વાભિમાનપૂર્વક જીવવાનો અધિકાર આપવાનું જણાવાયું હતું. 

આ સિવાય સંવિધાન બચાવો મંચ દ્વારા જણાવાયું હતું કે પડોશી દેશોના લધુમતિ શરણાર્થીઓને નાગરીકતા આપતા આ કાયદા માટે ભ્રમ ફેલાવીને અને દેશના લોકોને ઉશ્કેરીને આ કાયદાનો વિરોધ કરનારા દેશના સંવિધાનની અવમાનના કરી રહ્યા છે. સંસદના બન્ને સદનોમાં બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની સહી સાથે નાગરીકતા અંગેનું આ સંશોધન કાયદો બન્યો છે ત્યારે પડોશી દેશોના ત્રાહિત લધુમતિઓને નવું જીવન આપનાર આ કાયદાનો વિરોધ એ માનવતાનો વિરોધ છે.

ભારતના પડોશી દેશોમાં લધુમતિઓનું શોષણ જગ જાહેર છે. 1950 માં પાકિસ્તાનનમાં લધુમતિ હિન્દુ 23 ટકા હતા. જે આજે માત્ર 3 ટકા બચ્યા છે. બાંગ્લાદેશમાં 1947 માં 30 ટકા હિન્દુ હતા જે આજે માત્ર 8.6 ટકા છે. 2012ના એક રીપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં 70 ટકા લધુમતિ મહિલા શોષણનો ભોગ બને છે.

પડોશી દેશોની આવી નર્કની જીંદગીથી ભાગીને ભારત આવનારા આવા લાખો બંધુઓને સન્માન આપનાર નાગરીકતા સંશોધન અધિનિયમનું સંવિધાન બચાવ મંચે સમર્થન કર્યુ હતું.

15 વર્ષની સગીર છોકરી બની માં પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

કચ્છના નખત્રણા તાલુકાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ધટનામાં ધોરણ 10માં ભણતી છોકરીએ બાળકને જન્મ આપ્યો છે. જ્યારે પોલીસ તેના બાળકના પિતાની સોધ ખોળ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગય હતી. આ બાળકનો પિતા બીજો કોઈ નહિ પરંતુ છોકરીનો સગો નાનો ભાઈ નીકળ્યો હતો. બાળકને જન્મ આપનારી છોકરી 15 વર્ષની છે. હાલ તે સ્કૂલમાં 10 ધોરણમાં આભ્યાસ કરે છે. જ્યારે છોકરી સ્કૂલમાં હતી ત્યારે તેને પેટમાં દુઃખતું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને તેણે હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.

આ છોકરી દુષ્કર્મનો ભોગ બની હોવાનો શંકા ડૉક્ટરને જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં હકીકત સામે આવી તે જાણી સૌ કોઈ ચોંકી ગયા હતા. જેમાં સામે આવ્યુ કે, પોતાના સગા નાના ભાઈનો શિકાર બની છે.

ત્યાર બાદ પોલીસે આ મામલે પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, પીડિતાના બાળકનો પિતા તેનો જ 14 વર્ષનો સગો નાનો ભાઈ છે.

પોલીસ અધિકારી જયેન્દ્ર ઝાલાએ આ મામલે જણાવ્યું હતુ કે, પીડિતાના માતા-પિતા ખેત મજૂર છે. પીડિતા પર દુષ્કર્મ કરનાર તેનો નાનો ભાઈ ઘરમાં જ રહે છે. તેના ભાઈએ ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે, મોબાઈલમાં ક્લિપ અને ટીવી જોઈને તે આવું કૃત્ય કરવા માટે પ્રેરાયો હતો.

પીડિતાના માતા-પિતાને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે પોલીસને તેમના દીકરા વિરુદ્ધ પગલા લેવાની ના પાડી હતી. હાલમાં પીડિતા અને તેના નવજાતને ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી માટે બાળકના DNA સેમ્પલ પણ લેવામાં આવ્યા છે

આ રીતે બનાવો તમારા દિવસની દિનચર્યા સવિશેષ…

મારા વ્હાલા મિત્રો..આજનો વિષય મેં બહુ જ વિચારીને પસંદ કર્યો છેકે, એવું તો શું પીરશું, આજે આ લેખમાં કે તમામ વાચકવર્ગને ઉપયોગી થાય. ત્યારે મારા મનમાંથી અવાજ આવ્યો કે જેનું બધાની જીંદગીમાં ખુબ જ મહત્વ રહેલુ છે. તે છે આપણા સહુની દિનચર્યા. આપણે બધા જાણીએ છીએ કે જો દિવસની શરૂઆત સારી થાય તો આપણો આખો દિવસ સારો જાય છે. કયારેક દિવસ ખરાબ વીતે ત્યારે બધા દોષનો ટોપલો અન્ય પર ઢોળે છે કે આજે તો કોનું મોઢું જોયું? તો દિવસ આવો વીત્યો. પણ ભલા માણસ, કયારેય એ વિચાર્યુ કે દિવસની શરૂઆત સુધારીએ તો સઘળું સારું થાય. પોતાનું તો થાય જ પણ સાથે બીજાનું પણ થાય. તો આજથી બધા પોતાની જાતને જ વચન આપો કે, હું આજથી જ મારી દિનચર્યામાં સુધારો લાવીશ.

સવારમાં ઉઠતાની સાથે જ પહેલું કામ તમને ગમતું કરો. કોઈને સંગીત સાંભળવાનો શોખ હોય, કોઈને પ્રકૃતીનો આનંદ ઉઠાવવાનો શોખ હોય, કોઈને સવારમાં ભક્તિ કરવાનો શોખ હોય. આમ આ પ્રકારના ઘણા શોખ હોય લોકોને..તો કહેવાનું મન એ થાય કે સવારમાં એક વાર પોતાના માટે જીવો..પછી તો આખો દિવસ બીજા માટે જ ભાગદોડ કરશો.

મનથી એક વિચાર કરજો કે તમારાથી અન્ય જીવ બને ત્યાં સુધી દુઃખી ન થાય. બીજાને મદદ કરવી. બીજાને સારા વિચારો આપવા..આ બધુ તમારા દિનચર્યામાં સામેલ કરો. આમ કરતા કરતા તમારો દિવસ ખુબ જ મંગલમય પસાર થશે.

દિવસ પસાર કર્યાનો સંતોષ મળશે. પરીવાર સાથે સમય પસાર કરો. બાળકો સાથે આનંદ કરો. માતા-પિતાને માન આપો. આ બધુ કરતાની સાથે દિવસની પુર્ણતા પર આવીએ તો રાતે જ્યારે પથારીમાં સૂવા જઈએ ત્યારે આંખો બંધ કરીને શાંત ચિતે આખ દિવસનો રીકેપ જોઈ જવો એટલે કે આપણે સમજી શકીએ કે દિવસ દરમીયાન કઈ કઈ ભુલ થઈ છે…જેથી એ ભુલનું પુનરાવર્તન વારંવાર ના થાય. બસ, મિત્રો નાનકડું પરીવર્તન પોતાના માટે. અને જીવન જીવ્યાંના સંતોષ  અને સર્વસ્વ સુખ માટે.

જાગૃતિ અજય ચાચાપરા

ધ્રોલમાં આ કારણે છે ટ્રાફિકની સમસ્યા

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ થી જોડિયા તરફ જવાના મેઇન રોડની બાજુમાં લાઈન નાખવા માટે નહેર ગારવામાં આવી છે જેના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નહેર છેલ્લા સાત થી આઠ દિવસથી ખોદી નાખવામાં આવી છે. તેનો કાટમાળ માટી અને પથ્થર રસ્તા પર નાખવામાં આવ્યા છે. જેના કારણે અડધો રસ્તો બ્લોક થઈ ગયે છે. એક તો પહેલેથી જ ધ્રોલ ની મેઈન બજાર નો રસ્તો સાંકડો છે. તેમાં આ નહેરની માટી રોડ ઉપર નાખી હોવાથી સામસામે બે ભારે વાહનો નીકળી શકતા નથી.

જેના કારણે દિવસમાં અવારનવાર ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે. આ ટ્રાફિક સમસ્યાને લઇ ધ્રોલ તાલુકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ રોડ પર સવારના 9 થી સાંજના 8 વાગ્યા સુધી મોટા અને ભારે વાહનોને નિકળવા પર પ્રતિબંધ છે. પરંતુ તંત્રની બેદરકારીના ઘણા બધા હેવી વાહનો નીકળે છે તો પ્રતિબંધિત વિસ્તારમાં જો આવા હેવી વાહનો નીકળે તો જવાબદાર કોણ ? આ ભારે વાહનો સામસામે આવી જતાં ટ્રાફિક સમસ્યા ઓ ઉત્પન્ન થાય તો એમ્યુલન્સ કે 108 ને પણ આ ટ્રાફીકમાંથી નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગતરોજ ધ્રોલ ગાંધી ચોક પાસે ટેન્કર અને અલ્ટો વચ્ચે અકસ્માત થયો હતો. જેના લીધે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે રોલ વચ્ચેથી ભારે વાહનો ચલાવવાની મનાઈ છે. તેમ છતાં પણ ભારે વાહનો ચલાવવામાં આવે છે. આ પહેલા પણ એસટી અને ટ્રક વચ્ચે ઘર્ષણ થયું હતું તેમ છતાં હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. શું ધ્રોલ તાલુકા પોલીસ ઊંઘી રહી છે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

આ રોડ પર આવેલા વેપારીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓના ધંધા-રોજગાર પર છેલ્લા આઠ થી દસ દિવસથી આ ખૂબ જ માઠી અસર પડી છે સ્થાનિક વેપારીઓ અને મુસાફરોને ને માંગ છે કે ઝડપથી અને સારી ગુણવત્તા થી આ કામ પૂરું થાય તો વેપારીઓના ધંધા રોજગાર ફરીથી ચાલવા માંડે અને મુસાફરોએ દરરોજની ટ્રાફિક સમસ્યાઓથી હેરાન થવું ન પડે

જન્મ દિવસની ઉજવણી કરવી હોય તો કંઈક આવી રીતે

મૂળ ઉનાના અને સૌરાષ્ટ્રના જાણિતા પર્યાવરણ પ્રેમી પ્રોફેશનલ એંકર  અમદાવાદમાં  સોફ્ટવેર એન્જિ.ની ફરજ બજાવતા હાર્દિક સુધીરભાઈ મહેતાએ પોતાની જન્મદિવસ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમુદ્રી જીવો અને પર્યાવરણને બચાવવાના ઉમદા ઉદ્દેશ થી પ્રસિદ્ધ પર્યટન સ્થળ સર્કેશ્વર બીચની પ્લાસ્ટિક અને અન્ય કચરાની સફાઇ કરી ઉજવ્યો હતો.

હાર્દિક મહેતાએ તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સફાય પહેલા થયેલા અને સફાય પછી તસવીર શેર કરી હતી. જે વાયરલ થઇ રહી છે હાર્દિક મહેતાએ યુવાપેઢીને બર્થ  ડે પાર્ટી પાછળ અધધ ખર્ચા કરવાના સ્થાને પર્યાવરણ અથવા માનવતાના ઉદ્દેશથી ઉજવવાની અપીલ કરી હતી.

હાર્દિકે જણાવ્યું હતું કે, તેઓ નાનપણથી જ વૃક્ષો અને પ્રાણીઓ વચ્ચે મોટા થયો છે. હંમેશા પર્યાવરણ પ્રત્યેનો સારા કાર્યો માટે સમય આપ્યો છે. આ પહેલાના તેમના જન્મદિવસે અમદાવાદ અંધજન મંડળના બાળકોને જીવન જરૂરી વસ્તુ આપીને, વૃક્ષો  વાવી, જીવન ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરી, પક્ષીઓ માટેના પરબ બનાવી ઉજવેલો અને પોતાના મિત્રોને પણ પ્રોત્સાહિત કર્યા છે.