કોરોનાના કહેરથી દેશમાં મરતા લોકો વચ્ચે પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામના પાઠવી કેવી રીતે ??

17 સપ્ટેમ્બર 2020ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે વડાપ્રધાન હંમેશા 70 વર્ષની ચર્ચા કરતા હોય છે કે 70 વર્ષમાં બીજી સરકારોએ શુ કર્યું ? પરંતુ છેલ્લા 70 વર્ષમાં અન્ય સરકાર ન કરી શકી તે સરકારે માત્ર 7 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં મોદી સરકારે કરી બતાવ્યું.

નરેન્દ્ર મોદીએ દેશમાં સતા કઇ રીતે મેળવી અને કઈ રીતે પોતે કામગીરી કરી રહ્યા છે તે સૌ કોઈ જાણે છે. છેલ્લા 7 વર્ષમાં એટલે કે મોદી શાસનમાં સૌ કોઈને શિસ્તમાં એટલે કે લાઈનમાં ઉભા રહેતા શીખડાવી દીધું છે. મોદી સરકારે 2014માં સતા મેળવી દેશભરમાં પ્રથમ નિર્ણય કર્યો કે 2014નાં રોજ પ્રધાનમંત્રીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું હતું. અને દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં ફોટો પડાવવા માટે લાઈનોમાં લોકોને ઉભા રાખી દીધા. હજુ 7 વર્ષના સમયગાળામાં ગુજરાત મોડેલ સ્વચ્છ થઈ શક્યું નથી.

ત્યાર બાદ 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાન મંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો અને નોટબંધી જાહેર કરી જેથી દેશની જનતા બેંકોની લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બની. 50 દિવસનો સમય માંગનારા વડાપ્રધાને દેશની જનતાને સમય ન આપ્યો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂત, વેપારીઓ, મહિલાઓ તમામને હેરાન-પરેશાન કરી નાખ્યા,

ત્યાર બાદ 1 જુલાઈ 2017ના રોજ દેશમાં GST લાગુ કર્યો અને વેપારી વર્ગને લાઈનમાં ઉભો રાખી દીધો. તેમજ GST લાગુ કર્યા બાદ વેપારીઓ કંગાળ બન્યા અને બેરોજગારીના દરોમાં પણ ઐતિહાસિક વધારો થયો. વેપારીઓ અને યુવાનો નિરાશામાં ડૂબ્યા, અને ઠેર ઠેર વેપારીઓનો માલ અટકી જતા વેપારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો…

મોદી સરકારના રાજમાં બેરોજદારી દર વધતા ઠેર ઠેર યુવાન પુરુષો અને મહિલાઓએ રોજગારી મેળવવા માટે ઠેર ઠેર નાના એવા ભરતીના આકડાઓમાં પણ લાંબી લાંબી લાઈનો લગાડી હતી. ત્યારે છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી પણ મોદી સરકારના રાજમાં દેખાઈ છે… 2017-18માં સાડા ત્રણ ગણાથી વધીને 17.4 ટકા સુધી બેરોજગારી પહોંચી ગઈ હતી. વર્ષ 2018માં દેશમાં 1.1 કરોડ લોકોએ પોતાની નોકરી ગૂમાવી દીધી હતી. અને ભારતમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજદારી દર પણ નોંધાયો હતો…

વર્ષ 2020માં મોદી સરકારે દેશના નાગરિકોના હિતમાં લોકડાઉન જાહેર કર્યું અને લોકોને શાકભાજી અને કારીયાણું લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રાખી દીધા . તેમજ ભારતભરના વ્યસનોએ પણ પોતાની વ્યસનની પ્યાસને બુજાવવા માટે ઠેર ઠેર લાંબી લાઈનોમાં ઉભા રાખી દીધા હતા. અને લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન આપવા માટે પણ સસ્તા અનાજની દુકાનદારો બહાર લાઈનો લગાડી દીધી હતી….

અને અંતે છેલ્લે લોકડાઉન પૂર્ણ થયું અને અનલોક જાહેર કરાતાની સાથે જ કોરોનાનો રાફડો ફાટ્યો, કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી. લોકોને લાઈનો લાગતા યોગ્ય સારવાર ન મળતા અનેક લોકો મોતને ભેટ્યા હતા. કોરોનાને કારણે અનેક લોકોના મોત થતા સ્મશાન ખાતે પણ લાઈનો લાગી છે અને મર્યા પછી પણ લાઈનો પૂર્ણ થતી નથી. ત્યારે એક બાજુ દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનને કઇ રીતે શુભેચ્છા પાઠવી શકું ? અને જો વડાપ્રધાન જન્મદિવસની શુભેચ્છાની આશા રાખી રહ્યા હોય અને તેમના પ્રશંસકો શુભેચ્છા પાઠવે તો તેનાથી વધારે શરમની વાત બીજી કોઈ હોઈ ન શકે….. ત્યારે હવે લોકોના મૃત્યુની પણ લાઈનો લાગી છે ત્યારે આગામી સમયમાં અન્ય લાઈનો ન લગાડે તેવી જ જન્મદિવસ નિમિત્તે આશા રાખીએ.

GST વિભાગના ફટાકડાના વેપારીઓને ત્યાં દરોડા, રૂ 2.26 કરોડની કરી વસુલાત

હાલ માહિતી મળ્યા અનુસાર દિવાળીના મંદીના માહોલ વચ્ચે સ્ટેટ જીએસટી વિભાગે ગત શનિવારે ચાર મોટા શહેરમાં ફટાકડાના ૧૫ જેટલા જથ્થાબંધ વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા. આ દરોડામાં બોગસ કાચા બીલો મળી આવતા કરચોરી ખુલ્લા પડી અને સાથો સાથ ફટાકડાના સ્ટોલોમાં પણ ગોટાળા છત્તા થયા છે

ચાર દિવસની તપાસ પૂર્ણ કર્યા બાદ રાજ્યના ૧૫ સ્થળો પર તપાસ દરમ્યાન અધિકારીઓએ રૂ.2.26 કરોડની વસુલાત કરી છે.

શીવ ક્રેક્સ. સુરત 55.27 લાખ

આઇ.બી ટ્રેડીંગ વડોદરા. 32.74 લાખ

શ્રીરામ ફાયર વર્કસ રાજકોટ 22.42 લાખ

રામદેવ ટ્રેડર્સ અમદાવાદ 21.24 લાખ

મધુ સ્ટોર્સ અમદાવાદ 17.74 લાખ

લક્ષ્મી જનરલ સ્ટોર્સ ભિલાહ 17.72 લાખ

શ્રીનાથજી ક્રેકર્સ વડોદરા 11.48 લાખ

અન્ય વેપારીઓ — 47.71

કુલ — 226.32 લાખ