શું ગુજરાત કરતા રાજકોટમાં વધુ છે કોરોનાના મોત…??

ભારતભરમાં કોરોના વાઇરસ બેકાબુ બન્યો છે.લોકો ભયના નીચે જીવી રહ્યા છે.  દેશભરમાં અત્યાર સુધી 33 લાખ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે તો  60,000 કરતા વધારે લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 90 હજાર સુધી પોઝીટીવ કેસ પહોંચી જવા પામ્યા છે. જયારે 3,000 જેટલા લોકોના મોત થયા છે.

જ્યારે 26 ઓગસ્ટને બુધવારના એક જ દિવસના રોજ દેશમાં 60,592 પોઝિટિવ કેસ તો 980 લોકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. ગુજરાતમાં એક જ દિવસમાં 1197 પોઝીટીવ કેસ તો 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

જ્યારે સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટમાં બુધવારના રોજ 23 લોકોના મોત થયા છે તેમ મીડિયાએ ચલાવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે રાજકોટ અને આસપાસના જિલ્લાના થઈ 20 મોત જાહેર કર્યા હતા. એટલે કે રાજકોટમાં 20 મોત અને ગુજરાતમાં 17 મોત ? આ પહેલા પણ અનેક વખત પોઝીટીવ કેસ જાહેર ન કરવા બાબતે તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે પણ નેતાઓએ અને અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું…..

રાજકોટમાં કોરોનાને કારણે 20 મોત જાહેર થયા જ્યારે ગુજરાતમાં 17 મોત જાહેર કરાતા વડાપ્રધાનના હોમ ટાઉન ગુજરાતમાં મોતના આંકડા છુપાવવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું મુખ્યમંત્રીનું હોમ ટાઉન રાજકોટ એ ગુજરાતમાં નથી આવતું ? અને શા માટે તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે લોકોનો ભોગ લઇને આંકડાઓ છુપાવી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે હવે આ સંવેદનશીલ સરકારની વાતો કરી ‘રૂપાણી’ સરકાર સાચા આંકડા જાહેર કરશે કે પછી આંકડાઓની માયાજાળ વધુ ગૂંથશે…. ??? તે આગામી સમયમાં જોવું રહ્યું….

માનવતાની મહેકની કલમે

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે.

નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની ખાતે રહેતા એક પુરૂષને અને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આપતા ફરી કોરોનાએ જામનગર તંત્રની ચિંતામાં વઘારો કર્યો છે.

જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણના કારમે અમુક વિસ્તારોમાં ફરી લોકડાઉનની સ્થિતિ લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ અમલી કરવામાં આવી રહી છે. તેમજ જામનગર વહિવટ તંત્ર દ્વારા લોકોના કામ સીવાઈ બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં લોકો કોરોના સામેની લડાઇમાં બેજવાબદારી સાથેનું વર્તન કરતા પણ નજરે પડે છે.

હાલ પણ દેશ – દુનિયામાં કોરોનાનો જપેટમાં છે. કોરોનાને સહેલાઈ થી લઈ શકાઈ તેમ નથી. પોતાની અને પાતાના પરીવારના સ્વાસ્થ્યની રક્ષા કાળજી લઇને રાખો, કોરોના માર્ગદર્શીકાનુ પાલન કરો અને કોરોનાને માત આપો આજ રસ્તો છે કોરોના સામેની લડાઇ જીતવાનો

આ દેશે કોરોનાની દાવાનુ હ્યુમન ટ્રાયલની કરી જાહેરાત, ચાલુ વર્ષે દવા મળશે

  • બહુ જલ્દી કોરોનાની દવા અને રસી મળશે
  • પ્રથમ તબક્કાનું ટ્રાયલ શરુ

અમેરિકાની કંપની બાયોટેકનોલોજી કંપની ‘નોવાવૈક્સ’ ને કોરોનાની બહુ જલ્દી કોરોનાની દવા અને રસી મળશે તેમ જણાવ્યુ છે તે કંપનીના મુખ્ય સંશોધનકર્તા ડો.ગ્રિગોરી ગ્લેને જણાવ્યું હતુ કે કંપનીએ પ્રથમ તબક્કાની ટ્રાયલ શરૂ કરી છે જેમાં મેલબોર્ન અને બ્રિસ્બેન શહેરોના 131 સ્વયંસેવકો પર દવાનુ પરીક્ષણ કરવામાં આવશે.

ગ્લેને ‘નોવાવૈક્સ’ મેરીલેન્ડ હેડક્વાર્ટરની ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે અમે ડ્રગ્સ અને રસીને એકસાથે બનાવવાનો વિચાર એટલા માટે કરી રહ્યા છીએ કે અમે બતાવી શકીએ કે તે આ કેટલી અસર કારક છે અને વર્ષના અંત સુધીમાં આને લોકો માટે  ઉપલબ્ધ કરવી શકીએ.

નોવાવૈક્સે ગત મહિને જણાવ્યુ હતું કે અમે, જે દવાઓ બનાવીએ છીએ તેમાં વાયરસને સ્પર્શતા પણ નથી. ઉલ્લેખનીય છે કે, નોવાવૈક્સ નેનોપાર્ટિકલ શરદીની દવા બનાવે છે.

રાજ્યમાં કોરોનાની કામગીરીને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારની કરી ટીકા, ગરીબ લોકોની જિંદગીની કાઈ કિંમત નથી?

રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લાગાવી છે. હાઈકોર્ટે નિરીક્ષણ કરતા રાજ્ય સરકારને કહ્યુ છે કે, ગુજરતની સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો વિષય છે.

વધુમાં ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, સરકારે તમામ સુવિધાઓ યુદ્ધને ધોરણે પૂરી પાડવી પડશે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર સામે કડક અસંતોષ રજૂ કર્યો એની પાછળ એક રેસિડેન્ટ ડૉકટરે લખેલો પત્ર પણ કારણ ગણાવવામાં આવ્યો છે.

ત્યારે કોરોનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટિશન પછી ગુજરાત સરકારે આ અંગે લીધેલા પગલાંની તાત્કાલિક જાણ કરવા માટે સમય માગ્યો હતો. તેમજ ગુજરાત સરકાર વતી સરકારી વકિલ મનીષા શાહે કોર્ટને કહ્યું હતું કે, અમદાવાદમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને છઠ્ઠી મેથી યુદ્ધના ધોરણે પગલાં લીધા છે.

તેમાં સરકારે કુલ 42 હૉસ્પિટલમાં 50 બેડ ટકા કોરોના માટે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા સરકારે 23 હૉસ્પિટલ સાથે જે એમઓયુ કર્યા હતાં તેને એક્સ્ટેન્ડ કર્યા છે. ચારના એમઓયુ બાકી છે અને આઠ હોસ્પિટલ એવી છે કે જેને સરકાર સાથે એમઓયુ કરવામાં રસ નથી.

આ રીતે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે કોરોના, રિસર્ચમાં આવી ચોકાવનારી માહિતી

વિશ્વમાં કોરોના મહામારીથી આતંક ફેલાઈ ગયો છે. ત્યારે કોરોના વાયરસ અંગે દરરોજ નવી નવી વાત સામે આવી રહી છે. એકવી જ એક માહિતી યૂનિવર્સિટી ઑફ હોંગકોંગ તરફ મળી રહી છે. કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા સંશોધનમાં એવી વાત સામે આવી છે કે કોરોના વાયરસ માણસની આંખથી શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. સાર્સ અને બર્ડ-ફ્લૂની સરખામણીમાં કોવિડ નાક અને આંખથી 100 ગણી વધારે ઝડપથી મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે.

આ રિસર્ચના અધ્યક્ષ ડોક્ટર ચાને જણાવ્યું કે, મનુષ્યની શ્વસન પ્રણાલી અને આંખોની કોશિકાઓની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે SARS-Cov2 વાયરસ વ્યક્તિની આંખ અને શ્વાસા દ્વારા સાર્સ અને બર્ડ ફ્લૂથી પણ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે.
રિસર્ચ સામે આવ્યા બાદ કોવિડ-19થી બચવા માટે લોકોને આંખોને વારંવાર સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ હાથને થોડા થોડા સમયે સાબુ અને પાણીથી ધોતા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

સણોસરા ગ્રામ પંચાયતની કોરોનાની મહામરી સામે સરાહનીય કામગીરી

સણોસરા ગ્રામ પંચાયત દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનનું પૂર્ણ રીતે પાલન કરવામાં આવી રહ્યું છે, તેમજ સમસ્ત ગ્રામજનોને પોસ્ટર તેમજ નોટીસ બોર્ડ ઉપર COVID-19 વિશે જાગરૂકતા ફેલાય તેવા સૂત્રો લખવામાં આવ્યા છે. અને કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ના તમામ તકેદારી રૂપ પગલાં સણોસરા ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવી છે. સમપૂર્ણ ગામને સેનિટાઇઝ કરવામાં આવ્યુ હતુ.

તેમજ ગામના મુખ્ય રસ્તા પર બોડ લગાડવામાં આવ્યુ છે. તેમાં જણાવામાં આવ્યુ છે કે બહાતથી આવતા ફેરીયા અને શાકભાજીવાળાને ગામમાં આવવા પર સખત મનાઈ ફરમાવામાં આવી છે

તેમજ સણોસરા  ગ્રામ પંચાયત દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ સમાજમાં લોકડાઉનને લઈને કોઈ અરાજકતા કે અફવા ન ફેલાય તેની પણ પૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. સમગ્ર દેશ COVID-19  (કોરોના વાયરસ) રૂપી મહામારી સામે જુસ્સા થી લડી રહ્યા છે.

કોરોના ભારતમાંથી વિદાય લેશે, પરંતુ જીવનની અમૂલ્ય ક્ષણોમાં તમે શું શીખ્યા?

કોરોના ની વિદાય તો નિશ્ચિત છે કોરોના દરમિયાન આપણે આપણા જીવનના અમૂલ્ય ક્ષણો માં શું શીખ્યા તેની ઝાંખી કરાવતી ગઈ .આમ તો વિપદા મનુષ્યને સમય અનુસાર બોધ આપતી હોય છે.

સમગ્ર વિશ્વ કોરોના’ ની આફતમાં છે શું શીખશે તેની ખબર નથી પરંતુ મારા ભારતીય નાગરિકોને ઘણી બાબતોને ઠોકર સાથે સમજણ આપે છે આધુનિકતા તરફની દોડને કારણે આપણે આપણી મૂળ પરંપરા ભાતીગળ રિવાજોને ભૂલી પશ્ચિમી દેશોનું આંધળુ અનુકરણ કરતા હતા. એ સમયે કોરોના આપણને બ્રેક મારી તે તરફ જતા અટકાવ્યા છે. કોરોના ક્યારે અટકશે અને કેટલા લોકો તેમાં તેનો જીવ ગુમાવશે એ હાલમાં અનુમાન કરવું તો થોડું મુશ્કેલ છે પરંતુ કોરોના મારા ભારત દેશમાંથી વિદાય લેશે ત્યારે દરેક ભારતીયોને નવી દિશા અને સાચી અને સચોટ જૂની પદ્ધતિ ઓ આપીને જશે.

નંબર 1 આપણી જૂની પરંપરા હતી કે જ્યારે આપણે બહારથી ઘરમાં આવીએ ક્યારે આપણા પગરખા બુટ ચંપલ બહાર ઉતારી પછી જ ઘરમાં પ્રવેશ કરતા અને હાથ-પગ ધોઈ અને ઘરમાં પ્રવેશ કરતા અત્યારે અનેક ઘરોમાં બુટ ચંપલ પહેરીને ફરવું એ સહજ સામાન્ય બની ગયું છે હાલમાં કોરોના એ શું સાચું છે. એ જૂની પરંપરાનો ખ્યાલ આપી માણસને સાચી સમજણ અને સાચી દિશા આપી છે.

નંબર 2 પશ્ચિમી દેશોનું અનુકરણ કરતા આપણે ફાસ્ટ ફૂડ અને અનેક પ્રકારના ઠંડા પીણાની પીવાની શરૂઆત કરી જરૂરિયાત બનાવી દીધી હતી પરંતુ કોરોના સારવાર કરનાર વિશ્વના તબીબી નિષ્ણાતો હવે કોરોના સામેની લડાઈમાં ઘર નો ખોરાક અને ગરમ પાણી વધુ અસરકારક હોવાનું બતાવી રહ્યા છે.

નંબર 3 માણસને જીવન જીવવા માટે બહુ આવશ્યક ચીજવસ્તુઓ અથવા બહુ પૈસાની જરૂર નથી ઓછી આવશ્યક ચીજવસ્તુઓ પડે પણ ઉત્તમ જીવન જીવી શકાય છે એ આપણને લોકડાઉન એ શીખવ્યું કે ખાવાપીવાના ખર્ચ સિવાય આપણે વધારાનો ખર્ચ જરૂરી હોતો નથી. સાપ્તાહિકમાં રજાના દિવસે હોટેલ રેસ્ટોરન્ટ માં ગયા વગર પણ જિંદગી અમૂલ્ય રીતે પસાર કરી શકીએ છીએ.

નંબર 4 આજના મનુષ્ય પાસે સમય નથી તેઓ કારણ આપે રાતદિવસ જોયા વગર દોડતા માણસને લોકડાઉન શીખવી ગયું કે આપણી પાસે પોતાના માટે સમય તો હોય છે હું એ ભમ માં જીવું છું કે હું દોડીશ તોજ ચાલશે અત્યારે ભારતીય નાગરિકો લોકડાઉન પરિસ્થિતિમાં ઘરમાં છે સાથે ઘણા દેશોમાં પણ લોકડાઉન છે છતાં દુનિયા તેની ગતિમાં ચાલે છે.

નંબર 5 પોતાના સ્વજનો પણ એઠુ
ખાવું પીવું નહીં આપણી ધાર્મિક ટકોર હતી પરંતુ આધુનિકતાની લપેટમાં આવેલો મનુષ્ય એ માન્યતાને ફગાવી દીધી હતી પણ આ સમયે ધાર્મિક ટકોર સાબિત કરી આપ્યું કે કોઈની થયેલી બીમારીનો છે બીજાને લાગે નહીં એ માટે ધાર્મિક ટકોર હતી.

નંબર 6 સામાન્ય રીતે કોઈના મૃત્યુબાદ આપણે મૃતકના સંસ્કાર બાદ પોતાના ઘરે પાછા ફરતા ત્યારે ઘરમાં કોઇ સ્પષ્ટ કર્યા વગર આપણે સ્નાન કરી લેતા એ પરંપરાને મનુષ્ય ભૂલી ગયો હતો પરંતુ કોરોના સમયે આ પરંપરા ની સાવચેતી તબીબી નિષ્ણાંતોએ નિષ્ણાંતોએ સાબિત કરી આપ્યું કે મૃત્યુ પ્રસંગે ગયા બાદ સ્નાન કરવું આપના આરોગ્ય માટે ખૂબ હિતાવહ છ

ધારાશાસ્ત્રી દેવ સ્વામી ના જય સ્વામિનારાયણ

એક કોરોના દર્દી કે જેને સાજા થઇ ગયા હોવા છતા ઘરે જવુ નથી ગમતું . . .

  • આઇસોલેશન વોર્ડ્ની બહાર ફરજ પરના ડોક્ટર્સના ગ્રુપે બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક


રાજકોટમાં વધુ બે કોરોના પોઝીટીવ દર્દી નેગેટીવ થઇ જતાં હોસ્પીટલમાંથી રજા અપાઇ
રાજકોટ તા. ૫ એપ્રિલ , “ કોરોના જેવી મહામારીમાંથી સાજા થઇ ગયાનો આનંદ ચોક્કસ છે પરંતુ હવે ઘરે જવુ નથી ગમતું, અને જો મને પરવાનગી આપવામાં આવે તો મારે અહીં અન્ય દર્દીઓની સારવારમાં મારાથી બનતી સેવા આપવી છે. આ ૧૩ દીવસમાં અહીં જે સારવાર આપવામાં આવી છે એ માટે હું સમગ્ર હોસ્પીટલ સ્ટાફનો આભાર માનુ છું. કોરોનાનો મને ભય હતો અને ભગવાન અને ડોક્ટર પર મારો ભરોસો પણ હતો તેમાં બા બા કરતો અહીનો સ્ટાફ જાણે મારો પરીવાર બની ગયો છે.” આ શબ્દો છે

વિમળાબેન હર્ષદભાઇ કાનાબારના , તેમને તથા તેમના પુત્ર કૌશલભાઇને કોરોના પોઝીટીવ આવતાં ૧૩ દીવસ પહેલા સીવીલ હોસ્પીટલ રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ વિમળાબેન ને તો ડાયાબીટીસ, હાઇપર ટેન્શન અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ પણ ખરી અને ઉંમર પણ ૭૫ જેવી તેને રીકવરી આવવી અને તે પણ આટલી ઝડપથી તે માટે રાજકોટ સીવીલ હોસ્પીટલના તબીબો દ્વારા થયેલ ચમત્કાર જ તેઓ ગણાવે છે.

ડો. આરતી ત્રીવેદીના માર્ગદર્શન હેઠળની આજ ફરજ પરની ડોકટર્સની ટીમે આજે વિમળાબેન ને હોસ્પીટલમાંથી અપાયેલ રજાને યાદગાર બનાવી દીધી હતી ફરજ પરનાં ડોકટર્સ સર્વશ્રી પ્રફુલ દુધરેજીયા, હિરલ મકવાણા, તપન પારેખ, એક્તા આરતીવાણી, યોગેશ કટારીયા, ઉજ્જવલ યાદવ, સચીન કંદાકોર અને ચંદ્રજીત સોલંકીની ટીમે આઇસોલેશન વોર્ડ્ની બહાર બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક બની ગયું હતું.

માહિતી ખાતા સાથે વાત કરતા તેમણે આ ડોક્ટર્સની ટીમને પોતાનો પરિવાર ગણાવ્યો હતો અને ઉમેર્યુ હતુ કે સરકારી હોસ્પીટલ માટેનો મારો ખ્યાલ બદલાઇ ગયો છે. નાની મોટી કોઇપણ તકલીફ માટે આખી જિંદગી પ્રાઇવેટ હોસ્પીટલમાં દોડી જતાં પણ આવા ડોક્ટર્સ અને આટલી સુવિધાઓ તો કોઇ મોટી હોસ્પીટલમાં પણ ના મળે વિદેશમાં પણ આવી સરકારી હોસ્પીટલ નહીં હોય.

વિમળાબેનનાં પુત્ર કૌશલભાઇ પણ સાથે જ સારા અને ફીટ થઇ ગયેલ હોય બન્ને ને સાથે જ રજા આપવામાં આવી હતી તેમણે માહિતી ખાતાના પ્રતિનિધી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે અહીં વિશ્વની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. અહીં ની ચોખ્ખાઇ અને સ્ટાફ્ની ડીસીપ્લીન સરાહનીય છે. સ્વીપર થી લઇ ને ડોકટર સુધીના તમામ પોતાની ફરજ ખુબજ શ્રેષ્ઠ રીતે બજાવે છે આ માટે તેમણે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

હોસ્પીટલમાંથી રજા આપ્યા બાદ તેઓને તેમની ઇચ્છા મુજબ તેમના પરીવારના બે સભ્યો શ્રી હર્ષદભાઇ તથા અભીગ્નાબેન કે જેઓ રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ ત્રીમંદીર ખાતે ક્વોરોન્ટાઇન કરવામાં આવેલ છે ત્યાં જવાની વાત કરતાં સરકારી એમ્બ્યુલન્સમાં રાજકોટ મહાનગરપાલીકાના નાયબ આરોગ્ય અધિકારી ડો મનીષ ચુનારા અને આરોગ્ય અધિકારી ડો. નિશીતા સૌમૈયાના વડપણ હેઠળ ત્યાં પહોચાડવામાં આવેલ જ્યાં તેઓને પણ અલાયદો રુમ ફાળવી આપવામાં આવેલ. તેમનો પરીવાર લાંબા સમય પછી મળેલ હોઇ સહુ કોઇએ આનંદની લાગણી પ્રગટ કરેલ.
કેતન દવે

ગુજરાત પોલીસ/ એક હાથમાં કાયદો તો બીજાહાથમાં કરૂણા

  • કોરોના વાયરસના કારણે જ્યારે ભારતભરમાં લોકડાઉન પરીસ્થિતી છે ત્યારે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી

ગુજરાતમાં પોલીસ કાયદાનુ પાલન પણ કરાવે અને લોકોની સેવા પણ કરે છે. જેનું ઉદાહરણ રાજકોટ તાલુકાનું પડધરી પોલીસ સ્ટેશન આપી રહ્યું છે, જે એક તરફ લોકડાઉનનુ અમલ પણ કરાવી રહ્યા છે. બીજી તરફ ગરીબ લોકોને કરિયાણું, ફુડ પેકેટ તેમજ જમવાની વસ્તુ પણ પહોંચાડી રહ્યા છે.

પડધરી પોલીસ લોકડાઉનનુ અમલ કરાવતા લોકોને સજા અને ગાડીઓના મેમા પણ આપે છે. આ લોકડાઉનમાં લોકો ઘરમાં રહે તે માટેની કાર્યવાહી પણ કરવામાં કોઈ કશર નથી છોડતી પડધરી પોલીસ. ત્યારે બીજી તરફ જે ગરીબ લોકો છે તેને માટે તેના ઘર સુધી કરિયાણું તેમજ જીવન જરૂરી સામાન પહોંચાડી માણસ પ્રત્યેની પોતાની કરૂણા પણ બતાવી રહી છે.

અમારી ટીમ સવારથી લઈને સાંજ સુધી પોલીસ કર્મચારી સાથે સમય વિતાવ્યો હતો. ત્યારે ખબર પડી કે, પોલીસ કર્મચારીયોને જમવાનું પણ ટાઈમે નથી મળી રહ્યુ. પોલીસ જવાનો પોલીસ સ્ટેશનમાં જ રહીને લોકોની સેવામાં કોઈ ખામી નથી રાખી રહી. જ્યારે કે અમારી ટીમ રાત્રે પોલીસ સ્ટેશનની મુલાકાતે ગઈ ત્યારે રાત્રે ૧૦ વાગ્યે પોલીસ જવાનો પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ જમતા નજરે પડ્યા હતા. આ જોઈ અમારી ટીમ આશ્ચર્યચકિત બની ગઈ હતી.

બીજી તરફ પડધરી મામલતદાર દ્વારા લોકોને 144 કલમનું પાલન કરવા અપીલ કરી છેકે લોકો લોકડાઉનનુ પાલન કરે, બીનજરૂરી કામ વગર બહાર ન નિકળવુ અને ઘરમા રહો સુરક્ષીત રહોનો સંદેશ પડધરીના મામલતદારે લોકોને આપ્યો હતો. તેમજ પોલીસ જવાનોને લોકડાઉન દરમિયાન પૂરતો સહયોગ આપવા પડધરીના લોકોને અપીલ કરાઇ હતી.

માત્ર એક જગ્યા પર નહી પરંતુ ગુજરાતભરમાં ગુજરાત પોલીસ આજ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી