ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ, છતાં ગુજરાતમાં બેફામ દારૂનુ વેચાણ

  • ગુજરાતમાં દારૂના અડ્ડાની 9082 ફરિયાદ

ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, તેમ રાજ્ય સરકાર કહી રીહી છે. પરંતુ ગુજરાતમાં દિવસેને દિવસે દારૂના નવા નવા અડ્ડો ખુલ્લી રહ્યાં છે, આજકાલ લોકો પાર્ટીમાં દારૂથા નાહી પણ રહ્યા છે. તેમ છતા રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના પગલા લઈ રહી નથી. માત્ર એટલું જ નહીં લોકોને પીવા માટે જ નહીં નહાવા માટે મળે એટલો વેચાઈ રહ્યો છે.

ગુજરાતમાં દારૂના અડ્ડાઓ અંગે વિધાનસભામાં પણ ચોંકવાનારો ખુલાસો થયો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દારૂના અડ્ડા અને બૂટલેગરો અંગે 9082 ફરિયાદો મળી છે. જેમાંની અડધી વધુ 4,984 ફરિયાદ તો અમદાવાદ શહેરમાં જ મળી છે.

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં દારૂના અડ્ડા અને બૂટલેગરો સામે ગૃહ વિભાગને મળેલી ફરિયાદો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં 4,984માંથી શહેરમાં 2018માં 2221 અને 2019માં 2221 અને ગ્રામ્યમાં બે વર્ષમાં કુલ 28 ફરિયાદો મળી છે.

CM રૂપાણી માત્ર કુશળ શાસક જ નહિ, પણ છે 6 કરોડ ગુજરાતીઓનાં સ્વજન

  • નિયત શિડયુલમાં બાળકીને મળવાનો કાર્યક્રમ ન હોવા છતાં હોસ્પિટલ પહોંચી ને બાળકીની તબિયત અંગે જાણકારી લીધી
  • સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર આપશે, એવી જાહેરાત પણ કરી: ફરી એક વખત સંવેદનશીલ અભિગમનો પરિચય આપ્યો!
  • અંબે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરી ને સંવેદનશીલ CM રૂપાણી સાક્ષાત જોગમાયા “અંબે”ને મળવા પહોંચ્યા!

રાજકોટ નજીક ઠેબચડા ગામની સીમમાંથી મળી આવેલી નવજાત બાળકીની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની અમૃતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સંવેદના દર્શાવી હતી. બાળકીના આરોગ્ય અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીને બચાવવા કોઇ પણ ખર્ચ થાય તે સરકાર કરશે, મારી ઇચ્છા હતી બાળકીને મળવાની. બાળકી પર કૂતરા દ્વારા હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ તેને બચાવી હતી. આ બાળકીને તંત્રએ દત્તક લઇ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. બાળકીનું નામ “અંબે” રખાયું છે.

CM વિજય રૂપાણીએ ડોક્ટરને તેમણે કહ્યું કે, અંબેને બચાવવા જેટલો પણ ખર્ચ થાય તે સરકાર કરશે. ઉલ્લેખનીય છે કે, તેમનાં નિયત શિડયુલમાં આ મુલાકાત પૂર્વનિશ્ચિત ન હતી. પરંતુ રાજકોટ પોલીસ દ્વારા નિર્મિત મંદિરમાં અંબે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યાં બાદ તેમણે બાળકી “અંબે”ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને હોસ્પિટલ ધસી ગયા હતા.

ડોનાલ્ડ ટ્ર્મ્પે ગાંધી આશ્રમ ખાતે ચરખા પર અજમાવ્યો હાથ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ટ્રમ્પે ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો.

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પતિ માટે ગાઇડ બન્યા હતા. તેમણે આશ્રમ વિશે ટ્રમ્પ અને તેમના પત્નીને માહિતી આપી હતી.

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ અમે પીએમ મોદીએ હૃદયકુંજ ખાતે ગાંધીજીની તસવીરનો સુતરની આંટી ચડાવી હતી.

ગાંધીજીને અંજલી આપ્યા બાદ પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ચરખા વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ટ્રમ્પે પલાઠી વાળીને ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો.

વિઝિટર બૂકમાં ટ્રમ્પે લખ્યો સંદેશ

ગાંધી આશ્રમમાં CM વિજયભાઈ રૂપાણીને નો-એન્ટ્રી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત પણ લેવાના છે. પરંતુ તે સમયે CM વિજયભાઈ રૂપાણીને નો-એન્ટ્રી આપવામાં આવી છે.

આ સમયે સુરક્ષાના કારણોસર આશ્રમમાં 3 લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા તેમજ વડાપ્રધાન મોદી જ હશે.

ગાંધી આશ્રમ ખાતે કાર્યક્રમો ચાલુ હશે ત્યારે CM રૂપાણી મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચી પીએમ મોદી તથા ટ્રમ્પનું સ્વાગત કરશે

હેલ્મેટ મરજિયાત કર્યા બદલ HC એ કરી રાજ્ય સરકાર સામે લાલ આંખ

ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા રાજય સરકારને નોટીસ

હાઈકોર્ટમાં ગુજરાત સરકારનો યુ ટર્ન, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત. કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા આદેશ કર્યો.

ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટ માં PIL ની સુનાવણી થઇ.

સેન્ટ્રલ મોટોર વિહીકલ એક્ટ ૨૦૧૯ ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શેહરી વિસ્તારમાં હેલમેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલમેટ ફરજિયાત છે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવેલ હતો, જે સમાચાર એક પ્રેસ નોટ દરમિયાન લોકો સુધી પોહ્ચાડવામાં આવેલ હતા.
આમ કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલ કાયદા માં ફેરફાર કરવું હોઈ તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજય વિધાન સભામાં પસાર થયેલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોઈ છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટીફીકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાઇ છે. પણ અહિયાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ ફક્ત રાજકીય હેતુ માટે ફક્ત પ્રેસનોટ આપીને શેહરીવિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરવામાં આવેલ હતું.
સેન્ટ્રેલ મોટોર વેહિકલ એકટ ૧૯૮૮ સેક્શન ૧૨૯ મુજબ ટુ વ્હિલ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પેહારવાનું હોય છે. જેમાંથી ૪ વર્ષ સુધીના બાળકો અને સીખ સમુદાયને આ કાયદા માંથી મુક્તિ આપવામાં આવેલ છે. જે નિયમમાં સુધારો કરીને રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજરાત મોટોર વિહીકલ રુલ્સ ૧૯૮૯ માં ટુ વ્હિલમાં પાછળ બેસવા વાળી લેડીસ અને ૧૨ વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંને ને હેલ્મેટ ફરજીયાત હોઈ છે, ત્યારે ગુજરાત માં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ?
કેન્દ્ર સરકારના આકડા મુજબ વર્ષ ૨૦૧૮ માં ભારતમાં ૪૩૬૧૪ જેટલા લોકોનું હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પેહારવાથી મોત થયું છે. જયારે આ આકડો વર્ષ ૨૦૧૬ માં ૩૫૯૭૫ હતો.એટલે ૨ વર્ષમાં ૯.૧૦% મૃત્યુઆંક વધી ગયો છે.
ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમકોર્ટ ના રોડ સેફટી કમીટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રેલ મોટોર વિહીકલ એકટના અમલીકરણનો રીપોર્ટ પણ માંગવામાં આવેલ હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટ પણે ઉલ્લેખ પણ છે.
સુરત ના જાગૃત નાગરિક શ્રી સંજય ઇઝાવા દ્વારા આ જાહેર હિતની અરજી કરવામાં આવી. જેમાં વકીલ રોક્યા વગર દલીલ કરવા માટે અરજદાર શ્રી સંજય ઇઝાવાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પીટન્ટ સર્ટિફિકેટ/ સક્ષમતા પ્રમાણ પત્ર પણ આપવામાં આવેલ છે. જેથી અરજદાર જાતે કોર્ટમાં જજ સામેં પોતાની વાતો/દલીલો રજુ કરી શકે.

બિન સચિવાલય પરીક્ષા રદ, FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 11 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા થઈ રદ કરવામાં આવી છે. SIT રિપોર્ટના આધારે પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડયો હતો. ત્યારે આજે રાજ્ય સરકારે આ અંગે મોટી જાહેરાત કરી છે.

આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની FSL દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા. પેપરલીક કરવામાં સંડોવાયેલા શખ્સો સામે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાશે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસમાં જોડાશે.

બિનસચિવાલયની પરીક્ષા ગેરરીતિની ફરિયાદોને પગલે રદ કરવામાં આવી છે. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કૉન્ફરસ કરીને માહિતી આપી કે વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરાઈ છે.

આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓની ભલામણોને ધ્યાનમાં રાખીને અને ગુજરાતના કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ માટે પરીક્ષા રદ કરી છે.

સીએમ વિજયભાઈ રૂપાણી આજે ધ્રોલના મહેમાન બન્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજરોજ ધ્રોલ ખાતે રહેતા વાઘેલા પરિવારના મહેમાન બન્યા હતા. ધ્રોલમાં રહેતા રાજેન્દ્ર સિંહ વાઘેલાના પુત્ર ઓમકાર સિંહ વાઘેલાના શુભ લગ્ન પ્રસંગે વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહીને આ લગ્નના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ નવદંપતીને આશીર્વાદ પણ પાઠવ્યા.

આ પ્રસંગે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાધવજીભાઈ પટેલ, જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા અને ધ્રોલ BJPના કાર્યકરતી પણ હાજર રહ્યા હતા.

અયોધ્યા રામ મંદિરના ચુકાદા પહેલા મુસ્લિમ પ્રતિનિધિઓએ કરી માંગ

SC માં અયોધ્યા રામ મંદિર ચુકાદા પહેલા મુસ્લિમ પ્રતિનિધિઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, અયોધ્યામાં કેન્દ્રીય અર્ધસૈનિક સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવે. મુસ્લિમ પ્રતિનિધિઓ દ્વારા જણાવામાં આવ્યુ હતુ કે, અમને પોલીસ અને તંત્ર પર પુરો ભરોસો છે.

ફૈઝાબાદમાં એક બેઠક યોજાઈ તેમાં મુસ્લિમ આગેવાનોએ માંગ કરી હતી કે, આ વિસ્તારમાં શાંતિ રહેશે તેવી અમને આશા છે. આ વિસ્તારમાં જો અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવેતો લોકો વધારે સુરક્ષા અનુભવશે

ત્યારે પોલીસે પ્રતિક્રીયા આપી હતી કે, પહેલેથી જ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં પોલીસ ટુકડીઓની તૈનાતી કરાઈ છે.આ સીવાય સીઆરપીએફની પણ ટીમોનો તેનાત કરવામાં આવી છે. અયોધ્યાની કોઈ પણ સંજોગોમાં શાંતિનો ભંગ નહી થાય. ત્યારે CM યોગી આદિત્યનાથે પણ પોતાના મંત્રીઓને ચેતવણી આપી છે કે, આ મુદ્દે કોઈ પણ પ્રકારની નિવેદનબાજી કરવી નહી.

CM વિજયભાઈ રૂપાણીએ પાકવીમાં અંગે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં બે વાવાઝોડાની અસરથી ચોમાસુ પાકમાં મોટુ નુકસાન થયું છે. જેમાં જગતના તાતને પહેલા ક્યાર નામના વાવાઝોડાએ અને ત્યાર બાદ મહા વાવાઝોડાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. હાલ ગુજરાત લીલા દુકાળનો ભોગ બન્યુ છે. છેલ્લા સપ્તાહમાં તૈયાર પાક પણ પલળી જતા ખેડૂતોને મોટુ સુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરા છે કે, પાક વીમો તો ચુકવાશે જ પણ જે ખેડૂતોએ વીમો નહી લીધો હોય તેમને પણ વળતર ચુકવવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. વીમો ન લીધેલા ખેડૂતોને કેન્દ્રના ધોરણો પ્રમાણે વળતર ચૂકવાશે.

હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકુફ
ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ હાલ 15મી નવેમ્બર 2019 સુધી મોકુફ રાખવામાં આવી છે.