શું ગુજરાત કરતા રાજકોટમાં વધુ છે કોરોનાના મોત…??

ભારતભરમાં કોરોના વાઇરસ બેકાબુ બન્યો છે.લોકો ભયના નીચે જીવી રહ્યા છે.  દેશભરમાં અત્યાર સુધી 33 લાખ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે તો  60,000 કરતા વધારે લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 90 હજાર સુધી પોઝીટીવ કેસ પહોંચી જવા પામ્યા છે. જયારે 3,000 જેટલા લોકોના મોત થયા છે.

જ્યારે 26 ઓગસ્ટને બુધવારના એક જ દિવસના રોજ દેશમાં 60,592 પોઝિટિવ કેસ તો 980 લોકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. ગુજરાતમાં એક જ દિવસમાં 1197 પોઝીટીવ કેસ તો 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

જ્યારે સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટમાં બુધવારના રોજ 23 લોકોના મોત થયા છે તેમ મીડિયાએ ચલાવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે રાજકોટ અને આસપાસના જિલ્લાના થઈ 20 મોત જાહેર કર્યા હતા. એટલે કે રાજકોટમાં 20 મોત અને ગુજરાતમાં 17 મોત ? આ પહેલા પણ અનેક વખત પોઝીટીવ કેસ જાહેર ન કરવા બાબતે તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે પણ નેતાઓએ અને અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું…..

રાજકોટમાં કોરોનાને કારણે 20 મોત જાહેર થયા જ્યારે ગુજરાતમાં 17 મોત જાહેર કરાતા વડાપ્રધાનના હોમ ટાઉન ગુજરાતમાં મોતના આંકડા છુપાવવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું મુખ્યમંત્રીનું હોમ ટાઉન રાજકોટ એ ગુજરાતમાં નથી આવતું ? અને શા માટે તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે લોકોનો ભોગ લઇને આંકડાઓ છુપાવી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે હવે આ સંવેદનશીલ સરકારની વાતો કરી ‘રૂપાણી’ સરકાર સાચા આંકડા જાહેર કરશે કે પછી આંકડાઓની માયાજાળ વધુ ગૂંથશે…. ??? તે આગામી સમયમાં જોવું રહ્યું….

માનવતાની મહેકની કલમે

પડધરી પોલીસે 5 લાખથી પણ વધુ રકમનો વિદેશી દારૂ ઝડપી પાડીયો

રાજકોટના પડધરી તાલુકાના તડઘરી ગામે પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં વારંવાર વિદેશી દારૂ પકડી પાડવામાં આવે છે. બૂટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં કઈ જગ્યાએથી લાવે છે એ મોટો પ્રશ્નાર્થચિન છે.

આજે પડધરીના PSI એમ.જે.પરમાર તેમજ સ્ટેશનના સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા તે દરમ્યાન બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ત્યારે બાતમીના આધારે તરઘડી રાધે કાઠીયાવાડી હોટલ પાછળ કારખાના વિસ્તારમાં આરોપી કમલેશકુમાર ગુર્જરને ઝડપી પડ્યો હતો. કારખાનામાં ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે સંગ્રહ કરેલી જગ્યાએ રેઇડ કરતા કારખાનામાંથી ભારતીય બનાવટનો પર પ્રાતીય દારૂ સાથે ચાર આરોપી પકડી તમામ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

કબજે કરેલ મુદ્દામાલ

( ૧ ) એપીસોડ વ્હીકચ્છી બોટલ નંગ -૧૪૭૬ કુલ કીમત રૂ .૫,૨૨,૯૦૦ /

( ૨ ) મેકડોવેલ્સ નં .૧ બોટલ નંગ- ૧૬૫ કિ.રૂ ૬૧,૮૭૫ /

કામગીરી કરનાર ટીમ પડધરી પો.સબ.ઇન્સ એમ.જે.પરમાર,  એ.એસ.આઇ ભગીરથસિહ જાડેજા, પો.હે.કો ધર્મેશભાઈ પરમાર, પો.હેડ કોન્સ . ફિરોજભાઇ દાદમહમદભાઇ,  પો.કોન્સ જયેન્દરસિંહ મહીપતસિંહ, પો.કોન્સ . પ્રભાતભાઇ મૈયડ, પો.કોન્સ . વશરામભાઇ સવસીભાઇ, પો.કોનસ . દશરથસિહ જાડેજા, પો.કોન્સ સજયભાઇ બાભવા અને પો.કોન્સ . સંજયસિંહ જાડેજા

પડધરી રિપોર્ટર જે. સી.ગોહિલ

વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ લલિતભાઈ રાઠોડનો આજે જન્મદિન

રાજકોટ: રાજકોટના જનની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લાલિતભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેમણે સેવામય જીવનના 37 વર્ષ પૂર્ણ કરી 38 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓએ સેવાકીય સંસ્થા થકી યુવાવસ્થામાં અનેક સેવાકાર્યો કર્યા છે. ભારતીય સંસ્કારોને વળગી રહેલા લલિતભાઈ દ્વારા 1000 સગર્ભા બહેનોને ગર્ભ સંસ્કાર યોજના હેઠળ રામચરિત માનસનું વિતરણ કરાયું હતું.

ઉપરાંત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરી ગરીબ પરિવારની દીકરીઓના માતા પિતાના આશીર્વાદ મેળવ્યા. અને દરેક સમાજના દિલમાં સ્થાન મેળવ્યું. હાલ તેઓ વિશ્વ હિન્દુ પરિષદના વોર્ડ નં.12 ના પ્રખંડ અધ્યક્ષ અને રાજકોટ ઋષિવંશી સમાજના સંગઠન મંત્રી તરીકે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. દરેક વર્ગના લોકોના નાના મોટા કામમાં હમેંશા આગળ રહેતા લાલિતભાઈને જન્મદિવસે મિત્ર વર્તુળ, સગા સ્નેહીઓ, વડીલો, દરેક ક્ષેત્રના આગેવાનો મો.નં. 9898907410 ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

રાજકોટવાસીઓ ચેતી જજો, માસ્ક નહીં પહેર્યું હોય તો ઘરે આવી જશે ઇ-મેમો

કોરોના વાયરસનો ભય હોવા છતાં પણ અમુક લોકો આ સમસ્યામાં પણ સાવચેતી રાખતા નથી. માસ્ક ફરજિયાત હોવા છતાં પણ અમુક લોકો માસ્ક પહેરતા નથી. જેના કારણે સરકાર આવા લોકો પાસેથી રકમ વસૂલે છે. ત્યારે મનપાના અધિકારીઓ માસ્ક વગર નીકળ્યા હોય તેમના ફોટા પાડે છે અને માસ્ક વગર નીકળ્યા હોય તેમના ઘરે ઇ-મેમો મોકલી આપવાનું શરૂ કર્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યા ન હોય તેવા વ્યક્તિઓ પાસેથી પહેલા 1000 રૂપિયા અને બાદમાં રાજ્ય સરકારની સૂચના આવતા 200 રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ વસૂલ કરવાની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે માથાકૂટ થાય છે. મનપાએ માસ્કની રકમ વસૂલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટમાં માસ્ક ફરજિયાત અંગે 12 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને 13 એપ્રિલથી માસ્ક વગર નીકળતા લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલાત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે 200 રૂપિયા દંડ વસૂલ કરવા સૂચના આપતા હાલ 200 રૂપિયા દંડ વસૂલ કરાય છે. જેમાં દૈનિક સરેરાશ 100 થી વધુ લોકો માસ્ક વગર પકડાયા છે. અત્યાર સુધીમાં 397 લોકોને માસ્ક ન પહેવા બદલ ઇ-મેમો મોકલ્યો છે.

સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સની અછત

સૌરાષ્ટ્રના કોરોના શંકાસ્પદ દર્દીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે દર્દીઓને લેવા-મૂકવા માટે એમ્બુલન્સની જરૂર પડે છે
પરંતું સિવિલ હોસ્પિટલ પાસે હાલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી
સિવિલ હોસ્પીટલમાં એક વર્ષ પહેલા દસ ઇમરજન્સી વાહન હતા જેમાંથી આઠ એમ્બ્યુલસ તરીકે અને બે શબવાહિની તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી પરંતુ છેલ્લા એક વર્ષથી કરતાં વધારે સમયથી આઠ એમ્બ્યુલન્સ નોનયુઝ એટલે કે કંન્ડમ જાહેર થયેલ છે

જેથી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે માત્ર એક એમ્બ્યુલન્સ વાન અને એક શબવાહિનીથી કામ ચલાવવું પડે છે જેથી સૌરાષ્ટ્રભરના critical condition વાળા એટલે કે ઇમરજન્સીવાળા દર્દીઓ માટે ભારે હાડમારી વેઠવી પડે છે.
આશરે એકાદ વર્ષ પહેલા આર.ડી.ડી.એ ૮ એમ્બ્યુલન્સ વાનને કંન્ડમ જાહેર કરી છે. એટલે કે તેનો ઉપયોગ ન કરી શકાય
એમ્બ્યુલન્સ ન હોવાથી ખાનગી એમ્બ્યુલન્સના મોંઘા ભાડા ભરીને આવવા-જવાનો ઉપયોગ કરવો પડે છે.

ગંભીર બીમારીના દર્દીઓ જેવા કે કેન્સર,હાર્ટના દર્દીઓ,નાના બાળકો, કિડનીના દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે પણ આ એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે જ્યારે ઘણી વખત આ એમ્બ્યુલન્સ અમદાવાદ ગઈ હોય અને પાછળથી ઇમરજન્સી કેશ આવે ત્યારે પેસેન્ટ અને તેના સગા વાહલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે તંત્ર જાગે અને કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સ વસાવે તે ખૂબ જરૂરી બને છે.

એક કોરોના દર્દી કે જેને સાજા થઇ ગયા હોવા છતા ઘરે જવુ નથી ગમતું . . .

  • આઇસોલેશન વોર્ડ્ની બહાર ફરજ પરના ડોક્ટર્સના ગ્રુપે બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક


રાજકોટમાં વધુ બે કોરોના પોઝીટીવ દર્દી નેગેટીવ થઇ જતાં હોસ્પીટલમાંથી રજા અપાઇ
રાજકોટ તા. ૫ એપ્રિલ , “ કોરોના જેવી મહામારીમાંથી સાજા થઇ ગયાનો આનંદ ચોક્કસ છે પરંતુ હવે ઘરે જવુ નથી ગમતું, અને જો મને પરવાનગી આપવામાં આવે તો મારે અહીં અન્ય દર્દીઓની સારવારમાં મારાથી બનતી સેવા આપવી છે. આ ૧૩ દીવસમાં અહીં જે સારવાર આપવામાં આવી છે એ માટે હું સમગ્ર હોસ્પીટલ સ્ટાફનો આભાર માનુ છું. કોરોનાનો મને ભય હતો અને ભગવાન અને ડોક્ટર પર મારો ભરોસો પણ હતો તેમાં બા બા કરતો અહીનો સ્ટાફ જાણે મારો પરીવાર બની ગયો છે.” આ શબ્દો છે

વિમળાબેન હર્ષદભાઇ કાનાબારના , તેમને તથા તેમના પુત્ર કૌશલભાઇને કોરોના પોઝીટીવ આવતાં ૧૩ દીવસ પહેલા સીવીલ હોસ્પીટલ રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ વિમળાબેન ને તો ડાયાબીટીસ, હાઇપર ટેન્શન અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ પણ ખરી અને ઉંમર પણ ૭૫ જેવી તેને રીકવરી આવવી અને તે પણ આટલી ઝડપથી તે માટે રાજકોટ સીવીલ હોસ્પીટલના તબીબો દ્વારા થયેલ ચમત્કાર જ તેઓ ગણાવે છે.

ડો. આરતી ત્રીવેદીના માર્ગદર્શન હેઠળની આજ ફરજ પરની ડોકટર્સની ટીમે આજે વિમળાબેન ને હોસ્પીટલમાંથી અપાયેલ રજાને યાદગાર બનાવી દીધી હતી ફરજ પરનાં ડોકટર્સ સર્વશ્રી પ્રફુલ દુધરેજીયા, હિરલ મકવાણા, તપન પારેખ, એક્તા આરતીવાણી, યોગેશ કટારીયા, ઉજ્જવલ યાદવ, સચીન કંદાકોર અને ચંદ્રજીત સોલંકીની ટીમે આઇસોલેશન વોર્ડ્ની બહાર બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક બની ગયું હતું.

માહિતી ખાતા સાથે વાત કરતા તેમણે આ ડોક્ટર્સની ટીમને પોતાનો પરિવાર ગણાવ્યો હતો અને ઉમેર્યુ હતુ કે સરકારી હોસ્પીટલ માટેનો મારો ખ્યાલ બદલાઇ ગયો છે. નાની મોટી કોઇપણ તકલીફ માટે આખી જિંદગી પ્રાઇવેટ હોસ્પીટલમાં દોડી જતાં પણ આવા ડોક્ટર્સ અને આટલી સુવિધાઓ તો કોઇ મોટી હોસ્પીટલમાં પણ ના મળે વિદેશમાં પણ આવી સરકારી હોસ્પીટલ નહીં હોય.

વિમળાબેનનાં પુત્ર કૌશલભાઇ પણ સાથે જ સારા અને ફીટ થઇ ગયેલ હોય બન્ને ને સાથે જ રજા આપવામાં આવી હતી તેમણે માહિતી ખાતાના પ્રતિનિધી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે અહીં વિશ્વની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. અહીં ની ચોખ્ખાઇ અને સ્ટાફ્ની ડીસીપ્લીન સરાહનીય છે. સ્વીપર થી લઇ ને ડોકટર સુધીના તમામ પોતાની ફરજ ખુબજ શ્રેષ્ઠ રીતે બજાવે છે આ માટે તેમણે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

હોસ્પીટલમાંથી રજા આપ્યા બાદ તેઓને તેમની ઇચ્છા મુજબ તેમના પરીવારના બે સભ્યો શ્રી હર્ષદભાઇ તથા અભીગ્નાબેન કે જેઓ રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ ત્રીમંદીર ખાતે ક્વોરોન્ટાઇન કરવામાં આવેલ છે ત્યાં જવાની વાત કરતાં સરકારી એમ્બ્યુલન્સમાં રાજકોટ મહાનગરપાલીકાના નાયબ આરોગ્ય અધિકારી ડો મનીષ ચુનારા અને આરોગ્ય અધિકારી ડો. નિશીતા સૌમૈયાના વડપણ હેઠળ ત્યાં પહોચાડવામાં આવેલ જ્યાં તેઓને પણ અલાયદો રુમ ફાળવી આપવામાં આવેલ. તેમનો પરીવાર લાંબા સમય પછી મળેલ હોઇ સહુ કોઇએ આનંદની લાગણી પ્રગટ કરેલ.
કેતન દવે

ગુજરાત પોલીસ/ એક હાથમાં કાયદો તો બીજાહાથમાં કરૂણા

  • કોરોના વાયરસના કારણે જ્યારે ભારતભરમાં લોકડાઉન પરીસ્થિતી છે ત્યારે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી

ગુજરાતમાં પોલીસ કાયદાનુ પાલન પણ કરાવે અને લોકોની સેવા પણ કરે છે. જેનું ઉદાહરણ રાજકોટ તાલુકાનું પડધરી પોલીસ સ્ટેશન આપી રહ્યું છે, જે એક તરફ લોકડાઉનનુ અમલ પણ કરાવી રહ્યા છે. બીજી તરફ ગરીબ લોકોને કરિયાણું, ફુડ પેકેટ તેમજ જમવાની વસ્તુ પણ પહોંચાડી રહ્યા છે.

પડધરી પોલીસ લોકડાઉનનુ અમલ કરાવતા લોકોને સજા અને ગાડીઓના મેમા પણ આપે છે. આ લોકડાઉનમાં લોકો ઘરમાં રહે તે માટેની કાર્યવાહી પણ કરવામાં કોઈ કશર નથી છોડતી પડધરી પોલીસ. ત્યારે બીજી તરફ જે ગરીબ લોકો છે તેને માટે તેના ઘર સુધી કરિયાણું તેમજ જીવન જરૂરી સામાન પહોંચાડી માણસ પ્રત્યેની પોતાની કરૂણા પણ બતાવી રહી છે.

અમારી ટીમ સવારથી લઈને સાંજ સુધી પોલીસ કર્મચારી સાથે સમય વિતાવ્યો હતો. ત્યારે ખબર પડી કે, પોલીસ કર્મચારીયોને જમવાનું પણ ટાઈમે નથી મળી રહ્યુ. પોલીસ જવાનો પોલીસ સ્ટેશનમાં જ રહીને લોકોની સેવામાં કોઈ ખામી નથી રાખી રહી. જ્યારે કે અમારી ટીમ રાત્રે પોલીસ સ્ટેશનની મુલાકાતે ગઈ ત્યારે રાત્રે ૧૦ વાગ્યે પોલીસ જવાનો પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ જમતા નજરે પડ્યા હતા. આ જોઈ અમારી ટીમ આશ્ચર્યચકિત બની ગઈ હતી.

બીજી તરફ પડધરી મામલતદાર દ્વારા લોકોને 144 કલમનું પાલન કરવા અપીલ કરી છેકે લોકો લોકડાઉનનુ પાલન કરે, બીનજરૂરી કામ વગર બહાર ન નિકળવુ અને ઘરમા રહો સુરક્ષીત રહોનો સંદેશ પડધરીના મામલતદારે લોકોને આપ્યો હતો. તેમજ પોલીસ જવાનોને લોકડાઉન દરમિયાન પૂરતો સહયોગ આપવા પડધરીના લોકોને અપીલ કરાઇ હતી.

માત્ર એક જગ્યા પર નહી પરંતુ ગુજરાતભરમાં ગુજરાત પોલીસ આજ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

કોરોના વાયરસની મહામારીમાં પડધરી બીજેપી અને એવીબીપીના આગેવાનોએ કરી ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા

પડધરીમાં બીજેપી અને એવીબીપી ના હોદ્દેદારો તથા અગ્રણી આગેવાનો દ્વારા કોરોના વાયરસ ની મહામારીમાં ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા કરી આપી હતી

પડધરીમાં આંબેડકર નગર ની બાજુ માં વસતા મદારી સમાજના લગભગ ૪૦ થી ૪૫ ઝુપડપટ્ટીમાં વસતા લોકોને લોકડાઉનની પરિસ્થિતિમાં ધંધા રોજગાર બંધ હોવાથી જમવા માટે વલખા મારતા બાળકોને તથા ઝુપડપટ્ટીમાં વસતા લગભગ 1100 થી 1200 વ્યક્તિઓને જમવાનું ભાજપ તથા એવીબીપીના કાર્યકર્તાઓ તથા ભાજપના આગેવાનો દ્વારા ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 5 પર પહોંચી

રાજકોટમાં વધુ એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ સાથે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધીને પાંચ પર પહોંચી છે. સાથે સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 44 જેટલી થઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર દરમિયાન ગુજરાતમાં કુલ ત્રણ દર્દીઓના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે.

પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર, આજે રાજકોટમાંથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા તેર વ્યક્તિઓના રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી બાર દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે એક દર્દીને કોરોના પોઝીટીવ રીપોર્ટ જાહેર કરાયો હતો. આ દર્દીને તાકીદની અસરથી આઇસોલેશનમાં ખસેડવામાં આવેલ છે જ્યારે તેમની સાથે સંપર્ક ધરાવતા તેમના તમામ સગા-સંબંધીઓને કોરોન્ટાઇનમાં લેવામાં આવી રહેલા હોવાનું જાણવા મળે છે. આ તમામ સગા-સંબંધીઓના બ્લડ સેમ્પલ પણ એકઠા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કોરોના પોઝિટિવ ની સંખ્યા પાંચ પર પહોંચતાં રાજકોટવાસીઓમાં નવેસરથી ફફડાટ ફેલાયો છે.