ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના પાકને નુકશાની ગયેલ છે. તો તેનુ વળતર આપવામાં આવે. આ વર્ષે ધ્રોલ તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના લીધે ખેડુતોના પાર્કનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયેલ છે.

હાલ વાત કરવામાં આવેતો કપાસના ઉભા પાકને વધુ વરસાદના કારણે વરસાદી પાણી લાગી જતા સાવ બળીગયો છે. ત્યારે જે ખેતરોમાં મગફળીનુ વાવેતર થયુ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયેલા રહેવાથી મગફળીને પાણી લાગી જવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે

ધ્રોલ તાલુકામાં આજ દિવસ સુધી નુકશાની સર્વેની કામગીરી ખુબજ ધીમી ચાલી રહી છે અને જયા સર્વે થાય છે. ત્યાપણ ખેડતોને કયાકને કયાક નિયમોની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. અને જે ખેતરમાં નુકશાની હોવા છતા સર્વે કરવામાં આવતો નથી અને સરકારના લાભો થી ખેડૂતો વંચિત રહી જાય તેવી સ્થિતિ છે. ધ્રોલ તાલુકામાં ગયા વર્ષે પણ ભારતીય એક્ષા વીમા કંપનીઓ દ્વારા ૨૫ % પાક વિમો આપવા દરેક ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સરપંચો પાસે થી ૨૫ % નું વળતર સ્વીકારી લેવા સમતી પત્ર લખાવી લેવામાં આવ્યા હતા. જે વિમો પણ આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી.

ખેડૂતો છેલ્લા છ મહીના કરતા પણ વધુ સમય થી કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે . આવી લોકડાઉનની કપરી પરીસ્થિતિ માંથી જયારે ખેડુતો પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જો ખેડુતો ને ગત વર્ષ ની જેમ દરેક ખેડતો ને આર્થિક મદદ કરવામાં આવે તો ખેડૂતોને તેની આજીવીકા પસાર કરવામાં રાહત મળે. ગત વર્ષની જેમ દરેક ખેડતોને હેકટર દીઠ એક ફિકસ રકમ નક્કી કરીને આપવામાં આવી હતી. તેવીજ રીતે આ વર્ષે પણ વળતર આપવામાં આવે.

ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ટેકાના ભાવે ખરીદી થશે ચાલુ

ગુજરતમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે શિયાળુ પાક ઘઉં, ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી માટે આગામી સમયમાં માર્કેટયાર્ડો ખરીદી ચાલુ થશે. રવિ સિઝન 2020-21માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર 27 એપ્રિલથી 30 મી મે-2020 સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાણકારી આપતાં કહ્યું કે, ઘઉંનું ખરીદી માટેનું રજિસ્ટ્રેશન સોમવાર 27 એપ્રિલથી 10 મે-2020 સુધી કરાવવાનું રહેશે. માર્કેટયાર્ડો દ્વારા હાલમાં કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા રહશે. રાજ્યમાં રાષ્ટ્રીય લૉકડાઉન વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં સરકારે 15મી એપ્રિલથી જ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. આ માર્કેટિંગ યાર્ડમાં ઘઉ, ચણા, રાયડો સહિતના અનાજની આવક પણ શરૂ થઈ ગઈ છે.

રાજ્યમાં ખેડૂતોના ઘઉં તૈયાર છે ત્યારે યાર્ડને ધીરે ધીરે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી ખોલવામાં આવી રહ્યા છે. 22મી એપ્રિલ સુધીમાં રાજ્યનામાં 21 યાર્ડ ધમધમી ઉઠ્યા છે. સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત પણ કરી દીધી છે.

સરકારે આજે રાયડો અને ચણાની પણ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. સરકાર 1925 રૂપિયા પ્રતિક્વિન્ટલના ભાવે 30મી મે સુધી ખરીદી કરશે. રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણા અને રાયડાની પણ ખરીદી કરશે. દ્વારા 27મી એપ્રિલ દ્વારા 50 મેટ્રિક ટન રાયડો અને ચણાની ખરીદી કરવામાં આવશે આ ખરીદીની શરૂઆત 27મી એપ્રિલથી થશે.

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો માટે માઠા સમાચાર

હાલ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હાલ માહિતી મુજબ જામનગર અને પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.


ખેડૂતોને હાલ ઉભા પાકને વરસાદને કારણે ખુબજ મોટુ નુકસાન થઈ શકે છે. જેમાં ઘઉં, ચણા જીરુ અને રાહડો વગેરે પાકોને નુકસાન થવાની ભીતિ છે.

રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 લાખ ખેડૂતો માટે ખુશીના સમાચાર, આગામી સપ્તાહથી પાક નુકસાનનું વળતર આપવામાં આવશેઃ આર.સી.ફળદુ

ગુજરાતના 17 લાખ ખેડૂતોને પાકના નુકસાનનું વળતર આગામી સપ્તાહથી શરૂઆત કરવામાં આવશે. રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કેબિનેટની બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પાક નુકસાનની 17 લાખ અરજીઓ સરકારને મળી છે, અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં આવેલી તમામ અરજીઓને ધ્યાનમાં લેવાશે, ખેડૂતોએ અરજી નથી કરી તેમને આગામી 30 ડિસેમ્બર સુધીમાં અરજી કરવા જણાવ્યુ હતુ.

ફળદુએ જણાવ્યું હતુ કે, તમામ ખેડૂતોને નુકસાનીની રકમ બેંક મારફતે આપવામાં આવશે. રાજ્ય સરકારે રૂપિયા 3775 કરોડનું પેકેજ જાહેર કર્યું છે.જે આગામી સપ્તાહમાં રાજ્યનાં 17 લાખ ખેડૂતોને લાભ મળશે.

ખેડૂતોને 33 ટકાથી વધુ પાક નુકસાન ધરાવતા 125 તાલુકાની યાદી જાહેર

ગુજરાત સરકારે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે રાજ્યના બધાજ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં ઉપર મુજબ આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને 33 ટકા અને તેથી વધુ પાક નુકસાન ધરાવતા તાલુકાઓની યાદી જાહેર કરી છે.

3795 કરોડની ખેડુતોને સહાય, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તયાર પાકને થયેલ નુકશાન પર રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વાર પ્રથમ પેકેજ 700 કરોડનુ જાહેર કર્યુ હતુ. ત્ચારે આજ રોજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, 4 લાખ 70 હજાર ખાતેદારોને હેક્ટેર દીઠ 6800 રૂપિયાનીજાહેરાત કરી છે. આ પેકેજનો લાભ 81 તાલુકા ના 18369 ગામોના 56 લાખ 36 હજાર ખેડૂતોને થશે. 

તેમજ જ્યાં એક ઇંચ કરતા ઓછો વરસાદ થયો છે. તેવા તાલુકામાં ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. તે સિવાય જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

મહા વાવાઝોડા બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ, જોણો મગફળી અને કપાસના ભાવ

મહા વાવાઝોડાના સંકટ બાદ આજે મગફળી અને કપાસની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં કરવા દેવામાં આવી તેમાં કપાસની આવક ૩૦ થી ૩૨ હજાર મણ આવક થઈ આશરે ૪૦૦ જેટલા વાહન ઉભા રાખી અને હરરાજી કરવામાં આવી એમાં ભાવની વાત કરીએ તો સારો માલ 950થી લઈને 1010 સુધી વેચાયો અને એવરેજ માલ 800 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધી ના ભાવ જોવા મળ્યા

મગફળી ની વાત કરીએ તો આશરે 300 વાહન મા 28000 ગુણી મગફળી ની આવક જોવા મળી ભાવની વાત કરીએ તો જીણી મગફળી સારો માલ 880 થી લઈને ૧૦૨૦ રૂપિયા સુધી જોવા મળ્યા જાડી મગફળી 840 થી 890 સુધી નો જોવા મળ્યો

દિવાળી ની રજા પછી મહા વાવાઝોડા નું સંકટ આવતા ખેડૂતો ને પણ પોતાના માલ વેચાણ કરવું હોવા છતાં માર્કેટ યાર્ડ બંધ હોવાથી વેચી શકે તેમ ન હતા ત્યારબાદ આજે આવક કરવા દેવામાં આવતા માર્કેટ યાર્ડ માં કપાસ અને મગફળી ની મબલખ આવક જોવા મળી ખેડૂતો ને શિયાળુ પાક નું વાવેતર કરવા માટે પૈસા ની જરૂરિયાત હોઈ છે તો ખેડૂતો અત્યારે પોતાના માલ નું વેચાણ કરી રહ્યા છે

ખેડૂતોને 7 દિવસમાં પાક વીમો નહીં મળે તો આંદોલન કરીશું : હાર્દિક પટેલ

હાર્દિક પટેલે આજ રોજ રાજકોટનાં યાર્ડનાં વેપારી આગેવાનો અને કિસાન સંઘનાં આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો માટે આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે વધુમાં કહ્યુ હતુ કે, ‘ જો સરકાર ખેડૂતોને તરત મદદ નહીં કરે તો પ્રતિક ઉપવાસ કરીશું. ગામડે ગામડે જઇને ખેડૂતોને ભેગા કરીશું અને મોટું આંદોલન કરવામાં આવશે. અમે ખેડૂતોનો અવાજ બનવા પ્રયાસ કરી રહ્યાં છીએ. મગફળી અને કપાસમાં સંપૂર્ણ નુકશાન છે તો વિનંતી છે કે, જલ્દીથી સંપૂર્ણ પાક વિમો આપવામાં આવે.

હાર્દિક પટેલે ખેડુતોને 7 દિવસમાં પાક વિમો નહીં આપવામાં આવે તો ખેડૂત આંદોલન થશે. હાર્દિક પટેલે ટ્વિટર પર એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં ગુજરાત સરકાર સામે સવાલો કર્યો છે.

CM વિજયભાઈ રૂપાણીએ પાકવીમાં અંગે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં બે વાવાઝોડાની અસરથી ચોમાસુ પાકમાં મોટુ નુકસાન થયું છે. જેમાં જગતના તાતને પહેલા ક્યાર નામના વાવાઝોડાએ અને ત્યાર બાદ મહા વાવાઝોડાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. હાલ ગુજરાત લીલા દુકાળનો ભોગ બન્યુ છે. છેલ્લા સપ્તાહમાં તૈયાર પાક પણ પલળી જતા ખેડૂતોને મોટુ સુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરા છે કે, પાક વીમો તો ચુકવાશે જ પણ જે ખેડૂતોએ વીમો નહી લીધો હોય તેમને પણ વળતર ચુકવવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. વીમો ન લીધેલા ખેડૂતોને કેન્દ્રના ધોરણો પ્રમાણે વળતર ચૂકવાશે.

હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકુફ
ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ હાલ 15મી નવેમ્બર 2019 સુધી મોકુફ રાખવામાં આવી છે.