આજે બનાવો લીલી હળદરનુ શાક

10 લોકો માટે લીલી હળદરના શાકની રેસિપી

સામગ્રીઃ

500 ગ્રામ લીલી હળદર, 500 ગ્રામ શુદ્ધ દેશી ઘી, 250 ગ્રામ લીલા વટાણા, 500 ગ્રામ મલાઈ વાળું દહીં, 100 ગ્રામ તાજા લાલ મરચા, 250 ગ્રામ લીલી ડુંગળી, 250 ગ્રામ લીલું લસણ, 50 ગ્રામ આદુ, 50 ગ્રામ સૂકું લસણ, એક પુળીયું કોથમીર, એક ટેબલ સ્પૂન અજમો, બે ટેબલ સ્પૂન આખું જીરું, ત્રણ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર, એક ટેબલ સ્પૂન, કાળા મરી પાવડર
*ત્રણ ટેબલ સ્પૂન કિચનકિંગ ગરમ મસાલો
*નમક સ્વાદ અનુસાર

રીતઃ

લીલી હળદરને સાદા પાણીથી ધોઈને તેને લાંબી-લાંબી ખમણી લેવી. ત્યાર બાદ ફરી એક વાર ધોઈને બધું પાણી સાવ નિતારી લેવું.

કડાઈમાં ઘી નાંખી ખમણેલી હળદરનું પાણી બળી જાય અને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવી.

ત્યાર બાદ હળદર કડાઈમાંથી કાઢીને વધેલા ઘીમાં વટાણા અધકચરા તળી લેવા. વટાણા બહાર કાઢી વધેલા ઘીમાં જીરાનો વઘાર કરી આદુ-લસણની પેસ્ટ સાંતળવી.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી- લીલું લસણ સાંતળવા નાંખી દેવું. થોડું સાંતળ્યા બાદ તેમાં લાલ મરચાંની પેસ્ટ ઉમેરીને ઉપર અજમો અધકચરો મસળીને છાંટવો. ધાણાજીરું, મીઠું અને કિચનકિંગ મસાલો નાખવો.

ઘી વછુટે ત્યારે સાંતળેલી હળદર અને વટાણા નાંખીને ધીમા તાપે સતત હલાવતા રહેવું. ઉપર ઘી તરી આવે ત્યારે દહીં નાંખીને 1 મિનિટ કરતા ઓછા સમય સુધી હલાવીને નીચે ઉતારતા સમયે કોથમીર છાંટી જાર-બાજરો કે માત્ર બાજરાના રોટલા સાથે ગરમા-ગરમ પીરસવું.

આજે બનાવો બાજરાનો રોટલો, જાણો રીત

ગુજરતમાં બાજરાનો રોટલો ખુબ લોકપ્રિય છે. આપણા ગામડામાં આજે પણ બાજરાના રોટલા વારૂમાં ખાવામાં આવે છે. પરંતુ શેહરોમાં બાજરાના રોટલા નહીવત જોવા મળે છે. તેનુ કારણ શેહરોમાં રહેતી ખુહ ઓછી મહિલાઓને બાજરાનો રોટલો બનાવતા આવડે છે. બાજરીનો રોટલો બનાવવા માટે ફોલા હાથે વચ્ચે દબાવીને ગોળ આકાર આપવામાં આવે છે. પરંતુ આ રોટલો બનાવવો ખૂબ મુશ્કેલ છે.

સામગ્રી

3 કપ – બાજરાનો લોટ, 3-4 કપ – પાણી, ચપટી – મીઠું, 2 ચમચી – ઘી

બનાવવાની રીત

પહેલા બાજરાના લોટમાં મીઠું, પાણી ઉમેરી લોટને મિક્સ કરો.ત્યાર બાદ બાંધી લેવો. ત્યાર બાદ લોટને મસળવો અને હાથથી રોટલા ટીપવા અથવા પાટલા પર ગોળ આકારમાં થાબળો. ત્યાર બાદ તાવળીમાં શેકો. બરાબર રોટલો શેકાય જાય એટલે રોટલાને ડીશમાં ઉતારી તેમાં ધી ચોપળો તો તયાર છે બાજરાનો રોટલો

હવે તમને પણ હોટલ અને રેસ્ટોરન્ટની સ્વચ્છતા જાણવાનો અધિકાર છે, વાચો આ પરિપત્ર

રાજ્યમાં હોટલ રેસ્ટોરન્ટ સહિતની ખાણી પીણીની કેન્ટીંગોના રસોડામાં હવે સ્વચ્છતા જોવાનો અધિકાર કોઈ પણ વ્યક્તિને છે. ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલો રેસ્ટોરન્ટો ના રસોડા બહાર admission without permission ના બોર્ડ લગાવી શકે નહીં એવો આદેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રસોડાની બારી કે દરવાજાની બહારથી લોકો જોઈ શકે એ રીતે રાખવા પડશે તેવા નિયમો કરતો પરિપત્ર જાહેરમાં બહર પડવામાં આવ્યો છે

આજે બનાવો ઢોકળીનું શાક

સામગ્રીઃ 1 કપ ચણાનો લોટ, 4 ચમચી તેલ, 2 ચમચી મીઠું, 3 કપ જાડી છાશ, 1 કપ પાણી, 1 ચમચી હળદર, 2 ચમચી વાટેલા લીલા મરચા, 5 નંગ લસણની ગ્રેવી, 1 ચમચી લાલ મરચું, 1 કપ છાશ, 1 ચમચી લાલ મરચું, 1 ટેબલસ્પૂન તેલ, 1 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરૂ

રીત

પ્રથમ ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં છાશમાં એક કપ પાણી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમા લસણ,લીલા મરચા ઉમેરી મિક્સ કરી છાશ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર મિક્સ કરવું. એક બાઉલમાં બેસન અને એક કપ પાણી ઉમેરી મિશ્રણ બનાવી લો. તે છાશમાં ઉમેરી મિક્સ કરો .સતત હલાવતા રહેવું જેથી ગાંઠ ના પડે. બાદમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક તેલ લગાડેલી પ્લેટમાં આ ખીચું પાથરી બરાબર દબાવી દેવું. ઠંડુ થાય તે પછી ટુકડા કરી લો. હવે પેનમાં, છાશ અને પાણી અને મીઠું ઉમેરવા. એક બાઉલમાં કાશ્મીરી મરચું અને પાણી નાખી પેસ્ટ બનાવવી. એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ, જીરું, હળદર,મરચાની પેસ્ટ અને હિંગ નાખવી. રાઈ જીરું તતડી જાય પછી છાશ ઉમેરવી. તે ઉકળે પછી ઢોકળીના ટુકડા નાખવા. 3-4 ઢોકળીનો ભુકો કરી નાખવો અને તેને બરાબર મિક્સ કરી લેવું તે બાદ તેને ઢાંકીને દસ બાર મિનિટ ધીમા તાપે સીઝવા દો. તો તૈયાર છે ઢોકળીનુ શાક

આવી રીતે બાંધો રોટલીનો લોટ, રોટલી બનશે સોફ્ટ

રોટલી બનાવવી કોઈ મુશ્કેલા કામ નહી પણ રોટલીને નરમ બનાવવા કોશિશ જરૂર કરતા હોય છે. હકીકતમાં લોટ બાંધવાની ટ્રીક હોય છે.

આ રીતે બાંધો લોટ

2 કપ લોટ લો અને તેટલી જ માત્રામાં પાણી ઉમેરો. ઘણી લોકો લોટમાં એક સાથે પાણી ઉમેરીને લોટ બાંધે છે. જે યોગ્ય નથી. સોફ્ટ રોટલીઓ માટે હમેશા લોટમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાઓ અને થોડી -થોડી માત્રામા લોટ બાંધતા જાઓ. પાણી નાખતા અને લોટ એક્ત્ર કરતા જવું. જેનાથી લોટ બંધવા લાગશે અને પાણીની માત્રા ઓછી થઈ જશે. આ રીતે લોટ બાંધવામાં માત્ર 5 મિનિટનો સમય લાગશે. એક વાર લોટ બાંધ્યા પછી તેને ફેલાવીને આંગળીથી પ્રેસ કરીને થોડું પાણી છાંટવું. આ લોટને એક બીજી થાળી કે પ્લેટથી ઢાંકીને 5 મિનિટ માટે મૂકો. તો નરમ રોટલી બનાવવા માટે લોટ તૈયાર છે. 

જો લોટને ફ્રીજમાં રાખો છોતો તેને સૌથી એયરટાઈટ ડિબ્બામાં નાખો અને ઉપરથી 1/4 ચમચી તેલ લગાવી દો. આવું કરવાથી લોટ ફ્રેશ રહેશે.

આજે બનાવો મિની ભાખરવડી

સામગ્રી:

૨૫૦ ગ્રામ મેંદાનો લોટ, બે ચમચી ઘી મોણ માટે, તળવા માટે તેલ, ૧૦૦ ગ્રામ સેવ, ૫૦ ગ્રામ તલ, લાલમરચું, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો, વરિયાળી, આમચૂર અને દળેલી ખાંડ

રીત:

લોટમાં મોણ નાખી લોટ બાંધવો. હવે સેવને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી ભૂકો કરવો. તલને શેકીને અધકચરા ખાંડવા. વરિયાળી ખાંડી લેવી. હવે તેમાં બાકીનો બધો જ મસાલો ઉમેરો.

હવે લોટમાંથી થોડો લોટ લઈ મોટી રોટલી જેવું વણી ઉપર તૈયાર મસાલો નાખી હાથેથી મસાલાને દબાવી દેવો. પછી તેનો રોલ વાળવો. રોલ ટાઇટ વાળવો આવી રીતે બધા રોલ વાળી પછી તેના પીસ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળવા. તળતી વખતે બધા પીસને હલકા દબાવીને તળવા જેથી રોલ જો કદાચ ઢીલો વળાયો હોય તો ટાઈટ થઈ જાય અને મસાલો બહાર ન આવે. તો તયાર છે મિની ભાખરવડી

આજે બનાવો ચકરી

સામગ્રી
એક કિલો ચોખા, 2 કિલો ચણાની દાળ, 1 કિલો અડદની દાળ, 125 ગ્રામ મગની દાળ, એક મુઠ્ઠી આખા ધાણા, બે ચમચી જીરુ, એક મુઠ્ઠી સાબુદાણા.

રીત – એક કડાઈમાં બધીજ સામગ્રી એક પછી એક ઉમેરીને ગુલાબી રંગ ન આવે ત્યા સુધી શેકી લો. બાદમાં આ બધી સામગ્રી મિક્સ કરીને દળી લો. ત્યાર બાદ તેમા તેલનુ મોણ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરુ, અજમો, ચપટી ખાવાનો સોડા બે ચમચી માખણ ઉમેરીને મીડિયમ લોટ બાંધો. ચકલીના સાંચો લઈ તેમા અંદરથી તેલ લગાવી ચકલીનો થોડો લોટ લઈને ચકલી પાડી લો. બધી ચકલી બનાવ્યા પછી તેને ગરમ તેલમાં સોનેરી રંગની તળી લો. તૈયાર છે, ચકરી.

આજે બનાવો નારિયેળ અને માવાના લાડુ

સામગ્રીઃ

1 પાણીવાળુ નારિયેળ, બદામ પિસ્તા 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા.

રીતઃ

નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરો. હવે નારિયળના અંદરનુ ટોપરુ કાઢો
ત્યારબાદ સફેદ નારિયળના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ દળો અને દૂધમાં મિક્સ કરી ગેસ પર બફાવા દો, જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા માંડે ત્યારે ખાંડ મિક્સ કરો લો. જો મિશ્રણ ચોંટી રહ્યુ હોય તો થોડુ ઘી ઉમેરો. હવે એક કડાહીમાં માવો ગુલાબી રંગનો સેકી લો. ઠંડુ થતા માવો ઈલાયચી અને કેસર નારિયળના મિશ્રણમાં નાખી દો. ઉપરથી બદામ પિસ્તા નાખો અને ગોલ ગોલ લાડુ બનાવી લો.

આજે બનાવો નવરત્ન ચેવડો

સામગ્રીઃ 2 વાટકી ચણા દાળ, 2 વાટકી આખા મસૂર , 2 વાટકી મગફળી દાળા, 2 વાટકી સફેદ ચણા, પૌઆ તળવા વાળા એક વાટકી, ઝીણી સેવ, લાલ-લીલી બૂંદી 1-1 વાટકી, કાજૂ – કિશમિશ, લીલા મરચાં 4-5 સમારેલા, ફુદીના, કોથમીર, નારિયલ ચિપ્સ 50 ગ્રામ, ચાટ મસાલા 50 ગ્રામ, મીઠું સ્વાદપ્રમાણે 

રીતઃ ચણા દાળ, સફેદ ચણા, મસૂર 5-6 કલાક માટે પાણીમાં પલાળી નાખો પછી પાણી માથી બહાર કાઠી સુકવો, તેલ ગરમ કરી એક એક કરીને બધી સામગ્રીને તળી લો બધાને કાગળ પર કાઢી લો. હવે બીજી કડાયમાં તેલ ગરમ કરી અને મગફળી દાના શેકી લીલા મરચા તળી લો. ફુદીના, કોથમીર, કાજૂ, કિશમિશ, નારિયળ ચિપસ પણ તળી લો. બધાને કાગળ પર કાઢી લો. બધી સામગ્રી, ચાટ મસાલા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે નવરત્ન ચેવડો