ધો.10 ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ, વિદ્યાર્થીઓ ભારે નિરાશ

ગુજરાત બોર્ડ દ્વારા 50 માર્કસના એમસીક્યુ રદ્ કરાયા બાદ નવી પેપર સ્ટાઈલ મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 80 માર્કસના પ્રશ્ન પત્રો સાથે સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ એનસીઈઆરટી કોર્સ આધારીત પ્રથમવાર ધો.10 પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ હોવાની ફરિયાદ ઉઠી છે. ધો.10માં પ્રથમ ભાષાના વિષયોનું અને વિજ્ઞાાન વિષય સહિતની પ્રથમ બે પેપરની પરીક્ષા બાદ આજે ત્રીજુ પેપર અઘરૂ રહેતા વિદ્યાર્થીઓ ભારે નિરાશ થયા હતા.

બિન સચિવાલય પરીક્ષા રદ, FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 11 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા થઈ રદ કરવામાં આવી છે. SIT રિપોર્ટના આધારે પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડયો હતો. ત્યારે આજે રાજ્ય સરકારે આ અંગે મોટી જાહેરાત કરી છે.

આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની FSL દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા. પેપરલીક કરવામાં સંડોવાયેલા શખ્સો સામે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાશે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસમાં જોડાશે.

બિનસચિવાલયની પરીક્ષા ગેરરીતિની ફરિયાદોને પગલે રદ કરવામાં આવી છે. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કૉન્ફરસ કરીને માહિતી આપી કે વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરાઈ છે.

આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓની ભલામણોને ધ્યાનમાં રાખીને અને ગુજરાતના કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ માટે પરીક્ષા રદ કરી છે.

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવા કરી માંગ

ગત રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી વીવાદમાં આવી છે. કારણ કે, રાજ્યના અમુક જીલ્લાઓમાં ભારે ગેરરીતિ આચરવામાં હતી જેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા હતા. ત્યારે હજુ સુધી સરકારે નક્કર પગલા ન લેતા બેરોજગાર યુવાનો સાથે સરકાર મજાક ઉડાવી રહી હોય તેવુ પરીક્ષાર્થીઓ અનુભવી રહ્યા છે.

રાજકોટ તાજેતરમાં યોજાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતે થયાની રજુઆત સાથે NSUI એ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

આ પહેલા પણ બિનસચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષાને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે હાલ પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં પરીક્ષાર્થીઓ અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફરીથી પરીક્ષા યોજવામાં આવેની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં પરીક્ષાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સમય પૂર્ણ થવા છતા અમુક વિદ્યાર્થીઓને પેપર લખવા દેવાયું હતું. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓએ વિરોધ કર્યા છે. ઉપરાંત ઉમેદવારો પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે.

અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની-3901 જગ્યા માટે 10.45 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. ત્યારે અંદાજે 8 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યના અમુક કેન્દ્રોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાથી મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાથી પરીક્ષા રદ કરવામાં આવેની માંગ કરી હતી.

12 પાસ/ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બિનસચિવાલયની પરીક્ષા આપી શકશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય કલાર્ક અને કચેરી મદદનિશની ભરતી માટેની પરીક્ષા હવે ધો.૧રના અને સ્નાતકની લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓ આપી શકશે. 10 લાખ 45 હજાર વિદ્યાર્થીઓને મળશે લાભ.
પરીક્ષાની નવી તારીખ 17મી નવેમ્બર જાહેર

હવે ધોરણ-10માં નવી પરીક્ષા પદ્ધતિ, OMR પદ્ધતિમાં નહીં પૂછાય પ્રશ્નો

રાજ્યમાં ધોરણ 10માં નવી પરીક્ષા પદ્ઘતિ દાખલ કરવામાં આવી છે. ત્યારે 2020માં યોજાનારી ધો.10ની બોર્ડની પરીક્ષા માટેની માર્ગદર્શિકા બોર્ડે દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ધો.10માં કોઇપણ વિષયમાં OMR પદ્ધતિ રહેશે નહીં. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓએ 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. તેમજ  20 ગુણ સ્થાનિક કક્ષાએ આપ્યા છે. આ 20 ગુણભારને 5 અલગ અલગ ભાગમાં વિભાગ પાડવામાં આવ્યા છે. રિપિટર વિદ્યાર્થી જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપી શકશે 

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાંની પરીક્ષામાં ફેરફાર બાદ વાલીઓના વિરોધને કારણે બોર્ડે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. પરંતુ ધો.10ની પરીક્ષા પદ્ધતિમાં પોતે કરેલા ફેરફાર પ્રમાણે જ પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર કરી છે.

 

બિન સચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ


ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ,ગાંધીનગર દ્વારા આગામી તા 20-10-2019 ના રોજ યોજાયાનારા જાહેરાત કરવામાં આવી, બિન સચિવાલય કલાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ સંવર્ગની પરીક્ષા હાલ પૂરતી રદ કરવામાં આવેલ છે.

MIMP/સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા પ્રશ્નો…

1. સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન

2. ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન

3 .એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન

4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન

5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન

6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન

7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન

8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન

9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન

10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન

11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર

12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન

13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન

14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના

15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન

16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન

17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન

18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી

19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન

20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન

21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન

22..સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન

23.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન

24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન

25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન

26. થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન

27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન

28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન

29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન

30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન

31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન

32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન

33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન

34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન

35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન

36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન

37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન

38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન

39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન

40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન

41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન

42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન

43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન

44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન

45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન

46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન

47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન

48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન

49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન

50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન

51.કોનોમીટર : કાલ માપક સાધન

52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન

53.કિલનોમીટર : ઢાળ માપક સાધન

54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન

55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન

56.ગોનિયોમીટર : કોણ માપક સાધન

57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન

58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન

59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન

60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન

61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન

62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન

63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન

64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન

65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન

66.બેરોમીટર : વાયુભાર માપક સાધન

67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન

68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન

69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન

70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન

71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન

72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન

73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન

74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

MIMP/સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા પ્રશ્નો…

1. ભારતના સૌથી  મોટી ઉંમરના ચિમ્પાંજીનું નિધન થયું તેનું નામ ?

જવાબઃ રીતા                           

2. ગાંધીજ્યંતી નિમિતે કેટલા રૂપિયાનું સ્મારક બહાર પાડવામાં આવ્યુ ?

જવાબઃ 150 રૂપિયા

3. તાજેતરમાં OPECની સદસ્યતા કયાં દેશે  2019માં છોડી દીધું ?

જવાબઃ ઇક્વાડોર દેશ

4. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે “નોમેડિક એલિફેડ 2019 સાયુક્ત અભિયાષનું આયોજન થયું છે?

જવાબઃ મંગોલિયા દેશ સાથે

5. ગુજરાતના કયા પવિત્ર યાત્રાધામને સ્વચ્છ આઇકોનીક પ્લેસ જાહેર કર્યુ ?

જવાબઃ સોમનાથ

6. નવી આરોગ્ય વીમા યોજનાં AB-MGRSBY કાયાં રાજ્ય શરૂ કરવામાં આવી ?

જવાબઃ રાજસ્થાન

7. ભારતીય  સેના દ્રારા કઈ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું ?

જવાબઃ બ્રહ્મોસ

8. તાજેતરમાં અમેરિકા દ્વારા ક્યા હેલિકોપ્ટર ભારતને વેચવાની મંજૂરી આપવામાં આવી છે ?

જવાબઃ અપાચે હેલિકોપ્ટર

9. સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ગુજરાતના ક્યાં જિલ્લાને સ્વચ્છ જિલ્લાઓની યાદીમાં મુકવામાં  આવ્યા છે ?

જવાબઃ અમદાવાદ અને રાજકોટ

10. HOWDY મોદી કાર્યક્રમમાં HOWDYનો અર્થ શુ થાઈ ?

જવાબઃ HOWDYનો અર્થ, તમે કેમ છો?

પાંચમા ધોરણના “નવોદય”ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

“નવોદય”ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી 5માં ધોરણની “જવાહર નવોદય”ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જે બાળક 5માં ધોરણમાં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે.
આ પરીક્ષા આપવાનો લાભ એ છે કે આ પરીક્ષામાં જે બાળક પાસ થાય છે તે બાળકનો ભણવાનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે.
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા-2019ના ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/09/2019 છે. આ પરીક્ષા તારીખ 11/01/2020ના દિવસે લેવાનાર છે. આ માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે.

• નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ.
• વિદ્યાર્થીનો પાસપોર્ટ ફોટો.
• વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી અને
• આધારકાર્ડ

આ માહિતી લોકોને ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે. ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે