ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના પાકને નુકશાની ગયેલ છે. તો તેનુ વળતર આપવામાં આવે. આ વર્ષે ધ્રોલ તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના લીધે ખેડુતોના પાર્કનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયેલ છે.

હાલ વાત કરવામાં આવેતો કપાસના ઉભા પાકને વધુ વરસાદના કારણે વરસાદી પાણી લાગી જતા સાવ બળીગયો છે. ત્યારે જે ખેતરોમાં મગફળીનુ વાવેતર થયુ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયેલા રહેવાથી મગફળીને પાણી લાગી જવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે

ધ્રોલ તાલુકામાં આજ દિવસ સુધી નુકશાની સર્વેની કામગીરી ખુબજ ધીમી ચાલી રહી છે અને જયા સર્વે થાય છે. ત્યાપણ ખેડતોને કયાકને કયાક નિયમોની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. અને જે ખેતરમાં નુકશાની હોવા છતા સર્વે કરવામાં આવતો નથી અને સરકારના લાભો થી ખેડૂતો વંચિત રહી જાય તેવી સ્થિતિ છે. ધ્રોલ તાલુકામાં ગયા વર્ષે પણ ભારતીય એક્ષા વીમા કંપનીઓ દ્વારા ૨૫ % પાક વિમો આપવા દરેક ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સરપંચો પાસે થી ૨૫ % નું વળતર સ્વીકારી લેવા સમતી પત્ર લખાવી લેવામાં આવ્યા હતા. જે વિમો પણ આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી.

ખેડૂતો છેલ્લા છ મહીના કરતા પણ વધુ સમય થી કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે . આવી લોકડાઉનની કપરી પરીસ્થિતિ માંથી જયારે ખેડુતો પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જો ખેડુતો ને ગત વર્ષ ની જેમ દરેક ખેડતો ને આર્થિક મદદ કરવામાં આવે તો ખેડૂતોને તેની આજીવીકા પસાર કરવામાં રાહત મળે. ગત વર્ષની જેમ દરેક ખેડતોને હેકટર દીઠ એક ફિકસ રકમ નક્કી કરીને આપવામાં આવી હતી. તેવીજ રીતે આ વર્ષે પણ વળતર આપવામાં આવે.

ધ્રોલ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ જયશ્રીબેન પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકીએ ચાર્જ સંભાળ્યો

ધ્રોલ નગરપાલિકાનો ચાર્જ નવ નિયુક્ત પ્રમુખ જયશ્રીબેન મનસુખભાઈ પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકી દ્વારા સંભાળવામાં આવેલ આને કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડીને નવ નિયુક્તિ પ્રમુખને વધાવવામાં આવ્યા હતા. ધ્રોલ બીજેપીના શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી દ્વારા નગરપાલિકાના પગથિયે નમન કરીને પછી અંદર પગ મુકવામાં આવેલ અને ત્યાંર બાદ ધ્રોલ નગરપાલિકાના વિકાસના કામોને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની આખી ટિમ દ્વારા ચીફ ઓફિસરની મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા સૌ પ્રથમ ચીફ ઓફિસરને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનવાનું જણાવેલ અને નગરપાલિકામાં વિકાસના કામોને વેગ આપી લોકોને આપેલા વચનો તાત્કાલિક પુરા કરવા આવે.

ધ્રોલ પ્રજા જનોની સુખાકારી માંટે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા ગટર પાણી અને સફાઈ ને પ્રાધાન્ય આપવું અને સ્ટ્રીટ લાઈટો તેમજ કેમેરા જિયા બંધ હોય તે તાત્કાલિક ચાલુ કરવા જણાવેલ નગરપાલિકા ના દરેક વોર્ડ માં વોર્ડના સભ્યોને સાથે રાખી દર અઠવાડિયે એક એક વોર્ડ ની મુલાકાત લઈ તિયાના રેહવાસીઓ સાથે સંકલન કરી બને તેટલા પ્રોબ્લેમનું સમાધાન સ્થળ પરજ કરવું

આ મીટિંગ માં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા.રાજભા જાડેજા. શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી.ઈરફાન ટકી.ગોવિંદભાઈ દલસાનિયા, અરવિંદભાઈ પરમાર, મનસુખભાઇ પરમાર, અશરફભાઈ તુષારભાઈ ભલોડિયા. સંજયસિંહ વસરામભાઈ વરુ. વલ્લભભાઈ, લક્ષમણ ભાઈ, રમેશભાઈ જાકાસણીયા હિતેશ ભોજાણી .રાજેન્દ્રસિંહ સોલંકી, હિરેન કોટેચા, ચંદ્રકાન્ત ભાઈ. સમીરભાઈ શુક્લ તેમજ પાર્ટીના અનેક નાના મોટા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા

ધ્રોલમાં આમ આદમી પાર્ટીમાં યુવાનો અને મહિલાઓ જોડાય

આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જનતામાં અભૂતપૂર્વ ઉત્સાહ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહી છે. ત્યારે ધ્રોલમાં આમ આદમી પાર્ટીમાં યુવા અને હરેક સામાજીક કાર્યામાં આગળ રહેતા જીતરાજસિંહ જે.ગોહીલને ધ્રોલ આમ આદમી પાર્ટી યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

 ત્યારે કુસુમબેન પી . વાદીને આમ આદમી પાર્ટી મહિલા મોરચાનાં ધ્રોલ શહેરનાં પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવે છે.  

શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચારમુક્ત સિસ્ટમની દિશામાં દિલ્લીમાં ઐતિહાસિક કામ કરનાર આમ આદમી પાર્ટીના “દિલ્લી મોડલ” જેવું જ ટેક્સના બદલામાં ગુજરાતમાં પણ મફત શિક્ષણ, મફત આરોગ્ય, મફત વીજળી સહિતના અધિકારો મળે તે માટે લોકો હવે સ્વયંભૂ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ધ્રોલમાં યુવાનો માટી સંખ્યામાં સ્વયંભૂ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

લોકો જાય તો જાય ક્યાં? ધ્રોલ મામલતદારમાં વચેટીયા દલાલોની બોલબાલા

ધ્રોલ મામલતદાર ઓફિસમાં આમસામાન્ય નગરીક પોતેનુ કામ કરાવા માટે મામલતદાર ઓફિસે જાય તો વચ્ચે વચેટીયો દલાલ રાખવો પળે તેવી સીસ્ટમ ગોઠવવામાં આવી છે. જ્યારે આમનાગરીક આવકનુ પ્રમાણ પત્ર કે જાતિનુ પ્રમાણ પત્ર કઠવવા જાય તો તેને કઈક ને કઈક નવું ઉખાણું કાઠી પ્રજાની એક પણ ભૂલ હોય તો સહજતાથી સમજાવાને બદલે ૫ થી ૭ ધક્કા ખવરાવી પ્રજાને ટલ્લે ચડાવવામાં આવે છે. ત્યારે છેવટે લોકો કંટાળીને વચેટીયા દલાલોનો ભોગ બનવુ પળે છે.

મળતી માહિતી મુજબ આવક જાતિના દાખલા જો વચ્ચેતિયા દલાલો દ્વારા કાઠવામાં આવે તો તરત જ લોકોના આવક કે જાતિના દાખલા નીકડી જાય છે. તો શું અધિકારીઓ દ્વારા જ વચેટિયા દલાલને પ્રોત્સાહન આપવામાં આવે છે.તેવું લોકમૂખે ચચાઇ રહિયું છે. તેમજ ધ્રોલ મામલતદાર ઓફિસના મેદાન તેમજ પાર્કિંગ વિસ્તારમાં ઊભા રહીને વચેટિયા તેમજ દલાલ મોટાપાયે અભણ પ્રજાને મનફાવે તેવા ભાવ થી લૂટવાનો ફાયદો ઊઠાવી રહ્યા છે.

લોકોએ જણાવ્યા મુજબ નાયબમામલતદાર પાસે આવક જાતિના દાખલા લેવા જય તો એવું કહેવામા આવે છે કે આવક-જાતિના દાખલા લેવા આવવાનો સમય ૪ થી ૬ નો છે. પરતું તેના કહેલા સમયે લેવા જાય ત્યારે જણાવામાં આવે છેકે, હજુ સહી બાકી છે. હજુ રજીસ્ટ્રન નોધવાનું બાકિ છે. તેવું કહી ક્યાક ને ક્યાક વચેટિયા તેમજ દલાલોને મોટા પાયે ભષ્ટ્રાચારને નોતરી રહ્યા છે.

બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં ‘વાલા દવલા’ની રાજનીતિ

ધ્રોલ નગરપાલિકામાં બીજેપીનું શાસન છે. ત્યારે માહિતી મળ્યાં અનુસાર એટલી હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે કે રાજનીતિ શબ્દને પણ કલંકિત કરે છે. ઘટના જોડિયાના નાકા પાસે આવેલ એક શેરીમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવતું તેવુ સ્થાનિકોનું કહેવું છે.

ધ્રોલમાં છેલ્લા અઠી વર્ષ કરતા વધુ સમયથી શેરીમાં બ્લૉક નાખવાના કામ ચાલે છે પરંતુ આ શેરીમાં કામ કરવામાં આવતું નથી. આ શેરીના આજુબાજુના તમામ વિસ્તારમાં બ્લૉક નાખવામાં આવ્યા છે. પરંતુ આ શેરીમાં એક પણ પ્રકારનું કામ કરવામાં અવ્યું નથી.

RTI  કરી જવાબ ન મળ્યો

શેરીમાં બ્લોકનું કામ ન થતા શેરીના લોકો દ્વારા RTI કરવામાં આવી. પરંતુ RTIમાં પણ કોઈ જવાબ આપવામાં આવીયો. ત્યારે સ્થાનિક લોકો નગરપાલિકાએ લેખિત અરજી આપવા માટે નગરપાલિકા પૉહોંચ્યાં હતા. ત્યારે ચીફ ઓફીસરને પોતાની શેરીમાં બ્લોકનું કામ અત્યાર સુધી કેમ નથી કારવમાં  આવ્યું. તેવુ પૂછતા ચીફ ઓફીસરે જણાવ્યું કે, મત આપતા પેલા વિચાર કરો જે તમારું કામ કરે અનેજ મત આપો. તમારા વોર્ડના ચૂંટાયેલા શભ્યોએ અત્યાર સુધી તમારી શેરીમાં બ્લોક નાખવાનું કામ પાસ કર્યું ન હતું. એટલા માટે તમારી શેરીમાં બ્લોકનું કામ નથી કરવામાં આવ્યું. હાલ તમારી શેરીમાં બ્લૉક નાખવાનું કામ પાસ થાયને રાજકોટ મોકલેલ છે ત્યાંથી કેટલા ટાઈમાં પાસ થાયને આવે તે નો કહી સકાય. 6મહિના પણ થાય અને વર્ષ પણ થાય અમારા હાથમાં કાય નથી.

સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, ગત ધ્રોલ નાગરપાલિકાની ચૂંટણીમાં આ શેરીમાંથી એક વ્યક્તિએ અપક્ષમાંથી ઉમેદવારી કારી હતી એટલા માટે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા આ શેરીના કોઈ પણ પ્રકારના કામ પાસ કરવામાં આવતા નથી.

શું અપક્ષમાંથી ઉમેદવારી કરવી ગુનો છે? તમારા વિસ્તારમાંથી કોઈ અપક્ષમાંથી ઉમેદવારી કરે અને હારીજાય તો તમારા વિસ્તારનો ચૂંટાએલો ઉમેદવાર તમારૂ કામ ન કરે?

લોકોનું કહેવું છે કે, જે વિસ્તારમાથી ચૂંટાયેલા ઉમેદવારોને મત મળ્યા છે. તેજ વિસ્તારમાં કામ કરવામાં આવે છે. તો બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં અને વાલા દવલાની રાજનીતિ કહી શકાય.

આ પહેલા ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસનુ શાસન હતું. ત્યારે પણ ધ્રોલના ઘણાખરા વિસ્તારોમાં બ્લોક નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે પણ આ શેરીને બાકાત રાખવામાં આવી હતું.  

ખેડૂત પુત્રએ મારી બાજી, 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

ગત રોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયુ. જેમાં મોટા મહાનગરોને પાછળ છોડી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા આવ્યું છે. તેમજ સમગ્ર ગુજરાતનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં 80.88 ટકા પરિણામ સાથે બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે.

ધ્રોલમાં આવેલ બી.એમ. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીદ્યાર્થી દિપકુમાર શૈલેષભાઇ હિન્સુએ A1 ગ્રેડ સાથે 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા છે. તેમની સાથેની વાતચીત જણાવ્યુ હતુ કે, હું દરરોજ 10 થી 12 કલાક ઘેર રહીને જ અભ્યાસ કરતો હતો. અન્ય પ્રવૃતિમાં માઇન્ડ ફ્રેશ કરવા ન્યુજ પેપર અને બુકસનું વાંચન કરતો હતો.

વધુમાં જણાવ્યુ હતું કે, તેમના માતાપિતા અને સ્કુલનાં શિક્ષકગણને પોતાનાં પ્રેરણાસ્ત્રોત છે. શિક્ષકોનાં ઉતમ માર્ગદર્શનથી તેમણે આટલા સારા માર્કસ મેળવી શકાયા છે. ભવિષ્યમાં તેમણે ડોકટર થવાની ઇચ્છા વ્યકત કરી હતી.

મુળ જોડીયા તાલુકાનાં લીંબુડા ગામનાં શૈલેષભાઇ હિન્સુ અને માતા રશીલાબેન સામાન્ય ખેડૂત પરિવારનાં એકના એક પુત્ર દિપનાં પુત્રનાં અભ્યાસ અર્થે ધ્રોલ સ્થાયી થયેલા તેમનાં પુત્રની ઝળહળતી સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

શું આમ જનતાના કામ કરવા માટે ઉચ્ચકક્ષાએ લાગવગની જરૂર પડે? આવી એક સરમજનક ધટના આવી સામે

એક તરફ કોરોનાના કારણે લોકો પરેશાન છે. તેમાં પણ અમુક અધિકારીઓ પોતાની માનવતા જાણે નેવે મુકી છે. આવી એક સરમ જનક ધટના સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામા રહેતા નિર્મળાબેન રામજીભાઇ ઘેટીયાને હ્રદયના દુખાવાની તખલીફ થઈ હતી. ત્યારે સ્થાનિક હોસ્પીટલમાં સારવાર લેતા ડોકટરોએ તાત્કાલીક વધુ સારવાર માટે રાજકોટ જવા સલાહ આપી હતી.
પરંતુ જ્યારે રાજકોટ ખાનગી હોસ્પીટલનો સંપર્ક કરતાં ઓપરેશનનો 2.5 લાખ જેટલો ખર્ચ થતો હતો. દર્દી સામન્ય પરિવાર માંથી આવતુ હોવાથી મા અમૃતમ કાર્ડ કાઢવાની જરૂર પડી હતી. ત્યારે અમૃતમ કાર્ડ કઢાવવા આવકનો દાખલો જરૂરી બન્યો હતો. પરંતુ મામલતદારે સરકાર માંથી દાખલા કાઢવાનું બંધ છે અને આ સીવાય અમારે કોરોનાનાં ઘણા કામ છે કહી અરજદારને ના ચોખીના પાડી દીધી હતી. ત્યારે દર્દીના પરિવારજનો મુંઝવણમાં મુકાયા હતા.

આખરે મંત્રી સૌરભભાઇ પટેલનો સંપર્ક કરાતા તેમણે દરમ્યાનગીરી કરીને જીલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મામલતદારને તાકિદ કરતાં મામલતદારે તાબળતોબ દાખલો કાઢી આપ્યો હતો.

પોલીસે ગણતરીની કલાકોમાં જ ખોવાયેલી બાળકીઓને તેના માતા-પિતાને શોપી

દેશભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે પોલીસ કર્મીઓ 24 કલાક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેની સાથે સાથે આમ જનતામાં બનતા બનાવોનું પણ નિરાકરણ લાવી રહ્યા છે. તેવીજ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સામે આવી છે. આજે બપોરે 01:30 વાગ્યે રઝવી સોસાયટીમાંથી બે બાળકીઓ ગુમ થયાની ફરિયાદ બાળકીના માતા-પિતા એ ધ્રોલ પોલીસ સ્ટેશને કરી હતી.

અગમ્ય કારણો સર કોઈ અવાવરૂ જગ્યાએ ગુમ થતા બાળકીઓના માતા-પિતા તેમજ પાડોશમાં રેહેતા લોકો દ્વારા બાળકીઓની શોધખોળ કરી હતી. પરંતુ તેમ છતા બાળકીઓ ન મળતા પોલીસને જાણ કરી હતી. ગુમ થયેલ બાળકીઓ ચાવડા સાઈના સરફરાઝ ઉ. વર્ષ- 6 અને મોહુર માઈનુર રઝાખભાઈ ઉ.વર્ષ-5.

ત્યારે ધ્રોલ પી.એસ.આઇ કાંટલીયા  તથા પો.સ્ટાફ રણજીતસિંહ જાડેજા, નિલેશભાઈ ભીમાણી, હર્ષદભાઈ ડોળીયા અને મહિપતસિંહ સોલંકી એ આ ફરિયાદને ગંભીરતાથી લઇ માત્ર 01:30 કલાકની જહેમત ઉઠાવી બંને બાળકીઓને શોધી અને તેના માતા-પિતાને સુપરત કરી હતી. આ કામગીરી જોઈ બાળકીઓના માતા-પિતાએ ધ્રોલ પોલીસ સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

ધ્રોલ માર્કેટિંગયાર્ડમાં શાકભાજીની હરાજીમાં તંત્રની બેદરકારી

  • સરકારના જાહેરનામાનો ભંગ
  • નિયમોનુ ભંગ થઈ તો જવાબદાર કોણ?
  • શું શાકભાજીની હરાજી યાર્ડનુ કાર્યક્ષેત્ર નથી?

વિશ્વભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાને માત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજીમાં તંત્ર દ્વારા એક પણ પ્રકારની તકેદારી લેવામાં આવી રહી નથી.

રાજ્ય સરકારના નિયમો મુજબ શાકભાજીની હરાજીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ, માસ્ક અને લોકોને સેનેટાઈઝ કર્યા બાદ હરાજીમાં ભાગ લઈ શકે છે. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ ખુબજ જરૂરી છે. પરંતુ અહીં તો ઊલટું થઈ રહ્યું છે.

ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. શાકભાજીની હરાજીમાં નિયમોને નેવે મૂકી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. ત્યારે નથીતો સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરી રહ્યા કે નથી તો બધાજ લોકોએ માસ્ક પહેર્યા.

ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં સરકારના નિયમોનો સરેઆમ રાજ્ય સરકારના નિયમોને ભંગ કરી ધ્રોલ માર્કેટિંગ યાર્ડ દરરોજ અંદાજે 25થી 30 હજાર કિલો શાકભાજી અને ફ્રુટની હરાજી થાય છે. જેમાં બટાકા, ડુંગળી, ટમેટા, અને તમામ લીલોતરી. ત્યારે ફ્રુટમાં કેળા, દાડમ, દ્રાક્ષ અને તરબૂચ વગેરે હરાજી થાય છે. આ સમયે અંદાજે 300 થી 400 લોકોના યાર્ડમાં અવર જવર કરતા હોય છે.

ત્યારે યાર્ડમાં શાકભાજીના દલાલ તેમજ વેપારીઓ દ્વારા કોઇપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગન જાળવવામાં આવી રહ્યું નથી. ઘણા લોકોએ માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યા છે. અહીં તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવામાં એક પણ પ્રકારની તકેદારી નથી રાખવામાં આવી.

જ્યારે યાર્ડના કર્મચારી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, શાકભાજીની હરાજી યાર્ડના કાર્યક્ષેત્રમાં નથી આવતી માત્ર શાકભાજીના વેપારીઓએ માટે જગ્યા ફાળવવામાં આવી છે. યાર્ડ દ્વારા તમામ વેપારીઓને દલાલોને અગાઉ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ  જાળવવા અને માસ્ક અને સેનેટાઈઝ રાખવાની સુચના આપી હતી. યાર્ડમાં આવતા જતા લોકોને માસ્ક પહેરવા જોઈએ તેમ જણાવ્યું હતું.