શું ગુજરાત કરતા રાજકોટમાં વધુ છે કોરોનાના મોત…??

ભારતભરમાં કોરોના વાઇરસ બેકાબુ બન્યો છે.લોકો ભયના નીચે જીવી રહ્યા છે.  દેશભરમાં અત્યાર સુધી 33 લાખ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે તો  60,000 કરતા વધારે લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 90 હજાર સુધી પોઝીટીવ કેસ પહોંચી જવા પામ્યા છે. જયારે 3,000 જેટલા લોકોના મોત થયા છે.

જ્યારે 26 ઓગસ્ટને બુધવારના એક જ દિવસના રોજ દેશમાં 60,592 પોઝિટિવ કેસ તો 980 લોકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. ગુજરાતમાં એક જ દિવસમાં 1197 પોઝીટીવ કેસ તો 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

જ્યારે સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટમાં બુધવારના રોજ 23 લોકોના મોત થયા છે તેમ મીડિયાએ ચલાવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે રાજકોટ અને આસપાસના જિલ્લાના થઈ 20 મોત જાહેર કર્યા હતા. એટલે કે રાજકોટમાં 20 મોત અને ગુજરાતમાં 17 મોત ? આ પહેલા પણ અનેક વખત પોઝીટીવ કેસ જાહેર ન કરવા બાબતે તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે પણ નેતાઓએ અને અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું…..

રાજકોટમાં કોરોનાને કારણે 20 મોત જાહેર થયા જ્યારે ગુજરાતમાં 17 મોત જાહેર કરાતા વડાપ્રધાનના હોમ ટાઉન ગુજરાતમાં મોતના આંકડા છુપાવવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું મુખ્યમંત્રીનું હોમ ટાઉન રાજકોટ એ ગુજરાતમાં નથી આવતું ? અને શા માટે તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે લોકોનો ભોગ લઇને આંકડાઓ છુપાવી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે હવે આ સંવેદનશીલ સરકારની વાતો કરી ‘રૂપાણી’ સરકાર સાચા આંકડા જાહેર કરશે કે પછી આંકડાઓની માયાજાળ વધુ ગૂંથશે…. ??? તે આગામી સમયમાં જોવું રહ્યું….

માનવતાની મહેકની કલમે

વીરપુર ગામે ત્રણ સગા ભાઈઓના તળાવમાં ડૂબી જવાથી મોત

દિવાળીના તહેવારની ગુજરાત ભરમાં તડામાર ત્યારીઓ ચાલી રહી છે. ત્યારે રુવાડા ઉભા કરીદે તેવી ઘટના સામે આવી છે. ભાવનગરના પાલીતાણા તાલુકાના વીરપુર ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ સગા ભાઈના મોત થયા છે. જાણવા મળ્યુ છે કે, ત્રણેય ભાઈઓ ગામના તળાવમાં નાહવા ગયા હતા. આ દરમિયાન ડૂબી જતા ત્રણેય ભાઈઓના મોત થયા છે. સ્થાનિકો દ્વારા ત્રણેય ભાઈઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક બાળકોની ઉંમર 5, 8 અને 11 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.