ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના પાકને નુકશાની ગયેલ છે. તો તેનુ વળતર આપવામાં આવે. આ વર્ષે ધ્રોલ તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના લીધે ખેડુતોના પાર્કનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયેલ છે.

હાલ વાત કરવામાં આવેતો કપાસના ઉભા પાકને વધુ વરસાદના કારણે વરસાદી પાણી લાગી જતા સાવ બળીગયો છે. ત્યારે જે ખેતરોમાં મગફળીનુ વાવેતર થયુ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયેલા રહેવાથી મગફળીને પાણી લાગી જવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે

ધ્રોલ તાલુકામાં આજ દિવસ સુધી નુકશાની સર્વેની કામગીરી ખુબજ ધીમી ચાલી રહી છે અને જયા સર્વે થાય છે. ત્યાપણ ખેડતોને કયાકને કયાક નિયમોની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. અને જે ખેતરમાં નુકશાની હોવા છતા સર્વે કરવામાં આવતો નથી અને સરકારના લાભો થી ખેડૂતો વંચિત રહી જાય તેવી સ્થિતિ છે. ધ્રોલ તાલુકામાં ગયા વર્ષે પણ ભારતીય એક્ષા વીમા કંપનીઓ દ્વારા ૨૫ % પાક વિમો આપવા દરેક ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સરપંચો પાસે થી ૨૫ % નું વળતર સ્વીકારી લેવા સમતી પત્ર લખાવી લેવામાં આવ્યા હતા. જે વિમો પણ આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી.

ખેડૂતો છેલ્લા છ મહીના કરતા પણ વધુ સમય થી કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે . આવી લોકડાઉનની કપરી પરીસ્થિતિ માંથી જયારે ખેડુતો પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જો ખેડુતો ને ગત વર્ષ ની જેમ દરેક ખેડતો ને આર્થિક મદદ કરવામાં આવે તો ખેડૂતોને તેની આજીવીકા પસાર કરવામાં રાહત મળે. ગત વર્ષની જેમ દરેક ખેડતોને હેકટર દીઠ એક ફિકસ રકમ નક્કી કરીને આપવામાં આવી હતી. તેવીજ રીતે આ વર્ષે પણ વળતર આપવામાં આવે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કર્યો સફાયો: મેન્ડેટનો અનાદર કરનાર 38 હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ.
હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.

બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં ‘વાલા દવલા’ની રાજનીતિ

ધ્રોલ નગરપાલિકામાં બીજેપીનું શાસન છે. ત્યારે માહિતી મળ્યાં અનુસાર એટલી હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે કે રાજનીતિ શબ્દને પણ કલંકિત કરે છે. ઘટના જોડિયાના નાકા પાસે આવેલ એક શેરીમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવતું તેવુ સ્થાનિકોનું કહેવું છે.

ધ્રોલમાં છેલ્લા અઠી વર્ષ કરતા વધુ સમયથી શેરીમાં બ્લૉક નાખવાના કામ ચાલે છે પરંતુ આ શેરીમાં કામ કરવામાં આવતું નથી. આ શેરીના આજુબાજુના તમામ વિસ્તારમાં બ્લૉક નાખવામાં આવ્યા છે. પરંતુ આ શેરીમાં એક પણ પ્રકારનું કામ કરવામાં અવ્યું નથી.

RTI  કરી જવાબ ન મળ્યો

શેરીમાં બ્લોકનું કામ ન થતા શેરીના લોકો દ્વારા RTI કરવામાં આવી. પરંતુ RTIમાં પણ કોઈ જવાબ આપવામાં આવીયો. ત્યારે સ્થાનિક લોકો નગરપાલિકાએ લેખિત અરજી આપવા માટે નગરપાલિકા પૉહોંચ્યાં હતા. ત્યારે ચીફ ઓફીસરને પોતાની શેરીમાં બ્લોકનું કામ અત્યાર સુધી કેમ નથી કારવમાં  આવ્યું. તેવુ પૂછતા ચીફ ઓફીસરે જણાવ્યું કે, મત આપતા પેલા વિચાર કરો જે તમારું કામ કરે અનેજ મત આપો. તમારા વોર્ડના ચૂંટાયેલા શભ્યોએ અત્યાર સુધી તમારી શેરીમાં બ્લોક નાખવાનું કામ પાસ કર્યું ન હતું. એટલા માટે તમારી શેરીમાં બ્લોકનું કામ નથી કરવામાં આવ્યું. હાલ તમારી શેરીમાં બ્લૉક નાખવાનું કામ પાસ થાયને રાજકોટ મોકલેલ છે ત્યાંથી કેટલા ટાઈમાં પાસ થાયને આવે તે નો કહી સકાય. 6મહિના પણ થાય અને વર્ષ પણ થાય અમારા હાથમાં કાય નથી.

સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, ગત ધ્રોલ નાગરપાલિકાની ચૂંટણીમાં આ શેરીમાંથી એક વ્યક્તિએ અપક્ષમાંથી ઉમેદવારી કારી હતી એટલા માટે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા આ શેરીના કોઈ પણ પ્રકારના કામ પાસ કરવામાં આવતા નથી.

શું અપક્ષમાંથી ઉમેદવારી કરવી ગુનો છે? તમારા વિસ્તારમાંથી કોઈ અપક્ષમાંથી ઉમેદવારી કરે અને હારીજાય તો તમારા વિસ્તારનો ચૂંટાએલો ઉમેદવાર તમારૂ કામ ન કરે?

લોકોનું કહેવું છે કે, જે વિસ્તારમાથી ચૂંટાયેલા ઉમેદવારોને મત મળ્યા છે. તેજ વિસ્તારમાં કામ કરવામાં આવે છે. તો બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં અને વાલા દવલાની રાજનીતિ કહી શકાય.

આ પહેલા ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસનુ શાસન હતું. ત્યારે પણ ધ્રોલના ઘણાખરા વિસ્તારોમાં બ્લોક નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે પણ આ શેરીને બાકાત રાખવામાં આવી હતું.  

કોરોના/ગુજરાત સરકારની તૈયારીઓ પર સવાલ, દેશમાં બીજા ક્રમે ગુજરાત

રાજ્યના આરોગ્ય વિભાગે જ્યારથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારી છે ત્યારથી રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે કોરોનાએ ગુજરાત મોડેલની હવા કાઢી નાંખી છે. કારણકે ગુજરાતમાં કેસની જે રીતે સંખ્યા વધી રહ્યી છે. તેને જોતા ગુજરાત સરકારની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. તેમજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને ઊઘાડું પડી દીધું છે.

હાલ ગુજરાતમાં મૃત્યુઆંક 100ને પાર પોંહચ્યો છે. ત્યારે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 2559 પર પહોંચી ચૂકી છે. હાલ દેશમાં કોરોનાના કેસમાં ગુજરાત બીજા નંબરે આવીને ઊભું છે.

ગત સાંજે આરોગ્યવિભાગના અગ્રસચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ બાદ રાજ્ય કોરોના પોઝિટવના નવા 152 કેસ નોંધાયા અને વધુ 2 લોકોના મોત થયા છે. નવા 152 કેસ નોંધાતા કુલ દર્દીઓ ની સંખ્યા 2559 પર પહોંચી ગઈ છે જ્યારે 2 વધુ લોકના મોતને કારણે કુલ મૃત્યુ 105 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં 94 કેસ નોંધાયા છે જ્યારે સુરત 30 કેસ, વડોદરા 14, આણંદ 3, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

આજે 152 નવા કેસ ગુજરાતમાં કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે કેસનો કુલ આંકડો 2559 પર પહોંચ્યો છે. દેશમાં મહારાષ્ટ્રના 5649 કેસ બાદ બીજા નંબરે છે. જ્યારે મોતના આંકડામાં પણ ગુજરાતે બીજો ક્રમ જાળવી ગુજરાત સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગની તૈયારીઓની પોલ ખોલી નાંખી છે.

ક્રમરાજ્યકેસમોત
1મહારાષ્ટ્ર5649269
2ગુજરાત2559105
3દિલ્હી224848

કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી જયેશ રાદડિયા

કોરાનાને કારણે દેશમાં લોકડાઉનની જે સ્થિતિ છે, સ્વભાવીક રીતે દેશના તમામ નાગરિકોને તેની હેસીયત પ્રમાણે તકલીફ પડી રહી છે. નાના માણસને નાની તકલીફ છે અને મોટાને મોટી તકલીફ છે. ત્યારે કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી જયેશ રાદડિયાએ પોતાની સરકારના તારીફના પુલ બાંધ્યા, આંકડાઓની માયાજાળ બનાવી. પણ ગરીબની થાળીમાં ભોજન નથી તેનું શું, ખેડૂત પાસેથી માલતો છે પરંતુ ખરીદાર નથી અને અનાજ બગડે છે.

ખેડૂતને નુકશાન જાય છે. ત્યારે સરકાર આ વર્ષે દરેક ખેડૂત પાસેથી દરેક પ્રકારના અનાજ ખરીદે તે જરૂરી અને તે પણ વ્યાજબી ભાવે જેથી ખેડૂતને રાહત થાય, ગામડું દોડતું થાય સીટી દોડતું થાય તે માટે ખેડૂત પાસેથી બધો માલ ખરીદવો ખૂબ જરૂરી બને છે, અને ચણા અને રાયડાની ખરીદી બાબતે પૂછતાં, તેમાં પણ તંત્ર પોચી નહીં શકતા ગુજકો માસોલ દ્વારા કરવામાં આવશે, એટલે કે પુરવઠા વિભાગે નોંધણી પ્રક્રિયા કરી પરંતુ હવે સંસ્થાને તૈયારી ન કરવી પડે અને બેઠો બેઠો માલ ખાય તે માટે ગુજકો માસોલને ખરીદી માટે નક્કી પણ કરી લેવામાં આવી એટલે આગામી સમયમાં કૌભાંડ સર્જાય તો નવાઈ નહીં….અને મંત્રીઓ આંકડાઓની માયાજાળ માંથી બહાર આવી, ગરીબ,મધ્યમ અને ખેડૂત વર્ગને મદદ કરે તે જરૂરી બને છે..

શું દેશના લોકોનું બ્રેઇન થઈ રહ્યું છે વોશ ?

હાલ વિશ્વ ભરમાં કોરોના વાઇરસ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારત દેશ પણ કોરોના વાઇરસની ચપેટ માથી બાકાત નથી ત્યારે કોરોના વાઇરસ સામે લડવા માટે સૌપ્રથમ 22 તારીખે કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે લોકડાઉનને લઈને સ્વાભાવિક છે કે દેશની જનતાને મુશ્કેલીના સમયમાં સરકાર પાસે આશા અપેક્ષા રાખે પરંતુ વર્તમાન સરકાર આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ હોય તેમ દેશના ધનવાનો પાસેથી ફંડ એકત્રિત કરી રહી છે લોકોનું બ્રેઇન પણ વોશ કરી રહી છે કેવી રીતે તે તમારે સમજવાની જરૂર છે…

સૌ પ્રથમ વડાપ્રધાને લોકોને મદદ માટે આગળ આવવા માટે વિનંતી કરી, ત્યાર બાદ કોઈ સેલિબ્રિટિ આગળ આવ્યા અને ફંડ ડોનેટ કર્યા ત્યાર બાદ તેની સામે એટ્લે કે તેમના વિરોધી ફિલ્મ સ્ટાર હોય અથવા બંને સ્ટારના ધર્મ અલગ અલગ હોય તેવા લોકોને સામે રાખવામા આવ્યા અને સાચું દેશ ભક્ત કોણ છે અને કોણ નથી તેવું સાબિતી વાળા મેસેજ સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવ્યા જેથી જે સ્ટાર દ્વારા ફંડ ડોનેટ કરવામાં આવ્યું નોતું તેવા પણ અંતે આગળ આવીને કરોડો રૂપિયાનું ફંડ ડોનેટ કર્યું.

ક્રિકેટરની વાત કરીએ તો અબજો રૂપિયા વાર્ષિક કમાનાર ધોનીએ માત્ર 1 લાખ રૂપિયા જ આપ્યા અને કેપ્ટન કોહલીએ તો માત્ર વાતો જ કરી ફંડ ડોનેટ ન કર્યું તેવા અનેક મેસેજિસથી દેશ ભક્ત અને દેશ દ્રોહી સાબિત કરવાનો પ્રયન્ત કરવામાં આવ્યો ત્યાર બાદ ક્રિકેટર આગળ આવતા તેમની તારીફોના પુલ બાંધતા મેસેજિસ પણ સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા. ત્યાર બાદ હોસ્પિટલમાં ફંડ ડોનેટ કરાય ધાર્મિક મંદિર,મસ્જિદ,ચર્ચ કે ગુરુદ્વારામાં નહીં કેમ કે તેઓ મુશ્કેલીના સમયમાં આગળ આવતા નથી તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા જેથી લોકોની આંખ ઉધડે પરંતુ મેસેજ કોણે લખ્યા અને શા માટે તે પણ એક પ્રશ્ન છે ?

પરંતુ મેસેજ વાઇરલ થતાં જ ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી અને ક્યાક 100 તો ક્યાક 1500 કરોડ રૂપિયાનું ડોનેશન સહિત અબજો રૂપિયાનું ડોનેશન કરવામાં આવ્યું. ત્યાર બાદ ઊદ્યોગપતિઓ પણ આગળ આવ્યા અને અનેક સંસ્થાઓ પણ આગળ આવી ફંડ ડોનેટ કર્યું અને લંગરો પણ ચાલુ કર્યા એટ્લે કે ભૂખ્યાને ભોજન.
પરંતુ વાત અહી પણ રોકાતી નથી કેમ કે આપણે હિંદુસ્તાનમાં રહીએ છીએ એટ્લે દેશભક્ત જ ફંડ ડોનેટ કરે રેવા સોશિયલ મીડિયાના મેસેજિસથી અનેક લોકોએ કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાનું દાન કર્યું. અને છેલ્લે ઘણા સ્પોટ્સમેન બાકી રહી જતાં હોય તેમ વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે પણ દેશ સેવા માટે આગળ આવવાની અને ફંડ ડોનેટ કરવા અપીલ કરી.તે સાથે જ દેશભરમાંથી દરેક ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર, સરપંચ, કર્મચારી પોતાનો એક મહિનાનો પગાર અથવા પગારમાથી પોતાનો હિસ્સો આપે છે. બિઝનેશમેન, ધાર્મિક સંસ્થાઓ અને દરેક વ્યક્તિએ આગળ આવીને ફંડ ડોનેટ કર્યું. પરંતુ પ્રશ્ન એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે દેશની ગરીબ જનતાના નામે ફંડ ઉઘરાવવામાં આવે છે પરંતુ તેનો લાભ વાસ્તવિક રીતે જરૂરિયાત મંદોને મળશે કે પછી અબજો રૂપિયા બારોબાર ચાઉ થઈ જશે ? અને તેનો ઉપયોગ ક્યાં ? તેવા પણ અનેક પ્રશ્નો ? અહી ઉઠી રહ્યા છે.
હું એમ નથી કહેતો કે ફંડ ડોનેટ ન કરો પરંતુ તમારા પૈસાનો ઉપયોગ સારા કામમાં થયો છે કે કેમ ? તે તો તમારે જાણવું જ જોઈએ ને ?

સાથો સાથ દેશ ભક્તના મેસેજથી લોકોનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે પરંતુ વિશ્વની સૌથી મોટી પાર્ટી અને કટ્ટર દેશભક્ત એવી ભાજપ સરકાર શા માટે આગળ આવીને ફંડ ડોનેટ ન કર્યું. ? તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કેમ કે છેલ્લા થોડા વર્ષોમાં ભાજપ સરકારની કેપિટલ ઘણી બધી વધી ગઈ છે. તેમના દરેક જિલ્લાઓમાં કાર્યલય આધુનિક થતાં ગયા, તેમની પાસે ફંડ પણ સૌથી વધુ માત્રમાં એકત્રિત થાય છે, તો પછી શા માટે સૌથી મોટી પાર્ટી જ ફંડ ડોનેટ કરવા માંથી બાકાત રહી તે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

ત્યારે લોકોની મુર્ખામી ભરી શાંતિ પણ આવનારી પેઢી અને દેશને નુકશાન તો નથી કરી રહી ને ? તે પણ વિચારવાની જરૂર છે અને આવાજ ઉપાડવાની જરૂર છે તમને કુદરતે ખૂબ જ સારું મગજ આપ્યું છે તેનો ઉપયોગ કરીને વિચારતા થાવ અને વિચારો કે તમે પણ બ્રેઇન વોશનો શિકાર તો નથી ને ?

એક વિચાર દીલાવર

કોરોના વાયરસની મહામારીમાં પડધરી બીજેપી અને એવીબીપીના આગેવાનોએ કરી ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા

પડધરીમાં બીજેપી અને એવીબીપી ના હોદ્દેદારો તથા અગ્રણી આગેવાનો દ્વારા કોરોના વાયરસ ની મહામારીમાં ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા કરી આપી હતી

પડધરીમાં આંબેડકર નગર ની બાજુ માં વસતા મદારી સમાજના લગભગ ૪૦ થી ૪૫ ઝુપડપટ્ટીમાં વસતા લોકોને લોકડાઉનની પરિસ્થિતિમાં ધંધા રોજગાર બંધ હોવાથી જમવા માટે વલખા મારતા બાળકોને તથા ઝુપડપટ્ટીમાં વસતા લગભગ 1100 થી 1200 વ્યક્તિઓને જમવાનું ભાજપ તથા એવીબીપીના કાર્યકર્તાઓ તથા ભાજપના આગેવાનો દ્વારા ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

પાટીદારો પર ચાલતા કેસો પાછા ખેંચો:રાઘવજી પટેલ

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પાટીદાર અનામત આંદોલન સમયેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં અનામત આંદોલન સમયે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તેમજ જામનગર ખાતે નોંધાયેલા પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે

જ્યારે રાજ્ય સરકારે તમામ કેસ પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી હજી સુધી પણ આ કેશો પાછા ખેંચાયા નથી આ તમામ કેસો તાત્કાલિક પાછા ખેંચવા માટે ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહ સત્તાના રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા ને રૂબરૂ મળીને આ કેસો તાત્કાલિક પાછા ખેંચવા માટે માંગ કરી છે


મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને તાત્કાલિક આ પ્રશ્ને જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્યો સરકાર સામે આવતા આશ્ચર્ય ધટના બની છે. આ પહેલા રેશમા પટેલે પણ આરીતે સરકાર સામે અનેક રજૂઆત કરી હતી. ત્યારે ફરી પાટીદાર નેતા રાઘવજી પટેલ પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને અપીલ કરી છે

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નવજાત શિશુઓના મોતનો ચોંકાવનારો આંકડો

હાલ ગુજરાતની વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોતનો ચોંકાવનારા આંકડા સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નન પૂછયો હતો કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા નવજાત શિશુઓના મોત થયા છે, તેના જવાબમાં રાજ્યસરકાર જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 નવજાત શિશુઓના જન્મ થયા હતા. તેમાથી 15 હજાર 13 નવજાત શિશુના મોત થયા હતા.

ગુજરાતમાં દરરોજ 20 બાળકોના મોત થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ 4,322 બાળકના મોત થયા છે. તેમજ વડોદરા 2362 અને સૂરતમાં 1986 બાળકોના મોત થયા છે. વધુમાં જણાવ્યુ હતુ કે, આરોગ્ય તપાસ દરમ્યાન અમદાવાદમાં બાળકોને ગંભીર બીમારી હોવાનો પણ ખુલાસો થયો છે. જેમાં 199 બાળકને હ્યદયની, 62ને કીડનીની અને 45 બાળકને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં હોબાળો પણ ચાવ્યો હતો