જગતના તાતને ડિજિટલ બનાવી તેની સમસ્યા દૂર કરવાના ઉદ્દેશ્યથીબગસરાના નાના એવા સમઢિયાળા ગામના બે ખેડૂત પુત્રોએ ‘ખેડૂતનો કોઠાર’ એપ બનાવી

પેટા- કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલાના હસ્તે એપ્લિકેશનનું લોન્ચિંગ થયું
પેટા – હવે ખેડૂતોને દલાલીમાંથી મુક્તિ મળશે અને પાકના ભાવ ખેડૂતો નક્કી કરી શકશે
બગસરા, તા 16


વર્તમાન સમય ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો છે. ખાસ કરીને છેલ્લા દોઢ દાયકામાં જેમ જેમ ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો તેની સાથે તમામ વસ્તુ ડિજિટલ બની છે. સરકારે પણ ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનો વડે ક્રાંતિ આણી છે. ત્યારે હવે ખેતી અને ખેડૂતો પણ એકવીસમી સદીના બદલતા પ્રવાહમાં ભળે અને આગળ વધી શકે તે માટેમા પ્રયાસો શરુ થઇ ગયા છે.
આ પ્રયાસના ભાગરુપે જ બગસરા તાલુકાના નાના એવા સમઢિયાળા ગામના બે ખેડૂત પુત્રો, ભાર્ગવ ભાવેશભાઇ ડોબરિયા અને પિયુષ રમેશભાઇ ડોબરિયાએ એપ્લિકેશન બનાવી છે. ‘ખેડૂત નો કોઠાર’ નામની આ એપ્લિકેશન વડે ખેડૂતોને એક ડિજિટલ પ્લેટફોર્મ પુરુ પાડવાનો પ્રયાસ કર્યો છે. આ બંને યુવાનોનું સ્વપ્ન છે કે ખેતીપ્રધાન દેશનો ખેડૂત જે વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલો છે, તે ડિજિટલ બને. જેનાથી તેમની થોડી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની દલાલી ના ચૂકવવી પડે અને પોતાની વસ્તુની કિંમત પોતે જ નક્કી કરે એવા સારા ઉદ્દેયથી આ એપ્લિકેશન બનાવવામાં આવી છે.


ગટ તા. 13 ઓક્ટોબરના રોજ કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલાના વરદ્ હસ્તે આ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ ડોબરિયા પરિવારના કૂળદેવીના આંગણમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પરષોત્તમ રુપાલાએ જણાવ્યું કે આ એપ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે જેવી કાકડિયા, અશ્વિનભાઇ સાવલિયા, બગસરાના આગેવાનો તેમજ ખેડૂત ભાઇઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ એપ્લિકેશનની મદદથી ખેડૂતો પોતાની ખેતપેદાશ, ખેતી સાથે જાડાયેલા સાધનો અને ઓજારો તેમજ પશુઓની લે-વેચ કરી શકશે. અનાજ, કઠોળ, શાકભાજી, ઘી, ટ્રેક્ટર, સાંતી, બળદ, ગાય, ભેંસ વગેરે તમામ વસ્તુઓની લે વેચ થઇ શકશે. જેમની પાસે આ વસ્તુઓ હશે તેઓ આ એપમાં ભાવ અને વિગત સાથે પોસ્ટ કરશે. તો જેમને આ વસ્તુની જરુર હોય તેઓ એપમાં આ વસ્તુઓને જાઇને વેચનારનો સંપર્ક કરશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકાશે.

લોકો જાય તો જાય ક્યાં? ધ્રોલ મામલતદારમાં વચેટીયા દલાલોની બોલબાલા

ધ્રોલ મામલતદાર ઓફિસમાં આમસામાન્ય નગરીક પોતેનુ કામ કરાવા માટે મામલતદાર ઓફિસે જાય તો વચ્ચે વચેટીયો દલાલ રાખવો પળે તેવી સીસ્ટમ ગોઠવવામાં આવી છે. જ્યારે આમનાગરીક આવકનુ પ્રમાણ પત્ર કે જાતિનુ પ્રમાણ પત્ર કઠવવા જાય તો તેને કઈક ને કઈક નવું ઉખાણું કાઠી પ્રજાની એક પણ ભૂલ હોય તો સહજતાથી સમજાવાને બદલે ૫ થી ૭ ધક્કા ખવરાવી પ્રજાને ટલ્લે ચડાવવામાં આવે છે. ત્યારે છેવટે લોકો કંટાળીને વચેટીયા દલાલોનો ભોગ બનવુ પળે છે.

મળતી માહિતી મુજબ આવક જાતિના દાખલા જો વચ્ચેતિયા દલાલો દ્વારા કાઠવામાં આવે તો તરત જ લોકોના આવક કે જાતિના દાખલા નીકડી જાય છે. તો શું અધિકારીઓ દ્વારા જ વચેટિયા દલાલને પ્રોત્સાહન આપવામાં આવે છે.તેવું લોકમૂખે ચચાઇ રહિયું છે. તેમજ ધ્રોલ મામલતદાર ઓફિસના મેદાન તેમજ પાર્કિંગ વિસ્તારમાં ઊભા રહીને વચેટિયા તેમજ દલાલ મોટાપાયે અભણ પ્રજાને મનફાવે તેવા ભાવ થી લૂટવાનો ફાયદો ઊઠાવી રહ્યા છે.

લોકોએ જણાવ્યા મુજબ નાયબમામલતદાર પાસે આવક જાતિના દાખલા લેવા જય તો એવું કહેવામા આવે છે કે આવક-જાતિના દાખલા લેવા આવવાનો સમય ૪ થી ૬ નો છે. પરતું તેના કહેલા સમયે લેવા જાય ત્યારે જણાવામાં આવે છેકે, હજુ સહી બાકી છે. હજુ રજીસ્ટ્રન નોધવાનું બાકિ છે. તેવું કહી ક્યાક ને ક્યાક વચેટિયા તેમજ દલાલોને મોટા પાયે ભષ્ટ્રાચારને નોતરી રહ્યા છે.

PM મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા, મમતા સાથે વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે શરૂ કર્યો

કોરોના વાયરસની મહામારીને લઇને ભારતમાં હાહાકાર મચ્યો છે. આ મહામારીની વચ્ચે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 283 વર્ષમાં આવેલું આ ભયંકર વાવાઝોડુ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાનું હવાઇ સર્વેક્ષણ કરવા માટે કોલકાતા પહોંચ્યાં છે. પીએમ મોદીનું બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અને મમતા બેનર્જી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ દ્વારા નિરીક્ષણ કરી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યના ગર્વનર જગદીપ ધનકડ અને કેન્દ્રીય મંત્રીએ હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડાના અસગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું.

આ અમ્ફાન વાવાઝોડાના કારણે 80 લોકોના મોત નિપજ્યાં છે. રાજ્યમાં અંદાજે 1,00,000 કરોડના નુકસાનની ભીતિ છે. અમ્ફાન વાવાઝોડાને લઇને ઓડિશામાં નુકસાન થયું છે. જો કે પશ્ચિમ બંગાળની સરખામણીએ અહીં ઓછુ નુકસાન જોવા મળી રહ્યું છે. જો કે વડાપ્રધાન કાર્યાલયના ટવિટ અનુસાર પીએમ મોદી ઓડિશામાં થયેલા નુકસાનનું પણ હવાઇ નિરીક્ષણ કરશે

આરોગ્ય વિભાગે કોરોનાના દર્દીઓ માટેના 10 નિયમો કર્યા જાહેર, આઈસોલેશનની ગાઈડલાઈનમાં થોડા ફેરફાર

સ્વાસ્થય વિભાગે કોરોનાના ખૂબ સામાન્ય લક્ષણ અથવા પ્રી સિમ્પોમેટિક દર્દીઓ માટે હોઈ આઈસોલેશનની ગાઈડલાઈનમાં થોડા ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઇન મુજબ હોમ આઈસોલેશન વાળા દર્દીઓ શરૂઆતના લક્ષણ દેખાયાના 17 દિવસ પછી આઈસોલેશન પૂરું કરી શકે છે. જ્યારે પ્રી-સિમ્પટોમેટિક કેસમાં સેમ્પલિંગના દિવસથી 17 દિવસ ગણવામાં આવશે. આ બંને કેસમાં એવી શરત રાખવામાં આવશે કે 10 દિવસથી દરમિયાન તાવ ન આવ્યો હોય.

દર્દીઓ માટેના 10 નિર્દેશ

1) દરકે સમયે ત્રિપલ લેયર વાળુ મેડિકલ માસ્ક પહેરવું પડશે. દર 8 કલાકે તેને બદલવું પડશે. જો માસ્ક ભીનુ અથવા ગંદુ થઈ જાય તો તેને તુરંત બદલવું પડશે.
2) માસ્કનો ઉપયોગ કર્યા પછી તેને જિસ્કાર્ડ કરતાં પહેલાં 1 ટકા સોડિયમ હાઈપો-ક્લોરાઈડથી ડિસઈન્ફેક્ટેડ કરવું પડશે.
3) દર્દીએ તેના રૂમમાં જ રહેવું પડશે, ઘરના અન્ય સભ્યોના સંપર્કમાં આવવાનું નથી.
4) દર્દીએ સતત આરામ કરવો જોઈએ અને બહુ જ વધારે પાણી અથવા પ્રવાહી વસ્તુઓ લેવી જોઈએ.
5) શ્વાસની સ્થિતિ પર નજર રાખવા માટે જે આદેશ આપવામાં આવ્યા હશે તે માનવા પડશે.
6) સાબુ-પાણી અથવા આલ્કોહોલવાળા સેનિટાઈઝરથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ સાફ કરતા રહેવું જોઈએ.
7) પર્સનલ વસ્તુઓ બીજા સાથે શેર ન કરવી.
8) રૂમમાં જે વસ્તુઓને વારંવાર અડવું પડે એવું હોય જેમકે ટેબલટોપ, દરવાજાની સ્ટોપર, હેન્ડલ તેને 1 ટકા હાઈપો-ક્લોરાઈડ સોલ્યુશનથી સાફ કરવી જોઈએ.
9) દર્દીએ ડોક્ટરના આદેશ અને દવાઓ સાથે જોડાયેલી સલાહ માનવી પડશે.
10) દર્દી પોતાની સ્થિતિને જાતે મોનિટર કરશે. રોજ શરીરનું તાપમાન માનશે, જો સ્થિતિ ખરાબ થતી લાગે તો તુરંત જાણ કરવી પડશે.

દર્દીની સારવાર રાખનાર વ્યક્તિ માટેની ગાઈડલાઈન

દર્દીના રૂમમાં જતી વખતે ત્રિપલ લેયરવાળું મેડિકલ માસ્ક પહેરવું પડશે. માસ્કનો ઉપયોગ કરતી વખતે તેની બહારના હિસ્સાને ન અડવું. જો માસ્ક ભીનું અથવા ગંદુ થઈ જાય તો તેને તુરંત બદલી દેવું જોઈએ. ઉપયોગ કર્યા પછી માસ્કને ડિસ્કાર્ડ કરવું અથવા હાથને સારી રીતે સાફ કરવા.
સારવાર કરનાર વ્યક્તિએ તેના ચહેરા, નાક અથવા મોઢાને ન અડવું જોઈએ.
દર્દી અથવા તેના રૂમના સંપર્કમાં આવ્યા પછી હાથ સારી રીતે ધોવા જોઈએ.
જમવાનું બનાવતા પહેલા અને પછી, જમતા પહેલાં, ટોયલેટ ગયા પછી અને તે સિવાય પણ હાથ જ્યારે ગંદા લાગે ત્યારે ધોવા જોઈએ. હાથને સાબુ અને પાણીથી સતત 40 સેકન્ડ સુધી ધોવા. હાથમાં ધૂળ ન લાગી હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરી શકાય છે.
સાબુ-પાણીથી હાથ ધોયા પછી તેને ડિસ્પોઝેબલ પેપર નેપકીનથી લુછવા જોઈએ. પેપર નેપકીન ન હોય તો ચોખ્ખા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ.

રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરી નજીક બાઈક સવાર દ્વારા સ્ટંટ કરતા કરતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બેના મોત

સુત્રો ને હવાલે થી જાણવા મળ્યું છે કે રાજકોટ જામનગર હાઇવે ઉપર હોળીના દિવસે બાઈક સવારો દ્વારા બાઈક ઉપર સ્ટંટ કરતા નો વીડિયો થયો વાઇરલ આ વિડીયો પડધરી નજીકનો હોય તેવુ જાણવા મળી રહ્યું છે.

ત્યારે બાઇક ઉપર સુતા સુતા સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. સ્ટંટ કરતી વખતે બે બાઈક એક બીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

પડધરી ખાતે બોડીઘોડી ગામ પાસે મોકડ્રીલ કાર્યક્રમનું આયોજન

  • પડધરી ખાતે બોડીઘોડી ગામ પાસે જેસીબી દ્વારા અનઅધિકૃત ખોદકામ કરતા ક્રુડ ઓઇલ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ ક્રૂડ ઓઇલ લીકેજ થતા લાગી આગ લાગવાથી તાત્કાલિક સ્થિતિ ને કંટ્રોલ કય રીતે કરવી તે માટે મોકડ્રીલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીઘોડી ગામ પાસે કેર્ન ઓઇલ અને ગેસ વેદાન્તા લિમિટેડ ની ક્રૂડ ઓઈલ પાઇપલાઇન ઉપર જેસીબી દ્વારા અનઅધિકૃત ખોદકામ દરમિયાન ભંગાણ સર્જાયું હતુ અને ક્રુડ ઓઇલ લીકેજ થવાથી સાથે આગ પણ લાગી હતી. જેની માહિતી નજીકના ખેડૂત દ્વારા કંપનીના કંટ્રોલ રૂમમાં જાણ કરેલ હતી. આ સાથેજ કંપની દ્વારા ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ અને ઓઇસ સ્પીલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિ ને કાબૂમાં લઇ લીધી હતી.આ સાથે
,જી એસ ટી એમ એ, રાજકોટ, લોકલ એડમિનીસેશન ના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચીને જિલ્લા વહીવટી દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી

આ પરિસ્થિતિનું નિર્માણ અને સંચાલન એક મોકડ્રીલ ઈમરજન્સી પરિસ્થિતિના અનુસંધાનમાં કરવામાં આવેલ હતું મોકડ્રીલ કેર્ન ઓઇલ અને ગેસ વેદાન્તા લિમિટેડ સાથે જિલ્લા વહીવટી અધિકારીઓના સહયોગથી કરવામાં આવેલ હતી

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

ખાંભામાં IRDના કર્મચારીને લાંચ કેસમાં ફીટ કરી દેવાની ધમકી

  • કર્મચારીએ રાયસીના શખ્સ સામે ફરિયાદ નોંધી


ખંભા તાલુકા પંચાયતની આઈ. આર. ડી શાખામાં પીએમએવાય યોજનામાં ફરજ બજાવતા કર્મચારીએ રાયડી ગામના અરજદારની અરજી ન લેતા ગાળો આપી લાંચ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેની સામે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખાંભા તાલુકા પંચાયતની આઈ .આર. ડીની પીએમએવાય યોજનામાં પરિમલ સિંહ પરમાર ફરજ બજાવી રહ્યા છે.

રાયડી ગામે રહેતા શાંતિભાઈ બાબુભાઈ ઠુમ્મર અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને સંબોધી અરજી દેવા ગયા હતા. પણ મૌલિકભાઈ પાસે આ અરજી લેવાની સત્તા ન હોવાથી તેણે આ શખ્સને અરજી લેવાનો ઇન્કાર કર્યો હતો. જેના કારણે શાંતિભાળ ઠુમ્મરે ઉશ્કેરાય કર્મચારીને ગાળો આપી લાંચ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે કર્મચારી ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

રાજકોટ બિગ બજારમાં આરોગ્ય વિભાગના દરોડા, સડેલા શાકભાજી અને ફ્રુટનુ કરવામાં આવતુ હતુ વેચાણ

રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે બિગ બઝારમાં આજે દરોડા પાડી 29 કિલો જેટલા સડેલા શાકભાજી અને ફળફળાદીનો નાશ કર્યો છે. આ અખાદ્ય અને વાસી ખાદ્ય પદાર્થો વેચવા માટે બિગ બઝાર ફયુચર રિટેઈલ લી.ને નોટીસ ફટકારી હતી.

નોંધનીય છેકે, કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરને એક જાગૃત નાગરિકે ફરીયાદ કરી હતી કે, બિગ બઝારમાં સડેલા અને વાસી શાકભાજી તથા ફળફળાદીનું વેચાણ થઈ રહ્યુ છે. આ ફરીયાદની ગંભીરતા સમજી જયમીન ઠાકરે તાબડતોબ આરોગ્ય અધિકારીને બીગ બઝારમાં દરોડા પાડીને ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી હતી.

ત્યારે આરોગ્ય શાખાના ફૂડ ઈન્સ્પેકટરોની ટીમે બીગ બઝારમાં દરોડા પાડીને વાસી શાકભાજી, ટેટ્ટી, તુરીયા, કાકડી, ગલકા, શકારીયા, બટેટા, ચોળી, ભીંડો વગેરે અને જામફળ, કેળા વગેરે ફળફળાદી મળી કુલ 26 કિલો અખાદ્ય અને સડેલા શાકભાજી તથા ફળફળાદીનો નાશ કરી બીગ બઝારના સંચાલકોને આરોગ્યના નિયમોનો ભંગ કરવા સબબ કારણદર્શક નોટીસ ફટકારી હતી

જાણો રાજકોટ કલેકટરે પ્રેસ મિટિંગમાં શું કહ્યું?

  • બેન્ક એકાઉન્ટ ખોલીને ચેકથી જ દાતાઓ પાસે થી ફંડ લીધેલ હતું
  • જાહેરાત પેટે મીડિયા ને પૈસા આપેલ હતા..8 વ્યક્તિ ને ૫૦- ૫૦ હજાર આપેલ છે
  • ચેક થી આપેલ છે માટે તમામ વાત ક્લિયર છે માટે ભ્રસ્ટાચારની વાત જ નથી

પેપર ને કહેલ કે અમારી લિમિટ ૫૦ હજારની છે આપના અખબારની જાહેરાતના ભાવ જાણાવો એમ કહ્યું હતું

બધા ને ૫૦-૫૦ હજાર જ આપેલ છે ..તમામ વ્યક્તિઓને જણાવેલ કે તમારી સંસ્થાના નામ પર ચેક આપીએ ..પરંતુ એ પત્રકારે પોતાના નામ ના જ ચેક આપવા જણાવેલ અને તે ઓથોરાઇઝ વ્યક્તિ હતા માટે જ તેમના નામથી પર્સનલ ચેક આપેલ..

મીડિયાને જે દિશામાં સમાચાર બતાવવા હોઈ એ હું કાઈ કહી નહિ શકું પણ આમા કાઈ ખોટું નથી થયું.. ચેક થી પેમેન્ટ અમે લીધા છે અને ચેક થી જ પેમેન્ટ આપેલ છે

લોકો પાસેથી પૈસા પડાવવાની કોઈ વાત જ નથી લોકો તથા સંસ્થા સાથે મિટિંગ કરીને જ ફંડ એકત્રિત કરેલ છે ..

પત્રકારોએ સામેથી અમોને કહ્યું હતું જાહેરાત માટે

જેને જેને સામેથી જાહેરાતની ઈચ્છા વ્યક્ત કરેલ હતી એ તમામ 8 અખબારોના પત્રકારોને અમોએ જાહેરાત આપેલ હતી

એક જ વાત હું જણાવીશ કે એક પણ રૃપિયાનું આમાં ખોટું નથી થયું ..આક્ષેપ કરવાનું સહેલું છે પણ આપ વિચારોકે ચેક પેમેન્ટમાં કઈ ખોટું નથી થયું