જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે.

નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની ખાતે રહેતા એક પુરૂષને અને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આપતા ફરી કોરોનાએ જામનગર તંત્રની ચિંતામાં વઘારો કર્યો છે.

જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણના કારમે અમુક વિસ્તારોમાં ફરી લોકડાઉનની સ્થિતિ લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ અમલી કરવામાં આવી રહી છે. તેમજ જામનગર વહિવટ તંત્ર દ્વારા લોકોના કામ સીવાઈ બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં લોકો કોરોના સામેની લડાઇમાં બેજવાબદારી સાથેનું વર્તન કરતા પણ નજરે પડે છે.

હાલ પણ દેશ – દુનિયામાં કોરોનાનો જપેટમાં છે. કોરોનાને સહેલાઈ થી લઈ શકાઈ તેમ નથી. પોતાની અને પાતાના પરીવારના સ્વાસ્થ્યની રક્ષા કાળજી લઇને રાખો, કોરોના માર્ગદર્શીકાનુ પાલન કરો અને કોરોનાને માત આપો આજ રસ્તો છે કોરોના સામેની લડાઇ જીતવાનો

PM મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા, મમતા સાથે વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે શરૂ કર્યો

કોરોના વાયરસની મહામારીને લઇને ભારતમાં હાહાકાર મચ્યો છે. આ મહામારીની વચ્ચે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 283 વર્ષમાં આવેલું આ ભયંકર વાવાઝોડુ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાનું હવાઇ સર્વેક્ષણ કરવા માટે કોલકાતા પહોંચ્યાં છે. પીએમ મોદીનું બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અને મમતા બેનર્જી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ દ્વારા નિરીક્ષણ કરી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યના ગર્વનર જગદીપ ધનકડ અને કેન્દ્રીય મંત્રીએ હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડાના અસગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું.

આ અમ્ફાન વાવાઝોડાના કારણે 80 લોકોના મોત નિપજ્યાં છે. રાજ્યમાં અંદાજે 1,00,000 કરોડના નુકસાનની ભીતિ છે. અમ્ફાન વાવાઝોડાને લઇને ઓડિશામાં નુકસાન થયું છે. જો કે પશ્ચિમ બંગાળની સરખામણીએ અહીં ઓછુ નુકસાન જોવા મળી રહ્યું છે. જો કે વડાપ્રધાન કાર્યાલયના ટવિટ અનુસાર પીએમ મોદી ઓડિશામાં થયેલા નુકસાનનું પણ હવાઇ નિરીક્ષણ કરશે

આત્મ નિર્ભર ભારત બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ અને ક્યારે આવ્યો ?

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવતી કાલે 17 મેના રોજ લોકડાઉન ત્રણ પૂર્ણ થઈ રહ્યું છે અત્યાર સુધી પહેલા 21 દિવસનું, 19 દિવસનું અને પછી 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું એટ્લે કે લોકડાઉનના કુલ 53 દિવસ 16 મેના રોજ થઈ ચૂક્યા છે અને આગામી 18 મેથી લોકડાઉન ચારની શરૂઆત થશે ત્યારે ત્રીજા લોકડાઉન પૂર્ણ થવાના પાંચ દિવસ પહેલા જ વડાપ્રધાનને આત્મ નિર્ભર ભારત બનાવવાનો વિચાર કેમ આવ્યો ?

આવો જોઈએ અને સમજીએ કે વડાપ્રધાન નરેંદ્ર મોદીને ત્રીજા લોકડાઉનમાં આત્મનિર્ભર ભારત બનાવવાનો વિચાર શા માટે આવ્યો.

વડાપ્રધાને પ્રથમ લોકડાઉનમાં વેપારીઓ અને કારખાનેદારોને પોતાના મજૂરોને ભોજનની વ્યવસ્થા કરી આપવા અને પગાર પણ આપવા તેમ વિનંતી કરી હતી અને માલિકોએ એક મહિનાની સમય મર્યાદા સમજીને તેમ કર્યું પણ ખરા.

પરંતુ લોકડાઉન એક પૂર્ણ થયું અને બીજું પણ લોકડાઉન પૂર્ણ થયું અને બજારો અને દુકાનો ખોલવાની પરમીશન નહીં મળતા વેપારીઓની સ્થિતિ બગડી મજૂરોને સાચવી રાખવામાં મુશ્કેલી સર્જાતા સરકારે મજૂરોને વતન પરત જવા માટે મંજૂરી આપી, ત્યારે વેપારીઓ પણ વિચારતા હતા કે હવે લોકડાઉનને આટલો સમય થયો છે અને દિવસો પસાર થતા ટુક સમયમાં લોકડાઉન ખુલશે તેવા સંકેતો પણ દેખાતા હતા પરંતુ મજૂરો વતન પરત જઇ રહ્યા હતા. તેથી વેપારીઓ અને મજૂરો બંનેને ‘પડ્યા પર પાટુ નો માર પડ્યો’. મજૂરો પોતાના વતન જવા માટે રવાના થયા અને સરકારે નિરીક્ષણ કર્યું કે દેશને અડીખમ ઊભો રાખવા માટે હાથના બાવળા વડે તાકાત લગાવતો મજૂર. પોતાના વતન જવા માટે ચાલીને પણ નીકળી રહ્યો છે. સરકારે કોઈ પણ પ્રકારની શ્રમિકો માટે કોઈ વ્યવસ્થા પણ કરી નથી તેથી વિચાર્યું કે હજારો કિલોમીટર ચાલીને જતો મજૂર પોતાના આત્મનિર્ભર માટે નીકળી શકતો હોય તો દેશના લોકોને પણ આત્મનિર્ભર બનાવીને સરકાર પોતાની કામગીરી માંથી છટકી જાય તેવા ઉદેશ સાથે લોકોને આત્મનિર્ભર બનાવવાનું નક્કી કર્યું અને વડાપ્રધાને લોકોને આત્મનિર્ભર બનવાનું કહ્યું…આત્મનિર્ભરના નામ પર સરકારની મુશ્કેલી આસાન થઈ અને રસ્તે ચાલીને જતા શ્રમિકોની હાલત કફોડી બની અને મુશ્કેલીમાં ઉતારોતર વધારો થયો…

54 દિવસ જેટલા લાંબા લોકડાઉનને કારણે ખેડૂત,મજૂર,દુકાનદારો, કારખાનેદારો,રિક્ષા ડ્રાઈવરો, વેપારીઓ, ઉધોગપતિઓ સહિતના દરેક ક્ષેત્રના લોકોને લોકડાઉનને કારણે નુકશાની ગઈ તે સ્વાભાવિક છે. સાથો-સાથ વેપારીઓ અને ઉધોગપતિઓને પડ્યા પર પાટુ નો માર ખાવો પડ્યો, તેમણે ઉદારદિલે રાજ્ય અને કેન્દ્ર સરકારને નાણાંભંડોર પૂરું પાડ્યું. અને તેમાં પણ લોકડાઉન ત્રીજું શરૂ થતાં વેપારીઓ અને ઉધોગપતિઓએ સરકાર પાસે આર્થિક સહાયની વાત કરતા જ પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર બનવાનું કહી દીધું. દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નુકશાની જતા સરકાર પાસે મદદની ગુહાર લગાવી અને સરકારને ખ્યાલ આવી ગયો કે દરેક લોકો આર્થિક માંગી રહ્યા છે તો તે આપીશું ક્યાથી ? બીજી બાજુ રસ્તે હજારો કિલોમીટર ચાલીને પોતાના વતને જતાં શ્રમિકને સરકારે મદદ નથી કરી તો બીજા લોકોને શુ મદદ કરવાના.

હજારો કિલોમીટર ચાલીને જતાં શ્રમિકને જોઈને વડાપ્રધાનને આત્મ નિર્ભર બનાવવાનો વિચાર આવ્યો જેથી લોકડાઉન પૂર્ણ થાય અને લોકો સરકાર પાસે આશા અને અપેક્ષા ન રાખે તેનો સ્પષ્ટ સંકેત પણ આપવામાં આવ્યો, દેશના લોકોને આત્મ નિર્ભર બનાવટી સરકારે પોતે જ વલ્ડ બેન્ક પાસેથી એક બિલિયન ડોલરની લોન લીધી એટ્લે કે લગભગ 75 હજાર કરોડની લોન લીધી. ( નોધ- આકડો વધુ હોય શકે છે આ માત્ર અંદાજ છે).

સરકારે શ્રમિકોને જોઈને દેશના લોકોને આત્મનિર્ભર બનાવવાનો વિચાર રજૂ કર્યો અને લોકોને સંબોધન પણ કરી નાખ્યા પરંતુ લોકોને આત્મનિર્ભર બનવાનો સંદેશ દેતી સરકારે ખુદ જ અન્ય પર જ નિર્ભર બની રહી છે તે વિચાર્યું જ નહીં.. ત્યારે વર્તમાન સરકાર પણ આત્મનિર્ભર બને અને દેશને લાભ થાય તે દેશના લોકો માટે પણ ખૂબ જ જરૂરી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ કરી જાહેરાત, આટલી રકમ કરી દાન

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા પણ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ સામેની લડાઇમાં જોડાયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા પણ પીડિતોને મદદ કરવા આગળ આવ્યો છે. અહેવાલો અનુસાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ 3 કરોડની આર્થિક સહાય આપી છે. જોકે બંનેએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે રોહિત શર્માએ કોરોના વાયરસથી પીડિત લોકોની સહાય માટે 80 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ભારતમાં 1100 થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ એ 21 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. રિવાબા જાડેજા એ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની જાહેરાત કરી છે. પોતાની બચત મૂળી માંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા. સોસીયલ મીડિયામાં વિડીયો પોસ્ટ મૂકી જાહેરાત કરી હતી. સાથે જ લોકોને લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ લોકોને લૉકડાઉનનું કડકાઇથી પાલન કરવા કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, લોકો લૉકડાઉનને ગંભીરતાથી નથી લઇ રહ્યા. ત્યારે PM લોકોને વારમ વાર અપીલ કરી રહ્યા છે. પરંતુ લોકો તેનુ પાલન નથી કરી રહ્યા. રાજ્ય સરકારે લોકોને અનેકવાર લૉકડાઉનનો ભંગ ન કરવા માટે અપીલ કરી છે.

ત્યારેે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીએ લોકોને તેમના પરિવારના સભ્યો અને તેઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ કરાયેલા આદેશોનું કડકાઇથી પાલન કરવા અપીલ કરી હતી. તેમણે રાજ્ય સરકારોને નિયમો અને કાયદાઓનું પાલન કરાવવા માટે અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર રાત્રે 8 વાગે દેશને સંબોધન કરશે.દેશમાં અત્યાર સુધીમાં 511 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 11 લોકોના મોત થયા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર અને કેરળ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ફરી એકવખત દેશને સંબોધન કરશે. પીએમ મોદીએ ગત ગુરુવારે રાતે પણ દેશને સંબોધન કર્યુ હતું

મોદી સરકાર કર્મચારીઓ પર ખુશ, હવે દર 6 મહિને થશે પગારમાં વધારો

મોદી સરકારે કર્મચારીઓ પર વધતી જતા મોંઘવારીના માર ઓછો કરવા માટે એક નવી પહેલ કરી છે. ત્યારે ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરતા 3 કરોડથી પણ વધુ કર્મચારીઓને મોંઘવારી વધવાના હિસાબથી દર 6 માહિને પગારમાં વધારો કરવામાં આવશે. મળતી માહિતી આનુસાર સરકારની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ કર્મચારીઓ માટે ઉપભોક્તા મુલ્ય સુચકઆંક સાથે જોડીને નવો આધાર નક્કી કર્યો છે જેનું મોંઘવારી ભથ્થુ સુચકઆંક સાથે જોડાયેલું રહેશે.

શ્રમ અને રોજગાર સલાહકાર બી.એન નંદાના નેતૃત્વમાં એક ત્રિપક્ષીય સમિતિની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કર્મચારીઓ માટે એક નવી સીરીઝના ગ્રાહક મુલ્પ સુચકઆંકને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 2016ને આધાર વર્ષ બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2001 બાદ સીપીઆઈ-આઈડબ્લ્યુમાં સંશોધન નથી થયું જ્યારે તેમાં દર પાંચ વર્ષમાં ફેરફાર થવો જોઈએ.

સાતમાં પગારપંચ વખતે કેન્દ્ર સરકાર અને ખાનગી ક્ષેત્રમાં કર્મચારી સંઘ પણ કર્મચારીઓના ઓછામાં ઓછું વેતન વધારવા માટે સીપીઆઈ-આઈડબ્લ્યુના આંકડાનો સહારો લીધો છે. મોંઘવારીની ગણના માટે અમુક ખાસ વસ્તુઓ અને સોવાઓ પર નજર રાખવામાં આવે છે.

ભારત આવવું અમારા માટે ગર્વની વાત: ડોનાલ્ડ ટ્રમ્પ,આ જાણો ભાષણની મુખ્ય વાતો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત “નમસ્તે” કહીને કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે ભારત આવવું અમારા માટે ગર્વની વાત છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર ખેડીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિન્દુસ્તાનનું મિત્ર છે અને તેનું સન્માન કરે છે.

ટ્રમ્પે કહ્યું કે, પાંચ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, આજે હિન્દુસ્તાન અમારું સ્વાગત કરી રહ્યું છે, જે અમારા માટે ખુશીની વાત છે. આજે અમે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. આજથી અમારા માટે ભારત મહત્વનું મિત્ર હશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તેમણે ખૂબ મહેનત કરી છે. તેમણે પિતાના ચાની દુકાન પર કામ કર્યું છે. પીએમ મોદીને આજે દરેક વ્યક્તિ પ્રેમ કરે છે, પરંતુ તેઓ ખૂબ આકરા (ટફ) છે. આજે પીએમ મોદી હિન્દુસ્તાનના સૌથી પ્રમુખ નેતા છે. ગત ચૂટંણીમાં 60 કરોડથી વધારે લોકોએ પીએમ મોદીને વોટ આપ્યો હતો અને સૌથી મોટી ચૂંટણી જીત મેળવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોટેરા ખાતે તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો સંબોધન કર્યું હતું. આ પ્રસંગે યુએસ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ભારતને પ્રેમ અને આદર કરે છે અને ભવિષ્યમાં પણ ભારતના લોકોનો આદર કરતું રહેશે. મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા તેમણે સાબરમતી

આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે પીએમ મોદી ખૂબ આકરા (ટફ) પણ છે. સાથે જ તેમણે મોદી પિતાની ચાની કેબિન પર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભાષણ દરમિયાન પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી હતી. ટ્રમ્પ બોલ્યા કે, ભારત-અમેરિકા આજે દોસ્તી સાથે સાથે બિઝનેસ ક્ષેત્રમાં પણ આગળ રહ્યા છે. મેં અને મેલાનિયાએ આજે મહાત્મા ગાંધી આશ્રામની મુલાકાત કરી હતી. જ્યાં ગાંધીજીએ મીઠાનું આંદોલન શરૂ કર્યું હતું. આજે અમે તાજમહેલ જઈશું.

ટ્રમ્પે કહ્યુ કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વીપક્ષીય વાતચીત કરીશ. જેમાં અનેક ડીલ્સ પર વાતચીત થશે. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ભારતને બહુ ઝડપથી હથિયાર અને મિસાઇલ આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે. ઇસ્લામિક આતંકવાદ સામે અમેરિક લડત લડી રહ્યું છે.

વધુમાં જણવ્યુ કે, આપણા દેશો ઇસ્લામિક આતંકવાદનો શિકાર બની રહ્યા છે. અમેરિકાએ કામ કરતા ISISનો ખાત્મ બોલાવ્યો છે અને અલ બગદાદીને ઠાર કર્યો છે. અમે આતંકવાદ સામે કડક પગલાં લઈ રહ્યા છીએ.

ભારતમાં હોળી, દિવાળી જેવા તહેવારોનો ઉલ્લેખ કર્યો. સાથે જણાવ્યું કે, ભારતમાં આજે હિન્દુ, જૈન, મુસ્લિમ, શિખ, સહિત તમામ ધર્મના લોકો રહે છે. અહીં ડઝનો ભાષા બોલાય છે છતાં અહીંના લોકો એક શક્તિની જેમ રહે છે. અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે.

અમેરિકામાં રહેતા અનેક બિઝનેસમેનો ગુજરાતથી આવે છે. આ પ્રસંગે તેમણે અમેરિકાના વિકાસમાં યોગદાન આપવા માટે તમામ લોકોનો આભાર માન્યો હતો. વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા અને ભારતમાં ઘણા સમાનતા છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે 2000થી વધારે ફિલ્મો બને છે, જે બોલિવૂડ છે. આખા દુનિયામાં તેમનું સ્વાગત કરવામાં આવે છે. સાથે જ પ્રમુખ ટ્રમ્પે ડીડીએલજે ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યુ કે, ભારતે દુનિયાને સચિન અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ આપ્યા છે.

પીએમ મોદી ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ દેશનું ગૌરવ છે. જેઓ અસંભવને સંભવ બનાવે છે. આ દરમિયાન ટ્રમ્પે ભારત સરકારની ઉજ્જવલા યોજના, ઇન્ટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘર ઘર વીજળી જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

આજના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહીં મહત્વની આ વાતો

દેશની ભાગી પડેલી અર્થવ્યવસ્થા અને વધતી જતી બેરોજગારની સમસ્યા વચ્ચે BJP સરકારે બજેટ રજૂ કર્યુ. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા સમયે જુદા જુદા વર્ગોની અપેક્ષાઓ પર વાત કરતા નીચે મુજબ જણવ્યુ હતુ.

મેડિકલ ઉપકરણનો ટેક્સ હોસ્પિટલ વિકાસમાં વપરાશે

‘આયુષ્માન‘ સ્કીમ હેઠળ હોસ્પિટલ સ્થપાશે

ઈન્દ્ર ધનૂષ યોજનાનો વ્યાપ વધારાશે

2023સુધી મત્ત્સ્ય ઉત્પાદન 2 Cr ટન કરવા લક્ષ્ય

કૃષિ, સિંચાઈ માટે `2.83 Lakhની ફાળવણી

મત્સ્યપાલન વિસ્તાર માટે ફ્રેમવર્ક નક્કી થશે

2025 સુધીમાં દૂધ ઉત્પાદન ક્ષમતા બમણી કરાશે

કિસાન ક્રેડિટ માટે  `15 Lk Crનો લક્ષ્યાંક

પીએમ કિસાન યોજના લાભાર્થીને કિસાન ક્રેડિટ કાર્ડ
કૃષિ ધિરાણ માટે નાબાર્ડ ફરીથી ફાઇનાન્સ યોજના અમલમાં આવશે

હોર્ટીકલ્ચરથી ભારતમાં અનાજનું ઉત્પાદન વધારાશે

સિવિલ એવિએશન દ્વારા કિસાન ઉડાન સ્થપાશે

રેલ્વે દ્વારા કિસાન રેલ સ્થાપશે

શિક્ષણ ક્ષેત્ર માટે ECB & FDIને પ્રોત્સાહન

નવી શિક્ષા નીતિની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે

FY21માટે હેલ્થ સેક્ટર માટે `69,000 Cr ફાળવાશે

વેરહાઉસ સ્થાપવા સધ્ધરતા ગેપ ભંડોળ અપાશે

કેમિકલ ફર્ટિલાઈઝર ઉપયોગ માટે પ્રોત્સાહન

સોલાર પાવર યુનિટ સ્થાપવા સરકાર મદદ કરશે

 સોલાર પમ્પ સ્થાપવા પીએમ કુસુમ યોજના અપનાવી જોઈએ

100 પાણીના અછતવાળા જિલ્લા માટે વ્યાપક પગલા

ખેડૂતે સસ્ટેનેબલ ક્રોપિંગ પેટર્ન અપનાવી જોઈએ

GST દર ઘટાડાથી દરેકને 4% બચત થઈ

અનિવાર્ય જરૂરીયાતની ચીજના ભાવ નીચે આવ્યા

ઈન્સપેક્ટર રાજનો અમે અંત કર્યો

GSTથી લોજીસ્ટીક સેક્ટરને ઘણો લાભ

GST હવે ધીરે ધીરે પરિપક્વ બની રહ્યો છે

 GST ઐતિહાસિક માળખાકીય સુધારો

અરૂણ જેટલીના સપનાને રજૂ કરું છું

સરકારનું માળખાકીય સુધારા પર ધ્યાન

FM નિર્મળા સીતારમણે કહ્યું  ઈકોનોમીનો પાયો મજબૂત છે

દરેક વર્ગની મહત્વકાંક્ષા પૂપૂરી કરવાનો પ્રયાસ

ઉંચા ગ્રોથ મારફત જ રોજગારીની તકો શક્ય

ખેડૂતની આવક વધારવા 16 મુદ્દા

કૃષિ મંડિયોમાં કામકાજ સુધારવાની જરૂરત

કૃષિ માર્કેટમાં ઉદારીકરણ અનિવાર્ય

'પીએમ ફાસલ બીમા યોજના'હેઠળ6.11 Cr ખેડૂતને લાભ

2022 સુધીમાં ખેડૂતના આવક બમણી કરવા કટીબધ્ધ

બજેટમાં આર્થિક વિકાસ, સમાજ કલ્યાણ પર ભાર

રાષ્ટ્રીય ઇન્ફ્રા પાઇપલાઇનમારફત જીવન ધોરણ સુધરશે

માર્ચ 2014માં કેન્દ્રનુ દેવુ GDPના 52.2% હતુ

માર્ચ2019માં કેન્દ્રનું દેવુ ઘટીનેGDPના 48.4%

5 વર્ષમાં સરેરાશ મોંઘવારી દર 4.5ટકા રહ્યો

 2014-19માં 7.4% ઉપરનો GDP ગ્રોથ હાંસલ કર્યો

ગત બે વર્ષમાં 60 લાખ કરદાતા ઉમેરાયા

PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોનીની મુલાકાતે છે. જ્યાં પીએમ મોદી સૌ પ્રથમ સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યારબાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

CISF અને NDRFની ટીમના જવાનો દ્વારા કામગીરીનું પ્રદર્શન રજૂ કરાયું હતુ. CISF દ્વારા આતંકવાદી હુમલાની મોકડ્રીલ રજૂ કરાઇ. આતંકવાદને જવાબી કાર્યવાહીનું પ્રદર્શન રજૂ કરાયું. પીએમ મોદીએ તાળીઓથી જવાનોની કામગીરી બિરદાવી હતી.

કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડ પરથી પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, જમ્મૂ-કાશ્મીરમાં આઝાદી બાદ પ્રથમ BDS ચૂંટણી યોજાય. BDSની પ્રથમ ચૂંટણીમાં 98 ટકા મતદાન થયું. આટલું મતદાન એકતાનો સંદેશ છે. હવે જમ્મૂ-કાશ્મીરમાં સ્થિરતા આવશે. જમ્મૂ-કાશ્મીરમાં અંગત સ્વાર્થ માટે સરકાર નહીં બને. ઓગસ્ટમાં જમ્મૂ-કાશ્મીરના લોકોને વચન આપ્યું હતું. બીજા રાજ્યની જેમ જમ્મૂ-કાશ્મીરમાં પણ વેતનનું વચનુ હતું. જમ્મૂ-કાશ્મીરમાં પણ 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યુ છે.

એકતાને ધ્યાને લઇને આજે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરાયું છે. સરદાર પટેલે 500 રજવાડાઓને એક કર્યાં. રજવાડાઓમાં ભારતીયતાની ભાવના હતી. સરદારે રજવાડાઓમાં ભારતીયતાનો ભાવ ઓળખ્યો. ગુજરાતથી પાકિસ્તાન પર પીએમ મોદીએ શાબ્દિક પ્રહાર કર્યાં. પીએમ મોદીએ કહ્યું, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં. હું સરદાર પટેલને હિસાબ આપું છે. અમારુ સૌભાગ્ય કે સરદારના સપનાને પૂર્ણ થયુ છે.