કોરોનાના કહેરથી દેશમાં મરતા લોકો વચ્ચે પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામના પાઠવી કેવી રીતે ??

17 સપ્ટેમ્બર 2020ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે વડાપ્રધાન હંમેશા 70 વર્ષની ચર્ચા કરતા હોય છે કે 70 વર્ષમાં બીજી સરકારોએ શુ કર્યું ? પરંતુ છેલ્લા 70 વર્ષમાં અન્ય સરકાર ન કરી શકી તે સરકારે માત્ર 7 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં મોદી સરકારે કરી બતાવ્યું.

નરેન્દ્ર મોદીએ દેશમાં સતા કઇ રીતે મેળવી અને કઈ રીતે પોતે કામગીરી કરી રહ્યા છે તે સૌ કોઈ જાણે છે. છેલ્લા 7 વર્ષમાં એટલે કે મોદી શાસનમાં સૌ કોઈને શિસ્તમાં એટલે કે લાઈનમાં ઉભા રહેતા શીખડાવી દીધું છે. મોદી સરકારે 2014માં સતા મેળવી દેશભરમાં પ્રથમ નિર્ણય કર્યો કે 2014નાં રોજ પ્રધાનમંત્રીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું હતું. અને દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં ફોટો પડાવવા માટે લાઈનોમાં લોકોને ઉભા રાખી દીધા. હજુ 7 વર્ષના સમયગાળામાં ગુજરાત મોડેલ સ્વચ્છ થઈ શક્યું નથી.

ત્યાર બાદ 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાન મંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો અને નોટબંધી જાહેર કરી જેથી દેશની જનતા બેંકોની લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બની. 50 દિવસનો સમય માંગનારા વડાપ્રધાને દેશની જનતાને સમય ન આપ્યો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂત, વેપારીઓ, મહિલાઓ તમામને હેરાન-પરેશાન કરી નાખ્યા,

ત્યાર બાદ 1 જુલાઈ 2017ના રોજ દેશમાં GST લાગુ કર્યો અને વેપારી વર્ગને લાઈનમાં ઉભો રાખી દીધો. તેમજ GST લાગુ કર્યા બાદ વેપારીઓ કંગાળ બન્યા અને બેરોજગારીના દરોમાં પણ ઐતિહાસિક વધારો થયો. વેપારીઓ અને યુવાનો નિરાશામાં ડૂબ્યા, અને ઠેર ઠેર વેપારીઓનો માલ અટકી જતા વેપારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો…

મોદી સરકારના રાજમાં બેરોજદારી દર વધતા ઠેર ઠેર યુવાન પુરુષો અને મહિલાઓએ રોજગારી મેળવવા માટે ઠેર ઠેર નાના એવા ભરતીના આકડાઓમાં પણ લાંબી લાંબી લાઈનો લગાડી હતી. ત્યારે છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી પણ મોદી સરકારના રાજમાં દેખાઈ છે… 2017-18માં સાડા ત્રણ ગણાથી વધીને 17.4 ટકા સુધી બેરોજગારી પહોંચી ગઈ હતી. વર્ષ 2018માં દેશમાં 1.1 કરોડ લોકોએ પોતાની નોકરી ગૂમાવી દીધી હતી. અને ભારતમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજદારી દર પણ નોંધાયો હતો…

વર્ષ 2020માં મોદી સરકારે દેશના નાગરિકોના હિતમાં લોકડાઉન જાહેર કર્યું અને લોકોને શાકભાજી અને કારીયાણું લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રાખી દીધા . તેમજ ભારતભરના વ્યસનોએ પણ પોતાની વ્યસનની પ્યાસને બુજાવવા માટે ઠેર ઠેર લાંબી લાઈનોમાં ઉભા રાખી દીધા હતા. અને લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન આપવા માટે પણ સસ્તા અનાજની દુકાનદારો બહાર લાઈનો લગાડી દીધી હતી….

અને અંતે છેલ્લે લોકડાઉન પૂર્ણ થયું અને અનલોક જાહેર કરાતાની સાથે જ કોરોનાનો રાફડો ફાટ્યો, કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી. લોકોને લાઈનો લાગતા યોગ્ય સારવાર ન મળતા અનેક લોકો મોતને ભેટ્યા હતા. કોરોનાને કારણે અનેક લોકોના મોત થતા સ્મશાન ખાતે પણ લાઈનો લાગી છે અને મર્યા પછી પણ લાઈનો પૂર્ણ થતી નથી. ત્યારે એક બાજુ દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનને કઇ રીતે શુભેચ્છા પાઠવી શકું ? અને જો વડાપ્રધાન જન્મદિવસની શુભેચ્છાની આશા રાખી રહ્યા હોય અને તેમના પ્રશંસકો શુભેચ્છા પાઠવે તો તેનાથી વધારે શરમની વાત બીજી કોઈ હોઈ ન શકે….. ત્યારે હવે લોકોના મૃત્યુની પણ લાઈનો લાગી છે ત્યારે આગામી સમયમાં અન્ય લાઈનો ન લગાડે તેવી જ જન્મદિવસ નિમિત્તે આશા રાખીએ.

આત્મ નિર્ભર ભારત બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ અને ક્યારે આવ્યો ?

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવતી કાલે 17 મેના રોજ લોકડાઉન ત્રણ પૂર્ણ થઈ રહ્યું છે અત્યાર સુધી પહેલા 21 દિવસનું, 19 દિવસનું અને પછી 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું એટ્લે કે લોકડાઉનના કુલ 53 દિવસ 16 મેના રોજ થઈ ચૂક્યા છે અને આગામી 18 મેથી લોકડાઉન ચારની શરૂઆત થશે ત્યારે ત્રીજા લોકડાઉન પૂર્ણ થવાના પાંચ દિવસ પહેલા જ વડાપ્રધાનને આત્મ નિર્ભર ભારત બનાવવાનો વિચાર કેમ આવ્યો ?

આવો જોઈએ અને સમજીએ કે વડાપ્રધાન નરેંદ્ર મોદીને ત્રીજા લોકડાઉનમાં આત્મનિર્ભર ભારત બનાવવાનો વિચાર શા માટે આવ્યો.

વડાપ્રધાને પ્રથમ લોકડાઉનમાં વેપારીઓ અને કારખાનેદારોને પોતાના મજૂરોને ભોજનની વ્યવસ્થા કરી આપવા અને પગાર પણ આપવા તેમ વિનંતી કરી હતી અને માલિકોએ એક મહિનાની સમય મર્યાદા સમજીને તેમ કર્યું પણ ખરા.

પરંતુ લોકડાઉન એક પૂર્ણ થયું અને બીજું પણ લોકડાઉન પૂર્ણ થયું અને બજારો અને દુકાનો ખોલવાની પરમીશન નહીં મળતા વેપારીઓની સ્થિતિ બગડી મજૂરોને સાચવી રાખવામાં મુશ્કેલી સર્જાતા સરકારે મજૂરોને વતન પરત જવા માટે મંજૂરી આપી, ત્યારે વેપારીઓ પણ વિચારતા હતા કે હવે લોકડાઉનને આટલો સમય થયો છે અને દિવસો પસાર થતા ટુક સમયમાં લોકડાઉન ખુલશે તેવા સંકેતો પણ દેખાતા હતા પરંતુ મજૂરો વતન પરત જઇ રહ્યા હતા. તેથી વેપારીઓ અને મજૂરો બંનેને ‘પડ્યા પર પાટુ નો માર પડ્યો’. મજૂરો પોતાના વતન જવા માટે રવાના થયા અને સરકારે નિરીક્ષણ કર્યું કે દેશને અડીખમ ઊભો રાખવા માટે હાથના બાવળા વડે તાકાત લગાવતો મજૂર. પોતાના વતન જવા માટે ચાલીને પણ નીકળી રહ્યો છે. સરકારે કોઈ પણ પ્રકારની શ્રમિકો માટે કોઈ વ્યવસ્થા પણ કરી નથી તેથી વિચાર્યું કે હજારો કિલોમીટર ચાલીને જતો મજૂર પોતાના આત્મનિર્ભર માટે નીકળી શકતો હોય તો દેશના લોકોને પણ આત્મનિર્ભર બનાવીને સરકાર પોતાની કામગીરી માંથી છટકી જાય તેવા ઉદેશ સાથે લોકોને આત્મનિર્ભર બનાવવાનું નક્કી કર્યું અને વડાપ્રધાને લોકોને આત્મનિર્ભર બનવાનું કહ્યું…આત્મનિર્ભરના નામ પર સરકારની મુશ્કેલી આસાન થઈ અને રસ્તે ચાલીને જતા શ્રમિકોની હાલત કફોડી બની અને મુશ્કેલીમાં ઉતારોતર વધારો થયો…

54 દિવસ જેટલા લાંબા લોકડાઉનને કારણે ખેડૂત,મજૂર,દુકાનદારો, કારખાનેદારો,રિક્ષા ડ્રાઈવરો, વેપારીઓ, ઉધોગપતિઓ સહિતના દરેક ક્ષેત્રના લોકોને લોકડાઉનને કારણે નુકશાની ગઈ તે સ્વાભાવિક છે. સાથો-સાથ વેપારીઓ અને ઉધોગપતિઓને પડ્યા પર પાટુ નો માર ખાવો પડ્યો, તેમણે ઉદારદિલે રાજ્ય અને કેન્દ્ર સરકારને નાણાંભંડોર પૂરું પાડ્યું. અને તેમાં પણ લોકડાઉન ત્રીજું શરૂ થતાં વેપારીઓ અને ઉધોગપતિઓએ સરકાર પાસે આર્થિક સહાયની વાત કરતા જ પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર બનવાનું કહી દીધું. દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નુકશાની જતા સરકાર પાસે મદદની ગુહાર લગાવી અને સરકારને ખ્યાલ આવી ગયો કે દરેક લોકો આર્થિક માંગી રહ્યા છે તો તે આપીશું ક્યાથી ? બીજી બાજુ રસ્તે હજારો કિલોમીટર ચાલીને પોતાના વતને જતાં શ્રમિકને સરકારે મદદ નથી કરી તો બીજા લોકોને શુ મદદ કરવાના.

હજારો કિલોમીટર ચાલીને જતાં શ્રમિકને જોઈને વડાપ્રધાનને આત્મ નિર્ભર બનાવવાનો વિચાર આવ્યો જેથી લોકડાઉન પૂર્ણ થાય અને લોકો સરકાર પાસે આશા અને અપેક્ષા ન રાખે તેનો સ્પષ્ટ સંકેત પણ આપવામાં આવ્યો, દેશના લોકોને આત્મ નિર્ભર બનાવટી સરકારે પોતે જ વલ્ડ બેન્ક પાસેથી એક બિલિયન ડોલરની લોન લીધી એટ્લે કે લગભગ 75 હજાર કરોડની લોન લીધી. ( નોધ- આકડો વધુ હોય શકે છે આ માત્ર અંદાજ છે).

સરકારે શ્રમિકોને જોઈને દેશના લોકોને આત્મનિર્ભર બનાવવાનો વિચાર રજૂ કર્યો અને લોકોને સંબોધન પણ કરી નાખ્યા પરંતુ લોકોને આત્મનિર્ભર બનવાનો સંદેશ દેતી સરકારે ખુદ જ અન્ય પર જ નિર્ભર બની રહી છે તે વિચાર્યું જ નહીં.. ત્યારે વર્તમાન સરકાર પણ આત્મનિર્ભર બને અને દેશને લાભ થાય તે દેશના લોકો માટે પણ ખૂબ જ જરૂરી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ કરી જાહેરાત, આટલી રકમ કરી દાન

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા પણ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ સામેની લડાઇમાં જોડાયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા પણ પીડિતોને મદદ કરવા આગળ આવ્યો છે. અહેવાલો અનુસાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ 3 કરોડની આર્થિક સહાય આપી છે. જોકે બંનેએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે રોહિત શર્માએ કોરોના વાયરસથી પીડિત લોકોની સહાય માટે 80 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ભારતમાં 1100 થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ એ 21 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. રિવાબા જાડેજા એ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની જાહેરાત કરી છે. પોતાની બચત મૂળી માંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા. સોસીયલ મીડિયામાં વિડીયો પોસ્ટ મૂકી જાહેરાત કરી હતી. સાથે જ લોકોને લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.

મોદી સરકાર કર્મચારીઓ પર ખુશ, હવે દર 6 મહિને થશે પગારમાં વધારો

મોદી સરકારે કર્મચારીઓ પર વધતી જતા મોંઘવારીના માર ઓછો કરવા માટે એક નવી પહેલ કરી છે. ત્યારે ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરતા 3 કરોડથી પણ વધુ કર્મચારીઓને મોંઘવારી વધવાના હિસાબથી દર 6 માહિને પગારમાં વધારો કરવામાં આવશે. મળતી માહિતી આનુસાર સરકારની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ કર્મચારીઓ માટે ઉપભોક્તા મુલ્ય સુચકઆંક સાથે જોડીને નવો આધાર નક્કી કર્યો છે જેનું મોંઘવારી ભથ્થુ સુચકઆંક સાથે જોડાયેલું રહેશે.

શ્રમ અને રોજગાર સલાહકાર બી.એન નંદાના નેતૃત્વમાં એક ત્રિપક્ષીય સમિતિની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કર્મચારીઓ માટે એક નવી સીરીઝના ગ્રાહક મુલ્પ સુચકઆંકને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 2016ને આધાર વર્ષ બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2001 બાદ સીપીઆઈ-આઈડબ્લ્યુમાં સંશોધન નથી થયું જ્યારે તેમાં દર પાંચ વર્ષમાં ફેરફાર થવો જોઈએ.

સાતમાં પગારપંચ વખતે કેન્દ્ર સરકાર અને ખાનગી ક્ષેત્રમાં કર્મચારી સંઘ પણ કર્મચારીઓના ઓછામાં ઓછું વેતન વધારવા માટે સીપીઆઈ-આઈડબ્લ્યુના આંકડાનો સહારો લીધો છે. મોંઘવારીની ગણના માટે અમુક ખાસ વસ્તુઓ અને સોવાઓ પર નજર રાખવામાં આવે છે.

ગાંધી આશ્રમમાં CM વિજયભાઈ રૂપાણીને નો-એન્ટ્રી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત પણ લેવાના છે. પરંતુ તે સમયે CM વિજયભાઈ રૂપાણીને નો-એન્ટ્રી આપવામાં આવી છે.

આ સમયે સુરક્ષાના કારણોસર આશ્રમમાં 3 લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા તેમજ વડાપ્રધાન મોદી જ હશે.

ગાંધી આશ્રમ ખાતે કાર્યક્રમો ચાલુ હશે ત્યારે CM રૂપાણી મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચી પીએમ મોદી તથા ટ્રમ્પનું સ્વાગત કરશે

શશ્ત્રોની ખરીદીમાં સરકારને પણ નડી મંદી, ખરીદીમાં 70 ટકાનો કાપ

PM નરેન્દ્ર મોદીને બજેટના અભાવે કારણે શસ્ત્રોની ખરીદીમાં પણ કામ મુક્યો છે. ત્યારે ભારતીય સૈન્ય પોતાની જરૂરિયાત કરતાં એક તૃતીયાંશથી પણ ઓછી રાઇફલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. હાલ ભારતીય સૈન્યને 5720 સ્નાઇપર રાઇફલ અને એક કરોડ રાઉન્ડ ગોળીઓની જરૂર છે. ત્યારે ફક્ત 1800 રાઇફલ અને 27 લાખ રાઉન્ડ ગોળીઓ ખરીદશે

ભારતીય સૈન્યમાં હાલ 4.5 લાખ સૈનિકો છે જેમાંથી ફક્ત અડધા જ યુદ્ધમાં ભાગ લે છે.

આપહેલા ભારતીય સેનાએ 5720 રાઈફલ્સ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ખરીદ પ્રક્રિયા ગયાવર્ષે શરૂ થઇ હતી પરંતુ જુલાઈમાં આ પ્રક્રિયા રદ્ કરી દેવાઈ હતી. તેનુ કારણ હતુ કે, અમેરિકી કંપની બૈરેટ, ઇન્ડોનેશિયાની પીટી પિનડેડ, રશિયન કંપની રૉજૉબોર્નો એક્સપોર્ટ સહીત ચાર કંપનીઓની ટેક્નિકલ જરૂરિયાતો પર ખરી ઉતરી શકી નહોતી.

શરૂઆતમાં સેનાએ 1800 રાઇફલ ખરીદશે ત્યારબાદ વધુ 4000 રાઇફલનો ઓર્ડર આપવામાં આવશે. સ્નાઇપર રાઇફલની ખરીદી PM નરેન્દ્ર મોદીનાં ભારતીય સૈન્યના આધુનિકીકરણની યોજનાના વિસ્તરણનો એક હિસ્સો છે. આ આધુમિકીકરણ પર 250 અબજ ડોલર ખર્ચ કરવામાં આવશે

PM મોદીએ રાજ્યસભામાં કહ્યુ, બાબાસાહેબના કારણે દેશને ઘણું બધું પ્રાપ્ત થયું

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ રાજ્યસભાનું 250મું સત્ર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યસભા ભારતની વિકાસ યાત્રાનું ચિહ્ન છે. ગૃહે બદલાયેલી સ્થિતિમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો. વધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ એક વાર કહ્યુ હતું કે, રાજ્યસભા સેકન્ડ હાઉસ છે, પરંતુ તેને સેકન્ડરી હાઉસ ન સમજવું જોઈએ. અમે તેને આત્મસાત કરવું જોઈએ કે સંસદને સેકન્ડ હાઉસ ક્યારેય સેકન્ડરી હાઉસ ન હોઈ શકે. રાજ્યસભાના 250મા સત્રમાં સામેલ થવું મારું સૌભાગ્ય છે. સંસદ ભારતની વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે.

PM મોદીએ વધુમાં કહ્યુ કે, આ ગૃહના સ્થાયિત્વ અને વિવિધતા ખાસ છે. સ્થાયિત્વ એટલા માટે મહત્વપૂર્ણ છે કે લોકસભા તો ભંથ થતી રહે છે પરંતુ રાજ્યસભા ક્યારેય ભંગ નથી થતી. વિવિધતા એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અહીં રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રાથમિકતા છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરતા પીએમ મોદીએ કહ્યુ કે, રાજ્યસભાના બે ફાયદા છે અહીં વૈજ્ઞાનિક, કલાકાર અને ખેલાડી જેવા તમામ વ્યક્તિ આવે છે જે લોકતાંત્રિક રીતે ચૂંટાતા નથી. બાબા સાહેબ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેઓ લોકસભા માટે ચૂંટાઈ ન શક્યા પરંતુ રાજ્યસભા પહોંચ્યા. બાબાસાહેબ આંબેડકરના કારણે દેશને ઘણું બધું પ્રાપ્ત થયું.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ‘ભારત રત્ન’ આપવાની કોંગ્રેસે કરી માંગ

PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત રત્ન આપવાની માગ કરી છે. સાથો સાથ મોહાલી સ્થિત એરપોર્ટનું નામ બદલીને ‘શહીદ એ આજમ ભગતસિંહ એરપોર્ટ’ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે બ્રિટિશ સરકાર વિરૂદ્ધ જે વિરોધ કર્યો હતો. તેનાથી દેશમાં યુવા પેઢી પ્રેરિત થઈ હતી.

ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનો ને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે

સુખદેવ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા. તેમનો જન્મ લુધિયાણા, પંજાબમા થયો હતો

રાજગુરુ મહારાષ્ટ્રનાં વતની હતા. તેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતા. તેમનો જન્મ પુના નજીક ખેડ નામનાં ગામમાં થયો હતો, આ ગામ હવે તેમનાં માનમાં “રાજગુરુનગર” થી ઓળખાય છે.

લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સની ગોળી મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ હતી. 23 માર્ચ 1931 નાં રોજ વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ

આજે શી જિનપિંગ ભારતના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે, મોદી અને જિનપિંગ વચ્ચે અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે ભારતમાં પહોંચશે. તમિલાનાડુના મંદિરોના શહેર ગણાતા મહાબલીપુરમમાં બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થશે. ચેન્નાઈના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેશે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે ચીનના વિદેશ મંત્રી અને પોલિટ બ્યૂરોના સભ્ય પણ ભારતમાં આવશે. આ મુલાકાતમાં કોઈ એજન્ડા નક્કી કરાયો નથી, પરંતુ સરહદ વિવાદ, આતંકવાદ, વેપાર, ટેરર ફંડિંગના મુદ્દે ચર્ચા થઈ શકે છે.

આ બેઠકમાં કોઈ કરાર અને MOU પર હસ્તાક્ષર નહીં થાય, પરંતુ મોદી-જિનપિંગ તરફથી નિવેદન જાહેર થઈ શકે છે. બન્ને નેતા આતંકવાદ, સરહદ પર શાંતિ જાળવી રાખવા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે