કાલાવડમાં પિતા-પુત્ર સામે પોલીસની દાદાગીરી, માસ્ક ન પહેર્યું હોવાથી વેપારીને બેફામ માર માર્યો

એક તરફ કોરોના વાઈરસના કારણે લોકોના જીવન પર સંકટ ઊભું થયુ છે. ત્યારે લોકોને પ્રેમથી સમજાવાને બદલે પોલીસની દાદાગીરી પર ઉતરી છે. આવો સરમ જનક કિસ્સો કાલવડમાં સામે આવ્યો છે. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા. ત્યારે પોલીસ ત્યાં આવીને માસ્ક ન પહેર્યું હોવા આંગે રકઝક કરી હતી.

યુવકે પોલીસ સાથે રકઝક દરમિયાન ઉગ્રતાભર્યું વર્તન કરી કહ્યું હતું કે “તમે દરરોજ માસ્ક પહેરો છો માટે મને શું કામ કહો છો ? તમે શા માટે માસ્ક માટે હેરાન કરો છો?
જેથી તેને પોલીસ સ્ટેશને લઈ જઈ ખાખીને લજાવે તેવુ કામ કર્યું હતુ, નિશાંતને બેફામ માર માર્યો. આ વાત યુવાનના પિતા ધનશ્યામભાઈ સુધી પહોંચતા તેઓ પણ તુરંત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. નિશાંતને ન મારવા આજીજી કરી. પરંતુ ખાખીના અનુશાસનને ભૂલી બેઠેલા પોલીસ કર્મીઓએ ઘનશ્યામભાઈને પણ માર માર્યો હતો.

 ઇજા એટલી ગંભીર હતી કે પ્રાથમિક સારવાર માટે કાલાવડ હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વેપારીઓની માગ હતી કે, બેફામ બનેલા ચાર પોલીસ કર્મીઓને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવે. એસપીએ સ્થાનિક પોલીસ સ્ટાફ પાસેથી વિગતો મેળવી કસુરવાર હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા, લોકરક્ષક ભરતસિંહ ક્યોર, નિકુંજભાઈ પટેલ અને અશોકસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા હતા તેમજ ચારેય સામે આઈપીસી કલમ 323 અને 144 મુજબ ગુનો નોંધવા આદેશ કરાતા મામલો થાળે પડ્યો હતો.

આ વાત જાણીને ગુજરાત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઇ…

વાત જાણે એમ છે કે, હાલમાં કોરોના માહામારી અંગે સરકાર કોરોના વોરિયર્સ માટે ઘણી બધી સેવાઓ માટેની જાણ કરતી હોય છે. ત્યારે હમણાં થોડા સમય પહેલાજ કોરોના વોરિયર્સ માટે સરકારે વર્ગ ૩ ના કર્મચારી માટે રૂ ૧૫૦૦૦/- વધુ પગાર આપવાની વાત કરી છે ત્યારે તેમાં પોલીસ કર્મચારીને બાકાત રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ માટે ppe કીટ અને માસ્ક માટે રૂ ૧૦ કરોડનું બજેટ ફાળવવાની વાત કરી છે

હાલમાં ચાલુ દરેક પોલીસ સ્ટેશન દીઠ સરેરાશ ૧૦૦ કર્મચારી માટે સવારે તથા સાંજે જમવાની વ્યવસ્થા માટે દરોજના રૂ ૧૫ થી ૨૦ હજારનો ખર્ચ ગણવામાં આવે છે. લોકડાઉનના ૫૨ દિવસ થઈ ગયા હોવાથી અત્યાર સુધી પોલીસ સ્ટેશન દીઠ રૂ ૧૦ લાખનો ખર્ચ થયા હોવાનું જણાવે છે.

ત્યારે મહત્વની વાત એ છે કે, ખરે ખર જ્યારે આ બાબતની જાણ પોલીસ કર્મચારીઓને ન્યુઝ દ્વારા થાય છે ત્યારે પોલીસ ખુદ સ્તબ્ધ થઈ ને અંદરો અંદર પોલીસ બેડામાં ચર્ચા જામી છે કે, અત્યાર સુધી સરકારે માસ્ક નથી આપ્યા ત્યારે જમવાનું શું આપવાની ???

આ છે હકીકત

સરકાર ફક્ત મોટી મોટી જાહેરાતો કરે છે. પરંતુ ખરે ખર અત્યાર સુધીમાં કોઈ પોલીસ કર્મચારીને નતો જમવાનું મળ્યું છે કે નતો આ બાબતની કોઈને જાણ કરી છે ત્યારે આ બાબતે શું પોલીસના અધિકારીઓ જ પોતાના કર્મચારીની કાળજી લીધી નથી કે પછી સરકારની જાહેરાતો ફક્ત જાહેરાત માટે છે. ખરેખર કોરોના મહામારીમાં પ્રાથમિક ધોરણે પોલીસ ડિપાર્ટમેન્ટના નાના કર્મચારી ઓજ સીધા લોકોના સંપર્કમાં આવતા હોય છે. જેથી તેઓને જ સૌથી પહેલા કોરોના થવાનો ભય છે.

ત્યારે તેમને જ આમ નારાજ કરવામાં આવશે તો કોરોના મહામારીમાં કોરોના સામે દેશને લડવું ખૂબ મુશ્કેલ પડશે તે વાત તો સ્પષ્ટ છે ત્યારે હવે ppe કીટ , માસ્ક અને જમવાનું ખરેખર પોલીસના નાના કર્મચારીઓને ક્યારે મળે છે તે જોવું રહ્યું

પોલીસે ગણતરીની કલાકોમાં જ ખોવાયેલી બાળકીઓને તેના માતા-પિતાને શોપી

દેશભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે પોલીસ કર્મીઓ 24 કલાક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેની સાથે સાથે આમ જનતામાં બનતા બનાવોનું પણ નિરાકરણ લાવી રહ્યા છે. તેવીજ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સામે આવી છે. આજે બપોરે 01:30 વાગ્યે રઝવી સોસાયટીમાંથી બે બાળકીઓ ગુમ થયાની ફરિયાદ બાળકીના માતા-પિતા એ ધ્રોલ પોલીસ સ્ટેશને કરી હતી.

અગમ્ય કારણો સર કોઈ અવાવરૂ જગ્યાએ ગુમ થતા બાળકીઓના માતા-પિતા તેમજ પાડોશમાં રેહેતા લોકો દ્વારા બાળકીઓની શોધખોળ કરી હતી. પરંતુ તેમ છતા બાળકીઓ ન મળતા પોલીસને જાણ કરી હતી. ગુમ થયેલ બાળકીઓ ચાવડા સાઈના સરફરાઝ ઉ. વર્ષ- 6 અને મોહુર માઈનુર રઝાખભાઈ ઉ.વર્ષ-5.

ત્યારે ધ્રોલ પી.એસ.આઇ કાંટલીયા  તથા પો.સ્ટાફ રણજીતસિંહ જાડેજા, નિલેશભાઈ ભીમાણી, હર્ષદભાઈ ડોળીયા અને મહિપતસિંહ સોલંકી એ આ ફરિયાદને ગંભીરતાથી લઇ માત્ર 01:30 કલાકની જહેમત ઉઠાવી બંને બાળકીઓને શોધી અને તેના માતા-પિતાને સુપરત કરી હતી. આ કામગીરી જોઈ બાળકીઓના માતા-પિતાએ ધ્રોલ પોલીસ સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

માતૃત્વ અને બહાદુરીથી છલોછલ/ ૬ મહિનાની પુત્રી વૃંદાને લઈ PSI ચાર્મીબેન ફરજ પર

રાજકોટ: સમગ્ર ભારતના કોરોનાની મહામારીએ ભારે પ્રલય મચાવ્યો છે ત્યારે મેડીકલ, પોલીસ તથા અનેક આવશ્યક વિભાગો ખડે પગે કાર્યરત છે.આજે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આવાજ એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરનાં માતૃત્વ અને બહાદુરીથી છલોછલ એક કહાની વિષે વાત કરવી છે.

બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં મહિલા PSI ચાર્મીબેન પરસાણીયા (કરકર) ફરજ બજાવે છે. તેમનાં આંગણે ૬ મહિના પૂર્વે લક્ષ્મી અવતર્યા હજુ તો અંગને પધારેલ વૃંદા નામની દીકરીની નામકરણ સહિતની વિધિ પૂરી થાય અને દીકરી પરિવારને સારી રીતે જાણી શકે તે પહેલા સમગ્ર ભારતમાં કોરોના નામક ભયાનક વાયરસે પ્રલય ફેલાવ્યો.જેથી વડાપ્રધાન દ્વારા સમગ્ર ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. તેથી વાયરસની ગંભીરતાને ધ્યાને લેતા ગુજરાતમાં પણ દરેક જીલ્લામાં લોકડાઉનનો અમલ કરાવવો અનિવાર્ય બન્યો.

૬ મહિનાની માતાની પુત્રી હોવા છતા ગુજરાત પોલીસનાં મહિલા PSIએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની જવાબદારીને પોતાનું કર્તવ્ય સમજીને ફરજ પર હાજર થયા હતા.

જેમની ઘરે હજી ફુલ જેવી કોમળ દીકરી ને જન્મ આપ્યો એને હજી છ(૬) મહીના પૂરા થયા છે ને વિશ્વ મા ચાલતી ભયાનક કોરોના વાયરસ ની મહા મારી મા જ્યારે ભારત સંપૂર્ણ પણે લોક ડાઉન છે ત્યારે પોલીસ માં ફરજ બજાવતા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ચાર્મીબેન પરસાણીયા (કરકર) એના ઘર પરીવાર ની ચીન્તા કર્યા વગર તેમની ફરજ તેમજ તેમની જવાબદારી ઉત્કૃષ્ટ રીતે નિભાવી રહ્યા છે. ધન્ય છે આવી જનેતા ને !!!

ગુજરાત પોલીસ/ એક હાથમાં કાયદો તો બીજાહાથમાં કરૂણા

  • કોરોના વાયરસના કારણે જ્યારે ભારતભરમાં લોકડાઉન પરીસ્થિતી છે ત્યારે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી

ગુજરાતમાં પોલીસ કાયદાનુ પાલન પણ કરાવે અને લોકોની સેવા પણ કરે છે. જેનું ઉદાહરણ રાજકોટ તાલુકાનું પડધરી પોલીસ સ્ટેશન આપી રહ્યું છે, જે એક તરફ લોકડાઉનનુ અમલ પણ કરાવી રહ્યા છે. બીજી તરફ ગરીબ લોકોને કરિયાણું, ફુડ પેકેટ તેમજ જમવાની વસ્તુ પણ પહોંચાડી રહ્યા છે.

પડધરી પોલીસ લોકડાઉનનુ અમલ કરાવતા લોકોને સજા અને ગાડીઓના મેમા પણ આપે છે. આ લોકડાઉનમાં લોકો ઘરમાં રહે તે માટેની કાર્યવાહી પણ કરવામાં કોઈ કશર નથી છોડતી પડધરી પોલીસ. ત્યારે બીજી તરફ જે ગરીબ લોકો છે તેને માટે તેના ઘર સુધી કરિયાણું તેમજ જીવન જરૂરી સામાન પહોંચાડી માણસ પ્રત્યેની પોતાની કરૂણા પણ બતાવી રહી છે.

અમારી ટીમ સવારથી લઈને સાંજ સુધી પોલીસ કર્મચારી સાથે સમય વિતાવ્યો હતો. ત્યારે ખબર પડી કે, પોલીસ કર્મચારીયોને જમવાનું પણ ટાઈમે નથી મળી રહ્યુ. પોલીસ જવાનો પોલીસ સ્ટેશનમાં જ રહીને લોકોની સેવામાં કોઈ ખામી નથી રાખી રહી. જ્યારે કે અમારી ટીમ રાત્રે પોલીસ સ્ટેશનની મુલાકાતે ગઈ ત્યારે રાત્રે ૧૦ વાગ્યે પોલીસ જવાનો પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ જમતા નજરે પડ્યા હતા. આ જોઈ અમારી ટીમ આશ્ચર્યચકિત બની ગઈ હતી.

બીજી તરફ પડધરી મામલતદાર દ્વારા લોકોને 144 કલમનું પાલન કરવા અપીલ કરી છેકે લોકો લોકડાઉનનુ પાલન કરે, બીનજરૂરી કામ વગર બહાર ન નિકળવુ અને ઘરમા રહો સુરક્ષીત રહોનો સંદેશ પડધરીના મામલતદારે લોકોને આપ્યો હતો. તેમજ પોલીસ જવાનોને લોકડાઉન દરમિયાન પૂરતો સહયોગ આપવા પડધરીના લોકોને અપીલ કરાઇ હતી.

માત્ર એક જગ્યા પર નહી પરંતુ ગુજરાતભરમાં ગુજરાત પોલીસ આજ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે

રીપોર્ટર
જે સી ગોહિલ
પડધરી

એક રંગ ખાખી/પડધરીમાં લોકડાઉન વચ્ચે પોલીસે માનવ ધર્મ નિભાવ્યો

કોરોનાના સંકટને કારણે દેશભરમાં આગામી 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં કેદ થયા છે. પરંતુ માનસિક, અસ્થિર અને ભીખ માગીને પોતાનુ ગુજરાન કરતી લોકો માટે કફોળી સ્થિતી છે. ત્યારે તેની વારે પડધરીના પોલીસ જવાનો આવ્યા છે. જરૂરિયાત લોકોને ફ્રૂટ પેકેટ તેમજ બિસ્કીટ વિતરણ કરી પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો છે.

પોલીસના આ એક રંગ જોઈને લોકોએ પ્રસંશા કરી હતી. પડધરી પોલીસ એક બાજુ પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે તો બીજી તરફ માનવધર્મ પણ નિભાવી રહ્યા છે. ત્યારે પોલીસ જવાનો અત્યારે 24 કલાક ફરજ નિભાવીને ખાખી રંગમાં માનવતાનો રંગ પણ બતાવી રહ્યા છે.

વીરપુર/કોરોના વાયરસની લડત સામે વિરપુર પોલીસે દાખવી અનોખી જાગૃતા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીનો કેર વર્તાય રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કર્યું છે અને લોકોને અપીલ કરી છે કે, કોઈએ ઘરની બહાર નહિ નીકળવું અને જીવન જરૂરિયાતની ચિજવસ્તુઓ જેમકે દૂધ,શાકભાજી, અનાજ,કરિયાણુ વગેરે આવશ્યક ચીજ વસ્તુઓ મળતી રહેશે.

વીરપુરની મેડીકલ સ્ટોર, અનાજ કરીયાણા તેમજ દૂધ,શાકભાજીની દુકાનો ખુલ્લી હતી જેમને લઈને વીરપુર પોલીસ દ્વારા દુકાન બહાર કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે બે વ્યક્તિઓ વચ્ચે એક મીટરનું અંતર રાખી પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે મેડીકલ સ્ટોર, અનાજ,કરીયાણા તથા દૂધ શાકભાજીની દુકાનો બહાર લોકો વચ્ચે અંતર રાખવામાં આવે તે માટે રાઉન્ડના નિશાન બનાવી દુકાનોમાં ભીડ ન થાય તેમજ ખરીદી કરવા આવેલા લોકો એકબીજા થી દૂર રહે તે માટેના પગલાં લેવામાં આવ્યા હતા,વીરપુર પોલીસના આ કાર્યને લોકોએ સ્વીકારી બિરદાવ્યું હતું.

રિપોર્ટર
ભાગ્યેશ પટેલ
વીરપુર જલારામ
મો:-9724583540
9898899299

લોકરક્ષક દળની ભર્તીમાં અનામત કેટેગરીની મહિલાઓને થયેલા અન્યાય

સામાન્ય વહીવટી વિભાગનો ઠરાવ રદ્ કરવાની માંગ
વેરાવળ નાયબ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી

ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ અને અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા બક્ષીપંચ અનુજાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગની મહિલાઓની લોકરક્ષક દળની ભર્તીમાં થયેલા અન્યાય સામે આંદોલન કરી રહેલ છે આ આંદોલનને ઓબીસી એસસી એસટીના આગેવાનો એ ટેકો જાહેર કરેલ છે. અને અનામત જાતિ માટે અને સરકારના સા.વ.વિ નાં તા.૧/૮/૧૮ના પરીપત્ર રદ્ કરવા અમરેલી, જૂનાગઢ, વેરાવળમાં આવેદનપત્ર આપવામાં આવેલ. અને અનામત કેટેગીરીના લોકોને ન્યાય માટે માંગણી કરવામાં આવેલ છે. તા.૧ /૨/૨૦ના રોજ અખીલ ભારતીય કોળી સમાજના ગુજરાત રાજયના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલા તથા પ્રદેશ મહામંત્રી રસીકભાઈ ચાવડાની આગેવાની હેઠળ ઓબીસી એસસી એસટી સમાજના લોકો મોટી સંખ્યામાં આગેવાનો દ્વારા રેલી કાઢીને વેરાવળ ખાતે ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.જેમાં ગીર સોમનાથ કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ ગઢીયા, યુવા કોળી સમાજ પ્રમુખ રાકેશભાઈ ચુડાસમા, મોટા કોળી સમાજ વેરાવળના પ્રમુખ વિરજીભાઈ જેઠવા, નાના કોળી સમાજ વેરાવળના પ્રમુખ નારણભાઈ વાયલુ , સુરેશભાઈ ગઢીયા , અનુસૂચિત જાતિ માંથી મનસુખભાઈ ભાજગોતર,આહીર સમાજ માંથી હિરેનભાઈ બામરોટિયા, ખારવા સમાજ માંથી લલિતભાઈ ફોફડી,દીપકભાઈ દોરિયા, દેવાયતભાઈ મેર ,કાળાભાઈ ચારિય, જેન્તીભાઈ સોલંકી ( ભીડીયા ) સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ રેલી કાઢી ડે કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરેલ અને આગામી દિવસો માં આ અંગે કાર્યવાહી કરવા માં નહિ આવે તો આખા રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને કાયદાકીય લડતની ચીમકી આપી હતી.

રાજકોટ પોલીસ કમિશનરે 2019ના વર્ષનો આપ્યો રિપોર્ટ

વર્ષના અંતિમ દિવસે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી વર્ષ દરમિયાન નોંધાયેલ ગુન્હાઓની માહિતી આપી હતી. મહિતી આપતી જણાવ્યુ હતુ કે, વર્ષ 2018માં 2,437 ગુના રાજકોટ પોલીસના ચોપડે નોંધાયા હતા. ત્યારે આ વર્ષ 2019માં 1995 ગુના પણ નોંધાયા છે. વર્ષ 2018ની સરખામણીએ 2019માં ગુનામાં 18% ઘટાડો થવા પામ્યો છે.

વધુ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષા કવચ એપ બનાવવામાં આવી છે. જેના મારફતે પ્રોહીબીશન બુટલેગર 420 ટપોરીઓ 245 mcr 447 એચ.એસ 139 તમામ હેડના આરોપી મળી કુલ ૧૨૫૧ થવા પામેલ છે. સમયસર તમામ આરોપીઓની મૂવમેન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપો દ્વારા ટેકનોલોજી કેટેગરીનો પોલીસ એક્સેલેન્સ એવોર્ડ 2019 રાજકોટ પોલીસને આપવામાં આવ્યો છે.

2019માં 6લાખ 88 હજાર 845 ઇ ચલન ઇસ્યુ કર્યા.ઇ ચલણ દન્ડ 7કરોડ 21લાખ 93હજાર 407રૂપિયા વસુલ કર્યો છે

ચાલુ વર્ષ દરમિયાન સાઇબર ક્રાઇમને લગતી ૫૮૧ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જે અરજીઓ પૈકી 9519099 રૂપિયા રાજકોટ પોલીસે પરત અપાવ્યા છે. રાજકોટ પોલીસે 1,531 મોબાઈલ ફોન પરત અપાવ્યા છે. જેની કિંમત 2 કરોડ 6 લાખ 33 હજાર થાય છે.