અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સનો આપઘાત, 10માં માળેથી જંપ લગાવી જીવ ગુમાવ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કર્યાના સમાચાર મળી રહ્યા છે. ન્યુ મણિનગર રિવેરા કર્ણાવતી ફ્લેટના 10 માળે કૂદી 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી પોતાનો જીવ ગુમાવ્યો છે. આપઘાત કરવા પાછળ કારણ અકબંધ છે. ત્યારે રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે.

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ દાખલ થયા છે. ગત રોજ ગુજરાતમાં કુલ 7 પોઝિટિવ કેસો હતા. ત્યારે આજ ફરી 4 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરત અને રાજકોટમાં એક એક કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 13માંથી 12 વિદેશથી પરત આવેલા નાગરિકો છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાના સકંજામાં આવી ગયા છે. આ સાથે તમામ પોઝિટીવ કેસના દર્દીના સંપર્કમાં આવનારા કુલ 41 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. બીજી બાજુ ગુજરાતમાં હજુ 34 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં ચેપને ફેલાવો અટકાવવા 144ની કલમ લાગુ કરાઈ છે

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નવજાત શિશુઓના મોતનો ચોંકાવનારો આંકડો

હાલ ગુજરાતની વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોતનો ચોંકાવનારા આંકડા સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નન પૂછયો હતો કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા નવજાત શિશુઓના મોત થયા છે, તેના જવાબમાં રાજ્યસરકાર જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 નવજાત શિશુઓના જન્મ થયા હતા. તેમાથી 15 હજાર 13 નવજાત શિશુના મોત થયા હતા.

ગુજરાતમાં દરરોજ 20 બાળકોના મોત થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ 4,322 બાળકના મોત થયા છે. તેમજ વડોદરા 2362 અને સૂરતમાં 1986 બાળકોના મોત થયા છે. વધુમાં જણાવ્યુ હતુ કે, આરોગ્ય તપાસ દરમ્યાન અમદાવાદમાં બાળકોને ગંભીર બીમારી હોવાનો પણ ખુલાસો થયો છે. જેમાં 199 બાળકને હ્યદયની, 62ને કીડનીની અને 45 બાળકને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં હોબાળો પણ ચાવ્યો હતો

ભારત આવવું અમારા માટે ગર્વની વાત: ડોનાલ્ડ ટ્રમ્પ,આ જાણો ભાષણની મુખ્ય વાતો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત “નમસ્તે” કહીને કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે ભારત આવવું અમારા માટે ગર્વની વાત છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર ખેડીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિન્દુસ્તાનનું મિત્ર છે અને તેનું સન્માન કરે છે.

ટ્રમ્પે કહ્યું કે, પાંચ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, આજે હિન્દુસ્તાન અમારું સ્વાગત કરી રહ્યું છે, જે અમારા માટે ખુશીની વાત છે. આજે અમે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. આજથી અમારા માટે ભારત મહત્વનું મિત્ર હશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તેમણે ખૂબ મહેનત કરી છે. તેમણે પિતાના ચાની દુકાન પર કામ કર્યું છે. પીએમ મોદીને આજે દરેક વ્યક્તિ પ્રેમ કરે છે, પરંતુ તેઓ ખૂબ આકરા (ટફ) છે. આજે પીએમ મોદી હિન્દુસ્તાનના સૌથી પ્રમુખ નેતા છે. ગત ચૂટંણીમાં 60 કરોડથી વધારે લોકોએ પીએમ મોદીને વોટ આપ્યો હતો અને સૌથી મોટી ચૂંટણી જીત મેળવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોટેરા ખાતે તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો સંબોધન કર્યું હતું. આ પ્રસંગે યુએસ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ભારતને પ્રેમ અને આદર કરે છે અને ભવિષ્યમાં પણ ભારતના લોકોનો આદર કરતું રહેશે. મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા તેમણે સાબરમતી

આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે પીએમ મોદી ખૂબ આકરા (ટફ) પણ છે. સાથે જ તેમણે મોદી પિતાની ચાની કેબિન પર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભાષણ દરમિયાન પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી હતી. ટ્રમ્પ બોલ્યા કે, ભારત-અમેરિકા આજે દોસ્તી સાથે સાથે બિઝનેસ ક્ષેત્રમાં પણ આગળ રહ્યા છે. મેં અને મેલાનિયાએ આજે મહાત્મા ગાંધી આશ્રામની મુલાકાત કરી હતી. જ્યાં ગાંધીજીએ મીઠાનું આંદોલન શરૂ કર્યું હતું. આજે અમે તાજમહેલ જઈશું.

ટ્રમ્પે કહ્યુ કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વીપક્ષીય વાતચીત કરીશ. જેમાં અનેક ડીલ્સ પર વાતચીત થશે. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ભારતને બહુ ઝડપથી હથિયાર અને મિસાઇલ આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે. ઇસ્લામિક આતંકવાદ સામે અમેરિક લડત લડી રહ્યું છે.

વધુમાં જણવ્યુ કે, આપણા દેશો ઇસ્લામિક આતંકવાદનો શિકાર બની રહ્યા છે. અમેરિકાએ કામ કરતા ISISનો ખાત્મ બોલાવ્યો છે અને અલ બગદાદીને ઠાર કર્યો છે. અમે આતંકવાદ સામે કડક પગલાં લઈ રહ્યા છીએ.

ભારતમાં હોળી, દિવાળી જેવા તહેવારોનો ઉલ્લેખ કર્યો. સાથે જણાવ્યું કે, ભારતમાં આજે હિન્દુ, જૈન, મુસ્લિમ, શિખ, સહિત તમામ ધર્મના લોકો રહે છે. અહીં ડઝનો ભાષા બોલાય છે છતાં અહીંના લોકો એક શક્તિની જેમ રહે છે. અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે.

અમેરિકામાં રહેતા અનેક બિઝનેસમેનો ગુજરાતથી આવે છે. આ પ્રસંગે તેમણે અમેરિકાના વિકાસમાં યોગદાન આપવા માટે તમામ લોકોનો આભાર માન્યો હતો. વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા અને ભારતમાં ઘણા સમાનતા છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે 2000થી વધારે ફિલ્મો બને છે, જે બોલિવૂડ છે. આખા દુનિયામાં તેમનું સ્વાગત કરવામાં આવે છે. સાથે જ પ્રમુખ ટ્રમ્પે ડીડીએલજે ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યુ કે, ભારતે દુનિયાને સચિન અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ આપ્યા છે.

પીએમ મોદી ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ દેશનું ગૌરવ છે. જેઓ અસંભવને સંભવ બનાવે છે. આ દરમિયાન ટ્રમ્પે ભારત સરકારની ઉજ્જવલા યોજના, ઇન્ટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘર ઘર વીજળી જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ડોનાલ્ડ ટ્ર્મ્પે ગાંધી આશ્રમ ખાતે ચરખા પર અજમાવ્યો હાથ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ટ્રમ્પે ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો.

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પતિ માટે ગાઇડ બન્યા હતા. તેમણે આશ્રમ વિશે ટ્રમ્પ અને તેમના પત્નીને માહિતી આપી હતી.

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ અમે પીએમ મોદીએ હૃદયકુંજ ખાતે ગાંધીજીની તસવીરનો સુતરની આંટી ચડાવી હતી.

ગાંધીજીને અંજલી આપ્યા બાદ પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ચરખા વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ટ્રમ્પે પલાઠી વાળીને ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો.

વિઝિટર બૂકમાં ટ્રમ્પે લખ્યો સંદેશ

રમત રમતમાં ભાઈએ એરગનનું ટ્રીગર દબાવ્યું, 2 વર્ષની બહેનના ફેફસામાં ઘુસી ગયો છરો

અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. આણંદના સાબરખા ગામમાં રહેતી 2 વર્ષની બાળકીના ફેંફસામાં એરગનનો છરો ઘુસી ગયો હતો. સ્થિતી એટલી ક્રિટીકલ હતી કે, બાળકીનો જીવ બચાવવો અઘરો હતો પરંતુ, કુદરતની મહેરબાની અને 2 કલાકનું ઓપરેશન કરીને ડોક્ટર્સે બાળકીનો જીવ બચાવી લીધો.

હાથમાં ચોકલેટ લઈને માતાના ગળે વળગેલી 2 વર્ષી જીનલ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખુશ હતી. તસવીરમાં આપ જે જીનલને જોઈ રહ્યા છો તે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવી ત્યારે કંઈ બોલી શકતી નહોતી. માત્ર આંસુ સારતાં સારતાં મમ્મીને સાદ પાડી રહી હતી. જાણે કે મમ્મી શબ્દ બોલવાને કારણે તેને શરીરમાં એરગનનાં છરા ઘુસી ગયાનો દુખાવો ઓછો થતો હતો. પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સે એ સમજી ગયા હતા કે કેસ ખુબ જ ક્રિટીકલ છે અને જીનલનનાં ફેંફસામાં ઘુસેલી એરગન જો થોડી પણ હદય પાસે જશે તો કંઈપણ થવાની શક્યતા છે. અણીના તાકડે સિવિલ હોસ્પિટલમાં લવાયેલી 2 વર્ષની બાળકી પર સર્જરી વિભાગ દ્રારા શસ્ત્રક્રિયા કરીને છરો બહાર કાઢવામાં આવ્યો.

આ અંગે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. જી.એચ.રાઠોડે જણાવ્યું હતું કે, નાના બાળકોને તેમના જ ભાઇ બહેનોએ કંઇ ક ખવડાવી દીધુ હોય અથવા રમાડતા ઇજા કરી હોય તેવા સંખ્યાબંધ કિસ્સા બહાર આવ્યા છે. જ્યારે બાળકો નાના હોય ત્યારે માતા પિતાએ તેનું વધુ ધ્યાન રાખવું જોઇએ. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના સંખ્યાબંધ ઓપરેશન કરવામાં આવે છે અને તે તદન નિઃશૂલ્ક કરાય છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવા ઓપરેશનના હજારો રૂપિયા લેવામાં આવે છે.

અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ચાર શ્રદ્ધાળુના મોત

અમદાવાદ સહિત દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. રોજે-રોજ અકસ્માતમાં અનેક લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. જેમ-જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થતો જાય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદ ઉદેપુર રોડ પર સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર શ્રદ્ધાળુના ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આજે દેવ દિવાળી એટલે કે પૂનમ ભરવા માટે શ્રદ્ધાળુઓ રિક્ષામાં બેસી શામળાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે ટ્રક ચાલકે મુસાફરો ભરેલી રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ચાર શ્રદ્ધાળુના સ્થળ પર મોત થઈ ગયા હતા, જ્યારે ઘાયલ લોકોને હિમ્મતનગર સિવિલ હોસ્પિટલમાં 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત અરવલ્લી જિલ્લાના મોડાસાના દાવલી ગામ પાસે સર્જાયો હતો. રિક્ષામાં ઓવરલોડ પેસેન્જર બેસાડવામાં આવ્યા હતા, અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, રિક્ષાનો ફૂરચો બોલી ગયો હતો, અને ચારના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મૃતક અને ઘાયલો તલોદના ગઢી ગામના વતની હોવાની માહિતી સામે આવી છે, જે શામળાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, તે સમયે આ અકસ્માત સર્જાયો.

અમદાવાદ એરપોર્ટ ખાતે બેગમાં બૉમ્બ હોવાની અફવા ફેલવાનાર યુવકની ધરપકડ

એરપોર્ટ ખાતે અમદાવાદ-કોલકાત્તાની ફ્લાઈટમાં એક યુવકને વગર ટિકિટે પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરવાનું દુઃસાહસ ભારે પડ્યું છે. યુવક એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની પાસે ટિકિટ ન હતી. જેથી તેને પ્રવેશ અપાયો ન હતો. જોકે, એરપોર્ટ ખાતે તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેની બેગમાં શું છે ત્યારે તેણે બેગમાં બૉમ્બ હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો. આ બાબતે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અમિત નામના યુવકની ધરપકડ કરી લીધી હતી.

એરપોર્ટ પર સીઆઈએસએફ (Central Industrial Security Force)માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ઉર્મિલા યાદવ ડૉમેસ્ટિક ટર્મિનલ ડિપાર્ચર-1 પર ફરજ પર હતા. તેઓ જે પણ મુસાફરો આવે તેમની ટિકિટ ચેક કરતા હતા. તેવામાં એક યુવક ત્યાં આવ્યો હતો. આ યુવકે કોલકાત્તા જવાનું હતું પણ તેની પાસે ટિકિટ ન હતી. જે બાદમાં યુવકે તેના મોબાઈલ ફોનમાં એસએમએસ બતાવ્યો હતો. જોકે, એસએમએસ માન્ય ન હોવાથી અધિકારીએ બેગમાં શું છે તે બાબતે પૂછતા યુવકે ઉડાઉ જવાબ આપ્યો હતો અને કહ્યું હતુ કે, મારી બેગમાં બૉમ્બ છે. અધિકારીઓએ આ વાતને ગંભીરતાથી લઈને ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા હતા.

જે બાદમાં સીઆઈએસએફ અને એરપોર્ટ પોલીસ ત્યાં પહોંચી હતી અને બેગની તપાસ કરતા તેમાથી કોઈ સંવેદનશીલ વસ્તુ મળી આવી ન હતી. આરોપીની પૂછપરછ કરતા તેનું નામ અમિત કાઉપર (રહે, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું અને પોતે પત્રકાર હોવાનું પોલીસને જણાવ્યું હતું. એરપોર્ટ પોલીસે વાતાવરણ ડહોળવું તેમજ ફરજમાં રુકાવટ ઉભી કરવાની આઇપીસી કલમ 186 અને 505(1)બી મુજબ ગુનો નોંધી અમિતની ધરપકડ કરી હતી.

મોટો દંડ વસૂલતા ટ્રાફિક પોલીસનું મિસમેનેજમેન્ટ, અમદાવાદમાં કલાકો સુધી ટ્રાફિક જામ

અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂરા થયા અને સોમવારથી શહેર રાબેતા મુજબ દોડવા લાગે તે પહેલા રવિવારે સાંજે અમદાવાદીઓએ વિચાર્યું હશે કે, આજે વેકેશનનો છેલ્લો દિવસ પરિવાર સાથે બહાર જઈએ કે કોઈ સગા-સંબંધીને મળવાનું રહી ગયું હોય ત્યાં જઈએ. 

જોકે આવા વિચાર સાથે ઘરની બહાર નીકળેલા અમદાવાદીઓને સાંજ ત્યાર બગડી ગઈ જ્યારે વાડજ સર્કલ અને આશ્રમ રોડ પર ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાયા. શહેરના શાહિબાગ, સાબરમતી, ચાંદખેડા અને એરપોર્ટ તરફથી આવતા તેમજ એ તરફ જવા માગતા લોકો માટે આ ટ્રાફિક જામ માથાનો દુખાવો બની ગયો હતો.