હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ભારતમાં એક બાજુ કોરોનાનો કહેર છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે બે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે.

એક બાજુ કોરોનાએ માજામુકી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કર છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધરો થયો છે.

ગુજરાતમાં થંડસ્ટ્રોમના કારણે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર સહિત કચ્છમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે ભૂજમાં આજરોજ સવારથી ભુજમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે.

CM વિજયભાઈ રૂપાણીએ પાકવીમાં અંગે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં બે વાવાઝોડાની અસરથી ચોમાસુ પાકમાં મોટુ નુકસાન થયું છે. જેમાં જગતના તાતને પહેલા ક્યાર નામના વાવાઝોડાએ અને ત્યાર બાદ મહા વાવાઝોડાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. હાલ ગુજરાત લીલા દુકાળનો ભોગ બન્યુ છે. છેલ્લા સપ્તાહમાં તૈયાર પાક પણ પલળી જતા ખેડૂતોને મોટુ સુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરા છે કે, પાક વીમો તો ચુકવાશે જ પણ જે ખેડૂતોએ વીમો નહી લીધો હોય તેમને પણ વળતર ચુકવવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. વીમો ન લીધેલા ખેડૂતોને કેન્દ્રના ધોરણો પ્રમાણે વળતર ચૂકવાશે.

હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકુફ
ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ હાલ 15મી નવેમ્બર 2019 સુધી મોકુફ રાખવામાં આવી છે.

અમરેલી/ખાંભાના ખેડૂતોની દિવાળી વરસાદે બગાડી

અમરેલીના ખાંભા તાલુકામાં આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજ સવારથી મેઘરાજા અષાઢી માહોલ જેમ વરસી રહ્યો છે. જેના કારણે જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે. કારણ કે,  ખેડૂતો એ હાલ મગફળી જમીન બહાર કાઠી પાથરા કર્યો છે. માવઠુ થવાને કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયુ છે.

તેમજ ખાંભામાં ફટાકડાના સ્ટોલ ધારકોમાં પણ મુંઝાયા છે. વરસાદી માહોલના કારણે ફટાકડા હવાઈ જવાની વેપારીઓને ભય છે. દિવાળીને માત્ર ગણતરી દિવસો બાકી છે. ત્યારે વરસાદને કારણે લોકોની મજામાં ઘટાડો થયો છે.

આગાહી, દિવાળીના દિવસે રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ

ગુજરાતમા તારીખ 29 અને 30ના કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે રાજ્યના બીજા અનેક વિસ્તારોમાં પણ થવાની સંભાવના છે. તેમજ હવામાનની આગાહી કરતી વીન્ડી વેબસાઈટ મુજબ દિવાળીના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરી સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લા અને કચ્છમાં વધુ અસર વર્તાઈ તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની છે જે દિવાળી અને નવા વર્ષના દિવસે ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચી શકે છે.

ગુજરાતમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે કહી ખુશી તો કહી ગમનો માહોલ

ગત વર્ષે પડેલા ભારેવરસાદને કારણે 199 લોકોના મોત થયા છે. જેમાં ગુજરાત સરકારે મૃતકોના 179 પરિવારોને સહાય ચૂકવાઈ છે. રાજ્યમાં 140 ટકા જેટલો વરસાદ પડયો છે. ત્યારે દુર્ઘટનાઓમાં વિજળી પડવાથી 54 લોકોના મોત થયાં છે. તેમજ 89 લોકો પાણીમાં તણાય જવાથી અને દીવાલ કે ઝાડ પડવાથી 56 વ્યક્તિઓના મોત થયાં છે.

ગુજરાત રાજ્યમાં કુલ 5 લાખ હેક્ટર જમીનમાં ભારે વરસાદને કારણે નુક્સાન થયું છે. ખેડૂતોને આર્થિક નુકસાન 138.75 કરોડ રૂપિયાનુ થયુ છે. અતિવૃષ્ટિને કારણે 158 તાલુકામાં ખેતીમાં ખુબજ ખરાબ અસર થઈ છે. આ મહિતી સરકારને જિલ્લા કચેરીઓમાંથી પ્રાપ્ત થઈ છે. ત્યારે 5 લાખ હેક્ટરમાંથી 4.57 લાખ હેક્ટર કૃષિ વિસ્તારમાં નુક્શાનના સર્વેક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જુલાઇથી સપ્ટેમ્બર માસમાં પડેલાં ભરે વરસાદને કારણે રાજ્યમાં 2.37 લાખ હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુક્સાન થયું છે.

ખેલૈયાઓના રંગમાં ભંગ, હવામાન વિભાગે કરી આગાહી, આ બે દિવસ રહેશે વરસાદ

ગુજરાતમાં હાલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવા સમાચાર આવી રહ્યા છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે બે ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્યગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટા થશે. હાલ રાજ્ય ભરમાં બે દિવસના વિરામ બાદ હળવા વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે.

ખેલૈયાઓના રંગમાં ભંગ
ખેલૈયાઓ ગરબાની રંગમા રંગાઈ ગયા છે. ત્યારે શનિ-રવિની રજામાં જ વરસાદ મજા બગાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં વરસાદે બે દિવસના વિરામ બાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છેકે હજુ 7મી તારીખ સુધી વરસાદ રહેશે અને ઓફિશ્યલી 10મી ઓક્ટોબર પછીજ રાજ્યમાંથી ચોમાસું વિદાય થશે

Design a site like this with WordPress.com
Get started