ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ટેકાના ભાવે ખરીદી થશે ચાલુ

ગુજરતમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે શિયાળુ પાક ઘઉં, ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી માટે આગામી સમયમાં માર્કેટયાર્ડો ખરીદી ચાલુ થશે. રવિ સિઝન 2020-21માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર 27 એપ્રિલથી 30 મી મે-2020 સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાણકારી આપતાં કહ્યું કે, ઘઉંનું ખરીદી માટેનું રજિસ્ટ્રેશન સોમવાર 27 એપ્રિલથી 10 મે-2020 સુધી કરાવવાનું રહેશે. માર્કેટયાર્ડો દ્વારા હાલમાં કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા રહશે. રાજ્યમાં રાષ્ટ્રીય લૉકડાઉન વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં સરકારે 15મી એપ્રિલથી જ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. આ માર્કેટિંગ યાર્ડમાં ઘઉ, ચણા, રાયડો સહિતના અનાજની આવક પણ શરૂ થઈ ગઈ છે.

રાજ્યમાં ખેડૂતોના ઘઉં તૈયાર છે ત્યારે યાર્ડને ધીરે ધીરે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી ખોલવામાં આવી રહ્યા છે. 22મી એપ્રિલ સુધીમાં રાજ્યનામાં 21 યાર્ડ ધમધમી ઉઠ્યા છે. સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત પણ કરી દીધી છે.

સરકારે આજે રાયડો અને ચણાની પણ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. સરકાર 1925 રૂપિયા પ્રતિક્વિન્ટલના ભાવે 30મી મે સુધી ખરીદી કરશે. રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણા અને રાયડાની પણ ખરીદી કરશે. દ્વારા 27મી એપ્રિલ દ્વારા 50 મેટ્રિક ટન રાયડો અને ચણાની ખરીદી કરવામાં આવશે આ ખરીદીની શરૂઆત 27મી એપ્રિલથી થશે.

ST બસમાં મુસાફરી કરતા યાત્રીકો માટે ખુશીના સમાચાર

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સુવિધામાં વધુ એક વધરો કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કોઇ પણ સ્થળે ક્યારેય પણ પ્રવાસ કરવો હશે તો દિવસ કે રાત ગમે ત્યારે ર૪ કલાક એસટી ડેપો પર તેમની પ્રવાસ ટિકિટ રિઝર્વ કરાવી શકશે.

એસટી બસ સ્ટેશન પર હવે રિઝર્વ ટિકિટ બારી 24 કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયથી ગુજરાતની જનતાને ખુબજ ફાયદો થશે તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. આ નિર્ણયની અમલીકરણ થોડા દિવશોમાં શરૂ કરવામાં આવશે. એસટી બસ સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટ બારી 24 કલાક ચાલુ રહેવાથી મુસાફરોને સુવિધા અને સરળ પ્રવાસનો લાભ મળશે અને એસટીને પણ વધારાની આવક થશે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને આપ્યા ખુશીના સમાચાર

ભારતીય સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને રાહત આપતા મિનિમમ બેલેન્સના ચાર્જને હટાવી દીધો છે. તેનો મતલબ એ છે કે, હવે SBI ના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ ચાર્જ આપવો પડશે નહી. હવે ખાતાધારક પોતાના એકાઉન્ટમાં પોતાના હિસાબથી બેલેન્સ રાખી શકશે. જેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો પડશે નહી. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી SBI મિનિમમ બેલેન્સ ચાર્જ વસૂલીને લઈને આલોચના કરી રહી હતી. આખરે બેન્કના આ નિર્ણયના કારણે લગભગ 40 કરોડથી વધારે ખાતાધારકોને ફાયદો થવાની આશા છે.

ખુશખબર/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં આવેલા મોટા ઘટાડો થયો છે જેનો ફાયદો ભારતના લોકોને થઈ રહ્યો છે. આજરોજ  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 2.69 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 2.33 રૂપિયા ઘટ્યો છે. ત્યારે બુધવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 67.84 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 65.94 રૂપિયા થઈ ગયો છે.

અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલનો ભાવ 70.52 હતો જે માર્ચ મહિના સુધીમાં ઘટીને 67.84 રૂપિયા થઈ ગયો છે.

સઉદી અરેબિયા અને રશિયાની વચ્ચે ઑઇલ પ્રાઇસ વૉર છેડાતાં સોમવારે કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં 31 ટકા સુધી તૂટી ગયા છે. જેનો ભારતને આર્થિક લાભ મળી શકે તેમ છે. આપણો દેશ પેટ્રોલિયમ ઈંધણ આયાત ઉપર જ નિર્ભર કરે છે

ઉલ્લેખનીય છે કે, 2017 બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો પ્રથમ વાર થયો છે. ત્યારે ક્રુડ ઓઇલની કિંમતમાં 30 ટકા ઘટાડો થતા વિશ્વભરમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. હાલ વિશ્વબરમાં કોરોના વાઈર નહીં પરંતુ રશિયા અને OPEC દેશો વચ્ચે ક્રુડ ઓઇલની કિંમતોને લઇ ચાલી રહેલા વિવાદની પણ ભાવ પર અસર જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલ અભ્યાસક્રમ માટે નવા એડમિશન ફોર્મ કરાશે ચાલુ

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી નવેમ્બરમાં એક્સ્ટર્નલ અભ્યાસક્રમ માટે નવા એડમિશન ફોર્મ ચાલુ કરવામાં આવશે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલયે 2017માં કાયદો બનાવ્યો, 2018માં દેશની તમામ યુનિવર્સિટીને પરિપત્ર કર્યો છતાં ગુજરાત, પાટણ, ભાવનગર, વિદ્યાનગર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાહકોએ મંજૂરી ન લઈને વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂક્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એ, બી.કોમ, એમ.એ, એમ.કોમ સેમ-1ના એકસ્ટર્નલ એડમીશન અટકવવામાં આવ્યા હતા. ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલ અભ્યાસક્રમ માટે નવા એડમિશન ફોર્મ ચાલુ કરાશે.

ગુજરાત STના ફિક્સ પગારદારોના વેતનમાં તાત્કાલિક અસરથી વધારો

ગાંધીનગર: આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગાર પર નોકરી કરતા કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ વેતન પર એસટી વિભાગના કર્મચારીઓને તાત્કાલિક અસરથી આજથી જ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. ડ્રાઈવર કમ કંડક્ટરનો પગાર 11 હજારથી વધારીને 18 હજાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે વાહનવ્યવહાર વિભાગની દરખાસ્તને મંજૂરી આપી હતી. પગાર વધારાના પગલે એસટી નિગમ પર વર્ષે રૂ. 94 કરોડનો બોજ પડશે.

એસટી કર્મચારીઓ માટે સરકારની મોટી જાહેરાત.

ફિક્સ પગાર પર કામ કરતા 12692 કર્મચારીઓને ફાયદો.

સિનિયર અધિકારી વર્ગ-2ના 16800ના પગાર વધીને 40 હજાર કરાયો.

જુનિયર અધિકારીઓનો પગાર 14800થી વધારીને 38 હજાર કરાયો.

સુપરવાઈઝરનો પગાર 14500થી વધારીને 21 હજાર કરાયો.

ડ્રાઇવરનો પગાર વધારીને 18 હજાર કરવામાં આવ્યો.

વર્ગ-4ના કર્મચારીઓનો પગાર 9 હજારથી વધારીને 15 હજાર કરાયો.

કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળી પહેલા આપી ખુશ ખબર

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો બાદ રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓને દિવાળી પહેલા ખુશખબરી આપી છે. રાજ્ય સરકારે દિવાળી પહેલા કર્મચારીઓને એડવાન્સ પગાર ચુકવશે. આ જાહેરાત રાજ્ય સરકારે કરી છે. એટલે કે ચાલુ મહિનોનો ઓક્ટોબર મહિનાનો પગાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી પહેલા જ મળી જશે.

મોદી સરકારે સરકારી કર્મચારીઓને આપી દિવાળીની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 5% વધારો

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે દિવાળીની મોટી ભેટ આપી છે. આજે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થુ 12 ટકાથી વધારીને 17 ટકા થઈ ગયુ છે. મહત્વના આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને સીધો ફાયદો થશે. તેમજ 62 લાખ પેન્શનધારકોને પણ આનો લાભ મળશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યુ કે, મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યુ કે આ પહેલા 2-3 ટકા સુધી મોંઘવારી ભથ્થુ વધતુ હતુ. આ નિર્ણયથી સરકાર પર 16,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. તમને જણાવી દઈએ કે વધેલુ મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી લાગુ થશે.

Design a site like this with WordPress.com
Get started