ખાંભામાં IRDના કર્મચારીને લાંચ કેસમાં ફીટ કરી દેવાની ધમકી

  • કર્મચારીએ રાયસીના શખ્સ સામે ફરિયાદ નોંધી


ખંભા તાલુકા પંચાયતની આઈ. આર. ડી શાખામાં પીએમએવાય યોજનામાં ફરજ બજાવતા કર્મચારીએ રાયડી ગામના અરજદારની અરજી ન લેતા ગાળો આપી લાંચ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેની સામે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખાંભા તાલુકા પંચાયતની આઈ .આર. ડીની પીએમએવાય યોજનામાં પરિમલ સિંહ પરમાર ફરજ બજાવી રહ્યા છે.

રાયડી ગામે રહેતા શાંતિભાઈ બાબુભાઈ ઠુમ્મર અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને સંબોધી અરજી દેવા ગયા હતા. પણ મૌલિકભાઈ પાસે આ અરજી લેવાની સત્તા ન હોવાથી તેણે આ શખ્સને અરજી લેવાનો ઇન્કાર કર્યો હતો. જેના કારણે શાંતિભાળ ઠુમ્મરે ઉશ્કેરાય કર્મચારીને ગાળો આપી લાંચ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે કર્મચારી ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

લશ્કર-એ-તોઈબાના નિશાના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિરાટ કોહલી

રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી NIA ને એક પત્ર મળ્યો છે. જેમાં કરાયેલા દાવા પ્રમાણે આતંકીઓએ તેમનું હિટ લિસ્ટ મોકલ્યું છે. જમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, લાલકૃષ્ણ અડવાણી, રામ માધવ, જે.પી.નડ્ડા, સત્યપાલ મલિક, અજિત ડોવલ, મોહન ભાગવત, રામનાથ કોવિંદ અને વિરાટ કોહલીને મારવાની ધમકી ઉચ્ચારી છે. આ પત્ર બાદ એનઆઇએ દ્વારા બીજી ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરવામાં આવી છે.

આ પત્રમાં સામેલ હિટ લિસ્ટ લોકોની પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ પત્ર અંગે હાલ સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારી નાખવાની ધમકી

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ પક્ષો તેમની જીત માટે જોર લગાવી રહ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ફરી CM બનવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે સમાચાર આવ્યા છે કે, સીએમ દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ કેસમાં મરીન ડ્રાઈવ પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જાથી મારી નાખવાની ધમકી

Design a site like this with WordPress.com
Get started