નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના ઍવોર્ડ

 • 10 વર્ષની વયે બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયેલાં નીરજે અનેક બાળકોનું જીવન બદલ્યું
 • કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન સંચાલિત બાલ મિત્ર ગામના પૂર્વ બાળમજૂર નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના એવોર્ડ એનાયત થયો છે.
 • જેમનું કાર અકસ્માતમાં અવસાન થયું હતું તે વેલ્સના રાજકુમારી ડાયનાની સ્મૃતિમાં યુકે સરકાર દર વર્ષે દુનિયાના ચુનંદા 25 લોકોને એવોર્ડ આપે છે.
 • બાળમજૂરીમાંથી મુક્ત થઈ પોતાના અને અન્ય બાળકોનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા અને તેને ટકાવી રાખવા બદલ નીરજ મુર્મુને 1 જુલાઈએ એક વર્ચ્યુઅલ સમારોહમાં 2020નો ડાયના એવોર્ડ એનાયત કરાયો હતો.
 • નીરજ મુર્મુ કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (કેએસસીએફ) સંચાલિત ગિરીડીહ જિલ્લાના દુલિયાકરમલ બાલ મિત્ર ગામના છે.
 • હાલ 21 વર્ષના નીરજને અગિયાર વર્ષ અગાઉ 10 વર્ષની ઉંમરે એસ્બેસ્ટોસની ખાણની મજૂરીમાંથી ઉગારવામાં આવ્યા હતા.
 • આ એવોર્ડ સમાજ પરિવર્તન માટે આગેવાની લેનારા અને તેમાં અસાધારણ યોગદાન આપનારા 9થી 25 વર્ષની વયના બાળકો અને યુવાનોને એનાયત કરાતો હોય છે.
 • નીરજ મુર્મુને આ એવોર્ડ ગરીબ અને પછાત બાળકોને શિક્ષણ આપવા બદલ અને એમનાં જીવનમાં બદલાવ લાવવા બદલ આપવામાં આવ્યો છે.
 • નીરજના પ્રમાણપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમણે નવી પેઢીને વિશ્વ બદલવાની દિશામાં પ્રેરણા આપી છે.
 • નીરજનો ભૂતકાળ અને કામગીરી
  ગરીબ આદિવાસી પરિવારના નીરજે 10 વર્ષની ઉંમરે પરિવારનું પોષણ કરવા એસ્બેસ્ટોસની ખીણમાં મજૂરી કરવાની શરૂઆત કરી હતી.

કૈલાશ સત્યાર્થી સ્થાપિત બચપન બચાવો આંદોલન (બીબીએ)ના કાર્યકરોએ તેમને મજૂરીથી મુક્ત કરાવ્યાં. બાળમજૂરીમાંથી છૂટ્યાં એ પછી એમની જિંદગી બદલાઈ. ગુલામીમાંથી મુક્ત થઈને, નીરજે સત્યાર્થી આંદોલન સાથે મળીને બાળમજૂરી સામે જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. એમણે ખૂબ મહેનત કરી અભ્યાસ કર્યો અને એ સાથે અને લોકોને સમજાવી તેમના બાળકોને મજૂરીમાંથી છોડાવી શાળાઓમાં દાખલ કરાવવા લાગ્યા. ગ્રેજ્યુએશનની સાથે સાથે એમણે ગરીબ બાળકો માટે તેમના જ ગામમાં એક શાળાની પણ સ્થાપના કરી.

બાળમજૂરીના તેમના અનુભવથી, નીરજને સમજાયું કે તેમના જેવા ગરીબ અને આદિજાતિ બાળકોને શિક્ષણની સુવિધા ન આપવામાં આવે ત્યાં સુધી બાળમજૂરી અને બાળલગ્ન જેવી સામાજિક સમસ્યાઓ તેમનામાં દૂર થઈ શકશે નહીં.

આ શાળા થકી તેઓ 200 જેટલા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. નીરજે એમની જેમ જ એસ્બેસ્ટોસની ખાણમાં કામ કરનારા 20 બાળકોને પણ મુક્ત કરાવ્યાં છે.

ડાયના એવોર્ડ મળતાં ખુશીની વ્યક્ત કરતા નીરજ કહે છે, ‘આ એવોર્ડથી મારી જવાબદારી વધી છે. હું એવા બાળકોને શાળામાં પ્રવેશ મેળવવાની કામગીરીને વેગ આપીશ, જેમના અભ્યાસ વચ્ચે બંધ થઈ ગયો છે. સાથે હું બાલ મિત્ર ગામનાં બાળકોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. નીરજ કહે છે કે “નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થી મારા આદર્શ છે અને તેમના વિચારોના પ્રકાશમાં હું બાળકોને શિક્ષિત અને સશક્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યો છું.”

નીરજને ડાયના એવોર્ડ મળતાં, કેએસસીએફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી મલાથી નાગાસાયીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમને ગર્વ છે કે નીરજે પૂર્વ બાળમજૂરોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા મહત્તવની પહેલ કરી છે. તે અમારા બાલ મિત્ર ગામનાં બાળકો માટે એક રોલ મોડલ છે, જ્યાં દરેક બાળક પોતાની રીતે એક મજબૂત નેતા છે અને તેના હકની પ્રાપ્તિ સાથે તેના ગામના વિકાસ માટે તૈયાર છે અને સંઘર્ષ કરી રહ્યો છે.”

બાલ મિત્ર ગામ અને નીરજ

નીરજના વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક પરિવર્તનમાં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા શ્રી કૈલાસ સત્યાર્થી અને તેમના દ્વારા સ્થાપિત સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બાલ મિત્ર ગ્રામ એ બાળકો માટે સુખી અને મૈત્રીપૂર્ણ વિશ્વ નિર્માણ માટે શ્રી કૈલાસ સત્યાર્થીની પાયારૂપ પહેલ છે. દેશ અને દુનિયામાં આવા ગામો બનાવવામાં આવી રહ્યા છે.

બાલ મિત્ર ગ્રામનો અર્થ એ ગામો છે જેમાં 6થી 14 વર્ષની વયના તમામ બાળકો મજૂરીથી મુક્ત હોય અને શાળાએ જતાં હોય. ત્યાં એક પસંદ કરેલ બાલ પંચાયત હોય અને તે ગ્રામ પંચાયત સાથે સુસંગત હોય. આવા ગામોમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે, તેમનામાં નેતૃત્વના ગુણો પણ વિકસિત થાય છે. ગામના બાળકો પંચાયતોની મદદથી બાળકોની સમસ્યાઓનું સમાધાન કરીને ગામના વિકાસમાં મદદ કરે છે.

નીરજનું ગામ પણ બાલ મિત્ર ગામ છે. 2013માં બાલ મિત્ર ગામના યુવા જૂથના સભ્ય તરીકે, તેમણે બાળમજૂરી નાબૂદ કરવા અને પછી તે બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના શાળાના દિવસો દરમિયાન, તે તામિલનાડુ ગયા અને પોતાના ગામથી મજૂરી કરવા માટે ગયેલા કેટલાંક બાળકોને પાછા લઈ આવ્યા અને તેમને શાળામાં પ્રવેશ અપાવ્યો.

નીરજ તેમના ગામની ઘણી સામાજિક-આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે પણ કામ કરે છે. જેમ કે બાળલગ્ન અટકાવવા, હેન્ડપંપ લગાવવો, તેનું સમારકામ કરાવવું, ઘરોમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવી, સરકારી યોજનાઓ દ્વારા ગેસ કનેક્શનની સુવિધાઓ લોકોને અપાવવી વગેરે.

લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજવા માટે તે રેલીઓ અને અન્ય ઝુંબેશનું પણ આયોજન કરે છે. પરિણામે સરકારી શાળાઓમાં બાળકોની નોંધણી વધી છે. નીરજ પાસેથી શિક્ષણ મેળવનારા બાળકો પણ જાગૃત થયા છે અને તેઓ તેમના ગામમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રીતે તેમણે સત્યાર્થી ચળવળની આગામી પેઢીને પણ તૈયાર કરી છે.

કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન વિશે.

‘કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન’ નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત શ્રી કૈલાસ સત્યાર્થી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, તે એક વૈશ્વિક સંસ્થા છે જે બાળકોના શોષણ અને હિંસા સામે કામ કરે છે. ફાઉન્ડેશન તેના કાર્યક્રમો જેવા કે, સીધી દરમિયાનગીરી, સંશોધન, ક્ષમતાવર્ધન, લોક જાગૃતિ અને વ્યવહાર પરિવર્તન દ્વારા બાળકો માટે યોગ્ય વિશ્વ નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે. કૈલાશ સત્યાર્થીના કાર્યો અને અનુભવોએ હજારો બાળકો અને યુવાનોને ‘બાલ મિત્ર દુનિયા’ બનાવવાની પ્રેરણા આપી છે.

ખેડૂત પુત્રએ મારી બાજી, 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

ગત રોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયુ. જેમાં મોટા મહાનગરોને પાછળ છોડી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા આવ્યું છે. તેમજ સમગ્ર ગુજરાતનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં 80.88 ટકા પરિણામ સાથે બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે.

ધ્રોલમાં આવેલ બી.એમ. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીદ્યાર્થી દિપકુમાર શૈલેષભાઇ હિન્સુએ A1 ગ્રેડ સાથે 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા છે. તેમની સાથેની વાતચીત જણાવ્યુ હતુ કે, હું દરરોજ 10 થી 12 કલાક ઘેર રહીને જ અભ્યાસ કરતો હતો. અન્ય પ્રવૃતિમાં માઇન્ડ ફ્રેશ કરવા ન્યુજ પેપર અને બુકસનું વાંચન કરતો હતો.

વધુમાં જણાવ્યુ હતું કે, તેમના માતાપિતા અને સ્કુલનાં શિક્ષકગણને પોતાનાં પ્રેરણાસ્ત્રોત છે. શિક્ષકોનાં ઉતમ માર્ગદર્શનથી તેમણે આટલા સારા માર્કસ મેળવી શકાયા છે. ભવિષ્યમાં તેમણે ડોકટર થવાની ઇચ્છા વ્યકત કરી હતી.

મુળ જોડીયા તાલુકાનાં લીંબુડા ગામનાં શૈલેષભાઇ હિન્સુ અને માતા રશીલાબેન સામાન્ય ખેડૂત પરિવારનાં એકના એક પુત્ર દિપનાં પુત્રનાં અભ્યાસ અર્થે ધ્રોલ સ્થાયી થયેલા તેમનાં પુત્રની ઝળહળતી સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ઘર બેઠા…ઘરમાં જ રહીને…, હાથવગા સાધનો આધારિત વિજ્ઞાન પ્રવૃતિ સ્પર્ધા જાણો

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા શાળા-કોલજનાં વિધાર્થીઓ તેમજ આમજનતા લોકડાઉનનાં સમયનો સદ્ઉપયોગ કરે, ઘર બેઠા સર્જનાત્મક વિચારો વિકસે તે ઉદેશથી ઘર બેઠા…ઘરમાં જ રહીને… “હાથવગા સાધનો આધારિત વિજ્ઞાન પ્રવૃતિ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કેટેગરી:૧માં પ્રાથમિકનાં વિધાર્થીઓ, કેટેગરી:૨માં માધ્યમિક કે ઉ.મા. નાં વિધાર્થીઓ, કેટેગરી:૩માં કોલેજનાં વિધાર્થીઓ, કેટેગરી:૪માં આમજનતા ભાગ લઇ શકે છે. આ સ્પર્ધા માટે અમુક નિયમો રાખેલ જેમ કે આપની પ્રવૃતિ ૧ થી ૨ મિનિટનો વિડીઓ અને A4 કાગળમાં પ્રવૃતિનું નામ-જરૂરિયાત-આકૃતિ-પદ્ધતિ- સાથે આપનું પુરૂનામ-કેટેગરી-શાળા કે કોલેજનું નામ-ગામ-તાલુકા-જીલ્લાનું નામ સાથે આપવું, આ પ્રવૃતિ ઘરમાંથી પ્રાપ્ય વસ્તુ કે સાધાનોમાંથી તૈયાર થયેલ હોવી જોઈએ, આ પ્રવૃતિ કોઈ સોશ્યલ મીડિયામાંથી કોપી ન હોવો જોઈએ, પરંતુ આપની સ્વરચિત હોઈ તે વધુ ઈચ્છનીય છે.

આ બધી માહિતી whatsaap (૯૯૭૯૨૪૧૧૦૦-ડૉ.સંજય પંડ્યા) Email:- mdmdsc1100@gmail.com પર (સમય: સવારે ૧૧:૦૦ થી ૧:૦૦) વચ્ચે મોકલવાની રહશે. વિજ્ઞાન પ્રવૃતિ સ્પર્ધાની અંતિમ મોકલવાની તારીખ ૩૦ એપ્રિલ 2020 છે. વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. આ સ્પર્ધામાં વધુને વધુ ભાગ લે તે માટે સંસ્થાના ચેરમેનશ્રી હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયાએ અનુરોધ કરેલ.

ધો.10 ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ, વિદ્યાર્થીઓ ભારે નિરાશ

ગુજરાત બોર્ડ દ્વારા 50 માર્કસના એમસીક્યુ રદ્ કરાયા બાદ નવી પેપર સ્ટાઈલ મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 80 માર્કસના પ્રશ્ન પત્રો સાથે સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ એનસીઈઆરટી કોર્સ આધારીત પ્રથમવાર ધો.10 પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ હોવાની ફરિયાદ ઉઠી છે. ધો.10માં પ્રથમ ભાષાના વિષયોનું અને વિજ્ઞાાન વિષય સહિતની પ્રથમ બે પેપરની પરીક્ષા બાદ આજે ત્રીજુ પેપર અઘરૂ રહેતા વિદ્યાર્થીઓ ભારે નિરાશ થયા હતા.

રાજકોટની ITI ખાતે મહિલા મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો શુભારંભ કરાશે

 • પી.જી.વી.સી.એલ. દ્વારા સામાજિક જવાબદારી હેઠળ રાજકોટ આઇ.ટી.આઈ. ને અપાઈ છે કાર

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટરશ્રી શ્વેતા ટીઓટીયાની પ્રેરણાથી આઈ.ટી.આઈ-રાજકોટ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો 04/03/2020ના રોજ સાંજે ૫ કલાકે શુભારંભ કરવામાં આવશે.

આઈ.ટી.આઈ-રાજકોટની મેનેજમેન્ટ કમિટીને પી.જી.વી.સી.એલ દ્વારા સામાજિક જવાબદારી હેઠળ કાર આપવામાં આવી છે. આ મહિલા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખવા આવનાર મહિલાએ લર્નિંગ લાયસન્સ લેવું પડશે. સૌ પ્રથમ તાલીમાર્થી બહેનોને ડ્રાઇવિંગના નિયમોની પ્રાથમિક સમજ અને માર્ગ સલામતીના નિયમો થી અવગત કરાવવામાં આવશે.

ત્યાર બાદ તાલીમાર્થી બહેનોને કાર અને તેના પાર્ટ્સના ઉપયોગ વિશે માહિતગાર કરીને બેઝિક તાલીમ બાદ તાલીમાર્થી બહેનોને કાર ડ્રાઇવિંગની 1 મહિનાની તાલીમ આપવામાં આવશે.
તાલીમાર્થી બહેનોને બેઝિક રિપેરિંગ જેવા કે સ્પેર વ્હીલ બદલવું, ટાયર બદલવા માટે જેકનો ઉપયોગ કઈ રીતે કરવો, કાર ગરમ ના થાય તે માટે તેનું કુલન્ટ ચેક કરવું, એન્જીન ઓઈલ, બ્રેક ઓઈલ ક્યારે બદલાવું, ટાયરમાં હવાનું દબાણ ચેક કરવું વગેરેનું સંપૂર્ણ માર્ગદર્શન અપણ આપવામાં આવશે, તેમ આઈ.ટી.આઈ-રાજકોટના પ્રિન્સિપાલ નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે

ધ્રોલ વીમેન સાયન્સ કલબની બહેનોને ‘નારી રત્ન એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી

ગુજકોટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એમ.ડી.મહેતા મહિલા મંડળના સહયોગથી જામનગર જિલ્લાની પ્રથમ વીમેન સાયન્સ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગૃહિણીઓમાં વૈજ્ઞાનિક મિજાજ વિકશે તેમજ પોતાની આજુબાજુમાં ઉદ્ભવતી ઘટનાઓને હકારાત્મક દ્રષ્ટિ ખીલે તે માટેના ઉદ્દેશને ધ્યાનમાં લઇને આ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી.

આ કલાક દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ડિજિટલ યુગની ડીજીટલ નારી, સમદ શરબતો ઉનાળા સ્પેશિયલ, આયુર્વેદિક આઈસક્રીમ, નરારાટાપુ ટુર, માટીના ગણેશ બનાવવા, વિજ્ઞાન રીતે પાણીની ચકાસણીની તાલીમ, ટેરેસ ગાર્ડન, ઋતુ અનુસાર ઉકાળા બનાવટ વગેરે જેવા વિષયો સાથે ધ્રોલ વિસ્તારની વિમેન્સ ક્લબની બહેનોને તાલીમ આપી છે. વિષય ઉદ્યોગનો અને કેન્દ્રના પોગ્રામ ઓફિસર ડોક્ટર સંજય પંડયા દ્વારા કરવામાં આવી હતી.

ત્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત સાયન્સ કલબની તમામ મહિલાઓ અને નારી રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. જેમાં pgvcl રાજકોટના ચીફ એન્જિનિયર કોઠારી સાહેબ એ.એસ માંડલીયા, એમ.ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સેક્રેટરી સુધાબેન ખંડેરિયા, સેક્રેટરી હંસાબેન મહેતા, કમિટીના ચેરમેન ગોવિંદભાઇ પટેલ, હંસાબા જાડેજા અને મીનાબેન શેઠની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ ગુજરાતની પ્રથમ women’s club ના નવા સત્રમાં રસ ધરાવતી મહિલાઓને સામેલ થવા માટે વિજ્ઞાન કેન્દ્ર મોબાઈલ નંબર 9979241100 પર સંપર્ક કરી શકે છે.

LRD વિવાદ/ આંદોલનનો સુખદ અંત, 1 ઓગસ્ટ 2018ના પરિપત્રનો અમલ નહીં થાય

રાજ્ય સરકારે આખરે LRD ભરતી વિવાદનો સુખદ અંત લાવ્યો છે. જેમાં આજ રોજ હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. ત્યારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં જણાવ્યું કે, નવો ઠરાવ હાલ પુરતો અમલમાં આવશે નહીં, જ્યારે 1 ઓગસ્ટ 2018ના ઠરાવનું પાલન થશે નહીં. તેમજ આ ભરતીમાં 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્ર મુજબ સરકાર આગળની ભરતી પ્રક્રિયા હાથ ધરશે.

વધુમાં જણાવ્યુ હતુ કે, રજ્ય રકાર દ્વારા 2484 નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમાં 125માંથી 62.5 માર્ક્સ હશે તેની ભરતી કરવામાં આવશે. આગામી ત્રણ અઠવાડીયામાં ભરતી કરવામાં આવશે.

વધુ સુનાવણી 11 માર્ચના રોજ યોજાશે.

શું હતો વિવાદ?
આ ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોનું મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના GADએ બહાર પાડેલા 1-8-2018ના ઠરાવને રદ્ કરવાની માંગણી સાથે છેલ્લા 70 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે. જેની સામે સરકારે 11 ફેબ્રુઆરીએ ઠરાવ રદ્ કરવાની જાહેરાત કરી પરંતુ આ જાહેરાત બાદ બિન અનામત વર્ગે આંદોલન શરૂ કર્યું હતું.

શું તમે જાણો છો આઝાદી પહેલા અખંડ ભારતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું?

ભારતમાં પહેલું બજેટ બ્રિટિશ સરકાર દ્વારા 1860માં જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. વિલ્સનને ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કહેવાતા હતા. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર, 1947માં તત્કાલિન નાણામંત્રી આર. કે. શણ્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. અત્યાર સુધી સૌથી વધુ 10 વાર મોરારજી દેસાઈ અને 9 વાર પી. ચિદમ્બરમ યૂનિયન બજેટ રજૂ કરી ચૂક્યા છે. નિર્મલા સીતારમણ દેશની પહેલા પૂર્ણકાલિન નાણા મંત્રી છે. તેઓ બીજી વાર દેશનું યૂનિયન બજેટ રજૂ કરશે.

નાણાં મંત્રી નીર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ એટલે કે આજે બજેટ રજૂ કરવાના છે. આઝાદી બાદ અત્યાર સુધી દેશે કુલ 26 નાણાંમંત્રી જોયા છે. 1947થી અત્યારસુધી કુલ 89 સામાન્ય અને અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યા છે. નિમર્લા સીતારામન આ વખતે 89મું બજેટ રજૂ કર્યુ છે.

દેશનું પહેલુ બજેટ આઝાદી બાદ તત્કાલીન નાણાં મંત્રી આર.કે. શાનમુખમ શેટ્ટીએ 1947ના રોજ રજૂ કર્યું હતુ. આ બજેટમાં રેવન્યુ વધારવાનો લક્ષ્‍ય 171.85 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. રાજકોષીય ખાતનું લક્ષ્‍ય ત્યારે 24.59 કરોડ રૂપિયા હતુ.

વિશ્વમાં સૌથી વૃદ્ધ મહિલાનું 126 વર્ષની ઉંમરે અવસાન, જાણો વધુ

વિશ્વમાં સૌથી વૃદ્ધ મનાતી મહિલાનુ 126 વર્ષની ઉંમરે અવસાન થયુ છે. તમને જણવ્યે કે આ મહિલા તજિકિસ્તાનની રહેવાસી હતી. 126 વર્ષની મહિલા ફોતિમા મિર્ઝોકુલોવા ગયા અઠવાડિયે મૃત્યુ પામી છે. મળતી માહિતી મુજબ ફોતિમાનો જન્મ 1893ની 13માર્ચે થયો હતો. ફોતિમાએ પતોનુ જીવન સામ્યવાદી શાસનમાં સ્થપાયેલા સહકારી ધોરણે ચાલતાં કપાસનાં ખેતરોમાં પસાર કર્યુ હતુ.

તજિકિસ્તાનની આઝાદી વેળાએ 1991માં ફોતિમાની શતાબ્દીમાં બે વર્ષ બાકી હતાં. ૮ સંતાનો અને તેમનાં સંતાનો મળીને પૌત્રો-પ્રપૌત્રો, દોહિત્રો અને પ્રદોહિત્રોની ઓછામાં ઓછી પાંચેક પેઢીઓ ફોતિમાએ જોઈ છે.

મળતી માહિતી મુજબ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ફ્રાન્સની ઝ્‍યાં લુઈ કૅલમેન્ટ મનાય છે. એ મહિલા 1875ના ફેબ્રુઆરી મહિનામાં જન્મી હતી અને 1997ના ઑગસ્ટ મહિનામાં 122 વર્ષની ઉંમરે તે મૃત્યુ પામી હતી. વર્લ્ડ રેકૉર્ડ્સની નોંધ મુજબ હાલમાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા જપાનની ૧૧૭ વર્ષની કાને તનાકા છે.