ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ કરી જાહેરાત, આટલી રકમ કરી દાન

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા પણ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ સામેની લડાઇમાં જોડાયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા પણ પીડિતોને મદદ કરવા આગળ આવ્યો છે. અહેવાલો અનુસાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ 3 કરોડની આર્થિક સહાય આપી છે. જોકે બંનેએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે રોહિત શર્માએ કોરોના વાયરસથી પીડિત લોકોની સહાય માટે 80 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ભારતમાં 1100 થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ એ 21 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. રિવાબા જાડેજા એ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની જાહેરાત કરી છે. પોતાની બચત મૂળી માંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા. સોસીયલ મીડિયામાં વિડીયો પોસ્ટ મૂકી જાહેરાત કરી હતી. સાથે જ લોકોને લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.

ધ્રોલના વાગુદડ ગામે રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન, અધિકરીઓએ લીધી ક્રિકેટની મજા

ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજા ની આગેવાનીમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન કરવાંમાં આવેલ છે. આ ટુર્નામેન્ટનો તારીખ 21 થી પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે શુભારંભ કરવાંમાં આવેલ હતો. જેમાં પહેલા દિવસે ફ્રિન્ડલી મેચ રમાડવામાં આવેલ જેમાં ધ્રોલ તાલુકાના PSI. ગઢવી સાહેબ તરફ ખાખી ઇલેવનના નામથી પોતાની ટીમ ઉતારવામાં આવેલ હતી. અને સામે તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ તરફથી તાલુકા ઇલેવનના નામથી તાલુકાની ટીમ ઉતારવામાં આવી હતી. ટોસ ઉછાળતા ખાખી ઇલેવનનો દાવ લેતા 12 અવર માં 113 રન ફટકારીયા હતા અને સામે તાલુકા ઇલેવન 53 રનમાં ફિંડલુ વરી જતા ખાખી ઇલેવન નો વિજય થયો હતો

ત્યાર બાદ બીજી મેચ ધ્રોલ તાલુકાના મામલતદાર સાહેબ તરફ થી રેવન્યુ ઇલેવન અને સામે મોટા વાગુદડની આશાપુરા ઇલેવન તરફ થી પણ જોરદાર મેચ રમવા માં આવી હતી તેમાં આશાપુરા ઇલેવન તરફ થી 97 રન મારવામાં આવેલ અને રેવન્યુ ઇલેવન 77 રન માં 12 અવર પુરી થઈ જતા આશાપુરા ઇલેવનનો વિજય થયો હતો કાલ ની આ ફ્રિન્ડલી મેચ તમામ અધિકારી ઓ હળવા ફુલ થયાં હતા અને પોલીસ સ્ટાફ પણ ખુબ આનંદમાં આવી ગયો હતો.

આમ અધિકારી ઓને ક્રિકેટ રમતા જોય ને યુવાનોને પણ એક પ્રેરણા મળી હતી આ આયોજનમાં ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ નવલભાઈ મૂંગરા મહામંત્રી બ્રિજરાજસિંહ જાડેજા જેન્તીભાઇ કાગથરા ધ્રોલ શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી તેમજ સરપંચ સંગઠનના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા હજામચોર સરપંચ ધર્મેન્દ્રસિંહ જાડેજા દેડકદડ સરપંચ હુકુમતસિંહ જાડેજા ડાંગર સરપંચ રાજભા જાડેજા જાબીડા ભગીરથસિંહ જાડેજા તેમજ દરેક ગામો માંથી સરપંચ હાજર રહિયા હતા.

આ સમગ્ર મેચનું સંચાલન મોટા વાગુદડ ગામના ઉપસરપંચ અનિરુદ્ધસિંહ જાડેજા. નરેન્દ્રસિંહ જાડેજા. જયપાલસિંહ જાડેજા રેવતુભા જાડેજા. અર્જુનસિંહ જાડેજા અવીરાજસિંહ જાડેજા તેમજ વાગુદડ ગામના યુવાનોની ટીમ દ્વારા કરવાંમાં આવી હતી.

રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ભરાયા, વરસાદના કારણે ક્રિકેટ રસિકો મુંઝવણમાં મુકાયા

રાજકોટ 7 નવેમ્બરના રોજ રમાવનાર T-20 મેચ પર સંકટ, આજે વરસેલ વરસાદના કારણે ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ફરી વળ્યાં. વરસાદના કારણે ક્રિકેટ રસિકો મુકાયા મુંઝવણમાં.

રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજો મુકાબલો

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 સીરિઝનો પહેલા મુકાબલામાં બાંગ્લાદેશની સામે પરાજય થયો છે. ત્યારે ભારતીય ટીમ પોતાની સાન બચાવા માટે આ મુકાબલો જીતવો ખુબજ મહત્વનો છે. ભારતીય ટીમ પણ હારનો બદલો લેવાના મુળમાં છે

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં 7 નવેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મુકાબલો છે. ત્યારે આજે બંન્ને ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. રાજકોટ એરપોર્ટ પર ખેલાડીઓને જોવા માટે  લોકોની ભીડ લાગી હતી. રોહિત શર્મા અને શિખર ધવનને જોઇ તેમના ચાહકો ખુશી અનુભવી હતી.

પરંતુ મહા વાવાઝોડું ક્રિકેટ મેચના આ મુકાબલામાં ભંગ ના પાડે તેવી ક્રિકેટ રસિકો પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે આવતીકાલથી બે દિવસ બંન્ને ટીમો ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે અને 7 તારીખે સાંજે 7 વાગ્યે બંન્ને ટીમો વચ્ચે ખરેખરીનો જંગ ખેલાશે

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 સીરિઝનો પહેલો મુકાબલો

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 સીરિઝનો પહેલા મુકાબલામાં બાંગ્લાદેશની સામે રમશે. ભારત 3 મેચની ટી-20 સીરિઝનો પહેલો મુકાબલો બાંગ્લાદેશની સાથે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમમાં રમશે. બીજી બાજુ આજે ઑસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાનની ટીમ સિડનીમાં રમવા ઉતરશે. પાકિસ્તાનની ટીમનો મુકાબલો ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યે શરૂ થશે જ્યારે ભારત અને બાંગ્લાદેશનો મુકાબલો સાંજે 7 વાગ્યે થશે.

આજનો આ મુકાબલો દિલ્હીના દૂષિત વાતાવરણના કારણે ખુબજ ચર્ચામાં છે. જેની આલોચના પણ કરવામાં આવી છે. પરંતુ બાંગ્લાદેશ અને ભારતના ખેલાડીઓને કોઈ સમસ્યા નથી.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની આજના મુકાબલામાં ગેરહાજરી રહેશે. ત્યારે રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરી રહ્યા છે.

લશ્કર-એ-તોઈબાના નિશાના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિરાટ કોહલી

રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી NIA ને એક પત્ર મળ્યો છે. જેમાં કરાયેલા દાવા પ્રમાણે આતંકીઓએ તેમનું હિટ લિસ્ટ મોકલ્યું છે. જમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, લાલકૃષ્ણ અડવાણી, રામ માધવ, જે.પી.નડ્ડા, સત્યપાલ મલિક, અજિત ડોવલ, મોહન ભાગવત, રામનાથ કોવિંદ અને વિરાટ કોહલીને મારવાની ધમકી ઉચ્ચારી છે. આ પત્ર બાદ એનઆઇએ દ્વારા બીજી ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરવામાં આવી છે.

આ પત્રમાં સામેલ હિટ લિસ્ટ લોકોની પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ પત્ર અંગે હાલ સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે

BCCIના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને અમિત શાહના પુત્ર જય શાહ BCCI નવા સચિવ

બીસીસીઆઈ ના નવા પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલી ની પસંદગી લગભગ ફાઇનલ છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ તરીકે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ નિશ્ચિત છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બની શકે છે. આ પહેલા માનવામાં આવતુ હતુ કે, બ્રિજેશ પટેલની પસંદગી થઈ શકે તેમ હતી. પરંતુ અંતિમ સમયે સૌરવ ગાંગુલીનું નામ આગળ આવ્યુ છે.

ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ BCCIના નવા સચિવ અને કેન્દ્રીય રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધુમલ BCCIના નવા ખજાનચી તરીકે નિમણુક થઈ શકે છે.

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર, હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા લાંબા સમય થી ટીમ બહાર છે. તેનુ કારણ તેમની પીઠના નીચલા ભાગમાં રહેલી ઈજા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ મુશ્કેલીના કારણે તેને લાંબા સમય માટે ટીમથી બહાર રહેવું પડે શકે છે. જે ઈન્ડિય ટીમ અને હાર્દિક પંડ્યા માટે એક મોટો ઝટકો છે. હાલ એક સારા સમચાર એ આવ્યા છેકે, લંડનમાં હાર્દિક પંડ્યાની સફળ સર્જરી થઈ છે. સર્જરી બાદ હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીરો શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા હાર્દિક પંડ્યાએ જણાવ્યું છેકે, સર્જરી સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગઈ છે. તમારા બધાની દુઆઓ માટે તમારો આભાર. હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ.

તમને જણાવ્યે કે બાંગ્લાદેશ સામે રમાવનારી ટી-૨૦ સીરીઝમાં હાર્દિક પંડ્યા જોવા મળશે નહીં

સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં ભારતનો 7 વિકેટથી વિજય


ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં એક ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. દીપક ચહરની 22 રનમાં બે વિકેટ બાદ કેપ્ટન કોહલીના 72 રનની ઈનિંગને સહારે જીતવા માટેના 150ના ટાર્ગેટ સામે ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટે 151 રન ફટકારતાં ત્રણ ટી-20ની શ્રેણીમાં 1-0થી આગળ છે. હવે શ્રેણીની ત્રીજી અને આખરી ટી-20 રવિવારે રમાશે.

જીતવા માટેના 150ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતને 12 રને રોહિત શર્માની વિકેટ ગુમાવવી પડી હતી. જોકે ધવન અને કોહલીની જોડીએ 61 રનની ભાગીદારી કરતાં ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. ધવન 40 રને શમ્સીનો શિકાર બન્યો હતો. આ પછી પંત પણ 4 રને આઉટ થયો હતો. જોકે કોહલીએ એક છેડો જાળવી રાખતાં ટી-20માં 22મી અડધી સદી ફટકારી હતી.

ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ સાઉથ આફ્રિકાને બેટીંગમાં ઉતાર્યું હતુ. આર. હેન્ડ્રિક્સની વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ ડી કૉક અને બાવુમાની જોડીએ બીજી વિકેટમાં 45 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી. તેમજ ડી કૉકે 37 બોલમાં 8 ચોગ્ગા સાથે ૫૨ રન ફટકાર્યા હતા. જ્યારે બાવુમાં 49 રને દીપર ચહરનો બીજો શિકાર બન્યો હતો. ભારતીય બોલરોએ આખરી ઓવરોમાં જબરજસ્ત કમબૅક કરતાં સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે 149 રન સુધી સિમિત રાખ્યું હતુ