“ખેડૂતનો કોઠાર “એપ્લિકેશન બનાવનાર ખેડૂત પુત્રૌ નું ખોડલધામ ખાતે સન્માન કરાયું.

બગસરા તાલુકાના નાના એવા સમઢીયાળા ગામ ના ખેડૂત પુત્રોનું કાગવડ ખાતે સમસ્ત ડોબરિયા પરિવાર ગુજરાત તેમજ ખોડલઘામ દ્વારા જે ખેડૂતો પુત્રો એ ડિજિટલ સ્વરૂપ ખેતી આગળ વધે એ હેતૂ થી પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કરેલ અને ખૂબ જ સારી સફળતા મેળવી

આ એપ્લિકેશન બનાવનાર બંને ખેડૂત પુત્રો પિયુષ રમેશભાઈ ડોબરીયા અને ભાર્ગવ ભાવેશભાઈ ડોબરીયા નૂ માં ખોડલના ધામમાં સન્માન પત્ર આપી અભિનંદન આપ્યા

આ પ્રસંગે પરીવાર નાઅગ્રણી ચંદુ ભાઈ ,હરેશ ભાઈ ,જેનીલભાઈ મુકેશભાઈરોનકભાઈ તેમજ ડોબરીયા પરિવાર ગૂજરાત ના અગ્રણીઓ હાજર રહ્યા હતા

તેમજ ખોડલધામ કમિટી અને ઘણા બધા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ એપ્લિકેશનથી ખેડૂતો એક ડિજિટલ ક્રાંતિ ની શરૂઆત કરશે ખેડૂતનો કોઠાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરની અંદર જઈ ડાઉનલોડ કરી શકાશે।

કાલે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, ધ્રોલ એમ.ડી મહેતા ખાતે સૂર્યગ્રહણને પ્રત્યક્ષ નિદર્શન કરવાનુ આયોજન

આ વર્ષનુ અંતિમ અને 45 વર્ષ બાદ થનાર સૂર્યગ્રહણ ગુરૂવારે થવાનુ છે. ત્યારે ગુજકોસ્ટ ગુજરાત પ્રીત શ્રી એમ.ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા 45 વર્ષ પછી થનાર સૂર્યગ્રહણને લોકો જોઈ શકે તે માટેનુ આયોજન કર્યુ છે. સૂર્યગ્રહણને પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા તૈયાર કરેલ બોક્સ કેમેરા કેમેરા, ગ્રહણ મિરર, પાવરફુલ ત્રણ જેટલા ટેલિસ્કોપ દ્વારા પ્રતિબિંબ પાડીને સોલાર ફિલ્ટર ટેલિસ્કોપ દ્વારા સૂર્યગ્રહણ દ્વારા બતાવવામાં આવશે. સાથે સાથે સ્ક્રીન પર લાઈવ ગ્રહણ જોવાનું આયોજન પણ કરવામાં આવેલ છે તારીખ 26 ડિસેમ્બરના રોજ સવારે 8 થી 11 વાગ્યાના સુધી વિજ્ઞાન કેન્દ્ર દરબારગઢ રોડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે

સૂર્યગ્રહણની દાયકાઓમાં જૂજ બનતી ખગોળીય ઘટનાઓ અંગે અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે. આવતીકાલે ગૂરૂવારે ભારતનાં કેટલાક ભાગોમાં આંશીક સૂર્યગ્રહણ જોવા મળશે. ભારત સહિત અન્ય દેશોમાં પણ સૂર્યફરતે અગન બંગડી જેવી સૂર્યગ્રહણનું ચિત્ર જોવા મળશે. આવું દ્રશ્ય જયારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે બરાબર ચંદ્ર સૂર્યની મધ્યભાગમાં આવી જાય છે.ત્યારે આવું દ્રશ્ય સર્જાય છે.

ગૂરૂવારે દેશમાં દેખાનારૂ આ સૂર્યગ્રહણ વર્ષનું ત્રીજુ અને અંતિમ સૂર્યગ્રહણ બનશે જે એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલીયામાં જોવા મળો. 

જો તમારે સૂર્યગ્રહણ જોવું હાય તો તે નરી આંખે ન જોતા તેના માટે આંખોને રક્ષણ આપતા ચશ્મા પહેરવા જરૂરી છે. વેના આ છેલ્લા સૂર્યગ્રહણ બાદ વિશ્ર્વ ફરીથી ૧૫ દિવસ બાદ ૧૦ જાનયુ. ૨૦૨૦ના ફરીથી સૂર્યગ્રહણ જોઈ શકશે.

હવે શિયાળામાં આ રીતે કરો તમારી ત્વચાનુ રક્ષાણ

આપણે બધા લોકોને શિયાળાની સીઝન ખુબ પ્રીય હોય છે. જેમા પરસેવાથી ચિંતા નહીં અને જે મેકઅપ કરવો હોય તે થાય. પરંતુ ડ્રાય સ્કિન હોય તેને ફેસવૉશ કર્યા બાદ હંમેશાં ફેસ પર કોઈ ક્રીમબેઝ્ડ મૉઇસ્ચરાઇઝર જરૂર લગાડવું. લોશન્સ અવૉઇડ કરવા, કારણ કે એ વૉટરબેઝ્ડ હોય છે જેમાંથી પૂરતું મૉઇશ્ચર સ્કિનને મળતું નથી અને સ્કિન નિસ્તેજ દેખાય છે.

તેમજ જ્યારે જ્યારે મોઢું ધોવાનુ હોય ત્યારે બહુ ગરમ કે બહુ જ ઠંડા પાણીથી મોઢું ન કરવો. મિડીયમ પાણીનો જ ઉપયોગ કરવો. તમને જણાવી દઈએ કે, ઠંડીથી બચવા માટે આપણે ગરમ પાણીથી ચહેરો ધોઈએ છીએ પરંતુ ખરેખર ચહેરા પરનું કુદરતી તેલ ધોવાઈ જતું હોય છે. નાહાતી વખતે બને ત્યા સુધી સાબુનો ઉપયોગ ન કરવો. તેના કરતાં માઇલ્ડ બૉડીવૉશ કે કોઈ પણ ઉબટનના ઉપયોગથી સ્કિન સૉફ્ટ રહે છે.

શિયાળામાં આપણે પાણી ઓછું પીએ છીએ. પરંતુ તરસ ન લાગે છતાં 10થી 12 ગ્લાસ પાણી પીએ તો સ્કિનમાં રહેલો ભેજ જળવાઈ રહે અને સ્કિન ગ્લોઇંગ રહે છે.

વીરપુર બન્યું જલારામ મય, આજે જલારામ બાપાની 220મીં જન્મજયંતિ, જાણો તેનો ઈતિહાસ

વીરપુરમાં આજે હજારો શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે માટે ઉમટ્યા છે. સવાર થી જ બાપાના દર્શને લાંબી કતારો લાગી અને ઠેર ઠેર જય જલિયાણના નાદ થી ગુંજી ઉઠ્યું છે

જલારામ બાપાનો જન્મ કારતક મહિનાની સાતમના દિવસે 1799માં રાજકોટ જિલ્લાના વિરપુર ગામે થયો હતો. તેમના પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ ઠક્કર હતા.

આજે વીરપુરમાં ધામધૂમથી જલારામ બાપાની 220મીં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

જલારામ બાપા બાળપણથી જ ભક્તિના રંગમાં રંગાયા હતા. તેમનુ બાળપણનુ નામ દેવજી હતુ. તેમને ગૃહસ્થ જીવનમાં પણ રસ નહોતો તેઓ રામની ભક્તિમાં સતત લીન રહેતા. તે રોજ રસ્તેથી પસાર થતાં યાત્રાળુઓ સંતો મહંતો અને સાધુઓની સેવા કરે અને ભજન કરે.

શાળનું શિક્ષણ મેળવ્યા બાદ 1872માં તેમના લગ્ન વીરબાઈ સાથે થયા. જલારામના પત્ની વીરબાઈ પણ ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા. આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કરવાનુ શરુ કરી દીધું.

19 વર્ષની ઉંમરે જલારામ બાપા ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા, ભોજા ભગતે તેમને શિષ્ય તરીકે સ્વીકાર્યા. જલારામને તેમના ગુરૂ ભોજલરામ દ્વારા રામનામનો ગુરૂ મંત્ર અને જાપ માળા આપવામાં આવ્યા હતા. તેમના ગુરૂના આશીર્વાદથી, તેમણે ‘સદાવ્રત’ નામનું એક ભોજન કેન્દ્ર શરૂ કર્યું હતુ, ‘સદાવ્રત’ એક એવું સ્થળ હતું, જ્યાં બધા સાધુઓ, સંતો તેમજ જરૂરીયાતમંદોને કોઈપણ સમયે ભોજન મેળવી શકતા હતા.

એક દિવસ ભગવાન એક વૃદ્ધ સંતના વેશમાં આવીને જલારામ બાપા પાસેથી વિરબાઇને તેમની સેવા અર્થે મોકલવા કહ્યું. જલારામ વિરબાઇની સંમતિથી સંત સાથે મોકલ્યા. પરંતુ થોડુ ચાલીને જંગલમાં પહોંચ્યા પછી ભગવાને પણ ભગવુ પડ્યુ અને એક આકાશવાણી સાંભળાઈ કે, જલારામ અને વિરબાઈના આતિથ્યની પરીક્ષા કરતા હતા. હવે તમે ધરે પરત ફરી પતિની સેવા કરો, આટલું કહી સંત ગાયબ થઈ ગયા,

વીરબાઈને દાંડીયા અને ઝોળી છોડી દીધી. દાંડીયા અને ઝોળી સાથે આકાશવાણીનાં સૂચન મુજબ વિરબાઈ ઘરે પરત ફર્યા. આ દાંડિયા અને ઝોળી હજી વિરપુર ખાતે છે અને કાચની બારીમાં પ્રદર્શિત રાખવામાં આવ્યા છે. જલારામ બાપાના મંદિરે આજ સુધી એક રૂપિયાનુ દાન લેવામાં આવતુ નથી.

વીજ કર્મચારીઓના આંદોલનનો આરંભ, એલાઉન્સ અને જીએસઓ-4 મુજબ સ્ટાફની માંગ

ગુજરાત ઉર્જા વિકાસ લી અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા 55 હજારથી વધુ કર્મચારીઓ પોતાની માંગ સરકાર સામે મૂકી છે. જેમાં સાતમાં પગાર પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રિલ-2016 થી ચૂકવી આપવામાં આવે, જીએસઓ -4 મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલિક ભરતી કરવામાં આવે, હાલની મેડીકલ સ્કીમ સુધારવામાં આવે, હક્ક રજાના પૈસા રોકડમાં ચૂકવામાં આવે અને નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે સહીતની માંગ છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી હતી. પરંતુ સરકાર તરફથી કોઈ સકારત્મક પગલા ન લેવાતા આખરે આંદોલનનો માંગ અપનાવ્યો છે.

ગુજરાતની સાતેય વીજ કંપનીઓની કચેરીઓ, સર્કલ ઓફીસ, ડીવીઝન ઓફીસ, તમામ પાવર સ્ટેશન, જેટકોની કચેરી અને હેડ ઓફીસ સામે સુત્રોચાર કરીને ખુબજ મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ‘ભારત રત્ન’ આપવાની કોંગ્રેસે કરી માંગ

PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત રત્ન આપવાની માગ કરી છે. સાથો સાથ મોહાલી સ્થિત એરપોર્ટનું નામ બદલીને ‘શહીદ એ આજમ ભગતસિંહ એરપોર્ટ’ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે બ્રિટિશ સરકાર વિરૂદ્ધ જે વિરોધ કર્યો હતો. તેનાથી દેશમાં યુવા પેઢી પ્રેરિત થઈ હતી.

ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનો ને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે

સુખદેવ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા. તેમનો જન્મ લુધિયાણા, પંજાબમા થયો હતો

રાજગુરુ મહારાષ્ટ્રનાં વતની હતા. તેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતા. તેમનો જન્મ પુના નજીક ખેડ નામનાં ગામમાં થયો હતો, આ ગામ હવે તેમનાં માનમાં “રાજગુરુનગર” થી ઓળખાય છે.

લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સની ગોળી મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ હતી. 23 માર્ચ 1931 નાં રોજ વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ

રાજકોટ મનપા યોજશે દિવાળી કાર્નિવલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લેશે મુલાકાત

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા  24 થી 27ઓક્ટોબર સુધી દિવાળી કાર્નિવલનુ આયોજન કર્યુ છે. રાજકોટના રેસ કોર્સ રીંગ રોડને રોશનીથી સુશોભીત કરવામાં આવશે તેમજ રંગોળી સ્પર્ધા,  અતિશબાજી,  મ્યુઝિકલ શૉ, લાઈવ બેન્ડ, સુપર બાઈક શૉ સહીત સાંસકૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

રાજકોટની જનતા પરિવાર સાથે કાર્યક્રમોની મજા માણી શકશે. તેમજ દિવાળી કાર્નિવલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુલાકાત લેશે.

કોઈને સલાહ-સૂચન આપતા પહેલા આ ખાસ વાંચો

આજના આ ઝડપી યુગમાં પોતાના મગજ પર કાબૂ રાખવો અત્યાંત આવશ્યક છે. આપણા જીવનમાં ઘણીવખત આપણે બીજાને સલાહ-સૂચન આપીએ છીએ. જેની સામેની વ્યક્તતને જરા પણ જરૂર હોતી નથી. આવી વખતે સૌથી વધુ નુકશાન સલાહ આપનારના પોતાના સમય અને શક્તિનુ થાય છે .તો કહેવાનો અર્થ એ થાય કે હાંમેશા કઈ પણ બોલતા પહેલા વિચાર કરવો જોઇએ. ક્યારેક એવુ બને કે બોલ્યા હોય કાંઈક અને સમજાઇ કઇક .. જ્યારે આપણે કોઈને કાંઇપણ સલાહ આપીએ છીએ ત્યારે સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિને સમજીને આગળ વધવુ જોઈએ. આપણા કહેલા એક-એક સૂચનની સચોટ અસર સામેવાળા પર થવી જોઈએ. સૌથી અગત્યતા એ હોવી જોઈએ કે, તે તેના જીવનમાં ઉતારે અને ઉપયોગી બને.

આપણી સલાહ સારી કરતા સાચી હોવી જોઇએ. આજનો માનવી નાની – નાની વાતમાં ગુથસે થઇ જાય છે. જેના પરીણામો બહુ મોટા આવેછે અનેકારણ વગરની નકારાત્મતતા જન્મે છે. જે સમય જતા માણસમા હતાશા રૂપે પરીણમે છે.આવા સમયે સમજુ વ્યક્તિની સલાહ જ તેને આ હતાશામાથી બહાર લઈ આવે છે અને સકારાત્મતતા તરફ ધકેલે છે. જેને યુવાનો પોઝીટીવિટી કહે છે. તો મિત્રો જો તમે એક સલાહકાર છો તો સારા નહી પણ સાચા સલાહકાર બનો અને જે પણ લોકો તમારુ કહયુ માને છે એને સાચો માર્ગ બતાવો.. આટલા સાથે મારા શબ્દોને વિરામ આપુ છુ, અને આશા રાખુ છુ કે, મારો આ લેખ તમને ઉપયોગી થશે.. તો આપણે ફરી મળીશુ શબ્દોની સંગાથે ત્યાં સુધી આપ સહુ ખુશ રહો , તંદુરસ્ત રહો.

જાગૃતી અજય ચાચાપરા

હવે ધોરણ-10માં નવી પરીક્ષા પદ્ધતિ, OMR પદ્ધતિમાં નહીં પૂછાય પ્રશ્નો

રાજ્યમાં ધોરણ 10માં નવી પરીક્ષા પદ્ઘતિ દાખલ કરવામાં આવી છે. ત્યારે 2020માં યોજાનારી ધો.10ની બોર્ડની પરીક્ષા માટેની માર્ગદર્શિકા બોર્ડે દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ધો.10માં કોઇપણ વિષયમાં OMR પદ્ધતિ રહેશે નહીં. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓએ 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. તેમજ  20 ગુણ સ્થાનિક કક્ષાએ આપ્યા છે. આ 20 ગુણભારને 5 અલગ અલગ ભાગમાં વિભાગ પાડવામાં આવ્યા છે. રિપિટર વિદ્યાર્થી જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપી શકશે 

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાંની પરીક્ષામાં ફેરફાર બાદ વાલીઓના વિરોધને કારણે બોર્ડે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. પરંતુ ધો.10ની પરીક્ષા પદ્ધતિમાં પોતે કરેલા ફેરફાર પ્રમાણે જ પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર કરી છે.