અમિતાભ બચ્ચને સ્પષ્ટ કહ્યું કે, હું તેમનો કર્જ ચુકવીશ નહીં…

અમિતાભ બચ્ચનની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તેમના ચાહકોને તેમની શૈલી ખૂબજ આકર્ષક લાગે છે. પરંતુ અમિતાભ બચ્ચને હાલમાં જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનું દેવું ચુકવવાનો ઇરાદો નથી.
અમિતાભ બચ્ચનના ચાહકોના સંખ્યા ખુબ મોટી છે. તેમના ચાહકોને તેમની શૈલી ખૂબજ આકર્ષક લાગે છે. પરંતુ અમિતાભ બચ્ચને હાલમાં જ સ્પષ્ટ કરી દીધું છે કે, હું તેમનો કર્જ ચુકવીશ નહીં. જી હા, એકદમ સાચું છે. આ લોન બીજા કોઈની નહીં પણ તેના ચાહકોની છે. જેઓ તેને પ્રેમ કરે છે.

અમિતાભ બચ્ચને બુધવારે કહ્યું હતું કે, ચાહકોનો વર્ષોથી તેમને મળતો પ્રેમ એક દેવું છે. જે તેઓ ક્યારેય ચૂકવવા માંગતા નથી. આ રીતે અમિતાભ બચ્ચને તેના ચાહકોને માન આપ્યું છે.
અમિતાભ બચ્ચને આ વાત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ઓફ ઈન્ડિયાના ઉદઘાટન સમારોહ દરમિયાન કહી હતી. અહીં તેમનો રજનીકાંતથી સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

અમિતાભ બચ્ચને કહ્યું, ‘હું મારા ચાહકોનો ખૂબ આભારી છું. મારા સારા અને ખરાબ સમયમાં તમે મારી સાથે રહ્યા છો અને હું હંમેશાં કહેતો આવ્યો છું કે, હું તમારા પ્રેમ અને આદરના દેવા હેઠળ છું. હું આ દેવું બિલકુલ ચૂકવવા માંગતો નથી, કારણ કે હું હંમેશાં તેને મારી પાસે રાખવા માંગું છું.

અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, રૂટિન ચેકઅપ માટે થયા હતા એડમિટ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને મંગળવારે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે.

શુક્રવારે સાંજે તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ તેમની સાથે દેખાયા હતા. અભિષેક કારની આગળની સીટ પર બેઠો હતો ત્યારે જયા પાછળની સીટ પર અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી.

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લા ત્રણ દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને મંગળવારે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા તેને આજે ત્રણ દિવસ થયા છે. ત્યારે મળતી માહિતી અનુસાર તેમને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી શક્યતા છે. હોસ્પિટલ અને પરિવાર તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કારણ કે અમિતાભ બચ્ચનને દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેઓ રુટીન ચેકઅપ માટે જ દાખલ થયા હોવાનું માનવામાં આવે છે.

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાને મહારાષ્ટ્ર પોલિસે આપી 7 વર્ષની સજાની ધમકી

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરની હાલમાં જ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર રિલીઝ થયુ હતુ. આ ફિલ્મના એક ડાયલોગ ખુબજ ચર્ચામાં આવ્યો છે. આ ડાયલૉગમાં પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તરને કહે છે કે, ‘એક વાર આયેશા સાજી થઈ જાય પછી સાથે મળીને બેંક લૂંટીશુ.’


એટલા મહારાષ્ટ્ર પોલિસે મજાક મજાકમાં પ્રિયંકા ચોપડાને ધમકી આપી દીધી છે, ‘જો તમે આવુ કરશો તો આઈપીસીની કલમ 393 હેઠળ 7 વર્ષની જેલની સજા મળશે.’ ત્યારબાદ પ્રિયંકા ચોપડાએ પણ મહારાષ્ટ્ર પોલિસને ટ્વીટ કરીને લખ્યુ કે, ‘ઉપ્સ અમે રંગો હાથો પકડાઈ ગયા, હવે પ્લાન બીને એક્ટીવેટ કરવાનો સમય આવી ગયો છે.