હવે ધોરણ-10માં નવી પરીક્ષા પદ્ધતિ, OMR પદ્ધતિમાં નહીં પૂછાય પ્રશ્નો

રાજ્યમાં ધોરણ 10માં નવી પરીક્ષા પદ્ઘતિ દાખલ કરવામાં આવી છે. ત્યારે 2020માં યોજાનારી ધો.10ની બોર્ડની પરીક્ષા માટેની માર્ગદર્શિકા બોર્ડે દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ધો.10માં કોઇપણ વિષયમાં OMR પદ્ધતિ રહેશે નહીં. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓએ 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. તેમજ  20 ગુણ સ્થાનિક કક્ષાએ આપ્યા છે. આ 20 ગુણભારને 5 અલગ અલગ ભાગમાં વિભાગ પાડવામાં આવ્યા છે. રિપિટર વિદ્યાર્થી જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપી શકશે 

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાંની પરીક્ષામાં ફેરફાર બાદ વાલીઓના વિરોધને કારણે બોર્ડે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. પરંતુ ધો.10ની પરીક્ષા પદ્ધતિમાં પોતે કરેલા ફેરફાર પ્રમાણે જ પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર કરી છે.

 

કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળી પહેલા આપી ખુશ ખબર

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો બાદ રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓને દિવાળી પહેલા ખુશખબરી આપી છે. રાજ્ય સરકારે દિવાળી પહેલા કર્મચારીઓને એડવાન્સ પગાર ચુકવશે. આ જાહેરાત રાજ્ય સરકારે કરી છે. એટલે કે ચાલુ મહિનોનો ઓક્ટોબર મહિનાનો પગાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી પહેલા જ મળી જશે.

MIMP/સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા પ્રશ્નો…

1. સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન

2. ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન

3 .એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન

4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન

5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન

6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન

7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન

8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન

9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન

10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન

11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર

12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન

13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન

14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના

15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન

16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન

17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન

18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી

19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન

20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન

21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન

22..સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન

23.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન

24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન

25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન

26. થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન

27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન

28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન

29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન

30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન

31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન

32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન

33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન

34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન

35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન

36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન

37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન

38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન

39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન

40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન

41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન

42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન

43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન

44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન

45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન

46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન

47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન

48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન

49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન

50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન

51.કોનોમીટર : કાલ માપક સાધન

52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન

53.કિલનોમીટર : ઢાળ માપક સાધન

54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન

55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન

56.ગોનિયોમીટર : કોણ માપક સાધન

57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન

58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન

59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન

60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન

61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન

62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન

63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન

64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન

65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન

66.બેરોમીટર : વાયુભાર માપક સાધન

67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન

68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન

69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન

70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન

71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન

72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન

73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન

74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

હવે લર્નિંગ લાયસન્સની કામગીરી RTOમાં નહી, ITIમાં શરૂ થશે

ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારથી ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ કઢાવા માટે RTOમાં લાંબી લાંબી લાઈનો લાગી છે. પરંતુ હવે તમારે લાયસન્સ કઢાવાનુ બાકી છે, તો તમારા માટે એક સારા સમચાર છે.

હવે લર્નિંગ લાઈસન્સની કામગીરી ITIમાં કરવામાં આવશે. ટ્રાફિક રૂલ્સના પાલન અને પ્રજાની સરળતા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્યમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી ITI ખાતે કરવામાં આવશે. ITI ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી શરૂ થશે. એટલા માટે લર્નિંગ લાઇસન્સ કામગીરી RTO ખાતે બંધ કરવામાં આવી છે. ITIને પ્રતિ લાઇસન્સ દીઠ રૂપિયા 100 મળશે. 11 ઓક્ટોબરે ITI આચાર્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

શું CM વિજયભાઈ રૂપાણી સામે અશોક ગેહલોતની આ વાત સાચી છે? ગુજરાતના આ વિસ્તારમાં પકડાયો વિદેશી દારૂ

ગુજરાતમાં નશાબંધી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અશોક ગહેલોતના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, અશોક ગહેલોતએ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ, કોંગ્રેસ ચૂંટણી હારી રહી છે માટે આવા બફાટ નિવેદન કરે છે, ગહેલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારુબંધી કરી બતાવે.

પરંતુ ગુજરાતમાતો સંપૂર્ણ દારૂ બંધી છે. તેમ છતા ગુજરાતમાં વારંવાર વિદેશી દારૂ પકડાવાની ઘટના સામે આવે છે. ત્યારે ફરી એક વાર રાણાવાવ અને કુતિયાણા પંથકમાંથી 179 વિદેશી દારૂની બોટલ કબ્જે કરવામાં આવી છે.

કુતિયાણા નજીક સારણનેસની સવારીયુ સીમમાં રહેતા મેરૂ બાવન કરમટાએ તેના મકાનમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં 18 હજારની કિંમતની વિદેશી દારૂની 60 બોટલ અને 180 એમએલના 4200ની કિંમતના 56 ચપલા મળી કુલ 22000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાણાવાવના ગંડીયાવાળા નેસમાં રહેતા દેવા ડાયા કોડીયાતરે તેના મકાનમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડતા 18900ની કિંમતની વિદેશી દારૂની 63 બોટલ મળી આવી હતી. પોલીસે દેવાની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

મુળ ઉનાનો તથા હાલ માછીમારી માટે આવેલો રમેશ કારા સોલંકી દારૂ સાથે પકડાયો છે.

જ્યારે ગાયત્રી મંદિર સામે ખાડીકાંઠે પ્રકાશ ભીખુ જેઠવા હાજર મળી આવ્યો ન હતો. તેના મકાનમાંથી દારૂની 10 કોથળી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો

ગુજરાતમા વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે. તો શુ ગુજરાતમાં કહેવા પૂર્તિ દારૂ બંધી છે

આજે બનાવો મોરૈયા અને શિંગોડાના લોટના ઢોસા

સામગ્રી

1 કપ મોરૈયો, અડધી ચમચી સિંધાલૂણ, અડધો કપ શિંગોડાનો લોટ, 3થી 4 ચમચી ઘી, 1 લીલું મરચું ઝીણું સમારેલું

રીત

ઢોસા બનાવવા માટે મોરૈયાને 2 કલાક પાણીમાં પલાળી રાખો. પછી મોરૈયાના મિશ્રણમાં થોડું પાણી મિક્સ કરી વાટો. મોરૈયાના મિશ્રણમાં શિંગોડાનો લોટ ઉમેરી થોડું પાણી ઉમેરી ખીરું બનાવો. આ ખીરામાં સિંધાલૂણ અને ઝીણું સમારેલું લીલું મરચું મિક્સ કરો. ઢોસાનું ખીરું 20 મિનિટ માટે ઢાંકીને રાખી દો. પછી તવા પર થોડું ઘી લગાવીને એક ચમચો ખીરું મૂકી હળવા હાથે તવા પર ગોળ આકારમાં ફેલાવો. ઢોસો એક તરફથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બીજી સાઇડ ફેરવીને અડધી મિનિટ સેકાવા દો. પછી તેને ફોલ્ડ કરીને નારિયેળની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.